vasantvila -A haunted house - 15 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 15

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 15

પ્રકરણ 15 


સુકેશ અચાનક થી જ સુઈ ગયો હતો. પણ જેવો રાત્રી નો બીજો પ્રહર વીત્યો તેવી જ ડ્રોઈંગરૂમમાં એકદમ થી વીજળીના કડાકા નો અવાજ સંભળાવા લાગ્યો એન એ અવાજ થી સુકેતુ જાગી ગયો. તેને જોયું તો બહાર વીજળી ના ચમકારા થતા હતા. ઘુવડના બોલવાં નો અવાજ પણ સંભળાવા લાગ્યો હતો. દૂર દૂર થી શિયાળો ની ચીસો પણ સામળતી હતી. વાતાવરણ એકદમથી ડરાવનું બની ગયું હતું.  દૂર દૂર જંગલમાં થી રાની પશુઓ નો અવાજ આવતો હતો.અચાનક હવામાં થી સાત ઓળાઓ ડ્રોઈંગ રૂમમાં પ્રગટ થયા હતા. જેને  જોતા જ સુકેશ ની  હાલત ખરાબ થઇ ગઈ એકદમ જ તેને પોતાનું હૃદય બંધ પડી જતું લાગ્યું.  આ ઓળાઓ એટલે બીજું કોઈ નહિ પણ તે સાત આત્માઓ હતી. જેની સુકેશે ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. આ ઓસટ આત્માઓ સૌથી વૃદ્ધ મહાદેવી પંડિત  તો સૌથી નાની વ્યક્તિ જય પંડિત કે જેની ઉંમર મૃત્યુ સમયે માત્ર નવ વર્ષ હતી. બાકીના ઓ માં રમેશ પંડિત, રમા પંડિત, શ્યામ પંડિત,  સરોજ પંડિત  આરાધના  આચાર્ય  હતા. આ બધા ધીમે ધીમે તેની તરફ આગળ વધતા હતા તે જોઈ ને સુકેશ દર નો માર્યો થીજી ગયો ચીસ પણ ગળામાં અટવાઈ ગઈ. શ્યામે  આવી ને તેને ઉંચકીને હવામાં ફંગોળતા પૂછ્યું મારી ગાઢ દોસ્તીનો એવો બદલો શા માટે આપ્યો? બધા જ વારાફરતી સુકેશ ને હવામાં ફંગોળાતા ગયા અને  પોતાનો પ્રશ્ન પૂછતાં ગયા છેલ્લે રાધાને તેન હવામાં જ લટકેલો રાખીને તેના પ્રેમમાં દગો આપવાનું કારણ પૂછ્યું. આમ સુકેશ એકદમ થી ગભરાઈ ગયો હતો તેને વિનંતી કરી તેના થી ભૂલ થઇ ગઈ ણ એ પોતાને માફકરાવ વિનવતો રહ્યો પણ એ લોકોએ તેની એક પણ વાત ન સાંભળી  અને સુકેશ ને આમ થી તેમ ફંગોળતા રહ્યા ડર નો માર્યો સુકેશ બેહોશ થઇ ગયો.અને બધી જ આત્માઓ ધીમેંમધીમે ત્યાં થી વિખરાઈ ગઈ. લગભગ કલાક જેવું બેહોશ રહ્યા બાદ સુકેશ ભાનમાં આવ્યો. ત્યારે તેને લાગ્યું કે  નક્કી તેણે ભયાવહ સપનું જોયું છે. બાકી મારી ગયેલા લોકોમકાઈ રીતે પાછા આવી શકે નક્કી મારો એ વહેમ હતો. ડરના માર્યા મને સાતે લોકોં ના પ્રેત દેખાય છે વાસ્તવ માં એવું કશું હોય જ ના શકે. સુકેશ વર્ષો પહેલાના એ દિવસ ને યાદ કરે છે કે જયારે  તેણે આ સાતેય વ્યક્તિની. ઠંડા કલેજે હત્યા કરી નાખી હોય છે. તેણે પોતાના ભાઈ લોકેશ ને અમેરિકા થી તેડાવી લીધો હોય છે. અને તે લોકેશ ને બધા થી દૂર મસૂરી થી થોડે દૂર આવેલા જંગલ ના કોટેજ માં રાખે છે. અને તે લોકેશ ને એવું કહે છે પોતાના દુશ્મન થી થોડો ખતરો છે એટલે તેણે આ જગ્યા એ રહેવાયુ પડશે. અને માત્ર એક કે બે દિવસ માટે લોકેશે સુકેશ બનવું પડશે અને સુકેશ બની દહેરાદુન માં રહેલી તેની ઓફિસ પર હાજરી એવી પડશે. જેથી તેના શત્રુઓ સુકેશ દહેરાદુન છે તેમ સમજી ગાફેલ રહે અને પોતે પિથોરાગઢમાં રહેલા તેના શત્રુઓ ને પરાજિત કરી શકે.  સુકેશે લોકેશ એવું જ જણાવ્યું હતું. જો તે લોકેશ ને સચ્ચાઈ જણાવે કે તે પોતાના સાસરી પક્ષ ના લોકોની હત્યા કરી તેમની સંપત્તિ કબ્જે કરવા માંગે છે તો તે કોઈ દિવસ પોતાને સાથ ન આપે આથી તેણે લોકેશ ને પણ પોતાના પ્લાન થી અજાણ રાખ્યો હતો.સુકેશના પ્લાન મુજબ તે પિથોરાગઢ જાય ત્યારે લોકેશ ની દહેરાદૂનમાં હાજરી હોવી ખુબજ જરૂરી હતી. જેથી તે એ સાબિત કરી શકે કે હત્યાકાંડના સમયે પોતે દહેરાદૂનમાં હતો. જેથી કોઈ ને આ હત્યા પાછળ સુકેશ જવાબદાર છે તેવી શંકા ન જાય  કારણકે બધાની હત્યા પછી સંપત્તિ નો વારસદાર સુકેશ જ બને તેમ હતો તેથી તે સીધો શક ના દાયરામાં  આવે  આથી તેણે પોતે પિથોરાગઢ હત્યાને અંજામ આપતો હોય ત્યારે લોકેશ સુકેશ બની ને દહેરાદુન ની ઓફિસમાં હાજર હોય તે ખુબ જરૂરી હતું આથી તેણે લોકેશ ને એક મહિના થી વધુ સમય સુધી  ટ્રેનિંગ આપી ને સુકેશ બનવાયો હતો. તેણે પોતાની જિંદગીના રોજબરોજ ના પાત્રો નો પરિચય કરાવ્યો હતો અને પોતાની દિનચર્યામાં બરોબર ફિટ કર્યો હતો જેથી કોઈ ને ખ્યાલ જ ન આવે કે સુકેશ નહિ લોકેશ છે. તેને લોકેશ ને સુકેશ તરીકે બરોબનો ઇમ્પોસ્ટ કરી દીધો હતો. અને લોકેશ ના સુકેશ તરીકે ના એક બે લાઈવ ટ્રાઈલ પણ કરી લીધા હતા. જેથી ખરે સમયે કોઈ તકલીફ ના પડે. જયારે શ્યામના લગ્નના પ્રોગ્રામ ની તૈયારી માટે આખો પંડિત પરિવાર વસંત વિલામાં ભેગો થવાનો હતો. અને ત્યાં એક અઠવાડિયું રોકાઈ અને બે અહીંના પછી થનાર લગ્ન ના કાર્યક્રમ ની રૂપરેખા ઘડવાનો હતો. તેમાં શ્યામ ની થનાર પત્ની અને વાગ્દતા સરોજ ને પણ બોલાવી હતી. આ કાર્યક્રમમાં પોતે બે દ્વીએ મોડો આવશે તેવું સુકેશે જાણવાયું કોઈકે તો દહેરાદુન ની ઓફિસ સંભાળવી  પડશે. કારણ કે બે દિવા  એક મોટું ક્લાયન્ટ આવવાનું હતું. રમેશ પણ તેની વાતમાં સહમત થતા પોતે બે દિવસ રહીને પિથોરાગઢ પહોંચી જવા જણાવ્યું હતું.તેને આરાધનાને પણ માનવી લીધી હતી. આમ પોતે બે ને બદલે એક દિવસ મોડો પિથોરાગઢ ગયો હતો. તે પણ છુપાઈ ને અને દહેરાદૂનમાં પોતાની જગ્યા એ લોકેશ ને ઇમ્પોસ્ટ કરતો ગયો હતો. પંડિત પરિવાર ની પાછળ પાછળ સુકેશ પણ પિથોરાગઢ પહોંચ્યો હતો. તેણે રાતના બાર વગ્યા ના સમય પર તે પિથોરાગઢ થી થોડે દૂર આવેલા વસંત વિલા પર પહોંચ્યો જ્યાં નિરવ શાંતિ છવાયેલી હતી. વસંત વિલા થી ત્રણ કિલોમીટર ની ત્રિજયામાં જંગલ અને ખેતરો જ હતા.  સુકેશે વસંતવિલા પહોંચી ડૂપ્લિ કેટ ચાવીથી  મેઈન ડોર ખોલી ને તે સૌ પ્રથમ રમેશ ના રૂમમાં ગયો. તે રમેશના રૂમ નું ડોર ખખડાવતા રમેશ ઉઠી ને બારણું ખોલ્યું તેવો તરત જ પોતાના હાથમાં રહેલો સ્પ્રે રમેશ ની આંખોમાં છાંટી ને સાયલેનશર ચડાવેલી પિસ્તોલ થી તેને ગોળી મારી તેની હત્યા કરી નાખી અને અને તેના રૂમમાં દાખલ થઇ તેની પત્ની રમા અને દીકરા જય ને પણ ગોળી મારી દીધી. પછી તેણે શ્યામના રૂમમા જય શ્યામ ને પણ ગોળી મારી પતાવી નાખ્યો. એ જ  રીતે મહાદેવીના રૂમમાં જય મહાદેવી તથા તેની જોડે રહેલ સરોજ ની હત્યા પણ ગોળી મારી ને કરી નાખી આને છેલ્લે પોતાન રૂમમાં જઈ પોતાની પત્ની આરાધના ની પણ ગોળી મારી હત્યા કરી નાખી  હતી. વસંતવિલામાં ઘર નોકરો રહેતા ન હતા તેઓ સવારે આવી ને સાંજે પોતનું કામ પતાવીને પોતપોતાને ઘરે ચાલી જતા તેથી કોઈ અન્ય પણ વસંતવિલામાં હાજર ન હતું. સુકેશે આખું વિલા વેરણછેરણ કરી નાખ્યું અને કિંમતી સામના અને રોકડ પોતાની સાથે લઇ ને વસંતવિલામાંથી લઇ  ને વસંતવિલા છોડી ને નીકળી ગયો જેથી  એવું જ લાગે કે કોઈએ લૂંટના ઈરાદા થી જ ઘરમાં રહેલા બધાની હત્યા કરી છે અને કિંમતી સમાન લઇ ને લૂંટારુ નાસી છૂટ્યા છે. આમ  લૂંટના  ઇરાદે થયેલી હત્યા નું ચિત્ર ખડું કરવામાં પોતે સફળ રહ્યો હતો.  તેઅડધી રાતેજ  વસંતવિલા છોડને  પાછો  સુધીમાં દહેરાદુન પહોંચી ગયો હતો. જ્યાં લોકેશે દોઢ દિવસ સુકેશ બની ને ગાળ્યો હતો. આમ લોકેશ નું સુકેહ તરીકે નું ઇમ્પોસ્ટિંગ પણ સફળ રહ્યું હતું. કોઈ ને ખ્યાલ આવ્યો ન હતો કે આ સુકેશ નહિ બીજું કોઈ છે. બીજા દિવસ ની સવારે જાયે ઘર નોકર વસંતવિલા ફૉછે છે ત્યારે વસંતવિલા માં થયેલ હત્યાકાંડ નો તેને ખ્યાલ આવતા તે પોલિશ ને જાણ કરે છે. અને પોલીશ વસંતવિલા પાર દોડી આવે છે. અને બનેલ ઘટના ની જાણ સુકેશ ને દહેરાદુન કરે છે. આ ઘટના ની જાણ પોલિશ દ્વારા સુકેશને ફોન પર થતા જ એ અજાણ્યો હોવાનો ડોળ કરી આ સાંભળતા જ તેને ખુબ  આઘાત લાગ્યો હો તેમ બેહોશ બની જવા નું નાટક કરે છે. જેને તેની બાજુ રહેલો ઓફિસ નો કર્મચારી ફોન ઉઠાવે છે અને તે સામે પોલિશ ને સુકેશ ને સુ કહ્યું કે તે બેહોશ થઇ ગયો એમ પૂછે છે. પોલિશ તેન પિથોરાગઢ માં બની ગયેલી ઘટના વિષે જણાવેછે અને સુકેશ ને લઇ ને બનતી ઝડપે દહેરાદુન થી પિથોરાગઢ આવી જવા કહે છે.  અચાનક થી પાછો કોઈ ના જોર જોર થી રડવા નો અવાજ સાંભળી સુકેશું પોતાના વિચારો ને શાંત કરી એ દિશામાં દોડે છે.

 

શું સુકેશ ને દેખાયેલા પ્રેત હકીકતમાં હોઈ છે કે એ સુકેશન મન નો વહેમ હોય છે જાણવા માટે વાંચતા રહો વસંતવિલા - એ હોન્ટેડ હાઉસ