Runanubandh - 24 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 24

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ - 24

પરેશભાઈ એના પરિવાર સહીત પોતાના ઘરે પહોંચી જ ગયા હતા. પરેશભાઈએ હસમુખભાઈને ઘરે શાંતિથી પહોંચી ગયાની જાણ કરી હતી. ટૂંકમાં વાત કરીને ફોન મુક્યો હતો.

પ્રીતિ હવે ફ્રેશ થઈને પોતાના રૂમમાં આવી હતી. એને અજયને ફોન કર્યો, રિંગ ગઈ ન ગઈ ત્યાં તો ફોન અજયે ઉપાડ્યો,
'આય હાય મારી જાન.. બહુ રાહ જોવડાવી... ક્યારનો તારા ફોનની રાહ જોતો હતો.'

'હેલો અજય?' અજય ક્યારેય આમ વાત નહોતો કરતો, અને આજ સીધી કોઈ જ વાત વગર આમ વાત કરી તો પ્રીતિને પણ અચરજ થયું કે આ અજય જ છે ને!

'હા મારી જાન હુ જ છુ. તને મારા શબ્દો સ્પર્શતા નથી?'

'ના આજ મિજાજ તમારો કંઈક જુદો લાગ્યો.'

'હા, આજ મન ખુબ ખુશ છે. બધું જ એકદમ હળવુંફૂલ લાગે છે. બસ વધુ તો હું શું કહું? યાર.. વાતાવરણમાં આજ અફીણી નશો લાગે છે.' એકદમ નટખટ અવાજે અજય બોલ્યો હતો.

'ઓહો એવું? શું વાત છે?

'હા, બસ આટલી જ તો વાત છે.'

અજય ધીરે ધીરે પ્રીતિ સામે ખુલી રહ્યો હતો. વાતોમાં લીધેલી થોડી છૂટછાટ બંનેના સબંધ ગાઢ બની રહ્યાની નિશાની હતી. પ્રીતિ પણ અજયના વ્યક્તિત્વને સહજપણે સ્વીકારી જ લેતી હતી. બંનેના દિવસો ખુબ સરસ અને ઝડપી જઈ રહ્યા હતા.

પ્રીતિનો જન્મદિવસ આવી રહ્યો હતો. પ્રીતિને આશા તો હતી કે, અજય આવશે પણ હજુ સુધી એણે એ બાબતે કોઈ ખુલાશો કર્યો નહોતો. પ્રીતિને પણ સામેથી કઈ કહેવું યોગ્ય લાગતું નહોતું.

પ્રીતિ પોતાના જન્મદિવસે પણ વહેલી તૈયાર થઈને પોતાના રુટીન કામમાં લાગી હતી. રાત્રે અજયે વાત કરી પણ જન્મદિવસની શુભેચ્છા આપી નહોતી. સવારના ૮ વાગી ચુક્યા હતા પણ હજુ અજયનો ફોન આવ્યો નહોતો. એ મનોમન વિચારવા લાગી કે જરૂર અજય મારો જન્મદિવસ ભૂલી જ ગયો છે. બસ એ જ ક્ષણે ડોરબેલ વાગી. પ્રીતિ દરવાજો ખોલવા ગઈ, અને દરવાજો ખોલતા જ એ એટલી બધી ખુશ થઈ ગઈ કે, એ અજયને સામે જોઈને ભેટી જ પડી. આમ એ પહેલી વખત અજયને વળગી પડી હતી. અજયે પણ એની બાહોપાશમાં પ્રીતિને જકડી લીધી હતી. એક પ્રગાઢ આલિંગનમાં બંને એકબીજાની હૂંફ મેળવી રહ્યા હતા. ત્યાં જ સૌમ્યા આવી અને બોલી, પ્રીતિ, જીજુને અંદર તો આવવા દે!

અજય અને પ્રીતિ બંને છુટા પડ્યા અને પ્રીતિએ આવકાર આપતા મીઠો ઠપકો પણ આપ્યો,
'મને કેમ જાણ ન કરી? હું કેટલી ફોનની રાહ જોતી હતી. સવારના ઉઠી ત્યારની હું કેટલીવાર ફોન ચેક કરી આવી.'

'અરે! તને સરપ્રાઈઝ આપવા આ મારો પ્લાન હતો, તું જીજુ પર ગુસ્સે ન થા. જો હવે તને કેવી મજા આવી? અને હજુ તું ગુસ્સામાં હોય તો હું ને જીજુ પાર્ટી મનાવશું.' ચીડવતા સ્વરે સૌમ્યા બોલી ઉઠી.

'તું ચાંપલી ન થા હો...'

'અરે વાહ! અજયકુમાર તમે આવી ગયા. આવો આવો.. કેમ છો? મજામાં ને!' કુંદનબેને આવકાર આપતા કહ્યું.

'હા, એકદમ મજામાં. પપ્પા નથી?' જવાબ આપતા અજય કુંદનબેનને પગે લાગતા પુછે છે.

'ખુશ રહો. આમ ઘડી ઘડી પગે નહીં લાગવાનું. તમારા પપ્પાને જોબ ચાલુ છે ને! એ જોબ પર ગયા છે.'

પ્રીતિ પાણીનો ગ્લાસ અજયને આપે છે. અજય પાણીનો ગ્લાસ લેતા પોતાના નેણ ઉચ્ચા કરી એકદમ સુંદર લાગે છે, એવા ચહેરાના હાવભાવથી પ્રીતિને ઈશારામાં ખુબ સુંદર તૈયાર થઈ છે એવું કહે છે. પ્રીતિ સમજી જ ગઈ હોય એમ શરમાતા સહેજ હળવા હાસ્ય સાથે નજર નીચી કરી જાય છે.

પ્રીતિ હોલમાં બધાની સાથે બેસે છે. અજય હવે એના માટે લાવેલ ગિફ્ટ આપે છે.

પ્રીતિ ખુબ આતુરતાથી ગિફ્ટ ખોલે છે. એ ગિફ્ટ ખોલીને અચરજમાં પડી જાય છે. ગિફ્ટમાં સોનાનો ચેઇન હતો. એ તરત બોલી આટલી મોંઘી ગિફ્ટ થોડી લેવાય?

અજય ફક્ત હસીને જ પ્રતિઉત્તર આપે છે.

પ્રીતિ બધાને ચેઇન દેખાડે છે. ચેઇનની ડિઝાઇન ખુબ જ સુંદર હોય છે. પ્રીતિને કુંદનબેન ચેઇન પહેરી લેવાનું કહે છે.

અજય આજનો આખો દિવસ અહીં જ રોકવાનો હોય છે. પ્રીતિ સાથે આખો દિવસ સમય પસાર કરે છે. સગાઇ પછી અને લગ્ન પહેલાનો આ ખુબ સરસ સમય કે જેને 'ગોલ્ડન પિરિયડ' કહે છે. એજ જિંદગીના સુખદ અનુભવ બંને ભેગા કરી રહ્યા હતા. પ્રીતિએ એના સાસુસસરાને ફોન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. અને ભાવિનીને કહ્યું કે, તું પણ જોડે આવી હોત તો વધુ મજા આવત.

આ સુખદ સમય માણતા અને એની મીઠીમધુર યાદો ભેગા કરતા અજય અને પ્રીતિ ખુબ જ ખુશ હતા. પ્રીતિ ખુશ હોવાને લીધે ઓછા સમયમાં પણ ભણવાનું ઘણું યાદ કરી લેતી હતી. એની પરીક્ષાની તારીખ સપ્ટેમ્બર માં હોય છે.

પ્રીતિ પીએચડીની એન્ટ્રેન્સ પરીક્ષા આપવાની હતી. આ પરીક્ષા આપવા એ ભાવનગર જ જવાની હતી. ત્યારે એ ત્યાં બે દિવસ રોકાવોની હતી. અજયને મળવાની ઈચ્છા અને પરીક્ષા બંનેની એ આતુરતા પૂર્વક રાહ જોતી હતી. જેમ જેમ પરીક્ષાના દિવસો નજીક આવતા જતા હતા તેમ તેમ પ્રીતિ ખુબ મહેનત કરી રહી હતી. આ એક જુનુન હતું કે, મારે પીએચડી તો કરવું જ છે. કારણકે વાત વાતમાં એને અજયના મુખેથી એકવાર સાંભળ્યું હતું કે, એ ડોક્ટર છોકરીને જ પરણવાનું વિચારતો હતો. આથી પ્રીતિ આમ ડોક્ટર ન બની શકી, પણ કોઈપણ એક વિષયમાં નિષ્ણાંત બની પીએચડી કરીને ડોક્ટરની ડિગ્રી તો મેળવી જ શકે ને! બસ આજ વાત એને ખુબ મહેનત કરવા પ્રોત્સાહિત કરી રહી હતી. દિવસરાત જોયા વગર ખુબ મહેનત કરતી હતી.

પ્રીતિ પરીક્ષાના આગલા દિવસે અજયના ઘરે પોતાના મમ્મીપપ્પાની સાથે પહોંચી જ ગઈ હતી. આ વખતે એ ભાવિનીની સાથે ઘણો સમય પસાર કરી શકી હતી. આ સમયે ભાવિની અને પ્રીતિના સબંધો ગાઢ થયા હતા. સીમાબહેને પ્રીતિ ને એક સુંદર કુર્તી ગિફ્ટમાં આપી હતી.

પ્રીતિ પરીક્ષા આપવા ગઈ, અને પરેશભાઈ તથા હસમુખભાઈએ ગોરમહારાજને બોલાવીને લગ્નની તારીખ પણ કઢાવી લીધી હતી. નવેમ્બર મહિનામાં બંનેના લગ્નની તારીખ નક્કી કરી હતી. પ્રીતિ પરીક્ષા આપીને આવી ત્યારે આ ખુશી સમાચાર અજયે પ્રીતિને આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ અભિનંદન વખતે અજયે હાથ લંબાવીને પ્રીતિને શેકહેન્ડ કર્યું હતું. જેવો પ્રીતિનો હાથ અજયના હાથમાં આવ્યો કે અજયને મસ્તી સુજી બસ, એને હાથ છોડવો નહોતો. સેજ આંખ તીરછી કરીને પ્રીતિને પજવી રહ્યો હતો. પ્રીતિ કોઈ જોઈ જશે એ શરમથી પાણી પાણી થઈ રહી હતી. અને આ તરફ અજયને મસ્તી જ સૂઝતી હતી. અજય હાથ છોડતો જ નહોતો. પ્રીતિએ અંતે સેજ નખ અજયના હાથમાં ખુંચાડયો કે તરત હાથ અજયે છોડી દીધો. જ્યાં નખનો નિશાન હતો એ જગ્યાએ અજયે પોતાના જ હાથને હોઠ વડે સ્પર્શ્યો હતો. પ્રીતિને વગર સ્પર્શે એણે અનુભવી લીધી હતી. પ્રીતિ અજયની આ અદાથી રોમાંચિત થઈને એને ફ્લાયિંગ કિસ કરતી કિચનમાં જતી રહી હતી. અજયતો પ્રીતિની અદાથી ઘાયલ જ થઈ ચુક્યો હતો. આ બંને વચ્ચે થયેલ લાગણીઓની સંવેદના હવે બંનેના રોમરોમમાં સ્થપાઈ ચુકી હતી. જમીને પરેશભાઈએ બધાની રજા લીધી હતી. સુંદર યાદો સાથે બધા જુદા પડ્યા હતા.

ઓક્ટોબરમાં પ્રીતિની પરીક્ષાનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. એ પાસ પણ થઈ ગઈ હતી. બધા ખુબ જ ખુશ થઈ રહ્યા હતા. અને હવે ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી બધા લગ્નની તૈયારીમાં જોડાય ગયા હતા.

કેવી હશે અજય અને પ્રીતિના લગ્નમાં ધૂમધામ?
કેવા રહેશે પ્રીતિના શરૂઆતના જીવનના બદલાવના દિવસો? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻