Chingari - 22 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 22

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

ચિનગારી - 22

વિવાનએ મિસ્ટીને ઘરે મૂકીને ફટાફટ ઘરે જવા નીકળી ગયો, આરવ પણ જલ્દી જલ્દી નીકળી ગયો, તેને નેહાને પણ ઘરે છોડી ને તેને બાય કહીને નીકળી ગયો.

બંને સાથે ઘરે પહોંચ્યા ને બંને નાં ચહેરા પર ચિંતા બંને એ ઓફીસવાળા રૂમમાં ગયા ને ચાવી લઈને નીકળી પડ્યા, બહાર નીકળતી વખતે વિવાનના ફોનમાં મિસ્ટીનો કોલ આવ્યો તેને આરવ સામે એક નજર કરીને તેને આગળ જવા કહ્યું.

"હા બોલ જા... ના...",વિવાનએ છેલ્લા શબ્દો પર ભાર મુકતા કહ્યું ને તેને થયું કે હવે તેનો ભાર તેને જ ભારે નાં પડી જાય તો સારું, "હેલ્લો", વિવાન ફરીથી બોલ્યો સામે મિસ્ટી મૌન હતી.

"હું ને નેહા બંને બે દિવસ માટે તેના ઘરે જઈએ છીએ, બસ આજ કહેવા કોલ કર્યો હતો કે કાલે લેવા નાં આવતા, ખોટો ધક્કો પડશે",મિસ્ટીએ કહ્યું ને તે શાંત હતી, પોતાની વાતની કોઈ જ અસર તેના પર નાં થઈ અને મિસ્ટી તેને કશું જ નાં બોલી, એ વાત પર વિવાનને આશ્ચર્ય થયું.

"ભાઇ", આરવે દૂરથી જ મોટા અવાજે કહ્યું ને વિવાન તેના વિચારોથી બહાર આવીને હાથથી આવું છું એમ કહીને આગળ ચાલવા લાગ્યો.

"મિસ્ટી..... અમ્...હું કઈક કહું?" વિવાનએ અસહજ રીતે કહ્યું ને તેનો અવાજ પણ સાવ ધીમો થઈ ગયો તે આગળ વાત કરતા ખચકાયો.

"બોલો, શું કહેવું છે?",મિસ્ટી તેના અવાજમાં રહેતો ખચકાટ પારખી ગઈ તેને અજીબ લાગ્યુ કેમ કે આજ સુધી વિવાન તેની સામે બેફિકરાઈથી કઈ પણ કહી દેતો ને આજે તે કઈં વાતમાં ખચકાયો?

"એ તું...તું ત્યાં જઈને……એકવાર...દિવસમાં મને કોલ કરીશ? પ્લીઝ?", વિવાનએ ખૂબ જ પ્રેમથી કીધું ને મિસ્ટીનાં ચહેરા પર સ્મિત આવી ગયું.

"હું નાં કહીશ તો પણ તમે કોઈ પણ રીતે બહાના કરીને કોલ કરવાના છો તો આ વાતનો શો અર્થ?", મિસ્ટીએ પૂછ્યું ને વિવાનએ બિન્દાસ જવાબ આપવા લાગ્યો. "તને ખોટું ના લાગે ને એટલે પૂછ્યું".

"સારું હું મૂકું હજી પેકિંગ કરવાની પણ બાકી છે પછી વાત કરું", મિસ્ટીએ કહ્યું ને વિવાનએ પ્રેમથી ફોન ને ચૂમી લીધો ને તરત જ મિસ્ટીએ કોલ કટ કરી દીધો, વિવાન હરખાયો ને ઉતાવળે આરવ પાસે પહોંચી ગયો. "બેશરમ", મિસ્ટી ફોનને જોઈને બોલીને તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ.

........


મિલી અને સમીરે બધી જગ્યા એ જોઈ લીધું પણ સુધીર

તેમને નાં મળ્યો, ઘર, ઓફીસ એવી ઘણી જગ્યા હતી જ્યાં

સુધીર જતો પણ કોઈ પણ જગ્યા એ સુધીર નાં મળ્યો મિલી

રડમસ થઈ ગઈ તેને જોઈને સમીર પણ ચિંતામાં આવી ગયો,

સમીર એ તેનો ફોન હાથમાં લીધો ને તેમાં સુધીર નો છેલ્લા

કલાકથી એક મેસેજ પડ્યો હતો તે વાચવા લાગ્યો.

"મને ખબર છે તમે બંને મને શોધી રહ્યા છો પણ હું મારી જગ્યા એ પહોચી ગયો છું, તમને એક એડ્રેસ થોડીવાર માં મોકલીશ ત્યાં જઈને સમીર તારે ત્યાં એક ખાસ વ્યક્તિને મળવાનું છે, તેની માહિતી હું તને મોકલી દઈશ એટલે ચિંતા કર્યા વગર બંને પહોચી જજો અને હા મિલીનું ધ્યાન રાખજે તેને મારી ચિંતામાં કઈ ધ્યાન નહિ રાખ્યું હોય પોતાનું અને તું પણ ધ્યાન રાખજે, બાય" સુધીરનો મેસેજ વાંચીને સમીરને રાહત થઈ તેને જલ્દી જ મિલીને બધી વાત કરીને જરૂરી વસ્તુ લાગતી લઈને બંને નીકળી ગયા.

સમીર કાર ડ્રાઈવ કરી રહ્યો હતો ને મિલી બહાર તરફ જોઈ રહી હતી છેલ્લા કેટલા વર્ષોથી જેની રાહ હતી તે આવી ગઈ, તેની ખુશી તો બીજી બાજુ સુધીરની ચિંતા.

"ચિંતા નાં કરીશ સુધીર ને કઈ નહિ થાય બસ તું તૈયાર રહેજે", સમીરએ તેની સામે જોયા વગર જ કહ્યું મિલી તેને જોઈ રહ્યો સમીરને સમજવો તેના માટે મુશ્કિલ હતું પણ તેને કોઈ દિવસ તેના પર ધ્યાન નહતું આવ્યું.

"હમમ", મીલીએ તેના સામે જોઈને સ્મિત કરીને કહ્યું ને સમીરે તેના સામે જોયું.

"આપણે જે કરીએ છીએ તે કઈ જ ખોટું નથી સમજી", મિલીનાં મનમાં ઉઠતાં સવાલ નો જવાબ સમીરએ આપ્યો એ વાત મિલી ને આશ્વર્યમાં મૂકી ગઈ પણ તેને પણ હામાં માથુ ધુણાવ્યું ને સીટ પર માથું ઢાળી દીધું.

........

ક્રમશઃ