Guhilot dynasty and Maharana Pratap in Indian history - 45 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 45

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 45

ગુજરાતમાં મોગલસત્તા

        ગુજરાત ભારતનો નાનકડો પ્રાંત ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકા આવીને ગુજરાતને જગતના પટપર વિસ્વ પ્રસિધ્ધ બનાવ્યું. પ્રભાસપાટણ સોમનાથના મંદિરે ગુજરાતને હિંદભરના રાજવીઓ, મહાજનોઅને ધાર્મિક સંત, મહંતોને પોતાને આંગણે આમંત્રી યજમાન બનાવ્યા. વલ્લભીપુરના શીલદિત્ય, અહિલપુરના ચાવડા અને સોલંકી રાજાઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું પરંતુ એની અસ્મિતા તો જાગી સિદ્ધરાજ જયસિંહના શાસને, એણે સિધ્ધિઓ પ્રાપ્ત કરી. પરમ ભટ્ટારર્ક, અવંતીનાથ, ગુજરાતનો નાથ, બર્બરકજિષ્ણુ  જેવા બિરુદોં ધારણ કર્યા. એની યશકલગીમાં માળવાનો વિજય ઉમેરાયો એ કલગીને ઝળહળતી રાખી વીર કુમારપાળે.

           વાધેલા રાજવી કર્ણદેવની વિજય લાલસાએ અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત સર કર્યું. ગુજરાતનો વહીવટ દિલ્હીંના સુલતાનોના હાથમાં આવ્યો. પરંતુ તૈમુર લંગની ચઢાઈએ સર્જેલી અરાજકતાનો લાભ ગુજરાતના સૂબેદાર ઝફરખાને લીધો. ઈ. સ. ૧૪૦૧ ની સાલમાં એણે દિલ્હીના સુલતાનના શાસનને ફગાવી દીધું. પોતાનો વંશ ચલાવ્યો. ઈ,સ. ૧૪૧૧ માં તેનું અવસાન થયું. પછી આવ્યો તેનો પૌત્ર અહમદશાહ. એણે ૩૧ વર્ષ રાજ્ય કર્યું. ગુજરાતનાં મહાન શાસકોમાં એની ગણના થાય છે. એણે ગુજરાતને અહમદાબાદ નામે નવી રાજધાની આપી.

      મોગલ સમયમાં ભારતની પ્રાચીન નગરીઓ લુપ્ત થઈ ગઈ હતી. જેવી કે કનોજ, બદામી, દ્વારસમુદ્ર, ધીકતાં ને સમૃધ્ધ વેપારવાળાં શહેરોમાં સિક્રી, આગ્રા, દિલ્હી, અલાહાબાદ, બનારસ, મુલતાન, લાહોર, ઉજ્જૈન , અજમેર, પટણા , ઢાકા , વગેરે શહેરો ની હરોળમાં અમદાવાદ આવતું હતું.

        અમદાવાદ શહેર વિશાળ ,ખીચોખીચ વસ્તીવાળું. ક્યાંક ક્યાંક ગંદા પણ કેટલાંક સુંદર બાગબગીચા ને ઘોડાગાડીઓ, રથો , ઘોડેસવારો, પાલખીઓ અને ગાડાં અથવા માફા હરતાં ફરતાં દેખાતા, સુલતાની ભવ્યતા નાનામોટા રાજાઓ અને ધનિકો તથા મોટા અમલદારો હાથી પર બેસતા.

     આમ તો પ્રાચીનકાળથી ગુજરાત તેના દ્રવ્ય અને આબાદ વ્યાપાર માટે વિખ્યાત હતું. અક્બરશાહ  સિકરીમાં રાજ્ય કરતા હતાં. તે સમયે આખા ભારતમાં ગુજરાત સૌથી સમૃદ્ધ પ્રદેશ હતો. ગુજરાતના બંદરેથી મક્કા હજ કરવા જવાતું,

          ગુજરાતને પોતાના સમ્રાજ્યનું અંગ બનાવવાનો વિચાર આથી ઈ. સ. ૧૫૭૨ માં શહેનશાહને આવ્યો. તરત જ તેણે માળવામાં રહેલા  પોતાના પ્રતિનિધિઓ  અહમદખાન ને સેના સાથે ગુજરાત પ્રયાણ કરવા આદેશ મોકલ્યો.

       સુલતાન અહમદશાહ ઉદાર  , ન્યાયપ્રિય અને દાની પરતું ધર્માંધ હતો. તેનો મોટો પૌત્ર અબુલફતેહખાન જે મહમૂદ બેગડાના નામે જાણીતો થયો. તેણે પાવાગઢ અને જુનાગઢ જીત્યા હતા. તે એક વીર યોધ્ધો હતો. મહાન વિજેતા હતો. દેખાવે તે પર્વતકાય , લાંબી મૂછોવાળોને ભવ્ય આકૃતિવાળો હતો. તેના ખોરાક વિષે અનેક કથાઓ પ્રચલિત છે. તેણે ત્રેપન વર્ષ રાજ્ય કર્યું. તેણે ઘણાં વિજયો પ્રાપ્ત કર્યા. દ્વારકાના સમુદ્રના ચાંચિયા અને દિવના ફિરંગીઓ પર તેણે મેળવેલી જીતો મહત્વપૂર્ણ હતી.

         પછીથી છેલ્લા સુલતાન બહાદુરશાહે માળવા જીત્યું. તૈમૂર્ સાથે ટક્કર લીધી. ચિત્તોડગઢ પર ચઢાઈ કરી. પરંતુ ફિરંગીઓએ તેને દગાથી મારી નાંખ્યો.

       બાદશાહ અકબરના સમયમાં મુઝફ્ફર શાહ બીજો ગુજરાતનો સુલતાન હતો. આ મુઝફ્ફર શાહ ભલો અને ભોળો હતો. ખરી સત્તા તો વજીરો ભોગવતા હતા.

“મારુ ગુજરાત , સમન્દર જેવી મોગલસેના ધમરોળી નાંખશે.”

         સુલતાન મુઝફ્ફરશાહ શિરોહીના જહાજપુરા મુકામે મોગલસેનાના પડાવે પહોંચ્યો.

મોગલ શહેનશાહ અકબર , રાજા માનસિંહ, રાજા મસજીદ, અબ્દુલ રહીમ ખાનખનાન , જલાલુદીન કોરચી જેવા નામાંકિત સિપેહસાલારો સાથે યુદ્ધ અંગે મંત્રણા કરતા હતા.

      “ એક બાજુથી આપણી સેના ગુજરાતને ભીડવશે અને બીજી બાજુથી માળવાથી આવેલી કુત્બુદ્દીન મહંમદખાનની સેના ભીડવશે. “

        “જહાંપનાહ , યુદ્ધ કર્યા વિના ફત્તેહ મળશે. “ એક ગુપ્તચરે કુર્નિશ બજાવી, હાજર થતાં સમાચાર આપ્યા.

      “ ગુજરાતનો સુલતાન જાતે સંધિ કરવા, શરણાગતિ સ્વીકારવા આવી રહ્યો છે.” છાવણીમાં પ્રવેશ કરતાં અબ્દુલ રહીમ ખાનખાનાને વિગત આપી.

પછી તો, સુલતાને સંધિ કરી.

રાજા માનસિંહ અને અબ્દુલ ખાનખાનાન અને પોતાના દૂધભાઈ  અઝીઝ કોકાને અડધી સેના સાથે ગુજરાત રવાના કરી સિક્રી તરફ પાછો ફર્યો.

       સુલતાન મુઝફફરશાહે નમ્રતાથી જણાવ્યું હતું કે,

      “બાદશાહ, હું તો આપનો તાબેદાર છું. આપની સેવામાં હું નજરાણું પેશ કરું છું. “

   “ ગુજરાતનો વહીવટ બરાબર ગોઠવીને પાછા ફરવાનો આદેશ બાદશાહે પોતાના સિપેહસાલારોને આપ્યા.

         અણહિલપુર પાટણ આગળ આવતાં રહીમખાન ગળગળા થઈ ગયા. આજથી બાર વર્ષ્ પહેલાં પોતે માતા સાથે આ શહેર માંથી કેવી કરૂણ પરિસ્થિતિમાં આગ્રા રવાના થયા હતા. તેનું સ્મરણ થઈ આવ્યું.

       ગુજરાતમાં , અમદાવાદમાં મોગલસેનાનું સ્વાગત થયું. અકબરના સંબંધી મીરઝી અમીરો ખૂબ તાનમાં આવી ગયા.

         બાદશાહ ના આદેશ અનુસાર સત્તાના સૂત્રો આ અમીરોના હાથમાં સોંપવામાં આવ્યા. સુલતાન મુઝફફરશાહને આગ્રા બોલાવી લેવામાં આવ્યા. ગુજરાતનો વહીવટ સંભાળવા સૂબો નીમવામાં આવ્યો.

       માળવાથી સેના સાથે આવેલા કુત્બુદીન મહંમદખાનને રાજધાનીથી દૂર આવેલા પરંતુ મહત્વના શહેર વડોદરાના શાસક તરીકે ખાસ નીમવામાં આવ્યો.

       થોડા મહીના પસાર થયા. મિરઝી અમીરોની ગેરવ્યવસ્થાથી રાજ્યમાં બળવો થયો. વડોદરાના શાસક કુત્બુદીન મહંમદખાને આ બળવાની ખબર સમયસર સિક્રી પહોંચાડી.

        બળવાની ખબર સાંભળી શહેનશાહ અકબર ખૂબ ગુસ્સે થયા. સેના લઈ તરત કૂચ કરવાનો આદેશ આપ્યો.

      “ રાજા માનસિંહ, રહીમખાન, સેનાને ઝડપથી ગુજરાતમાં, અમદાવાદમાં ખડકી દઈએ. બગાવતને ક્રૂરતાથી ડામી દઈએ. “

        બળવાખોરો ગાફેલ રહ્યા. સિક્રીથી અમદાવાદ ૬૦૦ માઈલ સેના સાથે અકબરશાહે ૯ દિવસમાંમજલ કાપી કાઢી, સૌના આશ્ચર્ય વચ્ચે મોગલ સેના અમદાવાદમાં આવી પહોંચી. બંડખોરોને પકડી લેવામાં આવ્યા. ક્રૂર સજા કરવામાં આવી.

           મોગલસેના સૂરત તરફ રવાના કરી, શહેનશાહ સિક્રી પહોંચ્યા. સિક્રીમાં અક્બરશાહે વિજેતા તરીકે પ્રવેશ કર્યો. પ્રજાએ શાનદાર સ્વાગત કર્યું. પોતાના ગુરુ શેખ સલીમ ચીશ્તીની દુઆ માંગી.

           “શહેનશાહ , જબતક ઈમાન પર ચલોગે, તુમ્હારી જય હોગી.” અબ્દુલરહીમ ખાને દરબારમાં પ્રસ્તાવ મૂક્યો.

      “ ગુજરાત પર ફત્તેહ ઐતિહાસિક બનાવ છે. આ બનાવને ખાસ માન આપવા માટે કેમ સિક્રી ને ફત્તેહપુર સિક્રી નામ ન આપવામાં આવે ?”

        તાળીઓના ગડગડાટ સાથે સૌએ આ સૂચન વધાવી લીધું.

       રાત્રીનો અંધકાર જામ્યો હતો. બાદશાહ વિચારતો હતો. “મેવાડમાં મહારાણા ઉદયસિંહ પછી પ્રતાપ ગાદીનશીન થયો છે. જો એ પણ ગુજરાતના શાસકની માફક શાણપણ બતાવીને સંધિ કરવા તૈયાર થાય તો ? વિચાર સુંદર છે. પરંતુ મેવાડીઓ માટે એવી અપેક્ષા મોટી છે તો પછી એક દાણો ફરી ચાંપવો જોઈએ. સંભવ છે. જલાલુદીન વિધર્મી હોવાથી રાણો મન ન ખોલી શક્યો હોય. હું રાજા માનસિંહ ને જ મોકલું.

     તે વખતે રાજા માનસિંહ ગુજરાતની સરહદ ઓળંગી મોગલસેના સાથે શિરોહીના  જહાજપુર મુકામે આવી પહોંચ્યો.

        અક્બરશાહ નો સંદેશો સાંભળી રાજા માનસિંહ રાજપૂતાના જવા તૈયાર થયા. એને પણ ફત્તેહનો નશો ચડયો હતો.

       મેવાડ અને મોગલ વચ્ચે સંધિ થાય તો ? બે જવાંમર્દ કોમોના સમન્વયનો પથ ઘણો આગળ વધે.

        મોગલસેનામાં વર્ચસ્વ જમાવી બેઠેલો નાની વયનો સિપેહસાલાર રાજા માનસિંહ સત્તા અને સંપતિ મેળવવા માટે ધૂર્તતા વાપરતો હતો. એના વ્યક્તિત્વની ખબર પડતી ન હતી. એને વીર તરીકે જુઓ તો એ વાણિયો લાગે. અને વાણિયા તરીકે જુઓ તો વીર લાગે..

     આખરે શાહીખાનદાન ની નિકટતા તો એની તરફેણ માં જ હતીને ? બાદશાહ સર્વસત્તાધીશ હતા. એમની લગામ જોધાબાઈ પાસે હતી. અને જોધબાઈને પોતાના અતિવહાલા ભાણેજ પર પુષ્કળ પ્રેમ હતો.     

       રાજા માનસિંહ રાવ હેમુની પરંપરામાં માનતો હતો. બાદશાહના નામ પાછળ એ પોતાની લાલસની સ્વાર્થ સિધ્ધિ કરી રહ્યો હતો.

        ગુજરાતના વિજયે એને ડુંગરપુર પર ચઢાઈ કરવા પ્રેર્યો કારણ ડુંગરપુરના રાજા મેવાડનો જમણો હાથ હતા.