Guhilot dynasty and Maharana Pratap in Indian history - 41 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 41

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 41

વારસદાર

 

           બાદશાહ  જલાલુદ્દીન અકબરનો સિતારો બુલંદી પર પહોંચ્યો. ચારેબાજુ ફતેહ હાંસિલ થતી હતી.  એણે દાદા અને પિતાના માર્ગેથી થોડો વળાંક લીધો હતો. રાજપુતોને તેણે શાસનમાં મોટી જવાબદારીઓ સોંપવા માંડી હતી.

          “હું આ દેશનો છું. મારે ઇસ્લામનો પ્રચાર કરવાનું ધ્યેય નથી રાખવું  હું બાદશાહ છું ધર્મપ્રચારક નહીં.” આ તથ્યો પર તેણે શાસન કરવા માંડ્યું.”

           બાદશાહ અને જોધાબાઈ કાબુલ પહોંચ્યા.

      ” કાબુલમાં અમારા ખાનદાનના સૌથી બુઝુર્ગ આદરણીય અમ્મા મુબારક બેગમ વસે છે.” અકબરશાહે   મલિકા જોધાબાઈને કહ્યું.  

           અને કાબુલમાં મુબારક બેગમની મુલાકાત થઈ ત્યારે જોધાબાઈને એ વાતની પ્રતીતિ થઈ.

૬૮ વર્ષની જૈફ વયે તેઓ તંદુરસ્ત હતા જોધાબાઈને તેમનામાં વિશેષ દિલચસ્પી જાગી કારણકે, મર્હુમ બાદશાહ બાબરે  પોતાના કટ્ટર શત્રુની પુત્રી મુબારક બેગમ સાથે શાદી કરી હતી. પછી તેઓ વચ્ચેની દુશ્મની ખતમ થઈ ગઈ હતી.

            મુબારક બેગમની કહાની રસિક અને રોમાંચક હતી.

           એક દિવસની વાત છે. અફઘાનિસ્તાનમાં યુસુફજાઈ નામની  એક લડાયક જાતિ છે એ જાતિનો સરદાર મલિક શાહ સુલેમાન એક યુવાનની સાથે બેઠો હતો.  જેનું નામ ઓ ગુલ બેગ મિર્ઝા કાબુલી હતું.  એ સમયે એક જ્યોતિષી ત્યાં આવ્યો, એણે શાહ સુલેમાનના કાનમાં કહ્યું, “ આ યુવકની આંખો કંજી છે.  ભવિષ્યમાં આ માણસ ખતરનાક નીવડી શકે.  બહાદુર મલિક શાહ સુલેમાને આ વાતને હસવામાં કાઢી નાખી. થોડા દિવસ પછી, પોતાની દીકરીની શાદી એ યુવક સાથે કરી.  પછીથી એ જ મિર્ઝા કાબુલીએ પોતાના સસરા મલિક શાહ સુલેમાન અને એના વફાદાર સાથીઓને દગાથી મારી નંખાવ્યા અને જાતે સરદાર બની બેઠો.

           આથી તે ઘણુો બદનામ થઈ ગયો હતો. જ્યારે કાબુલ પર બાદશાહ બાબરની સત્તા આવી ત્યારે યુસુફજાઈ જાતિના લોકોએ મિર્ઝા કાબુલી વિરુદ્ધ રજુઆત કરી.  એ સમયે એમનો નેતા સરદાર મલિક અહંમદ હતો.  મિર્ઝા કાબુલી મૃત્યુ પામ્યો હતો. આ મલિક અહંમદ અદભૂત વક્તા હતો.  એની મઝાની વાતો સાંભળનારાઓને  મુગ્ધ કરી દેતી.

          

         બાદશાહ બાબરે મલિક અહંમદ અને એના બીજા ત્રણ ભાઈઓ કે, જે બધા સંગીતકાર હતા. પોતાના દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો.

           બાદશાહ બાબરને કહેવામાં આવ્યું હતું.  કે , મલિક અહંમદ વાતોડિયો અને લુચ્ચો છે. એટલે બાબરે  વિચાર કર્યો કે, એ  લોકોને બોલવાનો મોકો આપ્યા સિવાય મારી નાખું  ભરદરબારે મલિક અહમદ અને તેના ભાઈઓને રજૂ કરવામાં આવ્યા.  બાદશાહ બાબરે અગાઉથી જ પોતાનું ધનુષ્ય અને કેટલા યે તીરો, પોતાની પાસે રાખ્યા હતા.  કારણ કે જાતે જ એનો વધ કરવાનો નિર્ણય કર્યો હતો.

            જેવું બાદશાહે  ધનુષ્ય પર તીર ચઢાવ્યુ. કે તરત જ મલિક અહમદે પોતાનો ડગલો કાઢીને ઉઘાડી છાતી બાદશાહ સામે ધરી દીધી. બાદશાહને  નવાઈ લાગી.

           નવાઈગ્રસ્ત બાબરે આનું કારણ પૂછયુ,

મલિક અહમદે કહ્યું,” આ સમય સવાલ જવાબનો નથી. બાદશાહ બાબર પોતાની મરજી પ્રમાણે કરી શકે છે.“

 

           જ્યારે ત્રીજીવાર બાબરે પોતાના સવાલને બેવડાવ્યો ત્યારે મલિક અહમદે કહ્યુ કે. “ મારો કોટ ગણો જાડો હતો.  અને જો આપનું તીર કોટને ભેદી ન શકે તો આટલી મોટી મહેફિલમાં બાદશાહનું અપમાન થાય.  એટલા માટે મેં આપનું કાર્ય સરળ થાય માટે જ મારો કોટ ઉતારી નાંખ્યો છે.. મારે ગમે તે હિસાબે મરવાનું તો છે જ તો શા માટે હું મારા બાદશાહને ઈજ્જત ન બક્ષુ.?”

           આ સાંભળી બાબર ઘણો ખુશ થયો. એણે ધનુષ્ય અને તીર બાજુ પર મૂકી દીધા અને પૂછ્યું કે, તું”

મને કહે કે, બહલોલ લોદી કેવા પ્રકારનો માણસ છે?

મલિક અહમદે જવાબ આપ્યો.  “ઘોડાઓ ભેટમાં આપનાર.”

બાબરે પૂછુયુ ,” એનો દીકરો સિકંદર લોદી કેવો છે?

    “વસ્ત્ર આપવાવાળો.”

“સારું , એ કહે કે, બાબર કેવો છે?

“ એ જીવન આપવાવાળો સાચો બાદશાહ છે.”

           ખુશામત કોને ત્યારે નથી હોતી. બાબર હદ ખુશ થયો. મલિક અહમદને એણે તરત જીવતદાન આપ્યું.  તેનો હાથ પકડીને બીજા ઓરડામાં તેને ઘસડી ગયો. ત્યાં બંનેએ બેશુમાર શરાબ પીધો.  હર્ષમાં ને હર્ષમાં બાબર હદ કરતાં વધારે શરાબ પી ગયો. એટલે તાનમાં આવીને નાચવાનું શરૂ કરી દીધું. એ જ પળે મલિક અહમદ ના ત્રણેય ભાઈઓએ એ ઓરડામાં આવી પહોંચ્યા. તેમણે સંગીતના સુરો છેડયા.  પોતે ગીતો ગાવા અને નાચવા માંડયા. બક્ષીશ માંગી. દરેક વખતે મલિક અહમદ બાબરને સોનાનો સિક્કો આપવા લાગ્યો. પછી તો શરાબના નશા માં બાદશાહ પોતાનો શાહી કોટ મલિક અહમદને પહેરાવી દીધો.

           શરાબનો નશો બાદશાહને ચઢ્યો હતો. મલિક અહમદને નહીં એણે તક ઝડપી લીધી. પોતાનો કોટ જે ઉતારી દીધો હતો તે તેના ભાઈને આપી દીધો. જાતે શાહી કોટ પહેરી લીધો. જેવો રાત્રે જલસો પૂરો થયો.  પોતાના ભાઈઓ સાથે કાબુલથી ભાગી ને પેશાવર પહોંચી ગયો.

            કેટલાક દિવસો પછી બાબરે ફરી મલિક અહમદને કાબુલ બોલાવ્યો.  આ મલિક અહમદ જાતે કબૂલ ન  ગયો. પોતાના ભાઈ શાહ મંસુરને મોકલી દીધો.  આથી બાબર બેહદ ક્રોધિત થયો.  

           તત્કાળ એણે યુસુફજાઈ પર આક્રમણ કરી દીધું.  આથી તેઓ બધા પોતાના કિલ્લામાં ભરાઈ ગયા. બાબરની ફોજે અથાગ પ્રયત્નો કર્યા છતાં કિલ્લા પર ફત્તેહ ન મેળવી શક્યા.

           “ શી વાત છે ? કિલ્લો એટલો મજબૂત છે કે આપણી સેના પીછેહઠ કરી રહી છે ?  બાદશાહ બાબર ગર્જના કરી ઉઠ્યો.

           કોઈ કશો જવાબ આપી શક્યું નહીં.

             પરંતુ બાબર જેનું નામ. એની  જિજ્ઞાસા શમી ન હતી. કિલ્લાની રચના અંદરથી  જાણવાનો નિશ્ચય કર્યો. આ માટે કલંદરનો વેશ એણે ધારણ કર્યો.  ઘણા કલંદરોની સાથે એ પણ કિલ્લાના પ્રવેશદ્વારેથી અંદર ઘુસી ગયો. એ દિવસે બકરી ઈદ હતી.  આ નિમિત્તે મોટો જશન મનાવવામાં આવી રહ્યો હતો.

           શાહ મંસૂર પોતાના મિત્રો સાથે હસી-મઝાક કરી રહ્યો હતો.  જોડેલા તંબુમાં શાહ મંસુરની દીકરી મુબારક પોતાની સખીઓ સાથે ગમ્મત કરી રહી હતી.

દૂર ઉભા ઉભા કલંદરના વેશમાં બાબરે મુબારકબાનુંને  જોઈ.

            પ્રથમ નયને જ બાબર નવાઈ પામ્યો. એણે આટલી સુંદર, આટલી જવાન સુંદરી કદી ક્યાંયે નિહાળી ન હતી.  એ સ્તબ્ધ બનીને ઊભો રહ્યો.

            મુબારકબાનુએ દૂર ઊભેલા એક ફકીરને જોયો બકરી ઈદના દિવસે પણ મેલાઘેલા વસ્ત્રોમાં, દયાજનક ચેહરે , કંઈક પેટનો ખાડો પુરવાની ઈચ્છા થી તંબુ ભણી દ્રષ્ટિ કરતાં આ કલંદરની એને દયા આવી.

 

” સલમા, પેલા ફકિરને કંઈક તો આપી આવ. ઇદના મુબારક દિને કલંદર ભૂખ્યો આપણા આંગણેથી જાય તો દુવા ને બદલે દર્દ મળે.”

           “વાહ મારી શાહજાદી તારા દિલની નરમાશ તો હાતિમતાઈના દિલ નરમાશને ટપી જાય એવી છે.” શાહજાદી જાતે મોટી રોટી અને વચ્ચે શેકેલું માંસ નાંખીને લઈ આવી. ફકીર તરફ અનુકંપા ભરી દ્રષ્ટિ કરતાં      એણે  આ માંસ અને રોટી સલમાને આપ્યા. જે દોડીને સલમાએ કલંદરના હાથમાં આપ્યા.

     પથ્થર પાસે ઉભેલા બાબરે સલમા પાસેથી માંસ ગ્રહણ કરતાં કેટલાક સવાલો કર્યા.  એ સવાલો મુબારક વિષે  હતા. સલમા પાસે બીજી રોટી અને થોડું માંસ માંગ્યું. સલમા તે લેવા દોડી ગઈ એટલે કલંદરે બાજુના પથ્થર નીચે રોટી અને માંસ છુપાવી દીધું. ફરી ત્રણ રોટી અને થોડું માંસ, ત્રીજીવાર બે રોટી અને થોડું માંસ સલમા દ્વારા  આપવામાં આવ્યું.  ત્રણેય ફેરા વખતે કલંદરે એ સવાલો પૂછી પૂછીને મુબારક બાનુ વિષે સઘળી વાત જાણી લીધી.

           બાબત કલંદરના વેશમાં કિલ્લાની માહિતી મેળવવા આવ્યો હતો પરંતુ મુબારકને જોઈને એના મનનો કિલ્લો ધરાશાયી થઈ ગયો. શિકાર કરવા આવ્યો હતો પરંતુ ખુદ શિકાર થઈ ગયો.  એ કિલ્લા પર વિજય મેળવવા ગયો હતો પરંતુ પોતે જ પ્યાર ની બાજીમાં દિલ પરાજીત કરી બેઠો.

 

 

            કિલ્લાની બહાર આવી.  પોતાની છાવણીમાં પ્રવેશી. તુરત જ એણે હુકમ આપ્યો.  સેના ઘેરો ઉઠાવી ઉઠાવી કાબુલ તરફ રવાના થશે.” બધાને નવાઈ લાગી પરંતુ હિંમત ક્યાં હતી કે, આનું  ને રહસ્ય બાદશાહ ને પૂછી શકે ?

           કાબુલ આવી બાદશાહ બેચેનીમાં પડયો. તેને એહસાસ થઈ ગયો કે, તે જીવનમાં પહેલીવાર કોઇ સ્ત્રીના પ્રેમપાશમાં જકડાઈ ગયો છે.  એણે મલિક અહમદને મિત્રતાપૂર્ણ પત્ર લખ્યો.

           મલિક અહમદે ધડકતા હૈયે કાસદે આપેલો પત્ર વાંચ્યો.  એ ખુશ થઈ ગયો.  બાબર બાદશાહની ભાષામાં મિત્રતાની મહક હતી. દોસ્તીનો લંબાયેલો હાથ હતો.  પત્રમાં બાબરે પોતાના કલંદર વેશની પુરી ઘટના લખી વિનંતી કરી હતી કે મલિક અહમદ પોતાના ભાઈ શાહ મંસૂરની ઇજાજત લઈ, એની પુત્રી મુબારક સાથે એની શાદી કરાવી આપે.

           પત્ર લઈ મંસૂર અને મલિકા અહમદ મુબારક બાનુ પાસે આવ્યા.

“દીકરી , આ પત્ર વાંચી તું અમને તારો પ્રેમ એટલો સંભળાવો”.

           બાદશાહ કલંદરના વેશમાં ઈદના દિવસે પોતાને નિહાળી હતી એ વાત પર મુબારક બાનુ ને  યકીન ન આવ્યું પરંતુ પત્રમાં લખ્યા પ્રમાણે સલમાને દોડાવીને પથ્થર નીચે પડેલી સુકાયેલા માંસ અને સૂકાયેલી છ રોટી મળી આવી ત્યારે ભરોસો બેઠો.  

           “ બાબા, આ ઘટના ખરેખર બની હતી કલંદર બાદશાહ હશે એવી તો કલ્પના જ ક્યાંથી કરી શકાય?”

    “ કોઈ બાત નહિ, બેટી હવે શું કરવું?  દુશ્મન સાથે શાદી? અમે આ બાબત પર ઘણો વિચાર કર્યો છે. આપણી જ્ઞાતિની દુશ્મની બાદશાહ સાથેના મતભેદો વિચાર્યા છે પરંતુ છેવટે અમે બધા જ એ નિર્ણય પર આવ્યા છે,  મુબારક જે નિર્ણય લે તેને સ્વીકારી લેવો.  ” શાહ મંસૂર બોલ્યા.

 

“અબ્બાજાન ,  હું બાદશાહ સાથે શાદી માટે સંમત છું. ”

            આ શાદી ઇ. સ ૧૫૧૯માં થઈ.  જે વેળા મુબારક બેગમ બાવીસ વર્ષની હતી.  તે ખૂબ ધામધૂમથી કાબુલ પહોંચી સૌ એના રૂપથી મુગ્ધ બની ગયા. તે અદ્વિતીય સુંદરી હતી. બપોરની નમાજ પછી જ્યારે બાદશાહ એની પાસે પહોંચ્યો  તો ચહેરો નકાબમાં બંધ હતો.  જાણે ચાંદ બાદલમાં  છુપાયો હોય.  બાબરે નકાબ હટાવ્યો.  એટલો પ્રકાશ ફેલાઈ ગયુો કે, રોશની ફિક્કી પડી ગઈ.

  ખુશીથી પાગલ બાદશાહે કહ્યું, “ અફઘાનિયા , જો જી મે આયે , માંગ લો.”

બધાં યુસુફજાઈ ની જિંદગી મારા દામનમાં નાંખી દો.”

આ સાંભળતા જ પોતાના બાહુપાશમાં બીબી મુબારકને જકડી લેતા બાદશાહ બોલ્યા.  

  “ આજથી યુસુફજાઈ પૂર્ણ મુક્ત છે. મારા મનમાં એમના માટે કોઈ બૂરી વાત ક્યારેય આવશે નહીં.”

           શહેનશાહ બાબર નુો ભરપૂર પ્રેમ બીબી મુબારક પામ્યા.  એમની કોઈ ઔલાદ ન હતી.  છતાં બાદશાહ બાબર અને તેમના સંતાનો સર્વ માટે તેઓ ઈબાદત યોગ્ય હતા.  તેઓ એક શાનદાર જિંદગી જીવ્યા.

 

“જોધાબાઈ, મુબારક બેગમ અમારા પરિવારનું ગૌરવ છે.

“ગુલબદનબાનુએ એ ભવ્ય ગાથા મને કહી છે હું એમના દીદાર થી કૃતાર્થ થઈ છું.

       વળી સમય પસાર થવા લાગ્યો.

બાદશાહને હજુ પુત્ર જન્મ થી વંચિત રહેવું પડ્યું. ઔલાદની ખ્વાઈશ તેમના જીગર ને  કોરી ખાવા લાગી આવડી  વિશાળ સલ્તનતનો શું કોઈ વારસદાર નહિ ?

           જોધાબાઈ પણ દુઃખી હતા.

 એક દિવસે સમાચાર આવ્યા.  મુબારક બેગમ જન્નતનશીન થયા હતા. એક ખાસ સંદેશો જોધાબાઈ પર હતો. “ સલ્તનતનો વારસદાર અવશ્ય આવશે . મુગલિયા  સલ્તનત નો ચિરાગ જલ્દી આવશે.  ફકીરોની દુઆ અને અલ્લાતાલા પર ભરોસો રાખો.

           બાદશાહ વ્યથિત હતા. પોતાની વ્યથા પોતાના ગુરુ શેખ સલીમ ચિશ્તી ને કહી.

  બાદશાહ મુરાદ અવશ્ય પૂરી થશે. ધૈર્ય ધરો. ખુદાની બંદગી કરતા રહો.  એની પનાહમાં જનાર કોઈ નિરાશ થયું નથી.” ગુરુ એ દુવા આપી.

       નિ:સંતાન બાદશાહ આગ્રાથી ખુલ્લા પગે , અજમેરની યાત્રા કરી.  શેખ મુઈનુદીન ચિશ્તીના મજાર પર ચાદર ચઢાવી.  

“બાબા , હું આપની પાસે પુત્રની મુરાદ લઈને આવ્યો છું.  મારી ઝૉડીમાં પુત્રની ભિક્ષા આપો.

            અચાનક બાદશાહને આભાસ થયો, ” જાઓ બેટા તુમ્હારી મુરાદ પૂરી હોગી.”

           ઈ. સ . ૧૫૬૮ .

  ચિત્તોડગઢનો ઘેરો લાંબો ચાલ્યો.  સ્વયં બાદશાહ યુધ્ધના મેદાનમાં આવ્યા. લાકડાના મચાનપર  બેસીને સ્વયં યુદ્ધ નિરીક્ષણ કરવા લાગ્યા.

            એ ક્ષણે, પાસે બેઠેલા રાજા ભગવાનદાસે  ચિત્તોડગઢના કાંગરા પર ઘૂમતા એક વીર પુરુષ ની ઓળખાણ આપી.

           “ જહાંપનાહ,   પેલા ભદ્રપુરુષ, મૈયાના ભાઈ જયમલજી રાઠોડ, રાજસ્થાનમાં વીરતામાં એ અજોડ છે.  આજે તો એ જ ચિત્તોડના સેનાની છે.

 

      ચિત્તોડ પડ્યું.  એ વખતે, જ્યારે ચિત્તોડગઢ જૌહરની અગ્નિજ્વાળામાં સ્વયં રાખ થવા લાગ્યું હતું ત્યારે રાજા માનસિંહે પોતાના વિશ્વાસુ સૈનિકોની એક ટુકડી સાથે કૃષ્ણના મીરાંમંદિરમાં ગયો.  મીરાબાઈની કૃષ્ણની મૂર્તિને એણે સાચવીને ઉપાડી લીધી.  એનું રક્ષણ કરી એને આમેર લાવ્યો.

            

“ આમેરમાં એક સુંદર મંદિર બંધાવી હું આની સ્થાપના કરીશ.” રાજા માનસિંહે સંકલ્પ  કર્યો.

      ચિત્તોડવિજ્ય અને રાજા માનસિંહના સંકલ્પ પછી બાદશાહને સમાચાર મળ્યા.  “મલિકાને માં બનવાના એંધાણ છે.”

            બાદશાહ ખુશ થયો.

        એ જ  અરસામાં પિતામહ બાદશાહ બાબરની, તુર્કી ભાષામાં લખાયેલી આત્મકથા જડી આવી.  વિદ્વાન રહીમખાનને ફારસીમાં અનુવાદ કરવાનું કામ સોંપ્યું.  

           ૧૫૬૯નો શુભ દિવસ હતો. બાદશાહને  ત્યાં સલ્તનતનો વારસદાર જન્મ્યો. ગરીબોને ધન, મદ્રેસાઓ અને પાઠશાળામાં મીઠાઈ અને કેદીઓને સજાની માફી બક્ષવામાં આવી. ગુરુ ની યાદમાં બાળક શાહજાદો સલીમ નામે ઓળખાયો.

           પ્રજામાં આ બાળક અવતારી પુરુષ હોય એમ પ્રચાર થયો.

           એની ખુશાલીમાં સલ્તનતમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો.