*પ્રેમની વાર્તા*
ધીમી ધારે વરસાદ પડે છે , અને બંને એકમેકના હાથમાં હાથ નાખી ને બેઠા છે .સ્નેહના ખભે આમન્યા નું માથું છે અને બંને બસ પ્રગાઢ મૌનના આશરે બેઠા છે, વરસાદ સિવાય કશાય નો અવાજ કાને પડતો નથી.
આમન્યા કહે છે સ્નેહ હવે આપડા પ્રેમ નું શું..? શું એટલે...સ્નેહ પુછે છે, એટલે એમ કે હવે તો તારી સગાઈ નક્કી કરી નાખી છે.સ્નેહ કાય જવાબ આપે તે પેહલા. કોઈ દરવાજો ખખડાવે છે , સ્નેહ ઊભો થય ને દરવાજો ખોલે છે...."ઓહો ભાઈ ગોઠવાય ગયા છે એમ ને...?" એમ કહેતો નિસર્ગ રૂમમાં પ્રવેશે છે. ચાલો ચાલો પાર્ટી નું શું છે હવે..? એમ કહેતો શ્રેણિક અંદર આવે છે. સ્નેહ બંને મિત્રોને ગળે મળે છે.લંગોટિયા યાર છે બંને ગળે તો મળવું જ પડે ને...!! એટલામાં સ્નેહના મમ્મી બધા માટે ગરમા ગરમ ચા અને સમોસા લય ને આવે છે...શ્રેણિક કહે છે અરે આંટી આની ક્યાં જરૂર હતી અમે નાસ્તો કરી ને જ આવ્યા છીએ સ્નેહના મમ્મી કે છે ...કાય વાંધો નહી જેટલું ફાવે એટલું લ્યો એમ કેહતા બધા માટે ચા કાઢે છે. ને પૂછે છે પેલી મિતઘેલી ક્યાં છે..? કેમ નથી આવી ..? મીતઘેલી એટલે પ્રતીક્ષા અને મિત એટલે કોણ એ તો કેહવાની જરૂર નથી..!!
ઇ મિત સાથે લોગ ડ્રાઇવ પર ગય છે. નીસર્ગે જવાબ આપ્યો...ઠીક તમે લોકો બેસો મારે બજાર માં જાવું છે... એમ કહી સ્નેહના મમ્મી નીચે જતા રહે છે. તો ક્યારે ગોઠવાવ છો ભાઈ...? શ્રેણિકએ ચા પીતા પીતા પૂછ્યું...આવતી 22 તારીખે સ્નેહએ જવાબ આપ્યો...ભાઈ ભાઈ બોવ ઉતાવળ હો...નીસર્ગએ હસ્તા હસ્તા કીધું...ઉતાવળ તો હોઈ જ ને શ્રેણિકએ તાપશી પુરાવી. શું નામ છે તારી પ્રિયસી નું..? શ્રેણિકએ પૂછ્યું. નેહલ સ્નેહએ જવાબ આપ્યો. તો હવે તૈયારીઓ ક્યારે શરૂ કરો છો..? બસ કાલથી જ સ્નેહએ જવાબ આપ્યો. સ્નેહ અને આમન્યા સાથે થોડી વાતો કર્યા પછી બંને મિત્રો ત્યાથી નીકળ્યા...સ્નેહ તેમને દરવાજા સુધી મૂકવા ગયો .
પાછો આવ્યો ને જોવે છે...તો આમન્યા વિચારો ના વૃંદાવનમાં ખોવાઈ ગઈ છે. એને જોતાં જ ખ્યાલ આવી જાય કે એના મનમાં અત્યારે એક સાથે એક હજાર વિચારો ચાલે છે. આમન્યા....શું થયું...? સ્નેહ પૂછે છે. હે... ઇ જપકી જાય છે,ક્ક.. કાય નય.યાર સ્નેહ આપડી સાથે જ આવું કેમ..? કેમ શું... આપડે આ રેલેશનશિપમાં આવ્યા ત્યારે ખબર જ હતી કે એક દિવસ તો આવશે જ જ્યારે આપડે જુદા પડવાનું થશે. હા એ વાત પણ સાચી....આમન્યાએ કીધું. "જો હું તને એક વાર્તા કવ"... સ્નેહએ આમન્યા ને કીધું.
એક નગર હતું, તેમાં એક રાજા રાજ કરતો ,રાજા ને ફૂલો ખૂબ ગમે એટલે તેણે એક બગીચો બનાવડાવ્યો હતો, તે બગીચાનું ધ્યાન રાખવા એક યુવાન છોકરા ને રાજાએ ત્યાં નૌકરીએ રાખ્યો હતો. રાજમહેલ માંથી રોજ રાજા માટે ફૂલ લેવા એક છોકરી આવતી.બંને રોજ થોડી વાતો કરે ને થોડી વાર બેસે પછી પેલી ફૂલ લય પાછી જતી રહે...સમય જતા બંને એક બીજાના પ્રેમમાં પડે છે.એક દિવસ એ છોકરો તેની પ્રેમિકા ને રાજાના બગીચામાંથી એક ગુલાબ નું ફૂલ આપે છે...એ વાત રાજા ને ખબર પડે છે , એટલે રાજા બંનેને ફાંસીની સજા સંભળાવે છે.અને કહે છે તમને કાલ સવારે ફાંસી આપવામાં આવશે ,કોઈ આખરી ઈચ્છા હોય તો બોલો...તો એ છોકરો કહે છે કે અમને બંનેને આજની રાત એક જ જેલ માં રાખવામાં આવે, બસ એજ આખરી ઈચ્છા છે.રાજાના આદેશ પ્રમાણે બંનેને એક જ જેલમાં રાખવામાં આવે છે . ખબર જ છે કે સવારે ફાંસી આપવામાં આવશે એટલે બંને આખી રાત એકબીજા સાથે વાતો કરે છે...અમાં પેલો છોકરો કહે છે..આપડે કેટલા ભાગ્યશાળી છીએ નય..? એટલે પેલી છોકરી પૂછે છે, ગાંડો થય ગયો છો .? એક ફૂલ લીધું એમા આ રાજાએ ફાંસીની સજા આપી,સવારે આપડે મરી જવાનું છે, ને તને એમ લાગે છે આપડે ભાગ્યશાળી છીએ..? છોકરો કહે છે હા...તું જ વિચાર કર...નગરમાં લાખ્ખો લોકો રહે છે...છતાંય રાજાએ મને જ નોકરીએ રાખ્યો...અને રાજમહેલમાં તો કેટલી દાસીઓ છે..છતાંય તને જ ફૂલ લેવા મોકલતા. પેલી છોકરી ગુસ્સે થયને પુછે છે..."તો...?" તો ત્યાં એટલા બધા લોકો હતા...મારી સાથે બગીચામાં પણ એટલા બધા લોકો હતા..રોજ આપડે કેટલા લોકોને મળતા...પણ તને પણ બીજું કોઈ ના ગમ્યુ અને મને પણ બીજું કોઈ ના ગમ્યું...આપડે બે જ એકબીજાને ગમ્યા અને પ્રેમ પણ થયો અને સાથે પણ રહી શક્યા અત્યાર સુધી અને હજી રેહશું છેલ્લા શ્વાસ સુધી...તો શું આ કોઈ ચમત્કાર નથી... કાલનું કાલ જોયું જાય પણ આજ તો આપડે સાથે છીએ ને. એ વધારે મહત્વનું છે.ઘણા લોકો તો પ્રેમ પામી જ નથી શકતા..એમને ખબર જ નથી. પ્રેમ શું છે..? કેમ છે..? કેવો હોય છે..? આટલું કે છે ત્યાં સવાર પડી જાય છે.
આટલું સાંભળતાની સાથે જ આમન્યા સ્નેહ ને ભેટી પડે છે.
લી: જયરાજ બ્રહ્મભટ્ટ
(Feedback:9773213335)