Street No.69 - 104 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-104

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-104

આધાત અને અચંબા સાથે સાવીને જોઇ રહ્યો હતો. સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઈ એણે સોહમની સામે ટગર ટગર જોયાં કર્યું થોડીવારમાં એનાં ગળામાંતી તરડાયેલો વિચિત્ર અવાજ નીકળ્યો.
સોહમને કહ્યું "તારે જાણવું છે ને કે મારું સત્યનાશ પેલાં ચાંડાળે કેવી રીતે કર્યું ? મારું શિયળ કેવી રીતે લૂંટાયુ ? એક સીધી સાદી સંસ્કારી છોકરી કોઠા પર કેવી રીતે પહોંચી ગઇ ? એ ઘાતકી નીચ વિજયરાવે મારાં ભાઇને નોકરી અપાવી દાવ મારેલો... એણે મને દાણાં નાખવા ચાલૂ કરી દીધાં હતાં. “
પીનાકીન પાલિકામાં નોકરીએ લાગી ગયો પરંતુ વિજયરાવની પાર્ટીનો અગ્રણી કાર્યકર્તા.... વિજયરાવનાં હાથમાં પાલિકાનું ખાતું હતું.... જે બધું "ખાતું" જ હતું. વિજયવરાવને એનાં વિજયનો મદૂ ચઢેલો પીનાકીન શરૂઆતમાં શિસ્તપૂર્વક નોકરી કરતો પણ વિજયરાવ વારે વારે પાર્ટીનાં કામ માટે બોલાવતો.. દારૂ પીવરાવતો... પાલિકામાં હાજર હોય કે ગેરહાજર એની હાજરી પુરાતી.
પીનાકીન હવે નિશ્ચિંત થઇ ગયો કે મારી નોકરીને કોઇ નુકશાન નથી થવાનું ભાઉનાં મારાં ઉપર ચાર હાથ છે. એ મને કહેતો ભાઊ તારાં માટે કામની શોધમાં છે તને પાર્ટી ઓફીસમાં જ નોકરી આપવાનાં છે.
પણ મારાં બાબા ખૂબ ચકોર હતાં એમને વિજયરાવ પર બીલકુલ વિશ્વાસ નહોતો એમને ઊંડે ઊંડે ખબર હતી કે વિજયરાવની મારાં પર નજર છે એ પણ ગંદી નજર... બાબાએ ના પાડી કે પાર્ટી ઓફીસમાં કામ નથી કરવાનું તું ભણવામાં જ ધ્યાન આપ.
પણ અંતે વિધીની વક્રતા અને મારાં ફુટેલાં નસીબ ગણેશ મહોત્સવ નજીક આવ્યો. વિજયરાવે અમારી ચાલમાં અને અમારાં વિસ્તારનાં સાર્વજનિક ગણેશ સ્થાપન કરી ગણેશોત્સવ ઉજવાનું નક્કી કર્યું અને ચાલનાં છોકરાં છોકરીઓને તૈયારીઓ કરવા માટે બોલાવ્યાં. મને પણ ખૂબ શોખ હતો હું અમારા મરાઠી નૃત્યમાં પરાંગત હતી ભાઉએ પીનાકીનને કહ્યું વાસંતીને ગણેશઉત્સવમાં બાપાની સેવામાં બોલાવી લે આવી તક બધાને નથી મળતી. અને ખબર નહી મને પણ ખૂબ ઉત્સાહ આવ્યો હું હોંશભેર ભાગ લેવા માંડી બાપ્પા નો શણગાર સેવા પ્રસાદ બધી જવાબદારી મેં માથે લઇ લીધી. પણ મને એ નથી સમજાતું કે મેં નિર્દોષતાથી બધુ કામ માથે લીધુ અને મને આવી આકરી સજા કેમ મળી ?
સોહમ ધ્યાનથી સાવીનાં જીવમાં પરોવાયેલો વાસંતીનો દેહ એમાં વાસંતીની હાજરી... જે પોતેજ પોતાની કથની કહી રહી હતી.
ગણેશ મહોત્સવ ધૂમધામથી ઉજવાઇ રહેલો બધાં બાપ્પાની જય બોલાવતાં, ભજનો ગાતાં... અમે અમારો મરાઠી પહેરવેશ પહેરી બાપ્પા સામે નૃત્ય કરતાં.. ચારેબાજુ ગુલાલ- સિંદુર - ગુલાબની છોળો ઉડતી...
ત્યાં વિજયરાવે આવી અમારી સાથે જોડાઇ ગયો નૃત્ય કરવા લાગ્યો બધાં તાનમાં આવી ગયેલાં હું પણ મસ્તીથી નાચી રહી હતી ગરમી વધી રહી હતી પીનાકીનની ટોળકી દારૂ પીને મસ્તીએ ચઢી હતી મોટે મોટેથી ઢોલત્રાંસા વાગી રહેલાં અને વિજયરાવે મારી નજીક આવીને કહ્યું “વાસંતી તારાં જેવું નૃત્ય હજી મેં કોઇનું જોયું નથી જોને તારો ચહેરો પરેસાવાનાં બૂંદ બૂંદથી ભીંજાઈ ગયો છે એણે મારી છાતીનાં ભાગે જોઇને કહ્યું તારાં કપડા પણ ભીંજાઇ ગયાં છે હું સાવધ થઇ હજી હું કંઇ બોલું પહેલાં.....
વિજયરાવે એનાં સફેદ રૂમાલથી મારો ચહેરો લૂછ્યો એનાં સ્પર્શ મને... હું જ પાપણી એનાં આવા લાગણીનાં ઢોંગથી છેતરાઈ ગઇ એણે મારો હાથ પકડી લીધો ટોળામાંથી દૂર લઇ જઇ કહ્યું થોડો આરામ કર કાલે છેલ્લો દિવસ છે કાલે ખૂબ ધૂમધામ કરવાની છે બાપ્પાનું વિસર્જન છે રાત્રી ખૂબ થઇ ગઇ છે ઘરે જા ચાલ હું મૂકી જઊં પીનાકીનતો એનાં કેફમાં છે....”
વિજયરાવનું આટલું સારુ વર્તન મેં કલ્પયું નહોતું એ મને ઘર સુધી કોઇપણ પ્રકારનાં અડપલા કે ગેરવર્તન વિના મને ઘરે મૂકી ગયો... મને એનામાં વિશ્વાસ પડી ગયો મેં એને થેંક્યુ કહ્યું અને ઘરમાં જતી રહી. ઘરે જઇ વિચાર્યુ બધાં કહે છે એવો વિજયરાવ નથી સારો માણસ છે નથી એણે દારૂ પીધો ના કોઇ મારી છેડતી કરી ના નજર ગંદી કરી... હું થાકી પાકી સૂઇ ગઇ.
સવારે ઉઠી મેં મારાં બાબાને કહ્યું “બાબા તમે સમજો છો એવો નથી વિજયરાવ દાદાને નોકરી આપી મને રાત્રે એકલી ઘરે ના આવવા દીધી પોતે મને મૂકી ગયો મને એક સ્પર્શ નથી કર્યો...”
બાબાએ કહ્યું “આજકાલનાં પુરુષોનો વિશ્વાસ નહીં કરવાનો અને પીનાકીનની સાથે રહેવાનું” પછી બાબા સ્કૂલ જવા નીકળી ગયાં હતાં બીજા દિવસે હું વિજયરાવનાં વિચારોમાંજ રહી.
સાંજે પાછી હું પંડાલ જવા નીકળી ત્યારે પીનાકીન બધી તૈયારી કરાવી રહેલો બધાં ચાલીનાં છોકરાં આખરી દિવસની શોભાની તૈયારી કરી રહેલાં આજે વિસર્જન થવાનું હતું હું પણ બધી વ્યવસ્થામાં જોડાઇ ગઇ. બાપ્પાની આરતી થઇ પ્રસાદ વહેંચાયો એ પછી શોભાયાત્રા નીકળવાની હતી ખૂબ ભીડ એકઠી થઇ ગઇ હતી ત્યારે વિજયરાવે આવીને મને એક પડીયો આપ્યો એમાં મોદકનો પ્રસાદ હતો.
મેં હસતાં હસતાં પ્રસાદ લીધો અને આખાં બે મોદક ખાઇ ગઇ. વિજયરાવ મારી સામે જોઇને હસી રહેલો મને એનામાં વિશ્વાસ પડી ગયેલો.
મેં મોદક ખાધાં થોડીવારમાં મને ચક્કર આવવા લાગ્યાં. ત્યાં વિજયરાવનાં ઇશારે ગણપત દાવડે મારી પાસે આવ્યો હું અર્ધ બેહોશીમાં પણ બોલી તું અહી કેમ આવ્યો ? ત્યાં વિજયરાવે મારી પાસે આવી કહ્યું વાસંતી તું ખૂબ થાકી છું મેંજ ગણપતને કહ્યું તને ત્યાં પાછળ પંડાલમાં બેસાડે હવે પછી વિસર્જન માટે નીકળવાનું છે. થોડો આરામ કરીલે હજી હું કંઇ સમજું એ પહેલાં ગણપતે મને પહેલાં ટેકો આપ્યો પછી ઉઠાવી પંડાલની પાછળ લઇ ગયો... અને.... હું...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-105