vasantvila- A haunted House - 16 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 16

Featured Books
Categories
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 16

પ્રકરણ 16 


સુકેશ અવાજની દિશામાં દોડી જાય છે. પણ તેને ત્યાં કોઈ દેખાતું નથી. તે આખું વસંતવિલા  ફરી નાખે છે. પણ તેને માત્ર રડવાનો અવાજ જ સંભળાય છે. તે કઈ બાજુથી આવે છે તે નક્કી કરી શકતો નથી. આમ તે પોતાને ભ્રમ છે કે કોઈ સાચે રડી રહ્યું છે તે નક્કી કરી શકતો નથી. આવી બેચેન અવસથ માં તે લગભગ કલાક સુધી દોડાદોડ કરે છે પણ કઈ સમજાતું નથી. લગભગ સવાર થવાની તૈયારી હોય છે. અને તે અવાજ આવતો બંધ થઇ જાય છે. 

સુકેશ સવાર થતા જ આખું વિલા ફરી વળે છે. પણ તેને ક્યાંય કઈ અજુગતું દેખાતું નથી. પછી તે રોજિંદી ક્રિયાઓં પતાવી ને નાસ્તો વગેરે પતાવી ને વસંતવિલા ની પાછળ આવેલા ખેતરો ની મુલાકાત લેવા જવાનું નક્કી કરે છે. જે ખેતરો વરસો થી વેરાન થઇ ગયા હોય છે. ભૂત ની બીકે કોઈ જ  તે ખેતરોમાં કામ કરવા તૈયાર તહતું નહોતું તેથી સુકેશ વસંતવિલા  ની નજીક ની જમીનમાં ખેતી  પણ બંધ કરી દેવી પડી હતી. આજે તે કેટરો જોવા ગયો હતો. પણ ખેતરો નહિ પણ જંગલ  બની ગયું હતું. કે જ્યાં લોકોને ધોળે દિવસે જતા પણ બીક લાગે એવું ઘનઘોર જંગલ 

સુકેશ ચાલતા ચાલતા થાકી જાય છે એટલે એક વૃક્ષ ને ટેકે બેસી જાય છે અને સાથે લાવેલી બોટલ માંથી પાણી પીવે છે. અને થોડો આરામ કરવા બેસે છે.

_________________________ XXXXXXX __________________XXXXXXXXX ____________


આ તરફ દહેરાદૂનમાં પ્રતાપસિંહ ની  ઓફિસમાં  જયરાજ દેસાઈ ઉર્ફે  જે.ડી  બેઠો હોય છે. તે પ્રતાપસિંહ  સાથે મહત્વ ની ચર્ચા કરવા માટે આવ્યો હોય છે. પ્રતાપસિંહ પોતાની આસિસ્ટન્ટ ને ફોન પર સૂચના આપે છે કે હું ન કહું ત્યાં સુધી કોઈ કેબિનમાં આવશે નહિ કોઈ પણ કામ હોય તે પોસ્ટપોન કરી દેજો. જે.ડી. કહે છે પ્રતાપ મારો એક ડિટેક્ટિવ સુકેશ ની પાછળ લાગેલો છે. તે ગઈ કાલ નો વસંતવિલા માં છે. મટે છોકરો વસંતવિલા  ની સામે નીબાજુ જ ભિખારી નો વેશ ધારણ કરી ને બેઠો છે. ત્યાં બહુ કઈ શંકાસ્પદ નથી થઇ રહ્યું પણ તેનો પર્સનલ આસિસ્ટન્ટ ગઈ કાલે પિથોરાગઢ થી દહેરાદુન આવી ગયો છે. તેની હિલચાલ શંકાસ્પદ લગતા બીજા એક છોકરા ને તેની પાછળ લગાડ્યો છે. જેના તરફ થી કાલે સાંજે જે ખબર મળી તે પ્રમાણે સુકેશ અને તેના આસિસ્ટન્ટ મળી ને મસૂરી પાસે આવેલા જંગલના  કોટેજમાં બને કોઈને કેદ કરી ને રાખ્યા હોય તેવી સંભાવના છે. કારણ કાલે સુકેશ નો પી.એ. વીરેન્દ્ર  જંગલમાં રહેલ કોટેજમાં  ખાવાની વસ્તુઓ લઇ ને ગયો હતો. કોટેજ માં પહોંચીને તેને તે વ્યક્તિ ને જમવાનું પૂરું પડ્યું હતું સંભવત્ત તેને કેદ કરી ને રાખવામાં આવ્યો હોવો જોઈએ. કારણ કે મારાઑપરેટીવ ને કોટેજ ના રૂમમાં બે જ વ્યક્તિ જોવા મળી હતી. જેમાં એક વીરેન્દ્ર હતો અને અન્ય કોઈ જે હતી તે જોવા મળી ન હતી માત્ર તેનો પડછાયો જ જોવા મળ્યો હતો. તેના પગ બાંધ્યા  હોય તેવી શક્યતા હતી. મારા એ ઓપરેટીવ ને અંદર જવવનો મોકો મળ્યો ના હતો કોટેજ ની ચોતરફ અદ્રશ્ય લેસર નું પ્રોટેક્શન રાખવા માં આવ્યું છે. જે માત્ર સુકેશ વીરેન્દ્ર કોટેજમાં દાખલ થાય ત્યારે  એ લેસર બંધ કરવાંમાં આવતા હશે.જેવા તે દાખલ થઇ જાય એવું પાછું પ્રોટેક્શન શરુ થઇ જાય એટલે કે માત્ર કોટેજમાં થી આવવા જવા માટે જ લેસર પ્રોટેકશન ડિસેબલ કરવમાં આવતું હશે. વીરેન્દ્ર આજે સવારે જ કોટેજમાં થી પાછો  ફર્યો છે તે પાછો આવ્યો તે પહેલા તેને જે વ્યક્તિ ને કેદ કરેલી છે તેને ભોજન કરાવીને તે પાછો ફર્યો છે . મારા એક બીજા ઓપેરાટીવે ને મેં મસૂરી બાજુ રવાના કર્યો છે. જે આવી લેઅસ્ર સિક્યોરિટી ભેદવામાં માહેર છે. અને જે ઓપરેટિવ  વીરેન્દ્ર પાછળ લાગેલો છે તે તેનું કામ ચાલુ રાખશે. એટલે આજે સાંજ સુધીમાં બહુ બધા રહસ્ય ખુલવા ની સંભાવના છે. મને તો સુકેશ દ્વારા જ પંડિત પરિવાર ની સામુહિક હત્યાઓ થઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પંડિત પરિવારની થયૅલી હત્યાઓ પછી તેણે  તમારો કોઈ સંપર્ક કર્યો નથી, કારણકે જયેન્દ્ર અને યશોદા ભાભીના મૃત્યુ  નું સાંભળી ને સદાશિવ પંડિત નું આઘાત થી મૃત્યુ થયેલું એટલે રમેશ અને શ્યામ જ તમારા પરિવાર ને મળવા આવેલા અને અને પરિવાર ના સંબંધો બંધાઈ અને વિશાલ ને પણ મોસાળ પક્ષની ઓળખાણ થાય  તેવી વિનંતી કરેલી તમે જે માન્ય રાખેલી અને શ્યામના લગ્ન પ્રસન્ગે તમે વિશાલ ને લઇ ને જરૂર પિથોરાગઢ જશો તેવુંવચન આપેલું પણ શ્યામ ના લગ્ન પહેલા જ આખા પંડિત પરિવાર ની સામુહિક હત્યા થઇ ગયેલી. જેમાં પોલીસ ના પ્રાથમિક તારણ પ્રમાણે લૂંટ ના ઇરાદે આ હત્યા ઓ થઇ છે તેવું દર્શાવામાં આવેલું  અને તે જ કારણ ગ્રાહ્ય રાખીને હત્યા કે બંધ કરવાં આવેલો અને અજાણ્યા ઈસમ કે ઈસમો એ હત્યા કરી તેવું નોંધી કેસ બંધ કરવામાં આવેલો.સુકેશ ની હાજરી તે વખતે દહેરાદુનમાં હતી. તેથી તેને શંકા નો લાભ આપી છોડી મુકવામાં આવેલો. પણ મને તેની તપાસમાં એક એવી વાત જાણવા મળી છે કે મને સુકેશ પર શંકા થબંધ યા છે કે આ હત્યાકાંડ પાછળ તેનોજ હાથ છે બસ તેણે  આ કાંડ કર્યો કેવી રીતે તેનો તાળો મેળવવા નો રહે છે. પંડિત પરિવાર નો જૂનો ચીફ એકાઉન્ટન્ટ જયેશ વૈદ્ય પાસે થી જાણવા મળ્યું કે સુકેશે બહુ આર્થિક ગોટાળાઓ કાર્ય હતા જેની જાણ પોતે રમેશ ને કરી હતી. સુકેશે ખેતરો માં થતું ઉત્પાદન માં બહુ જ ગોટાળા કરેલા પરિણામે રમેશે તેને ખેતરો માંથી હટાવી પોતાની નજર સામે ફેકટરીમાં બોલાવી લીધેલો હતો અને સુકેશના આર્થિક જોલજાળ બંધ કરવા પડેલા. સુકેશ આર્થિક અભાવમાં મોટો થયેલો એટલે તેને મોકો મળતા  જ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા નું શરુ કરેલું. તેના માતા-પિતા  નાનપણમાં મૃત્યુ પામેલા અને તે પોતાન મામા-મામી પાસે ઉછરી ને મોટો થયેલો મમ ની આર્થિક હાલત બહુ સારી ન હતી. અને તેનો એક જુડવા ભાઈ હતો તેને કોઈ એનઆરઆઈ દંપતીએ  દત્તક લીધેલો અને પોતાની સાથે વિદેશ લઇ ગયેલા તે ક્યાં છે તેની હાલ કોઈ ખબર નથી. આજે સાંજ સુધીમાં બધું જ પિક્ચર ક્લીઅર થઇ જશે મારા બધા જ ઓપરેટીવ પોતપોતાના એસાઇન્મેન્ટ પાછળ લાગેલા છે. તો સાંજે તૈયાર રહેજે સારા સમાચાર સાંભળવા માટે હું અત્યારે જાઉ  છું સાંજે કે રાતે બધું જ ક્લીઅર થાય તને ફોન કરીશ સો બી રેડી એટ ઇવનિંગ. એટલું કહી જયરાજ દેયાસી ત્યાં થી નીકળી જાય છે. 

_________________________ XXXXXXX __________________XXXXXXXXX ____________

 આ બાજુ જે.ડી. નો ઓપરેટીવ કે જેનું નામ જયપાલ હોય છે. મસૂરીના જંગલ માં રહેલા કોટેજ પર પહોંચી ગયો હોય છે. તે કોટેજ ની ચોતરફ રાઉન્ડ મારી કોટેજ માં લેસર થી બચી ને કઈ રીતે દાખલ થવું તેની યોજના વીચારતો હોય છે. તે પોતાની સાથે લાવેલા ડિવાઇસ થી લેસર ને સ્કેન કરે છે અને લેસર ને કરી ને કૉટેજમ દાખલ થવાની પેરવીમાં  તેની સાથે લાવેલા ડિવાઇસ અને લેપટોપમાં લાગી પડે છે અને બે કલાક ની જહેમત બાદ તે લેસર પ્રોટેકશન ડિસેબલ કરવામાં સફળ થયા છે. અને કોટેજમાં ઘૂસે છે. ત્યાંજ તેના કિસ્સામાં રહેલા સેટેલાઇટ ફોનોમાં બીપ બાપ થાય છે તે જોવે છે  તો  તેમાં જે ઓપરેટીવ વીરેન્દ્ર ની પાછળ લાગ્યો હોય છે તેનો કોલ હોય છે કે વીરેન્દ્ર ત્યાં આવવા માટે નીકળ્યો છે માટે તેને પોતાનું કામ જલ્દી પતાવવું. તે પણ વિરેન્દ્રની પાછળ ત્યાંજ આવે છે.  સેટેલાઈટ ફોને પાછો પોતાની જગ્યાએ ગોઠવી જયપાલ કોટેજમાં દાખલ થાય છે તો છેક છેલ્લા રૂમમા કોઈ વ્યકતિ તેને જોવા મળે છે તે પલંગ પાર સૂતી હોય છે. તે તેની નજીક પહોંચે છે અને તેનો ચહેરો જોતા જ  તેની આંખોમા આશ્ચર્ય છવાઈ જાય છે. 

 

 

જયપાલે કોને જોયો હોય છે. વીરેન્દ્ર એ અને સુકેશ તેન શા માટે કેદ કર્યો હોય છે? તે જાણવા માટે વાંચતા રહો. વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ