The story of love - Season 1 part-29 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-29

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-29

ૐ નમઃ શિવાય

The Story Of love Part-29

અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવ બારે ગયા હોય છે જયારે મિહિર એના વિચારો માં ખોવાયેલો હોય છે ત્યારે માનવી તેન ટોકે છે અને તે તેના વિચારો માં થી બારે આવી ને કાર ચાલુ કરે છે...

થોડા હજુ આગળ ગયા જ હતા અને માનવ ફરી કાર ઉભી રાખી દે છે...

"હવે ફરી કેમ ઉભી રાખી દીધી..."
માનવી બોલે છે...

"માનવી મારે તને કંઈક કેવું છે..."
મિહિર માનવી સામે ફરી ને બોલે છે...

"એ જ ને કે તું મને પ્રેમ કરે છે..."
માનવી બોલે છે...

આ સાંભળી ને મિહિર તેની સામે જ જોયા કરે છે...

"મને એ પણ ખબર છે કે તું મારો મિહિર છે..."
માનવી આટલું બોલે ને મિહિર ના ગળે લાગી જાય છે...

"પણ તને આ બધી..."
"કાલ રાતે તારી બધી વાત મેં સાંભળી લીધી હતી..."
માનવી બોલે છે...

"મેં તો તને..."
"પેલા મારી આખી વાત સાંભળી લે પેલા..."
માનવી આટલું બોલી ને મિહિર ના મોઢા પર પોતાની આંગળી રાખી દે છે...

"તું જે વખતે મારી પાસે આવ્યો હતો ને અને તે કોશિશ કરી હતી મને બધું ભુલાવા ની ત્યારે મારા પાસે તારું આપેલું બેસ્લેટ હતું અને એના લીધે તારી શક્તિઓ એ પુરે પૂરું મારા પર કામ ના કર્યું...
તારી જ વસ્તુ એ મને તારા સુધી પહોંચાડી છે..."
માનવી બોલે છે...

"પણ મારુ શક્તિઓ એ કેમ કામ ના કર્યું..."
મિહિર બોલે છે...

"તને નથી ખબર કે વેમ્પાયર ની શક્તિઓ એ ચાંદી સામે ઓછો અસર કરે છે અને તેના લીધે જ મને થોડી ગણી વાતો યાદ હતી..."
માનવી બોલે છે...

"પણ કાલે રાતે તું કઈ રીતે જાગતી હતી..."
મિહિર બોલે છે...

"ત્યારે પણ મારા પાસે એ જ બેસ્લેટ હતું અને તું જયારે મારા પાસે આવ્યો ને ત્યારે જ હું જાગતી હતી અને તારી બધી વાતો સાંભળતી હતી..."
માનવી બોલે છે...

"તને મારા વિશે ખબર પડ્યા પછી પણ તું મને પ્રેમ કરે છે..."
મિહિર બોલે છે...

"હા હું તને પેલા પણ પ્રેમ કરતી હતી અને આજ પણ એટલો જ કરું છું...

તું ગણી વાર રાતે આવતો મારી પાસે અને મને અહેસાસ પણ થતો અને હું સાયન્ટીસ બની ગઈ ત્યારે મને વેમ્પાયર વિશે જાણવા મળ્યું...

મને ક્યારેક તારી યાદો દેખાતી સપના માં પણ લોકો મારા ઉપર વિશ્વાસ નતા કરતા અને મેં કોલેજ માં જઈને ગોત્યું ત્યારે તારા વિશે મને કોઈ જાણ ના મળી મને સમજાતું નતું કે એ કોણ હશે અને ક્યાં હશે..."
માનવી બોલે છે...

"તે મને કઈ રીતે ગોત્યો..."
મિહિર બોલે છે...

"મને એના પછી જૂનાગઢ માં જાણ મળી કે અહીંયા વેમ્પાયર હોય છે અને એના લીધે હું અહીંયા આવી ગઈ પણ જયારે હું આવતી હતી ત્યારે રસ્તો ભટકવા ના કારણે હું જંગલ માં જતી રઈ ત્યારે તે મને બચાવી..."
માનવી બોલે છે...

"તો તને પેલા થી જ ખબર હતી કે હું..."
મિહિર બોલે છે...

"ના પણ જયારે તે મને એટલા બધા ભેળીયા અને શાયદ ત્યાં પણ વેમ્પાયર હતા અને એમના વચ્ચે મને બચાવી ત્યારે મને લાગ્યું કે ત્યારે તારા વિશે બધી જાણકરી ભેગી કરી...

ત્યારે મને ખબર પડી કે તું પેલા મારી કોલેજ માં જ હતો અને મને હંમેશા તને જોઈ ને એવું લાગતું કે હું તને ઓળખું છું પણ મને એવું લાગ્યું કે તું એ જ કોલેજ માં હતો એટલે મેં તને જોયેલો હોય..."
માનવી બોલે છે...

"તને ક્યારે ખબર પડી કે હું જ તારો મિહિર છું..."
મિહિર બોલે છે...

"કાલે રાતે જ મને ખબર પડી અને હા એ બન્ને છોકરાઓ કોણ હતા..."
માનવી બોલે છે...

"એ તો મને પણ નથી ખબર કે તે કોણ હતા..."
મિહિર બોલે છે...

"અરે મેં તને બધી વાત કીધી હવે તું પણ મને કે..."
માનવી બોલે છે...

"એ બન્ને છોકરાઓ વેમ્પાયર દ્વારા તને લઇ જવા માટે આવ્યા હતા...
તેમને હંમેશા જવાન અને છોકરીઓ નું લોઈ જોઈતું હોય છે એટલા માટે..."
મિહિર બોલે છે...

"તારા સાથે એવું તો શું થયું કે આ બધું થઇ ગયું..." માનવી બોલે છે અને ત્યારે મિહિર તેના સાથે જે પણ થયું તે બધી વાત તેને કઈ દે છે...

"તે બસ એના પછી મને કેવું તો હતું તારે..." માનવી રોતા રોતા બોલે છે અને મિહિર બસ તેના ગળે લાગી જાય છે...

પછી મિહિર ગાડી પાછી વાળી દે છે...

"અરે આપડે પાછા કેમ જઈએ છીએ..."
માનવી બોલે છે...

"બસ તું શાંતિ થી બેઠી રે આપડે પાછા ઘરે જઈએ..."
મિહિર બોલે છે અને તે બન્ને પાછા જાય છે...

માનવી નો હાથ પકડી ને મિહિર તેને અંદર લઈને જાય છે અને સીધો તેના રૂમ માં લઈને જાય છે...

જય આ રીતે માનવી ને લઇ જતા જોવે છે...

"હવે આને આ ક્યાં લઈને જાય છે અને એ પણ હાથ પકડી ને લઇ જાય છે કે એનો હાથ ખેંચી ને એ નથી સમજાતું..."
જય મન માં વિચારે છે...

તેનો રૂમ જોઈને માનવી ચોકી જાય છે અને તે આખા રૂમ માં બસ માનવી ના જ ફોટો હતા અને એ પણ હજુ સુધી ના ફોટો હતા... તે કોલેજ માં હતી ત્યાર નો એના પછી બીજા ગણા બધા ફોટો હતા...

માનવી બધા ફોટો જોવે છે અને માનવી ને તો એવું લાગતું હતું કે મિહિર હવે એને ભૂલી ગયો હશે... તે ભાગી ને સીધી મિહિર પાસે જાય છે અને એના ગળે લાગી ને રોવા લાગે છે...

"મને લાગ્યું હતું કે આટલા સમય થી આપડે દૂર છીએ તો તું મને ભૂલી ગયો હોઈશ..."
માનવી બોલે છે...

"ગમે તે થઇ જાય પણ હું તને ના જ ભૂલું..."
મિહિર બોલે છે...

"અરે પણ એક વાત તો કે..."
મિહિર બોલે છે અને માનવી ગળે લાગતા લાગતા જ તેની સામે જોવે છે...

"તને હવે ખબર પડી ગઈ છે કે હું એક વેમ્પાયર છું તો તું મને મારી નાખીશ..."
મિહિર માસુમ ફેસ કરી ને બોલે છે...

આ સાંભળી ને પેલા તો માનવી તેના થી દૂર થાય છે અને ગુસ્સે થી તેની સામે જોવે છે અને પછી એને જોરજોર થી મારવા લાગે છે...

"તને એવું લાગે છે કે હું તને મારીશ..."
માનવી તેને મારતા મારતા જ બોલે છે...

"જો તું આમજ મારતી રઈશ ને તો સાચ્ચે મરી જ જઈશ..."
મિહિર બોલે છે...

બસ હવે આ સાંભળી ને તો માનવી નો ગુસ્સો સાતમા સામાને ચડી ગયો તો તે ગુસ્સે થઇ ને સીધી બારે જવા જાય છે ત્યારે માનવ એનો હાથ પકડી ને એની તરફ ખેંચી લે છે...

"યાર હવે તો દૂર ના જા મારા થી નઈ તો સાચ્ચે મરી જઈશ..."
મિહિર આટલું બોલે છે અને જયારે માનવી તેની સામે જોવે છે તો તેના આંખ માં આંશુ હોય છે અને માનવી પણ રોવા લાગે છે અને એને ગળે લાગી જાય છે...


"શું આ સ્ટોરી અહીંયા જ પુરી થશે...?"

આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...