Jalpari ni Prem Kahaani - 23 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 23

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 23

રાજકુમારી મીનાક્ષીને મંત્રી શર્કાન ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે કે એને મન થાય છે કે, હમણાં જ પિતાજીના હાથમાંથી એમનો ન્યાય દંડ લઈને એના શરીર ની આરપાર કરી દઉં.


પિતા મહારાજ દરવખતે આ ષડયંત્રકારી કુટિલ શર્કાન ની ચાલમાં કેમ આવી જાય છે સમજાતું નથી. પિતામહારાજ એજ જુએ છે જે તેમને આ કુટિલ મંત્રી બતાવે છે. એ એની જ વાતનો વિશ્વાસ કરે છે. મીનાક્ષી પોતાના મનમાં વિચાર કરી રહી છે.


હવે મૌન કેમ છે મીનાક્ષી? જવાબ આપ આમ કરવાની જરૂર કેમ પડી તને. આ માનવ માટે થઈને તે પોતાના રાજ્ય અને પિતા સાથે દ્રોહ કર્યો? પોતાની આ રાજ્ય પ્રત્યેની તમામ ફરજો ને ભુલાવી દીધી, કેમ મીનાક્ષી?


પિતાજી મેં એવું કશું જ નથી કર્યું. પિતાજી નહિ મહારાજ કહે મીનાક્ષી,હું અહીં રાજા છું અને તું ફક્ત એક દેશદ્રોહી. મહારાજે સ્પષ્ટ શબ્દો માં આદેશ કર્યો.


દેશદ્રોહી? મહારાજ આપ મારી ઉપર આટલો મોટો આરોપ કંઈ રીતે લગાવી રહ્યા છો. મીનાક્ષી ના હોશ ઉડી ગયા પોતાના માટે દેશદ્રોહી સંબોધન સાંભળી ને.


એક જોતાં આપે જે કર્યું છે તે દેશદ્રોહ જ છે રાજકુમારી મીનાક્ષી,.કુટિલ મંત્રી પોતાની દાઢી માં હાથ ફેરવતાં બોલ્યો. મંત્રી શર્કાન આ મારી અને મારા પિતામહારાજ વચ્ચે ની વાત છે એમાં તમારે બોલવાની જરૂર નથી. મીનાક્ષી ના શબ્દો જાણે અગન વર્ષાવતા હોય એવું લાગતું હતું. ઉપસ્થિત તમામ લોકો ગભરાઈ ગયા હતા કે હવે આગળ શું થશે.


માફ કરજો રાજકુમારી પણ આ મામલો આપણાં રાજ્યની સુરક્ષા સાથે જોડાયેલો છે, અને તમે જે કંઈ ભૂલ કરી છે તેનાથી સમસ્ત રાજ્ય અને રાજ્યની તમામ પ્રજાને હાની થઈ શકે છે એટલે આ રાજ્ય ના એક વફાદાર મંત્રી હોવાના કારણે મને આ વાતમાં બોલવાનો પુરે પૂરો હક છે. મે કઈં અનુચિત કહ્યું હોય તો મહારાજ આપની ક્ષમા માંગુ છું. મંત્રી શર્કાન મહારાજ તરફ હાથ જોડતા બોલ્યો.


તમે કંઈ અનુચિત નથી કહ્યું મંત્રી, તમે તમારી ફરજ બજાવી રહ્યા છો તમારે ક્ષમા માંગવાની જરૂર નથી. મીનાક્ષી તે રાજ્યના મંત્રી નું અપમાન કર્યું છે આ વાત માટે પણ તને દંડ મળી શકે છે માટે હમણાં જ એમની ક્ષમા માંગ.


મહારાજ ના શબ્દો સાંભળી ને રાજકુમારી મીનાક્ષી ને આઘાત લાગ્યો, એની આંખ માંથી બે ચાર આંશુ ટપક્યાં અને ખારા જળમાં ભળી ગયા. હું ક્ષમાં માંગુ અને એ પણ આ મંત્રી શર્કાન ની? ક્યારે અને કદાપિ નહિ. મીનાક્ષી તું મહારાજના આદેશ નું અપમાન કરી રહી છે. મીનાક્ષી ના પિતાનો ગુસ્સો એની ચરમસીમા પર પહોંચી ગયો છે.


અરે... અરે મહારાજ જવાદો, રાજકુમારી મીનાક્ષી ને ક્ષમા કરિદો એ હજું ના સમજ છે. ફરી થી શર્કાન મીઠા શબ્દો માં બોલ્યો. આપણે અહીં જે કાર્ય માટે આવ્યા છીએ તેની વાત કરવી જોઈએ.


મંત્રી શર્કાન ની આંખો સ્પષ્ટ પણે કહી રહી હતી કે જરૂર તેના મનમાં કંઇક રમત ચાલી રહી છે. એ મીઠા શબ્દો ની આડમાં જાણે વિશ ઓકી રહ્યો છે પણ કોઈને સમજાઈ નથી રહ્યું રાજકુમારી મીનાક્ષી ને છોડી ને.


મહારાજે ગુસ્સાથી મુકુલ સામે નજર કરી, માનવ તે અહીં અમારા મત્સ્ય લોકમાં આવીને બહું મોટી ભૂલ કરી છે, હવે તારું અહીંથી જીવિત પાછું જવું શક્ય જ નથી. મંત્રી આ માનવને મૃત્યુ દંડ આપવામાં આવે છે. મહારાજે કઇ પણ વિચાર્યા વગર આદેશ સંભળાવી દીધો.


મહારાજની આંખો માંથી મુકુલ માટે જાણે અગન વર્ષા વરસી રહી હોય એવું લાગ્યું. મુકુલ ને લાગ્યું કે જાણે આ મહારાજ ને જન્મો જનમ થી મુકુલ સાથે દુશ્મનાવટ હોય એવો આભાસ એને થઈ રહ્યો હતો.


મહારાજ આતો અન્યાય છે. કોઈ વ્યક્તિ ને એનો પક્ષ રજૂ કરવાનો મોકો આપ્યાં વગર એક તરફી નિર્ણય સંભળાવી દેવો એ આંધળો અન્યાય છે. તમે તો ક્યારેય આવું નથી કર્યું મહારાજ, તો આજે કેમ આપ અન્યાય કરી રહ્યા છો?


મીનાક્ષી એના પિતા મહારાજ ના આદેશ ની વિરુદ્ધ હતી, એની આંખોમાં એના પિતા મહારાજ ના નિર્ણય માટે વિદ્રોહ દેખાઈ રહ્યો હતો. મીનાક્ષી તું હવે તારી હદો ઓળંગી રહી છું. તું તારા પિતા અને મહારાજ બંને નું અપમાન કરી રહી છું અને એ પણ આ માનવ માટે? તું જાણે છે ને કે આ માનવો એ આપણી અને આપણાં રાજ્ય સાથે શું કર્યું છે? મહારાજ ના શબ્દો માં ક્રોધ હતો પણ આંખોમાં ઊંડે ઊંડે જાણે કોઈ પીડા કે વેદના હતી.


શું કર્યું છે માણસો એ આ રાજ્ય અને મહારાજ સાથે? કઈ વાત નો ગુસ્સો છે માણસો પર મીનાક્ષી ના પિતાને? મુકુલ ના મનમાં ફરી થી પ્રશ્નો ની એક લાંબી કતાર ઊભી થઈ ગઈ. સ્થિતિ ને જોતા હજી મુકુલે મૌન રહેવું એ હિતાવહ છે એવું વિચારી ને ચૂપ જ બેસી રહ્યો છે.


ક્રમશઃ..................