Reshmi Dankh - 13 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

રેશમી ડંખ - 13

13

રાજવીરને ખબર હતી કે, માલ આપવા જવાનું અને લૅપટોપની બૅગ પાછી લાવવાનું આ કામ આસાન નહોતું. સિમરને અને વનરાજે આખરે શું જાળ બિછાવી રાખી છે ? એ વાતથી તે બિલકુલ અજાણ હતો. જોકે, તેને એટલી તો ચોકકસ જાણ હતી કે, થોડાંક કલાકો પછી તેની ગણતરી કાં તો કરોડપતિમાં થાય એટલા રૂપિયા તેની પાસે આવી ગયા હશે, અને કાં તો પછી તેની લાશ પડી ગઈ હશે !

અને એ દેખીતું જ હતું કે, રાજવીર પોતાની લાશ પડવા દેવા માંગતો નહોતો. તે સિમરન અને વનરાજનું કાવતરું નિષ્ફળ બનાવવા માંગતો હતો. તે સિમરન અને વનરાજની મૂળ યોજના કળી ચૂકયો હતો.

સિમરને તેને એવું કહ્યું હતું કે, ‘“તે દસ કરોડ રૂપિયા રોકડા અને ચાલીસ કરોડ રૂપિયાના હીરા લઈને કૈલાસકપૂરના બંગલેથી વનરાજ સાથે નીકળે એ પછી તે રસ્તામાં વનરાજને ખતમ કરીને, એની લાશને ઠેકાણે પાડીને સિમરન પાસે પહોંચી જાય.'

પણ હવે તેને ખ્યાલ આવી ગયો હતો કે, અસલમાં સિમરને વનરાજ સાથે મળીને આનાથી ઊલટું જ નકકી કરી રાખ્યું હતું. સિમરને વનરાજ સાથે કંઈક એવું નકકી કરી રાખ્યું હતું કે, ‘તે વનરાજ સાથે માલ લઈને કૈલાસકપૂરના ઘરેથી નીકળે, એટલે રસ્તામાં વનરાજ તેને ખતમ કરીને પછી માલ સાથે સિમરન પાસે પહોંચી જાય.''

પણ ના, તે સિમરન અને વનરાજના મનની આ મુરાદ પૂરી થવા દેવાનો નહોતો.

તેણે કાર ડાબી તરફ વળાવી, એ સાથે જ તેના મગજના વિચારો બીજી તરફ વળ્યા. ‘સિમરન અને નતાશા બન્ને સંગી બહેનો હતી, પણ બન્નેમાં કેટલો ફરક હતો ? લુચ્ચી સિમરને તેનો ઉપયોગ કર્યો હતો અને તેને ખતમ કરવા તૈયાર થઈ હતી. જ્યારે નતાશા કેટલી ભોળી હતી. તે નતાશાને બેહોશ બનાવીને મા સુમિત્રા પાસે મૂકી ગયો હતો, પણ છતાંય નતાશાએ તેની પર ભરોસો મૂકી દીધો હતો. તે નતાશાને બચાવવા માટે તૈયાર થયો હતો એ જાણીને નતાશાએ તેને કેવી પ્રેમભરી નજરે જોયું હતું ? અને તેની મા સુમિત્રાની જેમ નતાશાએ તેને રાજુ કહીને બોલાવ્યો હતો અને જે પ્રેમથી તેને રસોડામાંથી પાણી લાવીને પીવડાવ્યું હતું, એ તેને કેટલું ગમ્યું હતું !' અને રાજવીરે પોતાના મગજમાંના આ વિચારો ખંખેર્યા. અત્યારે તેની પાસે પ્રેમના આવા વિચારો કરવાનો સમય નહોતો. તેણે કઈ રીતના સિમરન અને વનરાજે બિછાવેલી જાળમાંથી હેમખેમ બહાર નીકળવું, એના વિશે જ વિચારવાની જરૂર હતી.

તે ‘હોટલ બ્લુ મૂન’ના પોતાના રૂમમાં પહોંચ્યો. તેણે પોતાનો બધો સમાન અને રૂપિયાની બેગ એક તરફ મૂકી. તેણે પોતાના ઓળખીતા રૂમબૉયને બોલાવ્યો અને એને એક હજાર રૂપિયા પકડાવીને સમજાવ્યું કે, ‘જો તે કાલ સાંજ સુધી અહીં પાછો ન ફરે તો તેણે પોતાનો એ બધો સામાન પોતાની મા સુમિત્રાને પહોંચાડી દેવો.’

‘તમે બેફિકર રહો, રાજુભાઈ, તમારું કામ થઈ જશે.’ એવું કહીને રૂમબૉય ગયો, એટલે રાજવીરે પલંગ પર લંબાવ્યું.

અત્યારે બપોરના સવા બાર વાગ્યા હતા. સાંજના ચાર વાગ્યે તેણે કૈલાસકપૂરના ઘરે પહોંચવાનું હતું. તે કમર સીધી કરવા માટે પલંગ પર લેટયો.

૦૦૦

રાજવીર બરાબર સાંજના ચાર વાગ્યે કૈલાસકપૂરના બંગલે પહોંચ્યો. તેણે કાળો કોટ પહેર્યો હતો. એ કોટની કેટલીક ખૂબીઓ હતી. કોટના બે પડ વચ્ચે, હૃદય સામેના ભાગમાં સ્ટીલની લંબ-ચોરસ પટ્ટી મૂકવામાં આવેલી હતી. એ જ રીતના પાછળના ભાગમાં પણ સ્ટીલની પતરીઓ મૂકવામાં આવી હતી. ગોળી સામે હૃદય અને પીઠને રક્ષણ મળી રહે એ માટે રાજવીર આ ભેદી કવચ આવા ખાસ-જોખમી પ્રસંગે ધારણ કરતો હતો.

તેણે કટોકટીની પળોમાં આંખના પલકારામાં કાઢી શકાય એ રીતે સાઈલેન્સર ચઢાવેલી રિવૉલ્વર કોટના બહારના ખિસ્સામાં મૂકી હતી. તેના અંદરના ખિસ્સામાં વધારાની રિવૉલ્વર અને ચપ્પુ હતું.

રાજવીર અહીં કૈલાસકપૂરના બંગલે પહોંચ્યો, ત્યારે તે બેચેન હતો. કૈલાસકપૂર પણ બેચેન જણાતો હતો, પણ વનરાજ સ્વસ્થ લાગતો હતો. વનરાજના ચહેરા પરની હળવાશ એ કહી જતી હતી કે, સિમરન સાથે એણે ગોઠવેલી યોજના સફળ થશે જ, એવો એને વિશ્વાસ હતો.

કૈલાસકપૂર અને વનરાજ બેઠા હતા એની નજીકમાં જ ચાર મોટી બેગ પડી હતી. રાજવીર સમજી ગયો કે, એ બેગોમાં દસ કરોડ રૂપિયા મુકાયેલા હતા. ‘પણ ચાલીસ કરોડ રૂપિયાના હીરા કયાં...? !’ રાજવીરના મગજમાં સવાલ જાગ્યો, ત્યાં જ એક માણસ આવ્યો. એ માણસના હાથમાં બ્રીફકેસ હતી. એ માણસ વનરાજને ઓળખતો હતો.

વનરાજે એ માણસ પાસેથી બ્રીફકેસ લીધી. એણે બ્રીફકેસ ખોલીને જોઈ. પછી એ માણસને રવાના કરીને બ્રીફકેસમાંથી એક મોટું બૉકસ કાઢીને બતાવતાં કૈલાસકપૂરને કહ્યું : ‘ચાલીસના હીરા આવી ચૂકયા છે.’

‘હું !' કૈલાસકપૂરે કહ્યું, એટલે વનરાજે બૉકસ પાછું બ્રીફકેસમાં મૂકયું અને બ્રીફકેસ બંધ કરી.

કૈલાસકપૂરે એ બૉકસ ખોલીને એમાંના હીરા તપાસવાની તસ્દી લીધી નહિ. એ બૉકસમાં હીરા સાચા હશે, એ વિશ્વાસ પર જ કૈલાસકપૂર ચાલી રહ્યો હતો.

‘વનરાજ...,’ રાજવીરના કાને અવાજ પડયો, એટલે તેણે કૈલાસકપૂર સામે જોયું.

કૈલાસકપૂરે સિમરને ઈ-મેઈલમાં આપેલી સૂચના પ્રમાણે વનરાજને પોતાનો મોબાઈલ ફોન આપ્યો, અને પછી વનરાજને કહ્યું : “...તું આજે અત્યંત મહત્વના કામે જઈ રહ્યો છે. તારી પર આપણી ભવિષ્યની જિંદગીનો અધાર રહેલો છે. મારી પત્ની સિમરને મારી સાથે બેવફાઈ અને દગાબાજી ન કરી હોત તો આજે આવી સ્થિતિ ન આવી....'

‘...તું ચિંતા ન કર.' વનરાજ બોલ્યો : ‘સિમરને તારી સાથે જે કંઈ કર્યું છે, એની સજા આપણે સિમરનને જરુર આપીશું.'

કૈલાસકપૂરે વનરાજનો ખભો થપથપાવ્યો અને પછી રાજવીર સામે જોયું : ‘જા, રાજવીર ! તું અને વનરાજ બન્ને નીકળો.'

‘ભલે.’ રાજવીરે કહ્યું.

અને દસ કરોડ રૂપિયાથી ભરાયેલી એ ચારેય બેગ વેનમાં મૂકવામાં આવી.

‘લે, તારી પાસે રાખ !' કહેતાં વનરાજે હીરાની બ્રીફકેસ રાજવીરના હાથમાં આપી અને વેનની ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

રાજવીર બ્રીફકેસ સાથે વનરાજની બાજુની સીટ પર બેસવા ગયો, ત્યાં જ કૈલાસકપૂર રાજવીરનો હાથ પકડીને તેને વેનથી દૂર લઈ ગયો. ‘રાજવીર,’ કૈલાસકપૂરે રાજવીરને ધીરેથી કહ્યું : ‘તારી પાસે ચાલીસ કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા છે. ગમે એવા માણસનું મન લલચાઈ જાય એવી આ જંગી રકમ છે. અને એટલે મેં મારી સૅફટી કરી લીધી છે.’ અને કૈલાસકપૂરે કહ્યું : ‘અત્યારે તારી મા સુમિત્રા અને નતાશા મારા કબજામાં છે. એટલે સંભાળીને કામ કરજે. મારી સાથે બેવડી ચાલ ચાલીશ નહિ, નહિંતર....'

‘એ-એ બન્ને કયાં છે ? !' રાજવીરે પૂછ્યું. તેને કૈલાસ- કપૂરની વાત સંભળીને જબરજસ્ત આઘાત લાગ્યો હતો, પણ એ આઘાત અને તેની મા તેમ જ નતાશા માટેની ચિંતા તેણે પોતાના ચહેરા પર આવવા દીધી નહિ. થોડાંક પગલાં દૂર જ વનરાજ વેનમાં બેઠો હતો. એ પોતાના મનની સ્થિતિનો તાગ વનરાજને આપવા માંગતો નહોતો.

‘રાજવીર,’ કૈલાસકપૂરે કહ્યું : ‘અત્યારે તારી મા અને નતાશા બન્ને સલામત સ્થળે છે. એ બન્નેની સંપૂર્ણ જવાબદારી મારા માથે રહેશે. જો તને કંઈ થઈ જશે તો હું જિંદગીભર એમની કાળજી લઈશ. એટલે તું એમની જરાય ચિંતા ન કરીશ. આ તો મે સાવચેતીના પગલાં તરીકે એમને મારા કબજામાં લઈ લીધાં છે. મને તારામાં વિશ્વાસ છે, પણ સિમરન અને વનરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો એ પછી કોની પર વિશ્વાસ મૂકવો, એની જ મને સમજ પડતી નથી. અને એટલે તું સિમરન પાસેથી એ લૅપટોપની બેગ તેમ જ મારો આ માલ પાછો લઈને વહેલી તકે પાછો આવી જજે. હું કાગડોળે તારી વાટ જોઈશ.’

‘ઠીક છે.’ રાજવીરે કહ્યું.

‘રાજવીર !’ કૈલાસકપૂરે નિશ્વાસ નાંખ્યો : ‘તારી જીતમાં મારી જીત છે, તું...’

‘તમે બેફિકર રહો.’ રાજવીરે કહ્યું.

કૈલાસકપૂરે રાજવીરનો ખભો થપથપાવ્યો : ‘ગુડલક !’ રાજવીર વેન તરફ ફર્યો અને વેન નજીક પહોંચીને, વનરાજની બાજુની સીટ પર બેસી ગયો.

વનરાજે કૈલાસકપૂર તરફ હાથ હલાવ્યો અને પછી ત્યાંથી વેન આગળ વધારી.

વનરાજે વેનને કૈલાસકપૂરના બંગલાના કમ્પાઉન્ડની બહાર કાઢીને પછી ધીમી ઝડપે આગળ વધારતાં રાજવીરને પૂછ્યું : ‘રાજવીર ! કૈલાસ તને શું કહેતો હતો ? એ તારી સાથે કંઈ લળી-લળીને વાત કરતો હતો ને.’

‘એ તારી વાત કરતો હતો.’

‘મારી વાત ? !’ વનરાજે આશ્ચર્ય વ્યકત કર્યું.

‘હા !’ રાજવીરે હોઠ પર સ્મિત રમાડતાં કહ્યું : ‘કૈલાસ- કપૂરને તારી ખૂબ જ ચિંતા થાય છે. એ કહેતો હતો કે, હીરા અને રૂપિયાનું જે થવાનું હોય એ થાય, પણ વનરાજનું ધ્યાન રાખજે. વનરાજને કંઈ ન થવું જોઈએ.

‘...એમ ? !’

‘હા !’ રાજવીરે વનરાજને તાકી રહેતાં કહ્યું : ‘તું એને ખૂબ જ વહાલો લાગે છે. એને સતત તારી જ ચિંતા થાય છે.’

સાંભળીને વનરાજના હોઠના ખૂણે ખંધું સ્મિત આવી ગયું. રાજવીર મનોમન મલકયો. ‘વનરાજ ! વેન થોડેક આગળ જવા દે, પછી જો હું તારા હોઠ પરથી તારું આ ખંધું સ્મિત કેવી રીતે ફુરરરર કરી દઉં છું !'

***

કૈલાસકપૂરનો આદમી ભુવન અત્યારે કૈલાસકપૂરના મુંબઈ-પંચગીની વચ્ચે આવેલા ફાર્મ-હાઉસના પહેલા માળ પરના રૂમમાં, હાથમાં રિવૉલ્વર સાથે બેઠો હતો. તેના હાથમાંની રિવૉલ્વર અત્યારે સામે પલંગ પર બેઠેલી રાજવીરની મા સુમિત્રા અને નતાશા તરફ તકાયેલી હતી.

સુમિત્રા ભુવન તરફ ઘુરકિયાં કરતી બેઠી હતી.

ભુવન કદાવર હતો, પણ તેને આ રીતના સુમિત્રા સામે રિવૉલ્વરની અણી તાકીને બેસી રહેવાની આ કામગીરી બેચેન બનાવી રહી હતી. તે નીચે રસોડામાં કૉફી બનાવવા ગયેલો તેનો સાથી બલ્લુ પાછો ફરે એની અધીરાઈ સાથે વાટ જોઈ રહ્યો હતો.

તે અને બલ્લુ સુમિત્રા અને નતાશાને લઈને અહીં આવ્યા, ત્યારથી સુમિત્રા એમની તરફ યુરિકયાં કરી રહી હતી.

થોડાં કલાક પહેલાં કૈલાસકપૂર તેને અને બલ્લુને લઈને ‘અપના ગૅસ્ટ હાઉસ' પર પહોંચ્યો હતો.

‘‘હમણાં હું બે સ્ત્રીઓને ‘રાજવીર એમને કારમાં બોલાવે છે,’ એવું કહીને અહીં લઈ આવું છું. એ બન્ને અહીં આવે એટલે તમારે એમને રિવૉલ્વરની અણીએ કારમાં બેસાડીને મારા ફાર્મહાઉસ પર લઈ જવાની છે. તમને મારો આગળનો બીજો હુકમ ન મળે ત્યાં સુધી તમારે એ બન્નેને ત્યાં કેદી તરીકે રાખવાની છે.’’

અને કૈલાસકપૂર થોડીક વારમાં ‘અપના ગૅસ્ટ હાઉસ'ની અંદરથી આ બન્ને ઓરતોને લઈ આવ્યો હતો.

‘‘રાજવીર કયાં છે ? !'' કારની અંદર જોતાં સુમિત્રાએ પૂછ્યું હતું, ત્યાં જ તેણે સુમિત્રાની કમરે રિવૉલ્વરની અણી મૂકી દીધી હતી અને બલ્લુએ નતાશાની પીઠ પર રિવૉલ્વરની અણી અડાડી દીધી હતી. અને તેણે આ બન્ને ઓરતોને ધમકી આપી હતી, ‘“અમે તમને રાજવીર પાસે જ લઈ જઈએ છીએ. ચુપચાપ કારમાં બેસી જાવ, નહિતર અમે તમારી લાશ ઢાળી દઈશું.’

અને બન્ને ઓરતો તેની આ ધમકીથી ડરી-ગભરાઈને કારમાં બેસી ગઈ હતી.

તે અને બલ્લુ આ બન્ને ઓરતોને ત્યાંથી અહીં લઈ આવ્યા હતા.

કૈલાસકપૂરનું કહેવું હતું કે, ‘‘આ સુમિત્રા એ રાજવીરની મા હતી.’’

તેણે રાજવીરની મા ને જોઈ નહોતી, એટલે સુમિત્રા જ રાજવીરની મા હતી એ તે માની ગયો હતો, પણ કૈલાસકપૂરે કહ્યું કે, ‘‘આ સિમરનની બહેન નતાશા છે,’’ ત્યારે તેને વાત માનવામાં આવી નહોતી.

તેણે કૈલાસકપૂરની પત્ની સિમરનને જોઈ હતી અને એટલે તેનું માનવું હતું કે, ‘આ સિમરન જ હતી.’

જોકે, તેને આ બધી વાતોથી મતલબ નહોતો. તેને અને બલ્લુને તો આ કામ બદલ રૂપિયા મળવાના હતા. પણ જે રીતના આ સુમિત્રા અહીં આવ્યા પછી તેની તરફ ઘુરકિયાં કરી રહી હતી એ જોતાં તેને લાગતું હતું કે, આ ઓરતને સાચવવી એ સહેલું કામ નહોતું અને એટલે જ તે નીચે કૉફી બનાવવા ગયેલો બલ્લુ જલદીથી ઉપર આવી પહોંચે એવું ઈચ્છતો હતો.

***

‘રાજવીર ! આ માલ કાં પહોંચડવાનો છે, એ માટેનો સિમરનનો મોબાઈલ આવ્યો નથી.' વનરાજે વેનને એ જ રીતના આગળ વધારે રાખતાં, બાજુની સીટ પર બેઠેલા રાજવીરને પૂછ્યું : ‘આપણે ધીરે-ધીરે વેન ચલાવે રાખવી છે ને ’

‘હા !’ કહેતાં રાજવીરે કોટના ખિસ્સામાંથી સાઈલેન્સરવાળી રિવૉલ્વર ખેંચી કાઢી અને એની અણી વનરાજ તરફ તાકી દેતાં ધારદાર અવાજમાં ધમકી આપી : ‘વનરાજ ! હવે હું કહું એ તરફ કાર જવા દે, નહિંતર રિવૉલ્વરનો થોડો દબાવી દઈશ.'

વનરાજે આંખના ખૂણેથી રાજવીરના હાથમાં પકડાયેલી રિવૉલ્વર સામે જોયું અને એનો ચહેરો ફિકકો પડી ગયો : ‘ઓહ, તે તો બહુ ઉતાવળ....’

“સમય પર જે વાર કરે એ જ જંગ જીતે છે.' રાજવીર બોલ્યો : ‘તું શું એમ માનતો હતો કે, તું રિવૉલ્વર કાઢીશ ત્યાં સુધી હું વાટ જોઈને બેસી રહીશ ? દગાબાજને દગો રમવાની તક હું કદી આપતો નથી.' અને રાજવીરે વનરાજને હુકમ આપ્યો : ‘વેનની ઝડપ વધાર.'

વનરાજે રાજવીરના હુકમનું પાલન કર્યું. તેણે વેનની સ્પિડ વધારવાની સાથે જ રાજવીરને કહ્યું : ‘રાજવીર ! તારે બધાં જ હીરા અને રૂપિયા લઈને શું ગાયબ થઈ જવું છે ? શું તું રૂપિયા પાછળ...’

‘...હું રૂપિયા પાછળ નથી. હું કૈલાસકપૂરની લૅપટોપની બેગ પાછળ દોડી રહ્યો છું, અને...' રાજવીરે વનરાજની વાત કાપતાં કહ્યું : ‘...અને મને ખબર છે કે, લૅપટોપની બેગ કાં છે ? ! !’

‘શું... શું તને....' વનરાજ ચોંકી ઊઠયો : ...તને ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે ? !'

‘હા ! મને ખબર છે કે, કૈલાસકપૂરની લૅપટોપની બેગ કયાં છે, એટલે...' રાજવીર જીતભર્યું હસતાં બોલ્યો : ‘...હું કહું એ તરફ વેન જવા દે.’

 

(ક્રમશઃ)