Shamanani Shodhama - 38 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 38

Featured Books
Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 38

          બીજી સવારે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં મળ્યા ત્યારે ચાર્મિએ શ્યામને ગઈ કાલે પાર પાડેલા કામ વિશે માહિતી આપી.

          “લેપટોપ આવી ગયું છે, કાલ સાંજ સુધીમાં આઈ.ટી. ટીમ એનો પૂરો રીપોર્ટ આપી દેશે.”

          “ઓકે.”

          “યાર તું મુડ ઓફ કરકે કયું બેઠા હે?” શ્યામના ચહેરા પર ઉદાસીના વાદળ જોઈ ચાર્મિએ પૂછ્યું.

          “ચાર્મિ, મારા સાથે આ બધું થશે એ મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. અને હવે આગળ શું થશે એની પણ કલ્પના થઇ શકે એમ નથી.”

          “જે થશે એ સારું જ થશે ત્યાં કેદમાં ગુમનામ મરી જવાના હતા એના કરતા આર્મીની સિક્યુરીટીમા છીએ મતલબ હાલતમાં સુધાર છે. લાગે તું અહીના ખાવાથી બોર થઇ ગયો છે આવતી કાલે બહાર લંચ માટે જઈશું..” બાળકને ફોસલાવતા હોય એવી ઢબે ચાર્મિએ એને સમજાવ્યો પણ હકીકત તો બેય જાણતા જ હતા!

          ચાર્મિ એની ઉદાસી તોડવા માટે બોલી હતી એ સમજતા શ્યામને વાર ન લાગી.

          “ઠીક છે એ બહાને મન થોડુક હળવું થશે.”

          “અબ ચલે?” કહીને ચાર્મિ ઉભી થઇ. ગેસ્ટરૂમના દરવાજેથી તેઓ છુટા પડ્યા.

                                                                                                                  *

          આઈ.ટી. ટીમને રીપોર્ટ તૈયાર કરતા ખાસ સમય ન લાગ્યો.

          આઈ.ટી. ટીમના રીપોર્ટ મુજબ કોઈએ અર્ચનાના લેપટોપમાં ખાસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. એ સોફ્ટવેર એ સમયે પણ ઇન્સ્ટોલ જ હતું. એ સોફ્ટવેરની ખાસિયત એવી હતી કે સામાન્ય યુઝરને ખબર જ ન પડે કે તેના કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર નાખેલું છે.

          એ સોફ્ટવેર જે કમ્પ્યુટરમાં હોય એ કમ્પ્યુટરના દરેક ફંક્શન પર આસાનીથી એક્સેસ મેળવી શકે છે. જયારે આવું કમ્પ્યુટર બીજા કોઈ કમ્પ્યુટર કે ડીવાઈઝ સાથે કોઈ પણ માધ્યમથી કનેક્ટ થાય ત્યારે એ સોફ્ટવેર પોતાનો રંગ દેખાડવાનું ચાલુ કરે છે. એ સોફ્ટવેર કનેક્ટ થયેલા ડીવાઈઝમાં પોતાની બીજી કોપી બનાવીને ઇન્સ્ટોલ થઇ જાય છે અને બીજા ડીવાઈઝમાંથી ડેટા મૂળ કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી નાખે છે.

          નવાઈની વાત એ છે કે એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરતી વખતે આપેલ સુચના મુજબ એ કયો ડેટા સેન્સીટીવ છે એ ઓળખી જાય છે અને એવો ડેટા જ ટ્રાન્સફર કરે છે. 

          ડેટા ટ્રાન્સફર કર્યા પછી સામેના ડીવાઈઝમાંથી ડેટા ડીલીટ પણ કરી શકે છે. પોતાનું કામ પૂરું કર્યા પછી આ સોફ્ટવેર સામેના ડીવાઈઝમાંથી આપમેળે અનઇન્સ્ટોલ થઇ જાય છે.

          અર્ચનાના લેપટોપમાંથી હોમમીનીસ્ટરનો હેક કરેલ ડેટા પણ આઈ.ટી. ટીમે મેળવી લીધો હતો. અર્ચનાના લેપટોપમાંથી એ ડેટા ધીમે ધીમે હેકર સુધી પહોચી રહ્યો હતો. કારણ કે આ સોફ્ટવેર બંને ડીવાઈઝ જેટલા નજીક હોય એટલું ફાસ્ટ કામ કરે અને અંતર વધે એમ સ્પીડ ઓછી થઇ જાય. આઈ.ટી. ટીમ પણ કેટલો ડેટા અર્ચનાના લેપટોપથી હેકર સુધી પહોચ્યો હશે એ જાણી શકી નહી કેમકે હેકરે સામેથી કનેક્શન કટ કરી નાખ્યું હતું કે થઇ ગયું હતું.

          હેડે અંદાજ લગાવ્યો કે અમુક ડેટા અર્ચનાના લેપટોપમાંથી હેકર મેળવી શક્યો હશે ત્યાજ ઘરેલું ઝઘડામાં અર્ચનાએ લેપટોપ તોડી નાખ્યું અને હેકરનું કામ અધૂરું રહી ગયું.

                                                                                                          *

          હેડના આદેશથી રીમાંનું દિલ્હી પોલીસ દ્વારા ફરીથી સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ હતું પણ રીમા પાસેથી કઈ ખાસ જાણવા મળ્યું નહિ.

          હેડના કહેવાથી દિલ્હી પોલીસ કમિશનરે અર્ચનાને શોધવા માટે ખાસ પાંચ સભ્યોની સીટ (સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) બનાવી હતી અને ટીમ એનું કામ કરી રહી હતી પરંતુ અર્ચના એવી રીતે ગાયબ થઇ હતી કે તપાસ શુરુ ક્યાંથી કરવી એ જ નક્કી કરી શકાય તેમ ન હતું તો એને શોધવી કઈ રીતે.

          જે બુથ પરથી અર્ચના ઉપર લાસ્ટ કોલ આવ્યો હતો એનું સીધું સી.સી.ટી.વી. ફૂટેજ આપી શકે તેવો કોઈ સી.સી.ટી.વી. બુથ આસપાસ નહોતો. બુથ તરફ જતા રોડનું સી.સી.ટી.વી. ફૂટેજ મળ્યું હતું પણ એ કોલ સમયની પહેલી પાંચ મિનીટમાં જ ત્યાંથી કેટલાય વાહનો અને રાહદારીઓ પસાર થયા હતા અને એમાંથી અંજલિ કોણ એ નક્કી કરવું અશક્ય હતું.

          એ ઉપરાંત બુથ તરફ પહોચવા માટે બીજી બે બાજુએથી પણ રસ્તા આવતા હતા. અંજલિ એ પૈકીના કોઈ એક રસ્તેથી પણ બુથ સુધી આવી હોય એટલે એ દિશામાં વ્યર્થ મહેનત કરવાનું હેડને યોગ્ય લાગ્યું નહોતું.

          બીજી તરફ પ્રીતુનું સ્ટેટમેન્ટ લેવા મોકલેલ હેડનો માણસ નિરાશ થઈને પાછો ફર્યો કેમકે પ્રીતુ કઈ જણાવી શકી હતી નહિ. એને કંઈ યાદ હતું નહિ.

          પ્રીતુના પિતાજી સાથે થયેલી વાતચીતનો રીપોર્ટ આશાસ્પદ ગણવો કે નિરાશાજનક એ નક્કી થઇ શકે એમ નહોતું.

          જોકે એ રીપોર્ટ વાંચ્યા પછી હેડે પ્રીતુના ઘર આસપાસ વોચ ઉપર માણસોને ગોઠવી દીધા હતા જેમનું મુખ્ય કામ પ્રીતુનું રક્ષણ કરવાનું હતું. હેડને લાગતું હતું કે પ્રીતુનું કિડનેપ થઇ શકે એમ હતું.

          પ્રીતુના પિતાજી સાથેની વાતચીતના અમુક અંશો એમને એક ચોક્કસ દિશામાં લઇ જતા હતા પણ એ દિશામાં પણ આગળ જતા અંધકાર જ છવાઈ જતો હતો. રીપોર્ટના એ અંશ નીચે મુજબ હતા.

          પ્રીતુને અચાનક એક સેમિસ્ટર પછી ચંડીગઢ કેમ મોકલવામાં આવી હતી?

          પ્રીતુ સાંજના હોકીની પ્રેકટીશ કરીને પોતાની હોસ્ટેલ પરત ફરી રહી હતી ત્યારે તેનું કિડનેપ થઇ ગયું હતું. રાતના દસ વાગ્યા સુધી પ્રીતુ પાછી ન ફરી એટલે હોસ્ટેલમાંથી પ્રીતુના પિતાજીને ફોન આવ્યો હતો. અગિયાર વાગ્યા સુધીમાં એ સોનીપતથી દિલ્હી પહોચી ગયા હતા. પ્રીતુના પિતાજી અને એમનો એક દોસ્ત કે જે દિલ્હી પોલીસમાં હતો રાત્રે પ્રીતુને શોધવા નીકળ્યા હતા. છોકરીની બદનામી ન થાય એ માટે પોલીસ ફરિયાદ કે મીડિયાને ચોવીસ કલાક જાણ ન કરવી એમ પ્રીતુના પિતાજીને યોગ્ય લાગ્યું હતું.

          સવારના ચારેક વાગ્યે કોઈક પોલીસ સ્ટેશનથી પ્રીતુના પિતાજીને ફોન આવ્યો હતો. તેઓ પોલીસ સ્ટેશન પહોચ્યા. નાઈટ પેટ્રોલિંગ ટીમને પ્રીતુ મળી હતી. પ્રીતુના પિતાજીએ વાત દબાવી નાખી હતી. પ્રીતુએ વાત કરી હતી કે એ એને ઉઠાવી જનારાઓને ઓળખતી નથી. પ્રીતુના પિતાજીને લાગ્યું કે કોઈ ગુંડાઓ હશે. એ લોકો ફરીથી કંઈ ન કરે એ માટે એને દિલ્હીને બદલે ચંડીગઢ મોકલી દીધી હતી.

          હેડે અંદાજ લગાવ્યો કે પ્રીતુનું કીડનેપ કરનાર પણ શ્યામનું કીડનેપ કરનાર સાથે સંકળાયેલ હતા.

                                                                                                             *

          શ્યામે એક અઠવાડિયું ક્રિમીનલ ડેટા જોયો પણ એને રોઝી કે ક્રીસ્ટીની શકલ સાથે મેળ ખાય એવો કોઈ ફોટો જોવા મળ્યો નહિ.

          શ્યામ અને ચાર્મિએ ભેગા થઈને કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા જેના જવાબ એમની પાસે ન હતા.

(1). અર્ચનાનું લેપટોપ કોણે હેક કર્યું હતું?

          પ્રીતુએ કે અર્ચનાના સ્ટાફમાંથી કોઈએ કે પછી અન્ય કોઈએ? પ્રીતુની માનસિક હાલત સારી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ મળી શકે તેમ નથી એવી નોધ ચાર્મિએ જવાબમાં લખી.

(2). અંજલિ કોણ હતી?

          સોરીના સ્પેલિંગમાં y ની જગ્યાએ i લખનાર કદાચ અંજલિ હોઈ શકે એમ શ્યામે નોધ કરી. આ પ્રશ્નના જવાબ માટે અર્ચનાને શોધવી પડે.

(3). વિક્ટર કોણ છે?

           નોધમાં એણે લખ્યું કે અંજલિ દ્વારા જ વિક્ટર સુધી પહોચી શકાય એમ હતું.

                                                                                                              *

           નવેમ્બર 30 ની સાંજે હેડે શ્યામ અને ચાર્મિને એમની ચેમ્બરમાં બોલાવ્યા ત્યારે હેડ તણાવમાં હતા.

           ચાર્મિએ પ્રશ્નોવાળું કાગળ હેડને આપ્યું.

           “ચાર્મિ, ઇસ સવાલોકા કોઈ મિનીંગ નહિ બનતાં હે... ઇન્વેસ્ટીગેશન આગે ચલે એસા કોઈ પોઈન્ટ હે હી નહિ.” હેડે કાગળમાં નજર કરીને નિરાશ થઈને કહ્યું.

           “ચાર્મિને જિસ પુલીસવાલેકો મારા થા ઉસ પુલીસવાલેસે કોઈ લીંક મીલ શકતી હે?”

           “શ્યામ, હમને હર તરહ સે કોશીસ કર લી હે. કોઈ ક્લ્યું નહિ મિલ રહા હે.” હેડ એટલા તણાવમાં હતા કે એ વખતે ટેબલ ઉપર મુક્કો ફટકારી દીધો હતો.

           હેડની એ ચેષ્ટા જોઈ શ્યામને ઓછી નવાઈ થઇ પણ ચાર્મિ માટે એ ઘણી નવાઈ હતી કેમ કે આટલા વર્ષની સર્વિસમાં એણીએ હેડને એટલા વ્યાકુળ કોઈ કેસમાં જોયા જ નહોતા.

           “કેસ ક્લોઝ કર રહે હો આપ?” શ્યામે પૂછ્યું.

           “ટેકનીકલી કેસ કલોઝ હી હે. પ્રીતુ એક ઉમ્મીદ હે પર પ્રીતુ કે ડોક્ટર કે મુતાબિક પ્રીતુ અભી ઠીક હોગી એસી કોઈ ઉમ્મીદ નહિ હે.”

           “મેં પ્રીતુસે બાત કરું તો? પ્રીતુ શાયદ મુજે દેખકે કુછ યાદ કર શકે?”

           “ડોક્ટરસે મેને યે બાતભી કી થી. ડોક્ટરકા માનના હે કી તીન ચાર મહીને રુકના પડેગા. ઉસકી કન્ડીશન મેં કોઈ સુધાર આતા હે તો આપ કોશીસ કરો. ડોક્ટરકા માનના હે કી અગર અભી ઉસકે દીમાંગ પે દબાવ બના તો વો એકદમ પાગલ બન જાયેગી યા ખામોસ. અભી જો થોડા કુછ બોલ રહી હે વહ ભી બંધ હો જાયેગા.”

           “શ્યામકા ક્યાં કરે હમ? ઉસકો જાને દે?” ચાર્મિએ હેડને પૂછ્યું.

           “ઉસકી મરજી.”

           “મેં તો ગુજરાત જાના ચાહતા હું પર વિક્ટર કોન હે વો પતા ન લગે તબ તક નહી.”

           “આઈ એમ સોરી. હમ ક્યા કર શકતે હે? મેરે આદમી આપકો ગુજરાત તક છોડને આ શકતે હે. મેં આપકો લેટર લીખ કે દુંગા કી આપ પે રિસ્ક હે. આપકો જલ્દ હી લાયસન્સ મિલ જાયેગા રિવોલ્વર કા. આપકો હમ રિવોલ્વર પ્રોવાઈડ કર શકતે હે. આપકો ગન કે લિયે પે કરના હોગા.”

           “વિક્ટર કા પતા લગે તબ તક હમ શ્યામકો ઇધર નહિ રખ શકતે?” ચાર્મિએ હેડને પૂછ્યું.

           “રખ તો શકતે હે પર કિતને દિન રખેંગે? શ્યામકે લિયે તો યહા રેહના ભી એક તરહકી જેલ હી હે. શ્યામકી મરજી હો તો રેહ શકતા હે. સોચ લો શ્યામ, ક્યા કરના હે આપકો?”

           શ્યામ અને ચાર્મિ હેડની ઓફીસ બહાર નીકળ્યા.

           “કેન્ટીન મેં જાકે બેઠતે હે?”

           શ્યામે હકારમાં ડોકું ધુણાવ્યું.

           કેન્ટીનમાં જઈ એમણે ચા મંગાવી.

           “શ્યામ, તુમ રુકના ચાહતે હો યા જાના?”

           “ક્યા કરું મુજે સમજ નહિ આ રહા હે.”

           “એક બાત બોલું? અગર તુમ ગુજરાત ગયે તો તુમ્હારે ઉપર તો રિસ્ક હે હી ઔર તુમ્હારે ફેમીલી પે ભી રિસ્ક બઢ જાયેગા.”

           “મુજે અભી ઘર પે બાત કરની હે, ચાર્મિ.”

           “કયું?”

           “મેરે ફેમીલી કો તો વિકટરને કુછ નહિ કિયા હોગા ના?”

           “નહિ.”

           “તુજે કેસે પતા?”

           “હમને તુમ્હારા બેકગ્રાઉન્ડ ભી ચેક કિયા થા. તેરે બ્રધર ઠીક હે. તેરી મોમ ભી ઠીક હે. સિર્ફ.”

           “સિર્ફ ક્યા?”

           “તેરે પાપા ઇસ દુનિયામે નહિ હે.” હળવેથી ચાર્મિ બોલી પણ જાણે છાતી ઉપર કોઈ બોમ્બ ફાટી પડ્યો હોય એમ શ્યામ અવાચક બની ગયો. એની આંખો નીતરવા લાગી. પિતાજીનો ચહેરો એ જ કડક ચહેરો આંખો સામે તરવરવા લાગ્યો.

           “શ્યામ સંભાલો અપને આપકો.” સાવ નિષ્ઠુર લાગતી આર્મી જાસુસ ચાર્મિનો અવાજ પણ તરડાવા લાગ્યો.

           “કયા હુઆ ઉન્હેં?”

           “તેરે પિતાજી હમ કિડનેપર કે વહા સે ભાગે ઉસકે દો દિન પેહલે હી ઇસ દુનિયા કો છોડ કે ચલે ગયે થે.”

           “મુજે બતાયા કયું નહિ?” થયેલું બદલવાનું નથી એ જાણતો હતો છતાં શ્યામ ઠપકાભરી નજરે ચાર્મિને જોઈ રહ્યો.

           “હેડને મના કિયા થા. અર્ચના કિડનેપ હુઈ વો સુનકે બાદ હમેં યે પતા ચલા થા. હેડને બોલા કી લડકા તૂટ જાયેગા. ઔર તેરે પિતાજી સતર સાલકી એ જ મેં ઘર પે હી બેઠે આરામ સે ભગવાન કો પ્યારે હો ગયે હે. ભગવાન ઉનકી આત્મા કો શાંતિ દે.”

           શ્યામ આંખોમાંથી આંસુઓ વહેતા હતા.

           “મારી લાશ ઉપર તું ન આવતો. મને બાળવા પણ ન આવતો તું.”

           પિતાજીએ ગુસ્સામાં બોલેલા શબ્દો સાચા પડ્યા હતા.

           “બાકી સબ ઠીક હે ઘરપે?” શ્યામે આંખો લુછી પૂછ્યું.

           “હા.” ચાર્મિએ કહ્યું, “શ્યામ, તું ઇધર રહેગા તો હમ અર્ચનાકી તલાશ ભી કરતે રહેંગે.”

           “ઓકે. મેં રહુંગા.” એ એટલું બોલી ઉપર તાકી રહ્યો!

                                                                                                        * 

           ડીસેમ્બર 2016 અર્ચનાને શોધવામાં ગયો. ચાર્મિએ અર્ચનાને શોધવાની બધી કોશિશ કરી પણ કોઈ ફાયદો થયો નહિ. દિલ્હી પોલીસની સીટ પણ અર્ચનાને શોધવામાં અસફળ રહી.

           હેડના મત મુજબ અર્ચનાને વિકટરે મારી નાખી હશે કે પછી અર્ચના બીજી કોઈ રીતે મૃત્યુ પામી હશે. કેમકે હેડની ટીમ, દિલ્હી પોલીસના સ્પેશીયલ ઓફિસર અને હરિયાણા ક્રાઈમ બ્રાંચ જેવી સંસ્થાઓ અર્ચના વિશે કંઈ પણ માહિતી મેળવી શક્યા ન હતા.

           જો વિકટરે અર્ચનાનું કિડનેપ કર્યું હોય અને એને મારી ન નાખી હોય તો એ અર્ચનાનો સોદો કરવા માટે ઉપયોગ કર્યા વગર રહે નહિ. એ પરથી શ્યામે ગાંઠ વાળી લીધી કે અર્ચના હવે દુનિયામાં નથી રહી...!!

                                                                                                        *

           રાજસ્થાનના દેવલી ગામની સ્કુલના કમ્પાઉન્ડમાં અર્ચનાએ સુરભી નામની ઓળખ ઉભી કરીને પગ મુક્યો ત્યારે જ સ્કુલનું મોટું મેદાન જોઈને એને થયું હતું કે આવનાર બાળકને દોડા દોડ કરવા અહી પૂરી મોક્ળાશ હતી. મિસટ્રેસે એવી જગ્યા પસંદ કરી હતી કે વિક્ટરને ખબર પડી જાય તો પણ એ ત્યાં જઈ એને મારી શકે તેમ હતો નહિ.

           સી.આર.પી.એફ. ટ્રેનીંગ સેન્ટરના કારણે ગામમાં આખો દિવસ જવાનોની ચહલપહલ રહેતી હતી. અહીની સ્કુલ અને એમાં પણ ગર્લ હોસ્ટેલના રૂમમાં ઘુસવું વિક્ટર માટે આસન ન હતું.

           મિસટ્રેસે એને વિક્ટરના કિસ્સા કહ્યા હતા. એને સ્કુલના કેમ્પસ બહાર ભૂલથી પણ નીકળવાનું ન હતું.

           વિક્ટરથી બચવા એણીએ મોબાઈલનો ઉપયોગ કરવાનો ન હતો. ઇન્ટરનેટનો પણ નહિ. કોઈ જુના કોન્ટેકને કોન્ટેક્ટ કરવાનો નહિ. આવનારા બાળકની ચિંતામાં એણીએ છાપા અને ટી.વી. સામે પણ નજર કરી નહિ. રખેને છાપામાં કે ટી.વી.માં આવેલ વિક્ટરના ફોટાની આંખો પણ એને જોઈ જાય.?

ક્રમશ: