Shamanani Shodhama - 36 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શમણાંની શોધમાં - પ્રકરણ 36

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શમણાંની શોધમાં - પ્રકરણ 36

          ચાર્મિ અને શ્યામ હેડની ચેમ્બરમાં પ્રવેશ્યા ત્યારે શ્યામે ફરી સ્વસ્થતા મેળવી લીધી હતી. એ એક વિશાળ ચેમ્બર હતી. હેડના ટેબલ સામેની દીવાલ પર બે એલ.ઈ.ડી. સ્ક્રીન દેખાઈ રહી હતી જેમાંની એક સ્ક્રીનમાં સંપૂર્ણ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ વારાફરતી બદલતા હતા તો બીજા સ્ક્રીન એક સાથે ચાર લીડીંગ ન્યૂઝ ચેનલ બતાવતી હતી.

          જોકે તેઓ દાખલ થયા એ સમયે બંને સ્ક્રીન મ્યુટ હતી.

          ચાર્મિ હેડના ટેબલ સામેની ચેર પર બેઠી. શ્યામ એ ચેમ્બર માટે નવો હતો માટે  હેડ બેસવાનું કહે એની રાહ જોતો ઉભો રહ્યો.

          “બેઠીયે.” હેડે એની તરફ જોઈ કહ્યું.

          “થેન્ક્સ.”

          શ્યામ ચાર્મિની બાજુની ચેરમાં બેઠો. એને નવાઈ થઇ. સામાન્ય હોદ્દો ધરાવતા પોલીસવાળા આમ વ્યક્તિ સાથે બદતમીજીથી વાત કરતા હોય છે જયારે એ પચાસ વર્ષના ઉંચી પોસ્ટના અધિકારીએ માન આપી બેસવા કહ્યું. એને લાગ્યું કે મીલીટરીમાં નિયમો અલગ હશે.

          “શ્યામ, આપકા પુરા ઇન્ટરોગેશન મેને સ્ટડી કિયા.”

          શ્યામે માત્ર હકારમાં માથું હલાવ્યું. એ સમયે કયા શબ્દોનો ઉપયોગ કરવો એ નક્કી કરી શક્યો નહિ.

          “કુછ કલુ અભી ભી અન સોલ્વડ હે.”

          “કયા?”

          “જિસ દિન આપ ઔર ચાર્મિ ભાગને મેં કામયાબ હુએ, ઉસી દિન સે અર્ચના મિસિંગ હે.”

          “ક્યાં?” એક મોટા નિશ્વાસ સાથે શ્યામ ઉભો થઇ ગયો, “અર્ચના કેસે ગુમ હો ગઈ?”

          “વો અપની સહેલી કે પાસ દિલ્હી ગઈ થી. રાત કો વહ ઉસકી સહેલી કે ઘર સે બાહર કુછ કામ સે ગઈ થી. વહાશે વો વાપસ નહિ આઈ.” શ્યામ ખળભળી ઉઠ્યો પણ હેડે ઠંડા કલેજે જવાબ આપ્યો.

          “ઉસકા ફોન ચાલુ હે?”

          “નહિ. ઉસકે નંબર પે લાસ્ટ કોલ પબ્લિક બુથ સે આયા થા. ઉસકે બાદ ફોન સ્વીચ ઓફ હે. અભી તક સીમકા લોકેશન દીલ્હી દીખ રહા હે પર હમે સીમ યા ફોન મિલા નહિ હે. મેરા ખ્યાલ હે કી ફોન સ્વીચ ઓફ કરકે ઉસને યા કીસીને કહી ફેક દિયા હોગા.”

          કીસીને શબ્દ ઉપર કીડનેપીંગનો ચોખ્ખો અણસાર શ્યામને આવ્યો.

          “લાસ્ટ કોલ મેં કયા બાત હુઈ વો પતા ચલ પાયા હે?”

          “કિસીને કોશિશ હી નહિ કી હે.” કહેતા હેડે એને એક ફાઈલ આપી.

          શ્યામે અધીરાઈથી ફાઈલ ખોલી ત્યાં બે એક કાગળો સરીને નીચે પડી ગયા. ચાર્મિએ ઉભા થઇ એ કાગળ લઇ ફાઈલમાં મુક્યા. શ્યામનું સંતુલન જોતા હેડ અને ચાર્મિ સમજી ગયા કે શ્યામ અસ્વસ્થ થઇ ગયો છે.

          શ્યામે ફાઈલમાં ઝડપથી નજર ફેરવી. દિલ્હી પોલીસનો રીપોર્ટ હતો. રીપોર્ટમાં અર્ચનાના પિતાએ કરેલ એફ.આઈ.આર. એ જે બહેનપણીના ઘરે ગઈ હતી એ રીમાનું સ્ટેટમેન્ટ અને લાસ્ટ એક મહિનાના અર્ચનાના ફોન પરના કોલ લોગ હતા.

          “પોલીસ એને ન શોધી શકી?” શ્યામે ચાર્મિને પૂછ્યું.

          “પોલીસને કુછ એક્શન લિયા હી નહિ હે. રીમાકા સ્ટેટમેન્ટ ભી કિસી અનએક્સપીરીયંસ પોલીસ અફસરને લિયા હે. રીમાકા કોઈ ક્રોસ વેરીફીકેશન નહિ કિયા ગયા હે. રીમા ઉસકી બેસ્ટ ફ્રેન્ડ હે. પર પોલીસકો ક્રોસ વેરીફીકેશન કરના ચાહિયે થા.” ચાર્મિએ એના હાથમાંથી ફાઈલ લઈને હેડના ટેબલ પર મૂકી.

          “કયા કરે? હમારી પુલીસ કે કામ કરને કા તરીકા હી કુછ એસા હે.” હેડે પણ અફસોસ વ્યક્ત કર્યો.

          “અર્ચના બારહ કી રાત કો મિસિંગ હુઈ હે. આજ સત્રહ હે. હમે ઉસકી કોલ રેકોર્ડીંગ નીકલવાની ચાહિયે..”

          “મેં યહી સોચ રહા હું. કલ હમ રીક્વેસ્ટ ભેજ દેંગે. અચ્છા હે કી ઉસકા સીમ બી.એસ.એન.એલ. કા હે. હમ કલ પ્રોસેસ કરેંગે તો હમેં બારહ કા ઔર ગ્યારહ કા રેકોર્ડીંગ મિલ જાયેગા.” હેડે શ્યામની રેકોર્ડીંગવાળી વાતને ટેકો આપ્યો.

          “રીમા કા સ્ટેટમેન્ટ ભી ફિરસે લેના ચાહિયે એસા મુજે લગતા હે.” શ્યામે પોતાનો મત જણાવ્યો.

          “કોલ રેકોર્ડીંગ મિલ જાયે બાદ મેં હમ ઉસકા સ્ટેટમેન્ટ ફિરસે લેંગે.”

          “જીન લોગોને મુજે કિડનેપ કિયા ઉન લોગોને હી અર્ચના કા કિડનેપ કિયા હોગા. હમ ભાગ ગયે તો ઉન્હોને અર્ચના કો પકડ લિયા. અબ વહ સોદા કરેંગે.”

          “કેસા સોદા કરેંગે?”

          “ઉન લોગો કો પતા હે કી મેં યહા હું. ચાર્મિ કી ભી પૂરી ડીટેલ હે ઉનકે પાસ. અગર ઉન્હોને અર્ચના કો ઉઠાયા હોગા તો વહ હમારા કોન્ટેક્ટ કરેંગે.” શ્યામે કહ્યું.

          “ઔર અર્ચના ખુદ મિસિંગ હુઈ હો તો?” હેડ બોલ્યા.

          “એક હેન્ડીકેપ લડકી ઇસ તરહકે ક્રાઈમ મેં ઇન્વોલ્વ હો શકતી હે ક્યાં?” હેડની વાતને શ્યામે તરત જ નકારી કાઢી.

          “હમ પોલીસકી તરહ એક તરફા સોચકે નહિ ચલ શકતે હે.” હેડે ફરી પોતાની વાત પર ભાર આપ્યું.

          “મેં સમજ શકતા હું.. ”

          “એક બાત ઔર હે.”

          “કયા?”

          “જિસ દિન આપ ઔર અર્ચના ભાગે થે ઉસી દિન પ્રીતુને સ્યુંસાઈડ કિયા થા.” હેડે ફરી શ્યામને એક આંચકો આપ્યો.

          “યે સબ કયા હો રહા હે?” શ્યામ કઈ સમજી શકે એમ જ નહોતો. આખીયે ઘટના કોઈ ફિલ્મની જેમ રહસ્યમય લાગતી હતી પણ એનો અંતમાં હેપ્પી એન્ડીગ ગોઠવવા માટે એ ફિલ્મને કોઈ કહાની નહોતી!

          “ગભરા મત. અબ વો ઠીક હે.” ચાર્મિએ એને આશ્વાસન આપવા પાણીનો ગ્લાસ ભરી આવી.

          “થેંક ગોડ!” ગ્લાસ લઈને શ્યામ ચેરમાં બેઠો, “ઉસને એસા કયું કિયા હોગા?”

          “ઉસકી દિમાગી હાલત ઠીક નહિ હે. વહ કુછ બતા નહિ પાઈ હે. પુલીસ રીપોર્ટ દેખ લો આપ.”

          હેડે એક બીજી ફાઈલ ટેબલના ખાનામાંથી નીકાળી ટેબલ ઉપર મૂકી. શ્યામ ઉભો થાય એ પહેલા ચાર્મિએ ફાઈલ લઇ શ્યામને આપી.

          પાણી પીને થોડાક સ્વસ્થ થઇ એણે ફાઈલ જોઈ.

          પ્રીતુએ ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં ઝેરી દવા પીધી હતી અને બેહોશ હાલતમાં મળી હતી. એની રૂમમેટ અને હોસ્ટેલની સંચાલિકાના સ્ટેટમેન્ટ હતા.

          “પ્રીતુ કે કિસી ફેમીલી મેમ્બરકા સ્ટેટમેન્ટ નહિ લિયા ગયા હે.” આ ફાઈલમાં પણ અર્ચનાના કેસની ફાઈલ જેમ અધુરી વિગતો હતી.

          “હમ લેંગે. પર મુજે યે કેસ અજીબ લગ રહા હે.” હેડ પણ મૂંઝાયેલા હતા.

          “કિસને મુજે કીડનેપ કિયા હોગા?”

          “વો તો મુજે ભી પતા નહી ચલ રહા હે પર ઇસ કેસ મેં આપ, અર્ચના ઔર પ્રીતુ તીનો જુડે લગતે હો.”

          હેડે જયારે કહ્યું ત્યારે શ્યામનો રોષ ઉછળી ઉઠ્યો. હેડનો કહેવાનો અર્થ હવે એ સારી રીતે જાણતો હતો. હેડના કહેવા મુજબ શ્યામ એ કિડનેપરો સાથે ભળેલો હતો અને એ ચાર્મિ સાથે ભાગ્યો અને અહી કોઈ માહિતી લેવા આવ્યો છે.

          “મીન્સ? આપકો મુજ પે શક હે?” ફરી ચેર છોડીને શ્યામ હેડના ટેબલ પાસે ધસી ગયો.

          “આપકો ક્યાં લગતા હે મેં કોઈ ક્રિમીનલ હું?”

          “નહિ, ચાર્મિને એક કિડનેપર કો માર ડાલા હે. કોઈ અપને હી સાથી કો કયું મારવાયેગા. વહ ભી બે વજહ? હમે ભરોસા હે બસ મેં કેહ રહા હું કે ઇસ કેસમે અર્ચના, પ્રિતું ઓર આપ કીસીના કિસી વજહસે જુડે હુવે હો.” આખીયે મીલીટરી યુનિટ જેના એક અવાજથી ધ્રુજી ઉઠતી હતી એ હેડ જરાય ઉશ્કેરાયા વગર શ્યામને સમજાવતા હતા એ ચાર્મિ સ્તબ્ધ બનીને જોઈ રહી હતી.

          “થેન્ક્સ. આપ સબ કુછ સોચતે હો. પુલીસ હોતી તો એક હી ચીજ પે ફોકસ કરકે ચલતી. ઔર મુજ સે પેસે ખાને કે લિયે મુજે હી ફસાતી યા ડરાતી.” શ્યામને હેડ માટે પોતે કરેલા ખોટા અનુમાન માટે અફસોસ થયો.

          “યહાં તો આપ ખા પી રહે હો.” હેડ હસતા હસતા બોલ્યા.

          “ક્યા કરું? મેરે પાસ પેસે હે નહિ. યહાસે જા ભી નહિ શકતા.”

          “મેં મજાક કરતા હું શ્યામ. આપ યહા રહો. હમેં હેલ્પ કરો. યે કેસ મુજે સોલ્વ કરના હી પડેગા.”

          “થેન્ક્સ. આઈ વિલ ટ્રાય મય લેવલ બેસ્ટ, સર.”

          “વેલકમ. અબ મેં આપસે એક ઈમ્પોર્ટન્ટ ઇસ્યુ શેર કર રહા હું લેકીન ધ્યાન રહે ઈસે કોન્ફાઈડેન્ટલ રખના હે.”

          “પ્રોમિસ, સર.”

          “હરયાના સરકાર કે હોમમીનીસ્ટર કે લેપટોપ સે કુછ ફાઈલ હેક હુઈ હે. એક ફાઈલ સરકારી થી. દુસરી ઉનકી પર્સનલ ફાઈલ થી. પર્સનલ મીન્સ કુછ નેતા ઔર અફસરોકા પર્સનલ ડેટા, આઈ મીન ઉન લોગોકો બ્લેકમેલ કર શકે એસા ડેટા થા.”

          “સરકારી ફાઈલ મેં ક્યા થા?”

          “સરકારી ફાઈલ મેં કઈ ક્રિમીનલસકે ડેટા થે.”

          “ક્યા મેં જાન શકતા હું કી કિસ તરહ કે ક્રિમીનલ્સ કા ડેટા થા?”

          “બતા દેતા હું. હરયાના સરકારકા એક સિક્રેટ એજન્ટને કુછ ડેટા પ્રિપેર કિયા થા. કિડનેપર ઔર સેક્સ રેકેટકે ક્રિમીનલકા ડેટા થા.”

          “ઓર વો સિક્રેટ એજન્ટકા નામ મલિક થા...?” શ્યામે પૂછ્યું કેમ કે એ મલિકના નામે જ તો એ આખીયે પળોજણમાં પડ્યો હતો.

          “બિલકુલ.”

          “કીડનેપર મુજે એજન્ટ મલિક માન રહે થે યા એજન્ટ મલિક કા આદમી સમજ રહે થે ઈસલીયે મુજે કિડનેપ કિયા થા. કેસ સાફ હે. એજન્ટ મલિક કો સબ પતા હોગા ઉસે હી પૂછના ચાહિયે..” શ્યામે ઉત્સાહ ભેર કહ્યું પણ બીજી જ પળે એનો ઉત્સાહ ઓસરી ગયો.

          “એજન્ટ મલિક લાપતા હે.”

          “ઓહ નો. અબ હમે ક્યા કરના ચાહિયે?”

          “અર્ચના ઔર હોમમીનીસ્ટર કે બીચ ફેમીલી રીસ્તા થા. હમે લગતા હે કી હોમમીનીસ્ટર કી ફાઈલ હેક હોના ઔર અર્ચના કે બીચ કોઈ સંબંધ હે. ક્યા સંબંધ હો શકતા હે વહ હમેં સર્ચ કરના હે.”

          “ચાર્મિને મુજે બતાયા થા કી વે ફાઈલ હેક હોના મુશ્કિલ હી નહિ પર નામુમકીન થા. હોમમીનીસ્ટર કે લેપટોપ મેં કભી ઈન્ટરનેટ કનેક્ટ નહિ હોતા થા. ઔર ના હી કિસીકો ઉસકા એક્સેસ થા.”

          “હા ફિર ભી કુછ હુવા હે, લેપટોપ હેક હુવા હે. કેસે વો પતા લગાના હે.”

          એટલું કહી હેડ વિચાર મુદ્રામાં લાગ્યા એટલે શ્યામે તરત એક સુજાવ આપ્યો, “મુજે લગતા હે આપકો હોમ મીનીસ્ટરસે ફ્રેન્કલી પૂછ લેના ચાહિયે કી અર્ચના ઉસ લેપટોપસે કિસી તરહ કનેક્ટ હુઈ થી, અગર એસા હુઆ હોગા તો હી ફાઈલ હેક હો શકતી હે. અર્ચના કઈ બાર કામ ઘર પે લેકે આતી થી. બોલતી થી કી મીનીસ્ટર સાબને કુછ કામ દિયા હે. વહ અપને લેપટોપ મેં કામ કરકે હોમ મીનીસ્ટરકો દેતી થી. પર મુજે નહિ લગતા કી હોમમીનીસ્ટર ઉસ લેપટોપ સે અર્ચનાકે લેપટોપ કો કનેક્ટ કરકે ડેટા લેતે હોંગે.”

          “અગર કભી દોનો લેપટોપ કનેક્ટ હુએ હો તો ડેટા હેક હો શકતા હે?” હેડ બધું જાણતા હોવા છતાં શ્યામનું કોમ્પ્યુટર જ્ઞાન ચકાસવા ઠાવકાઈથી પોતે આ વિષયમાં અજ્ઞાની છે એવી ઢબે પૂછ્યું.

          “શાયદ. કોઈ કોમ્પ્યુટર ઔર સોફ્ટવેર એક્સપર્ટ હી પક્કા બતા શકતા હે.”

          “હમ એસે કોઈ એથીકલ હેકર સે પૂછેંગે. થેન્ક્સ. આપકી વજહ સે એક ક્લ્યું મિલા હે. દેખતે હે ક્યા હોતા હે. કલ રેકોર્ડીંગ મિલ જાયે ફિર આગેકા સોચતે હે.” હેડે શ્યામને ઉત્સાહિત કરવા કહ્યું.

          “થેન્ક્સ.”

          “અબ આપ જા શકતે હો.”

          હેડે આખરી ફેસલો આપ્યો એ સાથે જ શ્યામ ઉભો થયો અને ચેમ્બરમાંથી બહાર નીકળ્યો.

                                                                                                      *

          શ્યામ ગેસ્ટરૂમમાં પહોચ્યો. અત્યાર સુધી હ્રદયમાં દબાવી રાખેલાં આંસુઓ એની આંખોમાંથી વહેવા લાગ્યા. એને વિશ્વાસ હતો કે અર્ચના ક્રિમીનલ ન હોઈ શકે. એનું કિડનેપ થયું છે અને કિડનેપર એ જ છે જેમણે એનું અને ચાર્મિનું કિડનેપ કર્યું હતું. એને ખબર હતી કે એ લોકો અર્ચનાને કેટલી ટોર્ચર કરશે. જોકે એને એમ પણ લાગ્યું કે એ લોકો અર્ચનાને ટોર્ચર નહિ કરે. અર્ચનાને એ લોકોએ સોદો કરવા માટે જ કિડનેપ કરી હશે. કોઈ માહિતી માટે કિડનેપ કરવી હોત તો એનું કિડનેપ થયું એ પછી તરત જ અર્ચનાનું કિડનેપ થયું હોત.

          શ્યામ અર્ચના વિશે વિચારતો હતો ત્યાં ચાર્મિ આવી. એ આવી ત્યારે એ રડતો હતો. એણીએ એને સાંત્વના આપી કે અર્ચના મળી જશે. 

          શ્યામને ભૂખ નહોતી પણ ચાર્મિ પરાણે એને કેન્ટીન તરફ લઇ ગઈ. એને ઘરે ફોન કરવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી પણ એ એમ કરી શકે તેમ ન હતો. એ કોઈને પણ કોલ કરવા માંગતો ન હતો. એ નહોતો ઈચ્છતો કે એની સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ કિડનેપ થઈ જાય.

          એણે માત્ર થોડાક દાળ-ભાત ખાધા. એ ગેસ્ટરૂમમાં આવ્યો. ઉદાસી એને ઘેરી વળી હતી. એણે ઊંઘવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ આવી નહિ. એણે ઘડિયાળ સામે જોયું. રાતના અગિયાર વાગી ગયા હતા. એ કેન્ટીન તરફ ગયો. કેન્ટીનમાં મહારાજ ઊંઘી રહ્યા હતા. ખૂણાના એક ટેબલ પર જઈને બેઠો અને સિગારેટ સળગાવી. અર્ચના વિશે જ વિચારતો રહ્યો.

ક્રમશ: