Prem Vachan - 1 in Gujarati Love Stories by D.H. books and stories PDF | પ્રેમ વચન - 1

The Author
Featured Books
  • Venom Mafiya - 5

    अब आगेराघव मल्होत्रा का विला उधर राघव अपने आदमियों के साथ बै...

  • रहस्यमय हवेली

    रहस्यमयी हवेलीगांव के बाहरी छोर पर एक पुरानी हवेली स्थित थी।...

  • किट्टी पार्टी

    "सुनो, तुम आज खाना जल्दी खा लेना, आज घर में किट्टी पार्टी है...

  • Thursty Crow

     यह एक गर्म गर्मी का दिन था। एक प्यासा कौआ पानी की तलाश में...

  • राम मंदिर प्राण प्रतिष्ठा - 14

    उसी समय विभीषण दरबार मे चले आये"यह दूत है।औऱ दूत की हत्या नि...

Categories
Share

પ્રેમ વચન - 1

નારાયણ ના સાત અવતાર પછી એટલે કે ક્રિષ્ન ભગવાને પ્રેમની પરિભાષા સમજાવી. શું કામ સાતમા અવતાર પછી જ? કારણ કે નારાયણ ના આ સાત અવતાર એ પ્રેમના સાત વચનનું પ્રતીક છે.પહેલો અવતાર એટલે મસ્ત્ય અવતાર. રાજા સત્યવ્રત ના આહવાનથી ભગવાન નારાયણ મસ્ત્ય અવતાર રૂપે પ્રજાની સુરક્ષા હેતુ આવે છે. એક બાજુ નારાયણ પ્રજાની રક્ષા કરે તો બીજી બાજુ અસુરો વેદોને નષ્ટ કરવા જઈ રહ્યાં છે. નારાયણ ધર્મ સંકટમાં આવી ગયા. પ્રજાની રક્ષા કરવી કે વેદો બચાવવા. ત્યારે માં લક્ષી એનો સાથ આપે છે, અને વેદો ની રક્ષા માં લક્ષ્મી કરે છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ માં લક્ષ્મીએ ભગવાન શ્રી નારાયણનો સાથ ન છોડ્યો. એટલેજ પ્રેમનું પહેલું વચન એ નારાયણ ના પહેલા અવતાર પરથી સમજાય છે કે એકબીજા નો સાથ ક્યારેય ન છોડવો.

પ્રેમનું પહેલું વચન :- "જીવનભર એક બીજાનો સાથ છોડવો નહિ. હંમેશા એક બીજા ની મદદ કરતી રહેવી."

"સંબંધો" મનુષ્ય જીવનની સૌથી કિંમતી વસ્તુ છે. જીવનમાં આપણા બધા પાસે અલગ - અલગ સંબંધો હોય છે. જેમ કે પરિવાર, પ્રેમ, મિત્ર. આ બધા સંબંધ આપણને સુખ, સમર્થન અને સમાજની અનુભૂતિ કરાવે છે.આજના સમયમાં મુશ્કેલીઓ વધી રહી છે, કામ બધી ગયા છે, અત્યારે જોઈએ તો કોઈની પાસે સમય જ નથી.એટલા માટે આપણે સંબંધોમાં થોડું સરળ બનાવવાની કોશિશ કરીએ, અથવા તો સંબંધો સરળ બને એવું વિચારીએ છીએ. પણ આપણી આ વિચારધારા ખોટી છે. સંબંધો આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. મિત્ર હર મુશ્કેલીમાં આપણી સાથે હોય, પરિવાર આપણી સંભાળ માટે આપણા કદમથી કદમ મળાવિને ચાલે, અને પ્રેમ વ્યક્તિ ને સમજદાર બનાવે છે. આ બધા સંબંધો આપણને સુખ, આનંદ આપે છે. પ્રેમ જીવન જીવવાની રીત શીખવાડે છે. જો તમે કોઈની સાથે પ્રેમથી જોડાયેલા છો તો જીવનમાં ક્યારેય પણ એનો સાથ ન છોડો. દુનિયા ના પ્રત્યેક સંબંધમાં કોઈ ને કોઈ પ્રકારની શક્તિ હોય છે. સારો અને સાચો મિત્ર હોય, જે હર એક પરિસ્થિતિમાં આપણી સાથે ઉભો રહે તો એ મિત્રની શક્તિ આપણી સાથે છે. આપનો પરિવાર આપણા બાળપણથી લઈને જીવનભર આપણી સાથે ઉભો રહે છે. તો એ પરિવારની શક્તિ આપણી સાથે છે. અને "પ્રેમ" પ્રેમ તો છે જ મહાન શક્તિ. પ્રેમથી મહાન આ દુનિયામાં કશું જ નથી.

પરિવાર સાથે સમય પસાર કરીને, સુખ - દુઃખ ની વાતો કરીને આપણે પ્રેમ અને પારિવારિક બંધનો નો અનુભવ કરી શકીએ છીએ. પણ આજના માણસ પાસે સમય જ નથી પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવા માટે. કામ, નોકરી, પૈસા ની પાછળ માણસ એટલો ગાંડો થય ગયો છે કે એ જોઈ જ નથી શકતો કે જીવનમાં પૈસા કમાવવા સિવાય બીજું કંઈ પણ છે. સંબંધો પણ બને છે તો પૈસાના વેવારથી કે વ્યાપારથી. એની જોડે મારે પૈસાનો વેવાર સારો છે એટલે મારા સંબંધ એ ભાઈ સાથે વધુ સારા છે. પણ એ સંબંધ ક્યાં સુધી છે? જ્યાં સુધી પૈસાનો વેવાર છે ત્યાં સુધી. સંબંધ એવા બનાવવા કે જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ના હોય.

પ્રેમી કે પ્રેમિકા જોડે રહીને, તેની સાથે વાતચીત કરીને એ પ્રેમને પરિશુદ્ધ દૃષ્ટિએ આગળ ચલાવવો જોઇએ, એને જીવનભર નિભાવવો જોઇએ. પરંતુ આજની જનરેશન ખબર નય કેવા પ્રેમી હોય અને કેવી પ્રેમિકા. થોડાક સમય માટે પ્રેમ હોય અને પછી એ પોતે ક્યાં હોય એ ખબર ન હોય. પ્રેમ થોડા સમય માટે નો નથી. પ્રેમ જીવનભર નો સાથ છે. આગળની સ્ટોરી માં મે લખ્યું છે કે - "પ્રેમ બે ક્ષણમાં પાકવાવાળો પકવાન નથી. એનો સ્વાદ ચાખવા માટે તમારે જીવનભરનો સમય આપવો પડે."

જ્યારે આપણે સંબંધોમાં સમય આપવાનું છોડી દઈએ ત્યારે એ સંબંધ કમજોર પડી જાય છે, તૂટવાની સંભાવના વધી જાય છે. મનુષ્ય જીવનમાં સંબંધો અત્યારે બગડી રહ્યા છે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ મનુષ્ય, મનુષ્યથી જ અલગ થતો જશે. ચારે બાજુ સ્વાર્થી લોકો જ હશે. પણ આપણે સ્વાર્થી નથી બનવાનું. મારા વાચક મિત્રો સાથે મારો સંબંધ અને બધાનો પોતાના પરિવાર પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે કે દેશ પ્રત્યેનો પ્રેમ આજીવન રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે.

"પ્રેમના મત્વને સમજવું, પ્રેમના મહત્વને મહત્વ આપવું અને આજીવન ક્યારેય પણ પ્રેમનો સાથ ન છોડવો." પ્રેમનું આ પહેલું વચન છે.

🙏....રાધે....રાધે....🙏