Shamanani Shodhama - 39 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 39

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 39

          દેવલી માંડ તીસ હજારની વસ્તી ધરાવતું ગામ રાજસ્થાન જેવા વસ્તી ગીચતા વગરના રાજ્યના લોકો માટે શહેર ગણી શકાય. ટોંક જીલ્લાનું એ નાનકડું નગર કોટાથી 85 કિમી દુર છે. અન્ય રાજ્યના લોકો તો ઠીક પણ રાજસ્થાનના લોકો પણ દેવલીનું નામ માત્ર બે બાબતોના કારણે જાણતા થયેલ છે - એક રસ્કિન બોન્ડની વાર્તા ‘ટ્રેન ટુ દેવલી’ અને બીજું સી.આઈ.એસ.એફ.નું ટ્રેનીગ સેન્ટર.

          અહીની નિવાસી સ્કુલમાં સી.આઈ.એસ.એફ. ટ્રેનીંગ સેન્ટરના અધિકારીઓના નાના બાળકો માટે ખાસ ઈંગ્લીશ મીડીયમનો પ્રાયમરી વિભાગ ચાલે છે. પોતાના બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં ભણવવાનો મોહ રાખતા ગામના કેટલાક વાલીઓ માટે તો આ સુવિધા રણમાં મીઠી વીરડી જેવી બની ગઈ હતી.

          સુરભી વિશે અલગ અલગ વાતો થતી. કેટલાક વાતો કરતા કે સુરભી હેન્ડીકેપ છે અને રાજસ્થાનના આવા નાના નગરમાં ઈંગ્લીશ મીડીયમના બાળકોને ટીચિંગ આપી શકે તેવું કોઈ મળે નહિ એટલે એને નોકરી મળી ગઈ છે.

          કેટલાક વાતો કરતા કે એનો પતિ આર્મીમાં હતો અને કશ્મીર સરહદે શહીદ થઇ ગયો હતો એટલે એને અહી નોકરી મળી ગઈ છે.

          હરિયાણાના ગોહાનાની સરકારી ગર્લ હોસ્ટેલની હેડ મિસટ્રેસના વિનંતી પત્ર પણ આમ ઓર્ડરને સી.આઈ.એસ.એફ. ટ્રેનીંગ સેન્ટરનો હેડ અવગણી શક્યો નહિ કેમકે પચાસ વર્ષની એ મિસટ્રેસ શોલેની રીલીઝ વખતે એના માટે હેમા માલિની હતી.

          તેઓ તે સમયે સમાજના બંધનોને કારણે લગ્ન કરી શકયા હતા નહિ એટલે એ મિસટ્રેસ અત્યારે પણ મિસ જ હતી અને હેડ વિશે બધા જાણતા હતા કે એ એક નિસંતાન વિધુર હતો જે સાચું ન હતું. પણ આ કારણની કોઈ વાત કરતુ ન હતું. કોઈ કરી શકે તેમ ન હતું કેમકે મિસટ્રેસ અને સી.આઈ.એસ.એફ.ના હેડના પેટમાં છુપાયેલા કેટલાય રહસ્યોની સાથે આ વાત પણ દટાઈ ગઈ હતી.

          સુરભી કોઈને આ વાતની ખબર પડવા દેવા માગતી નહોતી.

          એ આવી ત્યારથી એણીએ કેમ્પસ બહાર પગ મુક્યો ન હતો. કેમ્પસના મેદાનની રેતમાં પડતા પગલાંમાંથી કોઈ પગલું એને મળવા આવનારનું ન હતું. એટલે લોકો શંકા કરતા હતા કે એની પાછળ કોઈ હતું નહિ. એ મોબાઈલ ફોન પણ રાખતી ન હતી એટલે લોકોની શંકા વિશ્વાસમાં ફેરવાઈ હતી.

          એ ક્યારેય છાપાં વાંચતી નહિ. એ ટી.વી. જોતી નહિ. એને ડર હતો કે છાપાં કે ટી.વી.માં વિક્ટરનો ફોટો આવે અને ફોટામાંની વિક્ટરની આંખો એને જોઈ જાય તો? એ તો સાથે એના રુવાડા ઉભા થઇ જતા જેમ અત્યારે આ વાંચતી વેળાએ તમારા થયા એમ જ...!!

          એણીએ અહી આવીને બે નોધપાત્ર કામ કર્યા હતા.

          એક - ઈંગ્લીશ અને હિન્દી મીડીયમના બાળકોની સંખ્યાનો ગુણોત્તર બદલી નાખ્યો હતો.

          બીજું - શાળાના નાનકડા પુસ્તકાલયને હિન્દી અને અંગ્રેજી નવલકથાઓથી ભરી નાખ્યું હતું અને ત્રીજુ- નોધપાત્ર કામ સુરભીએ કર્યું ન હતું પણ એ નોધપાત્ર એટલા માટે હતું કે એના કારણે એ સુરભિ બની ગઈ હતી. ગોહાનાની ગર્લ હોસ્ટેલની ભૂતપૂર્વ મૃત વિદ્યાર્થીની સુરભીની બી.એ. સુધીના અભ્યાસની બધી માર્કશીટ એને કોઈ ફેરફાર વગર કામ આવી ગઈ હતી. મિસટ્રેસે એને સુરભિનું એક નવું કોલેજનું આઈડેન્ટીટી બનાવી આપ્યું હતું જેના વડે એ આસાનીથી સુરભી નામથી પાન કાર્ડ મેળવી શકી હતી.

          મિસટ્રેસ આ કામને એટલું ગુપ્ત રાખવા માંગતી હતી કે એણીએ દેવલીમાં રહેતા પોતાના જુના આશિકને પણ અંધારામાં જ રાખ્યો હતો.

          અર્ચના એ જ સુરભિ છે એ વાતને મિસટ્રેસે પોતાના મગજમાંથી ભુલાવી દીધી હતી અને સુરભિ એ વાત યાદ રાખવા માંગતી ન હતી.

                                                                                                           *

          એક જાન્યુઆરી શ્યામ માટે નવા વર્ષ જેવો દિવસ બિલકુલ ન હતો. એણે નક્કી કર્યું કે હવે અહી રહેવાનો કોઈ ફાયદો નથી. બપોરે કેન્ટીનમાં લંચ લેતી વખતે એણે ચાર્મિને કહ્યું, “અબ મેં યહા રહેકે કયા કરું..? અર્ચનાકા કોઈ સુરાગ નહિ મિલ રહા હે.”

          “તુ આખો દિવસ અર્ચના વિશે જ કેમ વિચારે છે?”

          “તો એના સિવાય કોના વિશે વિચારું?”

          “વિકટર વિશે વિચાર, એ અર્ચનાનો કાતિલ છે અને તને મહિનાઓ સુધી કેદ રાખ્યો છે એના વિશે વિચાર. શું તું એની સાથે બદલો લેવા નથી માંગતો?” ચાર્મિ શ્યામને એની ઉદાસીમાંથી બહાર લાવવા એ બધું કહેતી હતી.

          “બદલો તો હું હર હાલમાં લેવા માંગું છું..”

          “તો હવે એકાદ મહિનો રોકાઈ જા કેમકે હવે અર્ચનાને શોધવાનો કોઈ ફાયદો નથી એટલે હેડ વિકટરને શોધવા પર ફોકસ કરી રહ્યા છે.”

          શ્યામને ખબર હતી કે વિક્ટરનો પણ કોઈ સુરાગ મળવાની આશા ન હતી પણ ચાર્મિ એને જવા દેવા માંગતી ન હતી. કદાચ એને ડર હશે કે વિક્ટર એને મારી નાખશે કે કિડનેપ કરી નાખશે

          ચાર્મિને તો એણે ના કહી દીધી કે એ હવે રહેવા માંગતો નથી પણ જયારે હેડની ચેમ્બરમાં ગયો અને હેડે કહ્યું કે શ્યામ એક દો મહીને ઔર રુક જાઓ તો એ એમને ના કહી શક્યો નહિ. એને ખબર પડી ગઈ હતી કે ચાર્મિએ જ હેડ દ્વારા એને રોકી રાખવાની ચાલાકી કરી હતી.

           આખો દિવસ નવરો બેસી રહીને શું કરું એટલે એણે હેડને કહ્યું કે એને કંઇક એકાઉન્ટ કે કમ્પ્યુટરનું કામ આપી દો એટલે એનો દિવસ પણ પસાર થઇ જાય અને કેન્ટીનમાં જમવા બેસું ત્યારે હરામનું ખાઈ રહ્યો છે એવી અનુભતી થાય છે એનાથી પણ બચી શકું.

           એ લોકોએ એની લાગણીઓને માન આપીને એને બેક ઓફીસમાં પાર્ટ ટાઈમ કામ આપી દીધું.

                                                                                                              *

           અર્ચના જે હવે સુરભી બની જીવી રહી હતી પોતાની જાતને વ્યસ્ત જ રાખતી. સ્કુલમાં ભણાવવાનું, ઘરકામ અને નવરાશ મળે એવી નોવેલ હાથમાં લઇ લેવાની. છતાં પણ એ પોતાની જાતને શ્યામને યાદ કરવાથી રોકી શકતી નહોતી.

           એને રાત્રે બિહામણા સ્વપ્ન આવતા હતા. એ સ્વપ્નોની વાત કોઈને કરતી નહિ. દર અઠવાડિયે સી.આર.પી.એફ. કેમ્પસની એક લેડી ડોક્ટર એને સ્કુલના કેમ્પસમાં એના ક્વાટર પર આવીને ચેક કરી જતી હતી. વિઝીટ દીઠ એક કપ ચા સિવાય એ કોઈ ફી લેતી નહિ. એણીએ સ્ટાફની બીજી ટીચરો જોડે સામાન મંગાવવાનું ચાલુ કર્યું હતું. એણીએ નાની ટ્રાયસિકલ મંગાવી હતી.

           એ પોતાની મૂર્ખાઈ પર જ હસી. હજુ તો એ જન્મ્યું જ ન હતું. આ ઘણું વહેલું હતું. એણીએ સફલ પેરન્ટીગ, લાલન-પાલન, બાલ-વિકાસ વાંચી નાખ્યા. એને પેરન્ટીંગ શબ્દ કષ્ટ દાયક લાગ્યો. એણીએ સિંગલ મધર પણ વાંચી નાખ્યું.

           પરવરીશ પુસ્તક એણીએ ત્રણ વાર વાંચી નાખ્યું. પણ એને હિન્દીથી સંતોષ ન થયો. એ અંગ્રેજી તરફ વળી. એણીએ ઓન બીકમીંગ બેબી વાઈઝ વાંચ્યું. ધ એટેચમેન્ટ પરેન્ટીંગ બુક તો એણીએ જાણે એક્ઝામ હોય એમ ત્રણ ચાર વાર ઝીણવટ પૂર્વક વાંચી નાખ્યું. એ ઓકરાઈ જવાય એટલું દૂધ પીતી. ડોકટરે આપેલી આર્યનની ગોળીઓ એ નિયમિત લેતી. એના રસોડામાં હવે લીલા શાકભાજીનું પ્રમાણ વધી ગયું હતું.

           માર્ચ મહિનાની ગરમી એના હ્રદય માટે ઠંડક લઈને આવી. એણીએ તૈયારી રાખી હતી એવી પ્રસુતિની પીડા વેઠીને એણીએ બાળકને જન્મ આપ્યો. એ પુત્ર છે એ જાણીને એની ભગવાન પ્રત્યેની બધી ફરિયાદો દુર થઇ ગઈ. શ્લોક એકદમ સુંદરતા સાથે જ જન્મ્યો. શ્યામ સાથેની તેની સામ્યતા ઉડીને આંખે વળગે તેવી હતી. જયારે તે શ્લોક સામે જોતી જાણે શ્યામ સામે જોતી. એ એક અલગ પ્રકારની લાગણી હતી. સુખ અને દુખનું અનેરું મિશ્રણ ધરાવતી લાગણી. એવી લાગણીઓ માત્ર મા અને બાળકની આંખોમાં જ જોઈ શકાય વાંચી શકાય કોઈ લેખકનું ગજું નથી કે એને વર્ણવી શકે...!! હા પ્રયત્ન જરૂર કરી શકે.

                                                                                                           *

          માર્ચ પૂરો થઇ ગયો. ચાર્મિ શ્યામને ગન ચલાવતા શીખવવા માંડી હતી જેથી એ કેમ્પ બહાર જાય ત્યારે પોતાની જાતને બચાવવામાં સફળ રહે. કદાચ શ્યામના ધ્યાનમાં આવ્યું નહોતું પણ ચાર્મિ એનામાં વધુ અને વધુ રસ લેતી થઇ ગઈ હતી.

                                                                                                            *

          31 માર્ચ 2017 ની સવારે શ્યામે આર્મી કેમ્પની વિદાય લેવાનું નક્કી કર્યું.

          “શ્યામ તુ ચાલ્યો જઈશ..?” ચાર્મિ એના રૂમમાં દાખલ થઇ ત્યારે શ્યામ એ શ્યામ હતો જ નહિ. જયારે કેદમાં શ્યામ મળ્યો ત્યારે ત્રણ મહિનાથી વધેલા દાઢી વાળ અને મૂછોમાં એ કોઈ શિક્ષક લાગતો ન હતો. પણ જયારે હેડ પાસે ગયા ત્યારે શ્યામનો આખોય હુલીયો બદલાઈ ગયો હતો. ક્લીન સેવ અને માપ સરના વાળમાં એ એક પ્રોફેશનલ માણસ લાગતો હતો. એકાએક આજે શ્યામના વધેલા દાઢી મૂછોમા, એની ઉદાસ આંખોમાં અને સતત સિગારેટ પીને કાળા પડી ગયેલા હોઠોમાં શ્યામ કઈક અલગ જ લાગતો હતો.

          “જવું તો પડશે જ ને હવે, અહી રહીને પણ કોઈ ફાયદો નથી. બધા સપના, બધું પૂરું.”

          “મને યાદ તો કરીશને?” ચાર્મિએ એને વચ્ચે જ અટકાવી નાખ્યો કેમકે શ્યામ ફરી ઉદાસીની દુનિયા તરફ ખેચાઈ રહ્યો હતો.

          “તેં મારો જીવ બચાવ્યો છે મારી જિંદગી પર તારો અહેસાન છે તને કઈ રીતે ભૂલી શકું.”

          “ક્યારે જાય છે?”

          “આજે જ.”

          “રુક નહિ શકતે?” ઉદાસીમાં ચાર્મિ હિન્દી બોલી.

          “કિસકે લિયે રુકું? જેના માટે આ શહેરમાં આવ્યો હતો એનો હવે કોઈ પતો નથી.. જેની સાથે ઝઘડો કરી આવ્યો એ પિતાજીનો ચહેરો જોવા જ ન મળ્યો. ખબર નહી કાજલના મોતનું ભાર ઓછું કરવા અર્ચનાના જીવનને સાર્થક કરવા કયા સમયે બહાર નીકળ્યો હતો કે ના અર્ચના સુખી થઇ ન તો પિતાજીને છેલ્લી વાર જોઈ શક્યો.”

          “આ કાજલ કોણ છે?” કાજલ નામ પહેલી જ વાર સાંભળતા ચાર્મિને સમજાયું નહોતું.

          શ્યામે એને કાજલની એના પિતાજીના ઝઘડાની અને પોતે કેમ એક હેન્ડીકેપ છોકરી માટે અહી આવ્યો એ વાત કહી સંભળાવી. ચાર્મિએ પોતાના જીવનમાં માત્ર ક્રિમીનલ જોયા હતા એક પુરુષ કેવો હોય એ કદાચ શ્યામ સાથે રહીને એ પહેલી જ વાર સમજી હતી!

          “બોલ હવે મારા અહી રહેવાનો શું અર્થ?” બધી વાત કહીને શ્યામે પ્રશ્ન કર્યો ત્યારે ચાર્મિએ કોઈ એજન્ટ નહી પણ એની અંદરની કોઈ અલગ જ વ્યક્તિને બહાર કાઢી હોય એમ પૂછ્યું.

          “મારા માટે ન રોકાઈ શકે?”

          “હું અર્ચનાને...”

          “શ્યામ, સોરી, પણ અર્ચના જીવિત હોવાની હવે કોઈ શક્યતા નથી.”

          “ચાર્મિ, તારો અહેસાન હું કયારેય નહિ ચૂકવી શકું પણ તું જે કહેવા માંગે છે એ શક્ય નથી.”

          “તું જઈ શકે છે પણ એક વાત યાદ રાખજે કે જેટલું દુઃખ તને અર્ચનાને ગુમાવ્યાનું છે એટલું જ દુ:ખ મને તારા જવાથી થશે.” ચાર્મિની આંખો ભીની થઇ ગઈ હતી. પ્રેમ કદાચ એક એવી ચીજ છે જે આર્મી અને એજન્ટ ગમે તેને પીગાળી નાખે છે.

          “હું અહી મફતના રોટલા કેટલા દિવસ તોડી શકું?”

          ચાર્મિની આંખમાં ચમક આવી. “હું હેડ સાથે વાત કરી તને કોઈ સારી જોબ પર સેટ કરી નાખીશ. પ્લીઝ તું રોકાઈ જા.”

          “ઠીક છે પણ હું એકવાર મારા ઘરે ગુજરાત જવા ઈચ્છું છું. હું પરિવારના લોકોને મળવા ઈચ્છું છું.”

          “ઓકે, પણ તું દસ દિવસ પછી જા..”

          “કેમ?”

          “દસ દિવસમાં હું તારા માટે ઓફિશિયલી એક ગનની વ્યવસ્થા કરી આપું જેથી મુસાફરીમાં કોઈ જોખમ ન રહે. મારે એ માટે એક અરજી કરવી પડશે અને એમાં આઠ દસ દિવસ જેટલો પ્રોસેસિંગ ટાઈમ તો લાગી જ જશે.”

          “ઓકે.”

          શ્યામને એ વાત ઠીક લાગી. એ ગન આવે પછી ગુજરાત જશે એમ નક્કી કરી દસેક દિવસ માટે રોકાઈ ગયો. કેટલી અજીબ વાસ્તવિકતા હતી એકવાર એ ગુજરાતથી અર્ચનાને મળવા માટે ચંડીગઢ ગયો હતો અને એક દિવસ એવો આવ્યો કે એ ચંડીગઢથીં પોતાના પરિવારને જોવા એકવાર ગુજરાત જવા માટે તરસતો હતો.

ક્રમશ: