Prem - Nafrat - 85 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૮૫

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૮૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૫

ઓલ ઇન વન મોબાઈલમાંથી અલગ થયા પછી પોતાની નવી કંપની માઇન્ડ મોબાઇલ શરૂ કરી એને ગીરવે મૂકવાનો આરવે પાકો નિર્ણય લઈ લીધો હતો. આ વાતથી રચના ખુશ હતી. હવે બહુ જલદી એના દિલને શાંતિ મળવાની હતી. એને થયું કે લખમલભાઈના પરિવારના હાલ જોઈને પિતા સ્વર્ગમાં શાંતિ અનુભવશે.

આરવે કંપની ગીરવે મૂકવા બજારમાં તપાસ કરવાને બદલે બહુ ઝડપથી પિતાએ સૂચવેલા નાણાં ધીરધારને મળીને માઇન્ડ મોબાઇલ ને ગીરવે મૂકી દીધી હતી. તેને ખ્યાલ હતો કે જો બજારમાંથી નાણાં લેવા જશે તો એની શાખ ખરાબ થશે. બીજું કે માઇન્ડ મોબાઇલ નવી કંપની હોવાથી જલદી કોઈ પૂરા નાણાં ધીરવા તૈયાર થશે નહીં. પિતાની ઓળખાણ હોવાથી વાત બહાર જશે નહીં અને મુઠ્ઠી બાંધી રહેશે. રચના જાણી જોઈને પોતે નવો મોબાઈલ તૈયાર કરવામાં વ્યસ્ત હોવાનું બહાનું બનાવી કંપની કોને અને કેવી રીતે ગીરવે મૂકવી એ વાતમાં પડી ન હતી.

રચના અને આરવની ગતિવિધિઓથી હિરેન અને કિરણ વાકેફ હતા. એમને નવાઈ લાગી રહી હતી.

એક દિવસ કિરણે કહ્યું:તને શું લાગે છે? બંને કેવા દાવ રમી રહ્યા છે?’

હિરેન નવાઈ પામીને બોલ્યો:મને તો જોખમી લાગે છે. હવે આપણાંને એ કંઇ પૂછતો નથી તો સામે ચાલીને સલાહ આપવા શા માટે જવું જોઈએ? આપણે એમના મોબાઇલને લોન્ચ કરવામાં તકલીફ ના પડે એટલે નવો મોબાઈલ હજુ બહાર પાડ્યો નથી. હવે ક્યાં સુધી આપણી કંપનીને આગળ વધારતા અટકવાનું છે?’

હા, એક પ્રશ્ન એવો પણ છે કે લોકોને એમ લાગશે કે આરવ અને રચનાએ અલગ કંપની સ્થાપ્યા પછી ઓલ ઇન વન મોબાઈલ પાસે કોઈ વિઝન નથી. જૂના મોબાઇલના નવા વર્ઝન પર જ ટકી રહ્યા છે. કિરણે ચિંતા વ્યક્ત કરી.

હું આજે પપ્પાને પૂછવાનું વિચારું છું. પણ એ નિવૃત્ત થયા પછી ખાસ કોઈ રસ લેતા નથી. તને લાગતું નથી કે એમણે નિવૃત્ત થવામાં ઉતાવળ કરી દીધી છે?’ હિરેનને હજુ સુધી એમની નિવૃત્તિ આશ્ચર્યજનક લાગતી રહી હતી.

આપણે હવે નવો મોબાઈલ લોન્ચ કરવાની જરૂર છે. પણ હવે આ આરવ ગઇકાલે જ કહેતો હતોને કે એ નવો મોબાઈલ લોન્ચ કરી રહ્યો છે. આપણું લોહી તો એક જ માતા- પિતાનું છે ને? અને આપણે મોટા છીએ. થોડી ધીરજ રાખવી પડશે! કિરણ સમજાવી રહ્યો હોય એમ બોલ્યો.

આરવ કે રચના ઘરમાં કંપની વિશે કોઈપણ ચર્ચા કરવાનું ટાળતા હતા. આરવ નાદાનીમાં કે પ્રેમવશ થઈ ભાઈઓને ખાનગીમાં બધું કહેતો રહેતો હતો.

એક જ મહિનામાં માઇન્ડ મોબાઇલ કંપનીનો નવો મોબાઈલ ડીજી સ્માર્ટ લોન્ચ થવા જઈ રહ્યો હતો. રચનાએ જ એની ડિઝાઇન અને ફીચર્સ નક્કી કર્યા હતા. જી ન્યૂ પછી ડીજી સ્માર્ટ ની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. રચનાએ આ વખતે ભાવ ઓછો રાખવા ચાઈનાના જ સાવ સસ્તા પાર્ટસ વધુ વપરાશમાં લીધા હતા. એનાથી પરિણામ એ આવવાનું હતું કે મોબાઈલ થોડો સમય સારા ચાલવાના હતા. પછી ગ્રાહકને ખ્યાલ આવવાનો હતો કે એમના માથે મારવામાં આવ્યા છે. આરવ એમ માનતો હતો કે ચાઇનાના પાર્ટસ વધુ સારા હોય છે. પણ રચનાએ એની જાણ બહાર વધારે સસ્તા અને ચાઇનાના નકલી પાર્ટસ મંગાવ્યા હતા.

આ વખતે આ મોબાઇલથી કમાણી થવાની આરવને આશા હતી. એણે રચનાએ કહ્યું હતું એ પ્રમાણે આભાસી ગણતરી કરી રાખી હતી. આટલા મોબાઈલ વેચાશે તો આટલી આવક થશે અને ગીરવે મૂકેલી કંપની પાછી મેળવી શકશે. બીજી તરફ રચનાએ મનોમન આયોજન પ્રમાણે સાચી ગણતરી કરી હતી કે આટલા મોબાઈલ વેચાશે તો આટલી આવક થશે. મોબાઈલ ખરાબ લાગશે એટલે આપોઆપ વેચાણ અટકી જશે અને આરવ કંપનીને છોડાવી શકશે નહીં. માઇન્ડ મોબાઇલ કંપની ગુમાવ્યા પછીનું પગલું પણ રચનાએ વિચારી લીધું હતું. ત્યારે કોઈને ખબર ન હતી કે રચનાએ જે આગ લગાવી હતી એનાથી હિરેન અને કિરણની કંપનીને પણ લપેટમાં લેવા માગતી હતી.

ક્રમશ: