TU ANE TAARI VAATO..!! - 18 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તું અને તારી વાતો..!! - 18

પ્રકરણ 18 તારી મારી વાતો..!!

રશ્મિકા તેના ફોનમાં આવતો call cut કરે છે અને થોડી ઉદાસીનતા સાથે ફરીથી સુવાનો પ્રયત્ન કરે છે. પણ થોડી ક્ષણમાં ફોનની Ring ફરી સંભળાય છે. રશ્મિકા એ જ નામ screen પર વાંચી થોડા ગુસ્સા સાથે ફોન receive કરે છે અને સામે છેડે અવાજ સંભળાય છે.....

“Hello, રશ્મિકા.”

રશ્મિકા થોડા ગુસ્સા સાથે જવાબ આપે છે…

“hmm… બોલો…”

“કેમ ..!! બોલો એટલે..??”

“બોલો એટલે જે કામ હોય તે બોલો..”

“તને ખબર છે તું કોની સાથે વાત કરે છે?? ઊંઘમાં તો નથી ને…??”

“હા ખબર છે, હું Mr. Prem સાથે વાત કરું છું..”

“હા….તો આમ કેમ વાત કરે છે…??”

“આમ એટલે.!!??”

“અને હું Mr. પ્રેમ ક્યારથી થઈ ગયો…?”

“જ્યારથી તમારા માટે પત્ની કરતા કામ વધારે Important થઈ ગયું…. જ્યારથી તમે મને એકલી છોડી દીધી… અને હજુ એવું ઘણું બધું છે જે હવે હું તને કહેવા જ નથી માંગતી…”

“તને..??”

“હા…. તને..?”

“તું કેમ આવું કરે છે, રશ્મિકા…??”

“કારણ કે, જો તમે 2 દિવસમાં પહોંચ્યાનો એક ફોન પણ ના કરી શક્યા હોય તો હું સમજુ છું કે, જે માણસ માટે હું important નથી એને હું શું કામ disturb કરું…!??”

“રશ્મિકા… હું તારી સાથે જ છું ને… અને જીવવા માટે work તો કરવું જ પડે ને…??”

“હા, તો હું ક્યાં ના પાડુ છું… તમે જીવો તમારી રીતે…. હું એકલી જ કાફી છું…. Okey..??”

“રશ્મિકા..!!???”

“Plz…. મારે કંઈજ નથી સાંભળવું…. Plz….bye…. Take care… Good night..”

રશ્મિકા પ્રેમ કંઈ બોલે તે પેલા જ ફોન cut કરી નાખે છે…અને એ શાયરી પોતાના આંસુને રોકવામાં અસમર્થ બની જાય છે…રશ્મિકા પોતાના ફોનને બેડ પર ફેંકી દે છે…અને window પાસે નીચે બેસી રડવા લાગે છે….અને થોડી ક્ષણમાં એ આંસુઓ સુકાઈ ગયા પછી એ વિચારોમાં સરી પડે છે…


“હે ખુદા…
નથી આ નાતો મિત્રતાનો,
કે નથી આ પ્રેમનો…..
તો પણ તે કેમ બાંધી આપ્યો….
કિંમત વગરના નામનો…??”


રશ્મિકા ત્યાં જ window નીચે જ અનેક વિચારો સાથે બેસી રહે છે…

*******************
દિલ્હીની એક ફાઈવ સ્ટાર hotel માં રોકાયેલો પ્રેમ પહેલીવાર વિચારોમાં સરી પડે છે…હંમેશા કામમાં વ્યસ્ત રહેતો પ્રેમને પહેલીવાર કંઈક વિચારવાનો સમય મળ્યો છે.

રશ્મિકાના ફોન cut કર્યા પછી પ્રેમ પોતાનો ફોન બેડ પર મુકી બાલ્કનીમાં જતો રહે છે અને તેના મનમાં એક સાથે ઘણાં બધાં વિચારો દોડી રહ્યા છે…કે રશ્મિકાના આવા વર્તનનું કારણ શું હશે..?? શુ મારાથી કોઈ ‘ભૂલ’ થઈ હશે..??
થોડી ક્ષણ પછી પ્રેમ ફરીથી રૂમમાં આવે છે…અને ફરીથી રશ્મિકાને ફોન કરે છે….પણ સામે છેડેથી કોઈ જવાબ આવતો નથી… પ્રેમ ફરીથી પ્રયત્ન કરે છે….પણ કોઈ જ જવાબ આવતો નથી….. આખરે પ્રેમ કંટાળીને પોતાના રૂમની light off કરીને બેડ પર સુઈ જાય છે પણ ઊંઘ આવતી નથી….. આથી ફરીથી પ્રેમ વિચારોમાં સરી જાય છે…

*********************

જ્યારે આ બાજુ વિજય રશ્મિકાની યાદોમાં ખોવાયેલો છે… વિજયને પણ ઊંઘ આવતી નથી….આથી પોતાની ડાયરી લઈને બેસી જાય છે….જેને લખવાની કંઈ સમજ નહોતી એ પોતાની લાગણીઓને શબ્દોમાં ગૂંથવા લાગે છે…
જ્યારે આ બાજુ વિજય રશ્મિકાની યાદોમાં ખોવાયેલો છે… વિજયને પણ ઊંઘ આવતી નથી….આથી પોતાની ડાયરી લઈને બેસી જાય છે….જેને લખવાની કંઈ સમજ નહોતી એ પોતાની લાગણીઓને શબ્દોમાં ગૂંથવા લાગે છે…


આ વરસતા વરસાદને નીરખી
તારી બોવ જ યાદ આવે છે યાર…..
એકલતાની આ અનોખી દુનિયામા
તારી બોવ જ યાદ આવે છે યાર…..
ભીંજાયેલા વાળને ઓળવાને
તારી બોવ જ યાદ આવે છે યાર…
પલળેલા આ ચહેરાને સુકવવાને
તારી બોવ જ યાદ આવે છે યાર….
વરસાદમાં ભીંજાયેલી આંખોને ચુંબન કરવા
તારી બોવ જ યાદ આવે છે યાર…..
આ તૂટી રહેલા શરીરને આલિંગનમાં લેવા
તારી બોવ જ યાદ આવે છે યાર….
આ છૂટી રહેલા શ્વાસને રોકવા
તારી બોવ જ યાદ આવે છે યાર…
મારા પ્રેમની પરાકાષ્ઠા મેળવવા
તારી બોવ જ યાદ આવે છે યાર….
મારા હાથમાં તારા હાથના સ્પર્શ માટે
તારી બોવ જ યાદ આવે છે યાર…
મારી “Ruh” ની “Ruh” બનાવવા
તારી બોવ જ યાદ આવે છે યાર…
શબ્દો ખૂટે ને હું તૂટી જાવ તે પહેલાં
એક સ્પર્શ આપી જાને યાર….
કેમ, ખબર છે…!!???
કેમ કે…..,
તારી બોવ જ યાદ આવે છે યાર……
_ Dear Rashu “Ruh”


ત્યાં જ ઘડિયાળના ટકોરાનો અવાજ સંભળાય છે અને વિજયની નજર ઘડિયાળ તરફ જય છે અને વિજય બોલી ઉઠે છે….

“ઓહ… અગિયાર વાગી ગયા..!!”

વિજય પોતાની ડાયરી મુકી window તરફ જાય છે… અને આળસ મરડી આકાશ તરફ નજર કરે છે…એ આકાશમાં ચાંદ જોઈ વિજયને અનહદ શાંતિ અનુભવાય છે…. અને પોતાની શાયરીની યાદ વધુ આવી જાય છે અને વિજય ત્યાં જ ઉભો રહી જાય છે….. અને એક નખરાળી smile સાથે ચાંદ સામે એકીટશે જોઈ રહે છે….અને વિજય રશ્મિકાના surprise વિશે વિચારવા લાગે છે...


*********


લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ સવિતાબેન અચાનક જાગી જાય છે…તે બેડની બાજુના ટેબલ પરનો night lamp on કરે છે…પણ ત્યાં પાણીનો જગ ખાલી હતો એટલે જગ લઈ તે રસોડા તરફ જવા નીકળે છે પણ રશ્મિકાના રૂમની light હજુ on હતી… આ જોઈ તેમને નવાઈ લાગે છે… અને સવિતાબેન રશ્મિકાના રૂમમાં જાય છે… ત્યાં બેડ પર રશું નથી દેખાતી એટલે તે આજુબાજુ નજર કરે છે…. Window નીચે રશ્મિકાને આડી પડેલી જોઈ સવિતાબેન પાણીનો જગ રશ્મિકાના રૂમના ટેબલ પર મૂકી રશ્મિકાની પાસે જાય છે….

“રશું….રશું…..બેટા…..કેમ અહીંયા સૂતી છે….!!??”

રશ્મિકાનો કોઈ જ Response નહિ મળતા સવિતાબેન ફરીથી રશ્મિકનો હાથ પકડી ઉભી કરવા પ્રયત્ન કરે છે…પણ રશ્મિકાનો હાથ ગરમ લાગતા સવિતાબેન રશ્મિકાના કપાળ પર હાથ મૂકે છે અને રશ્મિકાનો જવાબ ન મળતા સવિતાબેન ગભરાય જાય છે…અને સવિતાબેન એકાએક હર્ષદભાઈ પાસે જાય છે….

સવિતાબેન હર્ષદભાઈને જગાડે છે અને હર્ષદભાઈ પણ ગભરાય જાય છે…

“રશુ…રશુ..”

“અરે….સવિતા શું થયું…!???”

“રશુ….રશુ…..”

“શુ થયું રશુને…??”

હર્ષદભાઈ અને સવિતાબેન રશ્મિકાના રૂમમાં જાય છે…અને હર્ષદભાઈ રશ્મિકાની હાલત જોઈ તેને બેડ પર સુવડાવે છે અને તરત જ ડૉક્ટરને ફોન કરે છે…..