Pranay Trikon - 3 in Gujarati Classic Stories by Bindu books and stories PDF | પ્રણય ત્રિકોણ - ભાગ 3

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રણય ત્રિકોણ - ભાગ 3

ભાગ ત્રણ - પ્રણય ત્રિકોણ
દિવ્યમ વાત વાતમાં જ રામના વખાણ કરીને પૂછવા પ્રયત્ન કરે છે કે તે ખરેખર ખુશ છે કે નહીં અંદરથી જાણે ઊંડે ઊંડે તેની ચિંતા સતાવે છે તો આ તરફ જીગીશા દિવ્યમને પૂછે છે કે તમને રામનો નંબર ક્યાંથી મળ્યો? વળી દિવ્યમ રામ સાથે તેની કઈ રીતે મુલાકાત થઈ તે સઘળી વાત કરીને ઘણી હકીકત કહે છે અને સાથે કહે છે કે હું બાર માં બેસીને જસ્ટ ટ્રાય કરતો હતો અને તે જ કોલ રીસીવ કર્યો અને જીગીષા દિવ્યમ ને પોતાનો પર્સનલ નંબર આપે છે અને દિવ્યમ નંબર પોતાના મોબાઈલમાં જિગા નામથી સેવ કરી દે છે
જ્યારે જીગીશા દિવ્યમ ના મોબાઈલ નંબરને દિવ્યમને બદલે કૃષ્ણના નામથી સેવ કરે છે .
અને પછી શરૂ થાય છે એ 14 વર્ષ પહેલાંની વાતોનો દોર કે જાણે બંને કોઈ દિવસ અલગ જ નહોતા પડ્યા. પણ હા બંને એકબીજાના પરિવારને પ્રથમ પ્રાધાન્ય આપે છે બસ હાઈ થી શરૂ થતો મેસેજ જો સામે પક્ષે બાય કહે તો દિવસો તો વીતી જાય અને જો બંનેને અનુકૂળ સમય હોય તો કલાકો વાતો માં વીતી જાય ફરી શરૂ થાય છે એ પવિત્ર પ્રેમની વાતો નિસ્વાર્થ પ્રેમની વાતો બસ એકબીજાની ફિકર કરનારા એ પ્રેમીઓ ની વાતો બસ એકબીજા માટે વર્ષો પહેલા વચને બંધાયેલા અને દુનિયાદારી ના કારણે સમાજના બંધનના કારણે વિખુટા પડેલા એ બે પ્રેમી પંખીડાઓની વાતો .અસંખ્ય વાતો ..અગમ્ય વાતો એકબીજાની ચિંતા ની વાતો એકબીજાના પરિવારની ચિંતા ની વાતો અગણિત વાતો ...
રામ જ્યારે પોતાના કાર્યમાં વ્યસ્ત હોય ત્યારે દિવ્યમ સાથે કલાકો કરતી જીગીશા જાણે તેના જુવાનીના દિવસોમાં જતી રહી હોય તેવું અનુભવે છે મોટાભાગે તો દિવ્યમ જીગીશા ને બોલવા જ ક્યાં દે તો તને યાદ છે જીગા એ ક્રિકેટ રમતા અમે લોકો અને જીગા તને યાદ છે કે હું ઘણી વખત જ્યારે રમું તો ત્યારે તું મને પ્રોત્સાહિત કરવા માટે આવી જતી જાણે 14 વર્ષ જૂનો તે વાતોનો દોર ફરીથી શરૂ થાય છે દિવ્યમ જ્યારે ક્રિકેટ રમતો ત્યારે જીગીશા એને સપોર્ટ કરવા માટે થઈને કાન હા કાન્હા ઉછળ કૂદ કરતી તેને જોઈને ઘણીવાર ક્રિકેટમાં દિવ્યમ છગ્ગા અને ચોક્કા લગાવતો આમ બંને બાળપણથી જ એકબીજાથી પરિચિત હતા. જીગીશા ના પિતા સરકારી નોકરી કરતા હોવાથી આ નાનકડા શહેરમાં રહેવા આવેલા પોતાના વતન થી દુર. જ્યારે જીગીશા તેમનું પહેલું સંતાન હતી જ્યારે દિવ્યના પિતા તો પોતાનો કારોબાર અને દિવ્યમ તેમનું માત્ર એક જ સંતાનો હોવાથી બંને પાડોશમાં રહેતા હતા બંને ઘરે એકબીજા સાથે સુખ-દુઃખની વાતો કરતા ઘણી વખત દિવ્યમ જીગીશા ને પોતાની સાઇકલમાં બેસાડી એ નાનકડા શહેરમાં નહેર અને જે ખુલ્લા લીલો પટ કે ત્યાં લઈ જાય આમ બંનેનું નિખાલસ બાળપણ સાથે જ વીતે છે દિવ્યમ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તો વળી જીગીશા એકદમ સાધારણ ઘણી વખત ગણિતના દાખલાઓમાં તે દિવ્યમની મદદ માટે જીગીશા ના કાન ખેંચીને દિવ્યમ તેને દાખલો શીખવાડી લે તો ઘણી વખત જીગીશા દિવ્યના છગાના શોટ પર કુદા કૂદ કરતી તો ઘણી વખત જીગીશા રડતી ત્યારે દિવ્યમ તેના આંસુ લુછતો અને ઘણી વખત જીગીશા દીવ્યમ નું લેશન પણ પૂરું કરી આપે. ઘણી વખત બંને વચ્ચેના ખાટા મીઠા ઝઘડા તો ઘણી વખત બંનેનું એકબીજાનું મનાવવું વળી પાછું ચીડવવું.આમ જાણે એમનું બાળપણ તો કેટલી યાદો સાથે વીતી ગયું હશે ઘણી વખત દિવ્યમ જીગીશા ના નાનાભાઈ ને પણ સાયકલમાં ચક્કર મારવા લઈ જતો આમ જીગીશા અને દિવ્યમ મોટાભાગે પોતાનું બાળપણ એકબીજાના સથવારે વિતાવ્યું હશે.
વળી આઠમા ધોરણમાં પ્રવેશતા જીગીશાને તેના પપ્પાએ તેને વતનના બાજુમાં દીકરીઓની છાત્રાલયમાં ભણવા બેસાડી ઓહ્ તો કેટલું અઘરું થયું હશે બંને નું એકબીજાથી જુદા પડવું. કદાચ જીગીશા તો છાત્રાલયમાં જતી રહી અને તેના સમય પત્રક પ્રમાણે તેની બહેનપણીઓમાં ખોવાઈ ગઈ પણ દિવ્યમ તો રોજ પેલી નહેર પાસે જય જીગીશાને યાદ કરતો રડતો ખબર નહીં કેમ બાળપણનો પ્રેમ ક્યારે ભુલાય શકે ખરો ..ઘણી વખત વેકેશનમાં જીગીશા આવવાની છે એ વાત સાંભળતા જ તે દિવ્યમ તેના નાના ભાઈને પૂછી લેતો અને એટલો હરખાઈ જતો પણ વેકેશન તો જાણે ફટ દઈને પૂરું થઈ જતું પણ જીગીશા પણ જો દિવ્યમને ન જોઈએ તો બેચેની અનુભૂતિ ખબર નહિ બંને એકબીજાને માટે જ કેમ બન્યા હોય. બંનેના હૃદયમાં બાળપણમાં જ પ્રેમના અંકુર ફૂટેલા તે એકબીજા વગર જીવવું પણ અઘરું બની જતું. આમ‌ બંને એકબીજાને પરવાહ કરતાં બે બાળપણના મિત્રો ક્યારે યુવાનીના પ્રેમી પંખીડાઓ બની ગયા તેમને પણ તેમને ખબર જ ન પડી .
ધીરે ધીરે સમય વીતતો ગયો અને જીગીશા નું બારમુ ધોરણ પણ પૂરું થયું....
ક્રમશ..