ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૪
“હવે તેજલ એના રૂમમાંથી બહાર આવે છે તયારે રીનાબેન કહે છે, મને રસોડામાં કામ છે. તમે બન્ને ખૂણામાં બેસો તમને કાંઈ જોઈએ તો કહેજો.”
“હા મમ્મી.”
ત્યાં લીલાબેનનું અવાજ આવે છે એટલે રીનાબેન તેજલને કહે છે “હમણાં અંદર જા હું બોલાવું તયારે બહાર આવજે.”
“ઠીક છે મમ્મી.”
“લીલાબેન રીનાબેનના ઘરે જવાનું વિચારે છે પણ પછી એમને લાગ્યું ફરી કામમાં અડચણ થશે તો ગોપી કાંઈ બોલશે તો એટલે પછી આવતા નથી અને ગોપીને ફોન કરે છે પણ તે ફોન ઉપાડતી નથી કેમકે એને લાગે છે કાકી એનું કામ પૂરું કરવા નહીં દે.”
લીલાબેનને લાગ્યું આજે રાતના આવે તયારે એની ધૂળ કાઢી નાખીશ.
તે બાજુ રીનાબેન ગોપીને કહે છે તારા કાકી પાછા ચાલ્યા ગયા લાગે છે. હું તજલને જલ્દી બોલાવું તારા કામમાં ખલેલ ન પહોંચાડાય.”
“ઠીક વાંધો નહીં બોલાવો.”
તે ગોપીની બાજુમાં બેસે છે અને કહે છે “ હું તેજલ મમ્મી કહેતા હતા તમને ચિત્રકળાનું બહુ શોખ લાગે છે.”
“હા બહુ જ અને હું ગોપી.”
“સરસ મને જોવું બહુ ગમે.”
“બીજા અઠવાડીયે બરોડામાં બે દિવસ માટે પ્રદર્શન જોવા જવાનો છું તમને મારી જોડે આવવાનું ફાવે તો કહેજો. એમાં ઘણું જાણવા મળશે.”
“મને આવું તો છે પણ કાકી મને આવવા નહીં દે.”
“તમારે આમાં આગળ વધવું હોય તો આ સરસ મોકો છે. મારી સાથે એકલું ચાલવાનું ફાવશે એ પણ વિચારીને કહેજો.”
“એમાં તો કાંઈ વાંધો નથી મને આવો મોકો જલ્દી નહીં મળે.”
“હા એટલેજ તો કીધું."
“તમને ત્યાં મહિનો દિવસ રહેવું હોય અને શીખવું હોય તો એની વ્યવસ્થા પણ હું કરી દઈશ તમે ત્યાં ચિત્રકળાની તકનીક પણ શીખી લેજો.”
“હું પ્રદર્શન માટે દર અઠવાડીયે ત્યાં આવતો રહીશ. મહિનો ક્યાં વીતી જશે તે તો ખબર જ નહીં પડે.”
“ઠીક પછી રાતના કહું છું.”
“જલ્દી કહેજો પછી રહેવાની સગવડ પણ એમને કહેવું પડશે નહીં તો જગ્યા નહીં મળે.”
“તમે સવારે જલ્દી નીકળશો તો હું ચાલી શકીશ પણ રાતના પાકું કહું.”
“ભલે હવે હું જાઉં હું રાતના આવીશ.”
“ઠીક તમે શું કરો છો?”
“મારો રિયલ એસ્ટેટનો ધંધો છે.”
“ઓહ સરસ રાતના મળીયે”
“હા રાતના કહી દેજો. આવું છે કે નહીં?”
“હા જરૂર.”
ત્યાર પછી તેજલ જાય છે.
“માસી અહીંયા આવો ને મારે તમારી સાથે થોડી વાત કરવી છે પછી હું મારું કામ શરુ કરું.”
“હા આવું પણ આપણે પછી જમી લઈએ જમવાનું તૈયાર છે.”
“ઠીક છે પહેલા આવો ને?”
“હા હમણાં આવી તું નિરાંતે બેસ.”
“ભલે માસી.”
“હવે રીનબેન આવ્યા બોલ શું વાત છે?”
“માસી તેજલે કહ્યું બીજા અઠવાડીયે બે દિવસ માટે પ્રદર્શન છે મને તમારો અભિપ્રાય જોઈતું હતું મારે એમની સાથે જવું જોઈએ કે નહીં?”
“આ વાત એને મને નથી કરી. મને ખબર નથી?”
“મને આજ રાત સુધી કહેવાનું છે શું કરું?” મને આવો મોકો જલ્દી નહીં મળે.”
“ઠીક આપણે પછી વિચારીયે.”
“માસી બીજી વાત એક મહીનો ચિત્રકાળની તકનીક ત્યાં શીખડાવે છે મારે જવું છે તમે મારી મદદ કરશો.”
“બધી વાત બરાબર બેટા પણ તને એકલી ન રાખાય કાકીને ખબર પડશે તો મને દોષ આપશે એ મને નથી જોઈતું.”
“તમારી વાત એકદમ બરાબર તમે હા પાડશો તોજ જઈશ.”
“ઠીક તેજલને આવા દે એની સાથે વાત કરું. અગર તને જવું છે તો તે શનિ રવિ જ જતો હશે આપણે બધા જઈશું એટલે તને વાંધો ન આવે. તને તેજલ સાથે વાત કરવાનું ગમ્યું કે નહીં?”
“હા પણ હજી હમણાં કાંઈ ન કહી શકું.”
“મને કોઈ ઉતાવળ નથી. તું તારો સમય લે તને ગમ્યું એ બસ છે.”
“તમે મને કેટલા સમજો છો મને તો તમારી વહુ બનવું ગમશે.” અને હસી પડી.
“ઓહો પણ તને તેજલ ગમે અને તેજલને તું ગમે તો થાય ને ? તું મારી વહુ બને એનાથી મોટી ખુશી મારી માટે હોઈજ ન શકે.”
“હું તમારી વહુ બનીશ તો મને વહાલ કરશો ને?”
“હા કેમ નહીં. હું તને વહુ નહીં મારી દિકરી જ માનીશ.”
“હું નાનપણથી મારા માંના પ્રેમથી વંચિત રહી છું તમે મને મળ્યા પછી હું બહુ ખુશ છું.”
“એ તો હું જાણું છું. વહુ બનીને જ વ્હાલ કરાય એવું જરૂરી નથી.”
“રીનાબેનને ગોપીને ખુબ લાડ કરે છે.”
“કાકી તમને કાંઈ પણ કહે તાે તમે મને ક્યારે એકલા ન પાડતા.”
“ના બેટા એવું ક્યારે ન બને.”
“આજથી તમે જ મારા ગુરુ છો. તમે જે કહેશો હું એમ જ કરીશ. હું માત્ર તમારું જ સાંભળીશ.”
“મમ્મીના અવસાન પછી મારા પપ્પા પણ મને મૂકીને દુબઇ ચાલ્યા ગયા માત્ર પૈસા મોકલાવે છે દિકરી કેમ છે એમને એની ફિકર પણ નથી.”
“તમારા સિવાય હું મારી મનની વાત કોને કહું?”
"ઓહ એની મને જાણ નથી.તારા કાકીના સ્વભાવને કારણ હશે પણ એવું પણ બને એમનો ફોન આવતો હોય અને કાકી તને કહેતા ન હોય.
“આપણે હંમેશા સામેવાળાની વાત જાણવી જોઈએ એમજ એના પ્રત્યે અગમો ન રાખવો જોઈએ.
“પાપા હંમેશા દિકરીનું ભલું ઈચ્છે. લગભગ તો એવું ન બને. એમની કોઈ મજબૂરી પણ હોઈ શકે તું એકવાર એમની સાથે વાત કરી જોજે.”
“હા તમારી વાત સાચી છે. તમે મને કેટલું સારું સમજાવો છો એટલે હું તમને મારા ગુરુ માનું છું. આપનો કોઈ સંબંધ ન હોવા છતાં તમે મારા માટે કેટલું કરો છો.”
“એવું ન બોલાય આપનો પાડોસીનો સંબંધ તો છે અને તારી મમ્મીની મિત્ર.એ તો મારી ફરજ છે.”
“આવું નહીં બોલું પણ તમે કહો મારા પપ્પાનું નંબર મને ક્યાંથી મળશે.મને એ પણ ખબર નથી દુબઈમાં ક્યાં રહે છે?”
“એ તો મને પણ ખબર નથી. તારા પપ્પા પૈસા મોકલે છે એમાં બધું હશે.બિલ્ડિંગમાં કોઈ પપ્પાના મિત્ર હશે એની પાસે હોવું જોઈએ. આપણે તપાસ કરવી પડશે.”
“ઠીક એમાં તમે મારી મદદ કરશો ?”
“હા મારા બસમાં હશે એ બધું કરીશ.”
“ ખુબ આભાર.”
“ઘડી ઘડી આભાર ન માન તું મારી દિકરી જ છો."
“તમે મને બહુ ગમો છો તમે મને પહેલા મળ્યા હોત તો કેટલું સારું પણ જે થયું હવે મારાથી દૂર ન થતા.”
“ઓહ એક દિવસમાં ગમવા લાગી.”
“હા ખબર નહીં કેમ.”
“તું તો મને નાનપણથી ગમે છે. તારી મમ્મ્મી કયારે તને અહીંયા લઇ આવતા.”
“ અચ્છા મને કેમ યાદ નથી?”
“તયારે તું નાની હતી એટલે કદાચ યાદ નહીં હોય.”
“ઓહ મારો નાનપણનો ફોટો તમારી પાસે છે.”
“હા છે ને. જોવું પડશે.ચાલ હવે જમી લઈએ. આજે તારું કામ નથી થયું બીજી વાતો પછી કરીશું.”
“હા એ વાત સાવ સાચી. તમારી સાથે વાતોમાં સમય ક્યાં ચાલ્યો જાય છે ખબર જ નથી પડતી.”
ત્યાર બાદ બન્ને સાથે જમ્યા.
“માસી કાલથી હું તમને મદદ કરીશ. તમને કેટલું બધું કરવું પડે છે.”
“ના ના તું તારા કામ પર ધ્યાન આપ. હું કરી લઈશ.”
“ઠીક માસી તમે જેમ કહો.”
“રીનાબેન બરોડા પ્રદર્શનમાં તેજલ સાથે જવાની ગોપીની ઈચ્છા કેવી રીતે પૂરી કરશે ?
તે જાણવા માટે આગળનો ભાગ વાંચો.
ક્રમશ: