બાદશાહ અકબર અને અબુલ ફઝલ
સમ્રાટ અકબરનું શાસન ચાલતું હતું. ત્યારે ઇસ્લામ ધર્મીઓમાં “ઇમામે મહદી” ના સિદ્ધાંત અનુસાર મોટી હલચલ ચાલતી હતી. આ સિદ્ધાંતમાં માનનારા લોકોના વિશ્વાસ હતો કે, મહંમદ પૈગંબર સાહેબના એક હજાર વર્ષ બાદ એક નવા ઇમામે-મહદી પ્રકટ થશે. જે ઇસ્લામ ધર્મને એના મૂળ સ્વરૂપે સ્થાપિત કરશે. વિકૃતિઓ દૂર કરશે. આ હજાર વર્ષની અંતિમ શતાબ્ધીનો દીર્ઘ સમય શહેનશાહ અકબરના શાસનકાળમાં જ પુર થતો હતો. આથી લોકો ગંભીરતાથી વિચારતા હતા કે, ઇમામે-મહદી ક્યાં અને કેવા સ્વરૂપે જન્મ લેશે.
એવું બન્યું હતુ કે, આ ધાર્મિક માન્યતાઓનો લાભ લઈને ઘણાં લોકો આગળ આવ્યા હતા જેઓ પોતાને ઇમાએ- મહદી તરીકે ઓળખાવીને પોતાના અનુયાયીઓની સંખ્યા વધારતા હતા.
પરંતુ સાચા ઇસ્લામી જાણતા હતા કે, જ્યારે ચોમાસું આવે છે ત્યારે પુષ્કળ દેડકાઓ ડ્રાઉં ડ્રાઉં કરતા હોય છે, એના શોરમાં કોયલ બોલવાનું જ બંધ કરી દે છે. આ દેડકાઓના અવાજમાં સાચા ઇમામે મહદી પણ લોકોને નહી ઓળખાય.
નાગૌરમા એક મહાન સંત વસતા હતા. તેઓ ઉચ્ચકોટિના વિદ્યવાન પણ હતા. તેઓ સૂફી સંત હતા, મહદવી હતા. જેઓ ઇમામે મહદી વાળા સિદ્ધાંતમાં માનતા હોય તે મહદવી ગણાય. આવા સંતની ચારે બાજુ કુશાગ્ર બુદ્ધિવાળા અનુયાયી હતા. તેઓ હતા શેખ મુબારક.
સુફીમત ઇસ્લામધર્મના અંતર્ગત રહસ્યવાદી ઉપાસનાની એક શ્રેષ્ઠ ધારા છે. ઇસ્લામમાં જે સત્તા આપવાવાળી અને ઇનામ વહેંચણીની કલ્પના છે તેનો સ્વીકાર ન કરતાં, કટ્ટરતાને ત્યાગતા અકબરશાહના દરબારમાં તેના ભાઇ અઝીઝ કોકાએ સુફીમત સ્વીકર્યો હતો.
શેખ મુબારકનો મોટો દીકરો ફૈજી મહાન કવિ હતો. ઇ.સ. ૧૫૪૭માં મોગલોના દરબારમાં તેણે પ્રવેશ કર્યો.
આ ઘટનાથી કટ્ટર મૌલીઓ, એમના નેતાઓ ખૂબ નારાજ થયા. તે વખતે કટ્ટરપંથીઓના નેતા મખદૂમ્મ ઉલમુલ્ક શાહીધર્મગુરૂના પદે બિરાજતા હતા. અકબરના દરબારનો પ્રસિદ્ધ ઇતિહાસકાર બદાયુની પણ કટ્ટર ઇસ્લામી હતો. પરંતુ ફૈજીને પ્રખ્યાત સેનાપતિ અઝીઝ કોકાનું રક્ષણ હતું. ધીરે ધીરે બાદશાહ અકબર પરથી આ કટ્ટરવાદીઓનીએ પકડ ઢીલી થતી ગઈ.
ઇ.સ. ૧૫૬૨માં રાજપૂતાના જોધાબાઇ મલિકા-એ-આઝમ બની. એને પગલે બીજી રાજપૂતાણીઓ એના ઝનાનામાં આવી. બાદશાહે તેમને પોતાના દેવ દેવીઓની પૂજા કરવાની છૂટ આપી.
એની સામે ઉદાહરણ મોજૂદ હતું. મેવાડના મહારાણા સંગ્રામસિંહ અને રાજકુંવર ભોજરાજે પોતે ભગવાન એકલિંગજીના પરમભક્ત હોવા છતાં મીરાં બાઇને એની વિનંતીથી કૃષ્ણભક્તિ માટે છૂટ આપી એટલું જ નહિ રાણાસાંગાજીએ તો મંદિર પણ બંધાવી આપ્યું. માળવાના બાઝબહાદુર અને તેના મલિકા રૂપમતી બંને જુદા ધર્મી હતા. છતાં તેઓ એકબીજાના ધર્મને માન આપી સુંદર જીવન જીવ્યા હતા.
આમ તો, બાદશાહ નિયત કુરાને શરીફનું વાંચન સાંભળતો................
મેવાડ પ્રતિ પ્રયાણ. અબુલનું
અકબરશાહે પંજાબના શીખ ગુરૂઓ સાથે સારો સંબંધ રાખતા હતા. એક વેળા હરિદ્વારમાં બ્રાહ્મણો પર જ્યારે અતિ અત્યાચાર થયો ત્યારે શીખ ધર્મગુરૂની સહાયથી, તેઓને વિનંતી કરીને, તેમની શુભેચ્છાથી મામલો થાળે પાડ્યો.
ત્રીજા ધર્મગુરૂ રામદાસ ગાદીએ આવ્યા એટલે અકબરશાહે પોતાના ખાસ આદમી દ્વારા શુભેચ્છા પાઠવી તે જ અરસામાં ઇ.સ. ૧૫૭૪માં એક એવી ઘટન બની કે જેથી કટ્ટર ઇસ્લામ પંથીઓ ગુસ્સે ભરાયા.
તેમની ખાત્રી થઈ ગઈ કે, બાદશાહનો ઇસ્લામ ધર્મમાંથી વિશ્વાસ શિથિલ થતો હતો.
એ ઘટના હતી અબુલ ફઝલ નામના એક તેજસ્વી યુવાનનો મોગલ દરબારમાં પ્રવેશ. એ યુવાન હતો ફૈજીનો નાનો ભાઇ નાગૌરના શેખ મુબારકનો નાનો દીકરો. અલ્પકાળમાં જ અકબરશાહની તેની સાથે ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ.
આ પહેલાં કટ્ટર પંથીઓએ શેખ મુબારકને ઇસ્લામ વિરોધી જાહેર કરી મૃત્યુદંડ આપવાનું ષડયંત્ર રચ્યું હતું પરંતુ અઝીઝ કોકાના પ્રયત્નથીએ નિષ્ફળ ગયું.
અબ્દુલ ફઝલ એક મસ્ત-મૌલા યુવક હતો. ગરીબીને એ પોતાની મિલકત માનતો હતો અને સંઘર્ષને પિયતમ. એના વિચારો એ જમાનામાં અફલાતુન અને ઇન્કિલાબી હતા.
“ઓ ખુદા, દરેક મંદિરમાં મને તારી શોધ કરવા વાળા જ દેખાય છે. જેટલી ભાષાઓ સાંભળુ છું, બધામાં તારી જ પ્રશંસાનો સ્વર મને તો સંભળાય છે. એક જ ઇશ્વરને માનવા વાળા મુસલમાન હોય અથવા અનેક દેવોમાં માનનારા બધામાં તારી જ ભાવનાઓ સમાયેલી છે.
“બધાં જ ધર્મો એ ઢોલ પીટીને કહે છે કે, તું એક છે, તારા જેવો બીજો કોઇ નથી.”
“મસ્જીદમાં તારી જ ઇબાદતનો અવાજ, લોકોના મોઢેથી સાંભળવા મળે છે, ખ્રિસ્તીઓના દેવળોમાં લોકો તારે જ મહોબતનો ઘંટ વગાડે છે.”
“કોક વેળા મસ્જીદમાં જાઉં છું તો કોક વેળા ખ્રિસ્તીઓના દેવળોમાં એક ઉપાસના ઘર પછી બીજા ઉપાસના ઘરમાં બધે જ હું તારી શોધ કરું છું.”
“ જે તને વહાલા છે તે ધર્મદ્રોહીઓ સાથે સંબંધ રાખતા નથી. કટ્ટર ધર્મપંથીઓ સાથે પણ સંબંધ રાખતા નથી. કારણ કે, તારી જે સચ્ચાઈ છે એની પાછળ પોતાને છુપાવી રાખવાનો પ્રયન્ત કરતા નથી.”
“ધર્મનો દ્રોહ કરનાર, પોતાના સ્વતંત્ર વિચારોનો પાલવ પકડે છે. અને કટ્ટર પંથી ધરમનો, પરંતુ ગુલાબની પાંખડીઓની રજનો માલિક તો ક્યાંય હોય છે જે સુગંધ ખેંચી લે છે.”
અબુલ ફઝલે ગરીબાઈનો સંઘર્ષ માણ્યો હતો. પિતા પ્રત્યે પણ તેને ગુરૂર હતો. ઇ.સ.૧૫૭૪માં તે અકબરશાહના દરબારમાં આવ્યો તે પહેલાંનું વર્ણન કરતાં તે કહેતો.
“મારી ગરીબી મારે માટે કિસ્મત બની. હું અકાંત ઓઢીને સૂઈ રહેતો હતો. સત્યની શોધ કરવા વાળા સાચા મિત્રોની સોબતમાં રાતો ગુજારતો હતો. જ્યારે હું જોતો કે, મારા મિત્રોના હાથ ભલે ખાલી હોય, પરંતુ દિમાગ તો સમૃદ્ધ છે. ત્યારે મને ભાન થતું. અને મારી સામે કહેવાતા ઉલેમાઓની સ્વાર્થનીતિ, લોલુપતા અને ગૈર ઇન્સાનિયત મૂર્તિમંત થઈ જતી. મારું મગજ તપી ઉઠતું. મારું હ્રદય મોંગોલિયાના સંતો અને લેબેનોનના ફકીરો તરફ ખેંચાઈ જતું. એવી ઇચ્છા થતી કે, તિબેટના લામાઓ કે પુર્ટુગાલના પાદરીઓને જઈને મળું. પારસીઓના દસ્તુર કે જેન્દ અવેસ્તાના પંડિતોને જઈને મળું. આ દેશના ઉલેમાઓથી હું કંટાળી ગયો હતો. એ વેળાએ મારા સંબંધીઓએ મને સલાહ આપી કે, “મોગલ દરબારમાં હાજર થઈજા. શહેનશાહના રૂપમાં તને એક માર્ગદર્શક મળશે.”
“અને આજે મોગલ દરબારમાં નમે મનની શાંતિ મળી છે.” અબુલ ફઝલ ગર્વથી કહેતો.”