Shamanani Shodhama - 37 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 37

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 37

          “બાબુજી, બાબુજી, આપ યહાં સો ગયે?” શ્યામને કોઈક ઢંઢોળતું હતું.

          એણે આંખો ખોલી. મહારાજ એની સામે ઉભા હતા. “બાબુજી, રાતકો આપ યહી સો ગયે?”

          “કિતને બજે હે?” રાતભરના ઉજગરાવાળી આંખો ચોળતા શ્યામ બેઠો થયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે રાત્રે પોતે અહી જ બાકડા ઉપર સુઈ ગયો હતો.

          “પાંચ બજે હે.”

          “સોરી. રાતકો ઇધર સિગારેટ પીને આયા થા ઔર પતા હી નહિ રહા કબ નીંદ આ ગઈ.” કહીને એ ઉભો થયો.

                                                                                                            *

          આખો દિવસ એણે ગેસ્ટરૂમ અને કેન્ટીનમાં આંટાફેરા માર્યા. એમાં એક ફેરો બ્રેક ફાસ્ટ અને એક ફેરો લંચ માટે હતો. બાકીના બધા ફેરા સિગારેટને કારણે થયા હતા. એ મનોમન સ્મોક ડીટેકટરના શોધકને ગાળો આપી રહ્યો હતો. સાંજના પાંચેક વાગ્યે એને રીસેપ્શન પરથી ફોન આવ્યો અને હેડની ચેમ્બરમાં જવાની સુચના મળી.

          એ હેડની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે ચાર્મિ અને દિવ્યા મિશ્રા પહેલેથી ત્યાં બેઠા હતા.

          “શ્યામ, અર્ચનાકે કુછ લાસ્ટ કોલ્સ કે રેકોર્ડીંગ હમે મિલ પાયે હે. હમ તુમ્હે સુનાતે હે. ધ્યાન સે સુનના.”

          હેલ્લો, રીમા. મેં એક મુસીબતમે ફસ ગઈ હું.

          ક્યાં હુઆ? તું ઇતની ધબરાહી હુઈ કયું હે?

          ફોન મેં નહિ બતા પાઉંગી. મેં તેરે પાસ આકે સબ બતાતી હું. મુજે તેરી હેલ્પ ચાહિયે.

          ઓકે, આજા ઇધર.

          “આવાજ પેહચાન મેં આતી હે?” રેકોર્ડર બંધ કરીને દિવ્યા મિશ્રાએ એને પૂછ્યું.

          “એક તો અર્ચના બોલ રહી હે. સામનેવાલી રીમા કે બારે મે અર્ચનાને મુજે બતાયા થા. ઉસકી ફોટો ભી દિખાઈ થી. એક બાર મેને ફોન પે બાત કી થી ઉસસે પર મેં ઉસકી આવાજ  પેહચાનતા નહિ હું...”

          “ઓકે. દુસરા સુનિયે.”

          અર્ચના, મેં અંજલિ.

          મેં બાદમેં બાત કરતી હું.

          પ્લીઝ ફોન કાટના મત. અરજન્ટ હે.

          ક્યાં હે, બોલ?

          શ્યામ કો વિક્ટરને માર ડાલા હે.

          કોન વિક્ટર..?

          મેરી કંપની કા બોસ. ઉસને શ્યામ કો માર ડાલા હે તીન મહિનો પેહલે. અબ વો તુજે મારનેવાલા હે.

          પર કયું..?

          મેરે પાસ જ્યાદા ટાઈમ નહિ હે. મેં બાદમેં બતાઉંગી. વિક્ટરને શ્યામ ઔર તુજે દોનોકો ફસાયા થા. અભી અભી મુજે પતા ચલા હે કી ઉસને ઉસકે આદમિયોં કો તુજે મારને કા ઓર્ડર દિયા. ઉસકે આદમી તેરે ઘર પે આ રહે હે. પ્લીઝ તુમ ભાગ જાઓ. આઈ એમ સોરી. મુજે પતા નહિ થા કી મેરા બોસ ગલત કામ કર રહા હોગા. પ્લીઝ તુમ ભાગ જાઓ. તુમ્હારા ફોન તુમ સાથ મે મત રખના વરના વિક્ટર તુજે આસાની સે ઢુંઢ લેગા. સારી બાત મેં બાદમે બતાઉગી.

          બીજું રેકોર્ડીંગ સાંભળીને શ્યામ સ્તબ્ધ થઇ ગયો. ફોન આવ્યા પાછી અર્ચના ક્યાય ભાગી ગઈ હશે કે પકડાઈ ગઈ હશે એના વિચારોમાં ખોવાઈ ગયો.

          “શ્યામ..”

          “શ્યામ, ઇસ આવાજકો પહેચાનતે હો?” સતત ત્રીજી વખત ચાર્મિએ બોલેલા શબ્દો એને માંડ સંભળાયા.

          “એક અવાજ અર્ચનાકી હે. કોલ કરનેવાલી લડકી કો મેં નહિ જાનતા.” એ મંદ મંદ સ્વરે બોલ્યો.

          “વહ લડકી આપકો પેહચાનતી હે.” હેડ બોલ્યા.

          “પર મેં કિસી અંજલીકો નહિ જાનતા હું. ના કભી અર્ચના કે મુહસે ભી અંજલિ કે બારે મે સુના હે.”

          “એક બાત સાફ હે. આપકો ઔર અર્ચનાકો કિસીને ફસાકર હોમમીનીસ્ટરકા ડેટા હેક કિયા હે. મેરા અંદાજા સહી હે. અબ કેસે કિયા ઔર કિસને કિયા વહ પતા કરના હોગા.” હેડે કહ્યું.

          “નામ પતા ચલ ગયા હે, વિક્ટર. અબ યે કોલ કરનેવાલી લડકી મિલ જાયે તો સબ પતા ચલ જાયે.” દિવ્યાએ કહ્યું.

          “ઇન્ડિયા મેં વિક્ટર ઔર અંજલિ નામ કે કઈ લોગ હોંગે. હમ પતા કેસે લગાયેંગે?” ચાર્મિએ કહ્યું.

          “મીન્સ અર્ચના ઇસમેં ઇન્વોલ્વ નહિ હે. ઉસે ફસાયા ગયા હે. મુજે લગતા હે કી અર્ચનાકે લેપટોપસે ડેટા હેક કિયા હોગા કિસી તરહ.”

          “પર કેસે?” મિશ્રાએ પૂછ્યું.

          “અર્ચનાકે લેપટોપકા ઇસ્તમાલ મેં કરતા થા. અર્ચના કરતી થી. ઉસકે સ્ટાફ કા કોઈ લેપટોપ કા ઇસ્તમાલ કરતા હોગા તો આસાનીસે ઉસકે લેપટોપકા એક્સેસ લિયા હોગા.”

          “કોન હોગા વહ?” ચાર્મિ બોલી.

          “અર્ચનાકે સ્ટાફ કા કોઈ હોગા. એક મિનટ. પ્રીતુ ભી અર્ચના કે લેપટોપ કા ઇસ્તમાલ કરતી થી. ઉસને સ્યુંસાઈડ કી કોશિશ ભી કી હે. મુજે લગતા હે પ્રીતુને કિયા હોગા.”

          “પ્રીતુ સે કરવાયા હોગા. ઉસે બ્લેકમેલ કિયા હોગા ઈસલીયે ઉસને સયુંસાઈડ કિયા હોગા.” હેડે તરત જ મુદ્દો તારવી લીધો.

          બધાએ નવાઈથી એમની સામે જોયું.

          “શ્યામ, અર્ચના કા વો તૂટા હુઆ લેપટોપ હમે જીતના હો શકે ઉતના જલ્દી કબજે મેં લેના પડેગા.” બધા હેડ સામે જોતા હતા એનો ગર્વ લેવાને બદલે હેડે તરત બીજો મુદ્દો કહ્યો.

          “મેરે દોસ્ત કો મેને કુરીઅર કિયા થા. કયા પતા ઉસે મિલા હોગા યા નહિ. મિલા હોગા તો અભી ઉસકે પાસ હોગા યા નહી વો ભી કુછ પક્કા તો નહી બતા શકતા.”

          “ઉસસે બાત કરો અભી.” ટેબલ પરનો ફોન આગળ કરતા હેડ બોલ્યા.

          “મુજે નંબર યાદ નહિ હે. ફોન મેં નંબર થા.”

          “અડ્રેસ તો પતા હે ના?”

          “યસ.” કહી શ્યામે ટેબલ પરથી કાગળ પેન લઈને એડ્રેસ લખી આપ્યું.

          “દિવ્યા, મુજે ઇસ અડ્રેસ પે જલ્દ હી હમારા આદમી ચાહિયે.” એડ્રેસવાળી કાપલી ઉપર એક નજર નાખી હેડે દિવ્યાને કાગળ આપતા સુચના આપી.

          “જી સર..” હેડના અવાજમાં પરિસ્થિતિની ગંભીરતા સમજી ગઈ હોય એમ ઝડપથી કાગળ લઈને દિવ્યા મોટા ડગલા ભરતી ચેમ્બર બહાર નીકળી.

          “સારી બાત સમજ મે આ ગઈ હે. પ્રીતુને લેપટોપ હેક કિયા હોગા. જબ અર્ચના કે લેપટોપ હોમમીનીસ્ટર કે લેપટોપ સે કનેક્ટ હુઆ તબ ડેટા ચોરી હુઆ હોગા. અર્ચના કે લેપટોપ સે કુછ ડેટા વિક્ટર કે પાસ ગયા હોગા. ફિર લેપટોપ તૂટ જાતા હે. પ્રીતુ કો અર્ચના ઘર સે નિકાલ દેતી હે. વિક્ટર પ્રીતુ પે દબાવ બના રહા હોગા. પ્રીતુ ફિર સે લેપટોપ કા એક્સેસ મિલને કા મોકા ઢુંઢ રહી હોગી. વિક્ટર આપ દોનો પે નજર રખ રહા હોગા.” દિવ્યા ગઈ કે તરત હેડે બધી કડીઓ મેળવીને બધાને સંભળાવી દીધું.

          “વો હમ પે નજર રખતા હોગા? પર કેસે?”

          “કેસે ભી. વો કામ ઉનકે લિયે ખાસ મુશ્કિલ નહિ હે.. વો તુમપે નજર રખતા હોગા ઉસી દોરાન આપ ઔર અર્ચના ભાગતે હો. પ્રીતુ પે દબાવ બઢ ગયા હોગા. ઉસને સ્યુંસાઈડ કરને કી કોશીસ કી. વિક્ટર કે આદમી ચાહે ગુંડે યા પુલીસવાલે હો પર આપકા પીછા કરતે હે. વહ બેગ છીન લેતે હે, પર ગલત બેગ ઉનકે હાથ આ જાતી હે. વહ તુમ્હે કિડનેપ કરતે હે. જબ તુમ કિડનેપર કે કબજે સે ભાગ નિકલે તબ ઉસને અર્ચનાકા કિડનેપ કિયા.”

          “અર્ચનાકા કિડનેપ.” શ્યામે વચ્ચે જ ચીસ પાડી ઉઠ્યો.

          “હા, યહી હકીકત હે. વિક્ટરકો કુછ ડેટા મિલા હોગા ઉસકે જરીયે ઉસને વહ નેતા ઔર અફસરોકો બ્લેકમેલ કિયા હોગા. બ્લેકમેલ હોનેવાલે સ્યુંસાઈડ કર લેતે હે. હોમમીનીસ્ટર મેરી હેલ્પ લેતા હે. ચાર્મિ ઉનકી નજર મે આ જાતી હે ક્યુકી મેને ચાર્મિકો કિસી કામ સે સી.બી.આઈ. ઓફીસ ભેજા થા. વિક્ટર સમજા હોગા કી હોમ મીનીસ્ટરકા કેસ સી.બી.આઇ.કો દિયા ગયા હે. વહ ચાર્મિ કા કિડનેપ કરવાતા હે. યહ ગલતી ઉસકો ભારી પડ જાતી હે. ચાર્મિ ઔર તુમ દોનો ભાગ જાતે હો. વહ જલદ હી અર્ચનાકા કિડનેપ કરવાતા હે. વહ પઠાનકોટ મેં ભી હમલા કરવાતા હે. પર ઉસકી બેડ લક કી વજહ સે ઉસે વહ લેપટોપ નહિ મિલતા હે.”

          શ્યામ હેડની તાર્કિક શક્તિથી પ્રભાવિત થઇ ગયો. ગણતરીની મીનીટોમાં જ અત્યાર સુધી મુર્ખ લાગતા હેડે બધા તાગ મેળવી લીધા એ પરથી શ્યામને સમજતા વાર ન લાગી કે અત્યાર સુધી હેડ માત્ર કઈ નથી જાણતા એવો ડોળ કરતા હતા.

          “આપને બોલા કી લાસ્ટ કોલ પબ્લિક બુથસે આયા થા ઔર લાસ્ટ કોલ અંજલિકા થા. અગર પબ્લિક બુથ કે પાસ કોઈ સી.સી.ટી.વી. હો તો હમ અંજલિ તક પહુચ શકતે હે.” શ્યામે કહ્યું.

          “ચાર્મિકી બાત સહી હે. આપ જાસુસ બનને કે કાબિલ હો.” એકાએક હેડે વાતાવરણ હળવું કરવા કહ્યું.

          “થેન્ક્સ. આપકે પાસ ક્રિમીનલકા ડેટા બેઝ હોગા?”

          “યસ, પર ક્રિમીનલ અલગ અલગ નામ કે જરીયે અપની અસલી પેહચાન છુપાકે રખતે. ઔર ડેટાબેઝમે ઇતને ક્રિમીનલસકા ડેટા હોતા હે કી કિસીકો ફાઈન્ડ કરના મુશ્કિલ ઔર સમય માંગ લેતા હે. અગર હમેં ફિંગરપ્રિન્ટ યા ફોટો મિલ જાયે તો કમ્પ્યુટર મેચ કર લેતા હે પર નામ? કોઈ ફાયદા નહિ. અસલી નામ હો તો ભી એક નામ કે કઈ ક્રિમીનલ ડેટાબેઝ મેં હોતે હે.” ચાર્મિ બોલી.

          “મેં રોઝી ઔર ક્રિસ્ટીકા પતા લગાના ચાહતા હું. હમ દોનોને ઉનકી ફોટો દેખી હે. ડેટાબેઝ મેં ફીમેલ લીસ્ટ મેરે ખ્યાલ સે જ્યાદા બડા નહિ હોગા. અગર આપ મુજે ચેક કરને દો એક દો દિન યા પુરા હફ્તા ભી મેહનત કરકે એક એક ફોટો દેખ લુંગા.”

          “ડેટાબેઝ રીડ ઓનલી હોતા હે. ઇસ કામ મેં આપકી હેલ્પ લેને મેં હમેં કોઈ દિક્કત નહિ હે.”

          “ઔર મેં ચાહતા હું કી પ્રીતુકા ઇન્ટરોગેશન કિયા જાય.”

          “ઓકે. હમ કરેંગે.”

          “ઔર હોમમીનીસ્ટર સે આપ પૂછ લો કી ઉનકે વહ લેપટોપસે અર્ચનાકા લેપટોપ કભી કનેક્ટ હોતા થા?”

          “એક બાર અર્ચનાકા લેપટોપ હમેં મિલ જાયે ફિર મેં હોમ મીનીસ્ટરસે બાત કરું તો ઠીક રહેગા. કોલસે બાત નહિ હો પાયેગી. ઇસ મામલેમે મુજે ચંડીગઢ તક જાના પડેગા ઔર ફેસ ટુ ફેસ બાત કરની પડેગી.”

          “કોલ સે કયું નહિ?” શ્યામે સવાલ કર્યો. હવે શ્યામ ત્યાનો જ માણસ હોય એમ સવાલ જવાબ કરવા લાગ્યો હતો.

          “પોલીટીક્સમે કોઈ આદમી દૂધકા ધોયા નહિ હોતા હે, ઔર હોમમીનીસ્ટરને દુસરે નેતા ઔર અફસરોકા ડેટા ઈલલીગલ કલેક્ટ કિયા હુઆ થા. વહ ઉસ ડેટાસે ઉન સબકો બ્લેકમેલ કર કે સત્તા મેં રેહતા હે. મેરા ખાસ દોસ્ત હે. અચ્છા આદમી હે પર પોલીટીક્સ મેં ટીકને કે લિયે પોલીટીક્સ ખેલના હી પડતા હે.” હેડ બોલ્યા.

          “આઈ સી.”

          “ઓફિસર મલિક કી કોઈ ફોટો દેખને કો મીલ શકતી હે? ક્યુકી વે લોગ મુજે ઓફિસર મલિક સમજ રહે થે તો ઓફિસર મલિકકી ફોટો દેખું તો મુજે શાયદ કુછ આઈડિયા મિલ શકે.”

          “મેં કોશિશ કરુંગા.” કહી હેડે બેલ દબાવી.

          પ્યુન સાથે દિવ્યા પણ અંદર પ્રવેશી. પ્યુનને ચાનો ઓર્ડર આપતા એ રવાના થયો એટલે તરત દિવ્યાએ રીપોર્ટ આપ્યો.

          “સર, લોકેશન પે આદમી એક ઘંટે મેં પહુચ જાયેગા.”

          “ગુડ.”

          “શ્યામ આપ ગેસ્ટરૂમ મેં બેઠીયે. કોલ આયેગા તબ આપ કે દોસ્તસે બોલ દેનાકી આપને અપને કિસી દોસ્તકો લેપટોપ લેને ભેજા હે.” શ્યામને સમજાવી હેડે દિવ્યાને સુચના આપી, “ઔર દિવ્યા, મુજે લેપટોપકી ડીલીવરી હેન્ડ ટુ હેન્ડ ચાહિયે વહ ભી ફૂલપ્રૂફ પ્રોટેકશન કે સાથ. ઉસકો બોલ દો કી બાય એર આ જાયે. મેં મિસ્ટર ગોહિલસે બાત કરતા હું વહ સબ બંદોબસ્ત કરવા લેગા.”

          “ઓકે.” કહીને દિવ્યા નીકળી એ સાથે શ્યામ પણ નીકળ્યો.

          હેડે નમ્બર ડાયલ કર્યો.

          “ગોહિલ, અહમદાબાદસે કુછ સામાન મંગવાયા હે મેને. સામાન હેવી હે તો ઉસકી હેલ્પ કે લિયે તીન ચાર મજદૂર ભેજ દેના. એરપોર્ટ ઓથોરીટીસે બાત કર લેના. ઔર નયે મજદૂર મત ભેજના. પુરાને ભેજના. સામાન હેવી હે ઔર બાય એર સે હે.”

          શ્યામ ઓફીસ બહાર નીકળ્યો ત્યારે હેડના એટલા શબ્દો એને સંભળાયા પણ હવે એ જાણતો હતો કે એ કોઈ નકામી વાત નહોતી પણ કોઈ કોડમાં થયેલી વાત હતી.

                                                                                                  *

          શ્યામે ફોન પર એના મિત્ર જેકીને કહ્યું કે એણે મોકલ્યો એ માણસને લેપટોપ આપી દે.

          જેકી સાથે વાત પતાવીને એ કેન્ટીનમાં ગયો.

          કેન્ટીનમાં જઈ એણે ફરી સિગારેટ સળગાવી. અર્ચના વિક્ટરના હાથમાં હશે એ વિચાર એને અંદરથી કોરી ખાતો હતો પણ એ જાણતો હતો કે વિક્ટર કોણ છે અને ક્યા છે એ દુનિયામાં કોઈ નથી જાણતું. અર્ચનાને શોધવી અશકય હતી.  

ક્રમશ: