The story of love - Season 2 - Part 1 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 2 - Part 1

Featured Books
Categories
Share

The story of love - Season 2 - Part 1

ૐ નમઃ શિવાયઃ

હું મીરા ફરી આવી ગઈ છું મારી કહાની સાથે પણ આજે હું કોઈ નવી કહાની નથી લાવી પણ એજ કહાની જેને મેં અધૂરી મૂકી હતી એને જ આગળ વધારીશ...

THE STORY OF LOVE કહાની ના જે સવાલો મેં તમારા માટે મુક્યા હતા એના જ જવાબો સાથે હું આવી છું અને સાથે સાથે નવા પાત્રો પણ જોડાશે તો તૈયાર થઇ જજો મારા જૂની કહાની ના નવા સફર માં....

હા માનું છું થોડો વધારે જ સમય લઇ લીધો છે મેં આ કહાની ના બીજા સીઝન ને લાવા માટે પણ હવે આ કહાની સમય સર તમારી પાસે આવતી રહેશે તો તમારો પ્રેમ પણ મારી કહાની ને આપતા રહેજો...

હવે વાત કરીએ આપડી કહાની ની તો માનવ અને માહી જે આપડા મુખ્ય પાત્રો છે એ તો યાદ છે તમને જો તમને યાદ ના હોય તો એક વાર ફરી સીઝન ૧ પર નઝર નાખતા આવજો અને હા જે આ કહાની વાંચવા આવ્યા છે એ પેલા મારુ સીઝન ૧ વાંચવું પડશે પછી જ મારી આ કહાની વાંચવા ની મજા વધારે આવશે....

આજે હિસાબી ખાતા નું નવું વર્ષ ચાલુ થયું છે અને તે સાથે હું પણ મારી સ્ટોરી ની શરુવાત કરી રહી છું ...

પ્રતિલિપિ માં શરૂ થયેલી નવી સ્પર્થા જેનું નામ છે સુપર રાઇટર્સે એવોડૅ 5 તેમાં હું આ સ્ટોરી સાથે ભાગ લઇ રહી છું તો તમે મારી આ સ્ટોરી માં થતી ભૂલો ને સુધારવા માં મદદ રૂપ બનજો....

The Story of Love
Season-2 PART-1

ચાલો પેલે થી થોડી સ્ટોરી જાણી લઈએ જેના થી તમને યાદ આવી જાય અને બધા પાત્રો ની યાદ પણ આપવી દઉં જેના થી તમને આગળ કોઈ ભૂલ ના થાય અને સ્ટોરી વાંચવા માં પણ મજા આવે....

માહી જે કચ્છ માં રહતી હોય છે, માહી ના મમ્મી પપ્પા જોસના બેન અને ભાવિક ભાઈ જે 5 વર્ષ એક કાર એક્સિડેટ માં તેમના થી દૂર થઇ ગયા હતા તેના જીવન માં બસ ૩ લોકો જ હોય છે તેનો ભાઈ નીતિન, નાની અને તેની નાનપણ ની બેસ્ટ ફ્રેન્ડ નવ્યા...

માહી અને નવ્યા ને 12th માં સારું પરિણામ આવે છે. તેના લીધે તે બન્ને જૂનાગઢ પર જઈને કૉલેજ કરવાનું નક્કી કરે છે. પણ એના માટે પેલા તે બન્ને ને નીતિન ને માનવાનો હોય છે, અને તેમાં તે બન્ને નવ્યા ના પાપા વિક્રમ ભાઈ ની મદદ લે છે...

માહી અને નવ્યા જૂનાગઢ તો પોચી જાય છે. ત્યાં જઈને તેમની મુલાકાત થાય છે રોઝી થી અને તેના બે ફ્રેન્ડ માનવ અને રોહિત થી પણ તેમની ફ્રેન્ડશીપ કરાવે છે...

જયારે માહી ને ખબર પડે છે કે તેની હોસ્ટેલ ની પાછળ ના જંગલ માં વેમ્પાયર રહેતા હતા અને તેના ગણા રાઝ છે તો તેને જાણવાનું મન થાય છે અને તેના માટે તે માનવ ને પૂછે છે...

માનવ પાસે એક બુક હોય છે જેમાં વેમ્પાયર ની સ્ટોરી હોય છે અને તેના થી જ તે બધું જાણતો હોય છે તે સ્ટોરી રોજ બધા ને કેવા લાગે છે...

માનવી જે જૂનાગઢ માં ફરવા માટે આવી હોય છે અને રાતો ભટકી જવા ના લીધે તે મુશ્કેલી માં ફસાઈ જાય છે અને તેની મદદ એક પરિવાર કરે છે જે ત્યાં જ રહેલી હોટલ ના માલિક હોય છે...

જય જેના સાથે માનવી ની ફ્રેન્ડશિપ થાય છે અને તેના મમ્મી પપ્પા અશોક ભાઈ અને દિપાલી બેન સાથે પણ માનવી નું સારું બનવા લાગે છે અને તેમનો બીજો છોકરો મિહિર જે પેલા તો માહી સાથે સરખી વાત નથી કરતો પણ સમય સાથે તેને પસંદ કરવા લાગે છે...

જયારે સંદીપ બધા પર હુમલો કરે છે એના પછી તે લોકો વિશે કોઈ જાણતું નથી કે તે લોકો ક્યાં છે અને તેમની સાથે શું થયું...

રોહિત ની ગિર્લફ્રેન્ડ ટીના જયારે આવે છે અને એને ખબર પડે છે આ સ્ટોરી વિશે તો તેને પણ જાણવાનું મન થાય છે અને બધા મળી ને એજ મહેલ માં જાય છે જ્યાં આ બન્યું હોય છે ત્યાં જેને બુક લખી હોય છે તે આકાશ ભાઈ પણ આવે છે...

માનવ અને માહી નો જન્મદિવસ એક જ દિવસ આવતો હોય છે અને એના માટે બન્ને માટે કેક લાવી હોય છે બધા નીચે ભેગા થાય છે બન્ને ને બોલાવી ને જયારે મીણબત્તી પર ફૂંક મારે છે ત્યારે જ દરવજો ખુલે છે અને બે લોકો અંદર આવે છે...

"બેટા તારા થી અમે કેટલી બધો સમય દૂર રહ્યા..."

તે બન્ને બોલે છે...

લાઈટો બંધ હોવા ના લીધે કોઈને એ નથી દેખાતું તું કે તે બન્ને કોણ છે જયારે જયદીપ લાઈટ ચાલુ કરે છે ત્યારે તેમને જોઈને માહી અને નવ્યા ચોકી જાય છે...

"મમ્મી....પપ્પા..."

માહી બોલે છે અને ભાગી ને તે બન્ને ના ગળે લાગી જાય છે...

"પણ માહી એ તો કીધું હતું કે તેના મમ્મી પપ્પા...?"

રોઝી નવ્યા ને કે છે...

"હા એજ મને પણ નથી સમજાતું..."

નવ્યા બોલે છે...

માહી અને તે બન્ને ને લઈને બધા ની પાસે આવે છે...

"આ મારા મમ્મી પપ્પા છે..."

"પણ તમે અત્યાર સુધી ક્યાં હતા...?"

"તમારો એકસીડન્ટ થયો હતો અને બધા એ એવું કેમ કીધું કે તમે...?"

માહી બોલતી જ જાય છે...

"અરે બેટા પેલા તું કેક તો કાપી લે ણ પછી અમે બન્ને તને બધા વાત કરીએ...."

જોસના બેન બોલે છે...

માહી અને માનવ પેલા કેક કાપે છે અને પછી બધા એક સાથે જમવા બેસી જાય છે...

ત્યારે જ માનવ ના ફોન માં એક ફોન આવે છે અને માનવ ત્યાં થી ઉભો થઈને બારે જાય છે...

તેની પાછળ રોહિત પણ જાય છે અને આ બાજુ બધા બધા જમતા હોય છે...

માહી ના ચેહરા પર ખુશી ના ભાવ વધી ગયા હોય છે તે અચાનક ઉભી થઇ જાય છે...

"અરે તું કેમ ઉભી થઇ, પેલા જમી તો લે..."

નવ્યા બોલે છે...

"મેં ભાઈ ને તો આ બધું કીધું જ નઈ...

હું હમણાં જ એને ફોન કરીને અહીંયા બોલાવી લઉં..."

માહી બોલે છે અને નીતિન ને ફોન કરે છે...

જયારે આ બધી વાત નીતિન ને કરે છે ત્યારે એને પણ આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને એ ત્યારે જ અહીંયા આવા માટે નીકળી જાય છે...

માનવ અને રોહિત ના ચહેરા પર ચિંતા સાફ દેખાતી હોય છે તે બન્ને ગણો સમય થઇ ગયા પછી પણ જમવા માટે પાછળ નથી આવ્યા હોતા તો તેમને જયદીપ ભાઈ બોલવા માટે જાય છે...

"શું આ જ માહી ના મમ્મી પપ્પા છે...?"

"5 વર્ષ પેહલા એક્સિડન્ટ થયો તો એમાં શું થયું હતું...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...