Kasak - 37 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 37

Featured Books
Categories
Share

કસક - 37


કસક -૩૭


વાર્તા બે વર્ષ બાદ….


તારીકા એ કવનનું એક ઇન્ટરવ્યૂ લઈ રહી હતી. તારીકા હવે એક રેડિયો જોકી છે અને કવન હવે એક બેસ્ટસેલર લેખક છે.જેણે પાંચ નવલકથા લખી છે તથા પાંચેય નવલકથા ને લોકો એ ખૂબ ખૂબ પસંદ કરી છે.જો કે નવલકથા અલગ અલગ પ્લોટ ઉપર છે અથવા એમ કહી શકાય અલગ અલગ ટોપિક પર છે. જેમાં તેની પ્રથમ નવલકથા એક રહસ્ય અને રોમાંચ પર આધારિત હતી. તથા બીજી નવલકથા એક ફિકશન ફેન્ટસી પર હતી.આ ઉપરાંત બીજી ત્રણ નવલકથા ક્રાઈમ થ્રિલર અને ફિકશન, હોરર પર આધારિત હતી.

શહેરમાં લગભગ કોઈ સ્કૂલ અને કોલેજ ના છોકરા એવા નહિ હોય જેને આ નવલકથા ની વાર્તાની જાણ નહીં હોય.એકલા શહેરમાં જ નહીં પુરા ભારતમાં તેની લોકપ્રિયતા ખૂબ થઈ હતી.તેની નવલકથાની ઘણી કોપી વેચાઈ રહી હતી. તે હવે માત્ર નવલકથા લખવાનું જ કામ કરતો. તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું પણ માંડી વાળ્યું હતું.તે પોતાનો બધો સમય નવલકથા લખવામાં અને વાંચવામાં વિતાવતો. બધા ખુશ હતા તેની પ્રગતિ થી.વિશ્વાસ અને તારીકા પણ.તારીકા ને એક વર્ષ હજી પત્રકાર નું ભણવાનું બાકી હતું અને અત્યારે તે રેડિયો જોકી બની ગઈ હતી.તે પણ શહેરમાં લોકપ્રિય હતી.વિશ્વાસ પણ હવે ગુજરાતની બહાર આર્ટ એક્સીબિઝનમાં પોતાના ચિત્રો રજુ કરતો હતો. થોડાજ મહિનાઓમાં તેના અને કાવ્યાના લગ્ન પણ હતા.


આરોહી પણ શરીરથી અમેરિકામાં સ્થાયી થઈ ગઈ હતી પણ તેને હજી લાગતું હતું કે તે મનથી અમેરિકા સ્થાયી નથી થઈ શકી.તેને બહારથી લાગતું કે તે અમેરિકામાં ખુશ છે પણ તે ઘણીવાર મનને પ્રશ્ન પૂછતી કે શું તે અહિયાં સાચેજ ખુશ છે?

જીવનમાં તકલીફ ત્યારે નથી પડતી જ્યારે આપણી પાસે લોકોએ પૂછેલા સવાલોના જવાબ નથી હોતા,જીવનમાં તકલીફ ત્યારે પડે છે જ્યારે આપણી પાસે આપણાં જ સવાલોના જવાબ નથી હોતા.

આરોહી ને એક વર્ષ પછી એક અમેરિકન પબ્લિશીંગ કંપની માં જોબ મળી ગઈ હતી.તેમાં તે એડિટર તરીકે કામ કરતી હતી.તેણે તેના મોટા પપ્પા ના ઘરની બાજુ નું ઘર ભાડે લઈ લીધું હતું અને ત્યાં તેણે એક પોતાનું પોતા માટેજ પુસ્તકાલય ખોલ્યું હતું.તે અને આરતી બહેન ત્યાં સાથે રહેતા.જો કે જમવાનું તો બંને ઘરનું સાથે જ થતું.


કવન છ એક મહિના પછી આરોહી ને ફોન કરવાનું મન બનાવી ચુક્યો હતો.એક વખત તો તેણે ફોન કરીને આરોહી સાથે ફોનમાં વાત પણ ના કરી.પણ તે પછી તેણે ક્યારેય આરોહીને ફોન નથી કર્યો.હા, તે વાત અલગ છે કે તે ઘણી વાર હવે તે ગાર્ડન માં જઈ આવે છે જ્યાં તે મળતા હતા.ઘણી વાર તેને પણ પુસ્તક વાંચતા વાંચતા આરોહી તેની સાથે બેઠી હોય તેવી લાગણી થઈ જાય છે જો કે તે હોતી નથી.તો ઘણી વાર જુના અથવા ઉદાસી ભર્યા ગીત સાંભળતા સાંભળતા અથવા કોઈ લવસ્ટોરી વાંચતા કે લવસ્ટોરીની ફિલ્મ જોતા એકાદ આંશુ રડી પડાય છે.બસ એવું કહી શકાય કે આનાથી વધારે તે આરોહી ને યાદ નથી કરતો.

આરોહી એ હવે તેની પ્રેમની વ્યાખ્યા બદલી હોય એમ લાગે છે.અમેરિકામાં આવ્યા બાદ તેને લાગે છે કે આમતો પ્રેમ જેમ તે સમજતી હતી તેટલો ખરાબ પણ નથી.પ્રેમ વિશે જે કવને કહ્યું હતું તે જ બરોબર છે,પ્રેમ તેટલો પણ ખરાબ નથી બસ આપણે ક્યારેક તેને સમજવામાં ભૂલ કરીએ છીએ. તે હજી ક્યારેક ટ્રેનમાં કોઈ બે મિત્રો ને વાતો કરતા જોવે તો તેને કવન યાદ આવી જાય છે.તો ક્યારેક તે ઘરના નાના બગીચામાં એકલી બેઠી હોય ત્યારે તે કવનને યાદ કરી લે છે.તો ક્યારેક તે વહેલી સવારે કે મોડી રાત્રે થોડાક સુમસાન લાગતા રસ્તા પર ચાલી રહી હોય ત્યારે તેને કવનની વાતો અને તેણે પૂછેલા પ્રશ્નો જરૂર યાદ આવે છે.તે હવે પ્રેમકથા ઓછી વાંચે છે પણ તે અસલ જીવનમાં પ્રેમ વધુ અનુભવે છે.

તારીકા તેના ઈન્ટરવ્યુ નો છેલ્લો સવાલ પૂછી રહી હતી જે કવનના ચાહકવર્ગ પાસેથી મળ્યો હતો તે હતો કે "તમે લવ સ્ટોરી કેમ નથી લખતા?"

જો કે કવન વાતો ટાળવામાં એક્સપર્ટ હતો.તેથી તેણે અહીંયા પણ વાતો ટાળી દીધી.જો કે આ એક એવો સવાલ હતો જેનો જવાબ તે તેના ચાહકો ને નહોતો આપી શકતો.તારીકા પણ જાણતી હતી તેથી તેણે ત્યાં પોતાનું પત્રકારત્વ દેખાડવું જરૂરી ના સમજ્યું.કારણકે તે માંડ માંડ તો કવનને આ ઇન્ટરવ્યૂ માટે મનાવી શકી હતી.


ક્રમશ


વાર્તા ને અનહદ પ્રેમ આપવા બદલ આભાર.... આ વાર્તા આપને કેવી લાગી તે જરૂર થી જણાવશો. તથા આપના વોટ્સએપ,માતૃભારતી,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરશો. વાર્તા ના અમૂલ્ય પ્રતિભાવો જણાવશો મો નંબર ૭૬૭૭૩૫૨૫૦ આપનો આભાર...