દિવ્યમ આમ તો ઘણી વખત આ શહેરમાં આવી ચૂક્યો હતો. પણ આમ અચાનક અનાયાસે એ આ રીતે જીગીષા ને આટલા વર્ષો પછી મળશે તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો એ વિચારથી તે અતિ ઉત્સાહિત થઈ જાય છે કે તેણે આજે વર્ષો પછી જીગીશા ને જોય હજુ પણ જીગીસા બદલાઈ નથી મારી જિગા ઓહ્ મન થાય છે તેને મળવાનું કેટલાં વર્ષો થઈ ગયા આટલો તો રાજા રામને પણ વનવાસનો સમય લાગ્યો નહીં હોય અરે હા જીગીશા ના પતિ નું નામ પણ રામ જ તો છે અને પોતે મનમાં ને મનમાં હશે છે .હા કદાચ એ રામ જ હશે..
જીગા ક્યાં હશે તું ???(દિવ્યમ જીગીષા ને પ્રેમથી જીગા કહીને બોલાવતો જ્યારે જીગીશા દિવ્યમ ને કાન્હા કહીને બોલાવતી બંને એકબીજાને આ નામથી બોલાવતા) કેટલો આતુર છું હું તારી જોડે વાત કરવા કેટલો તને મળવા માટે થઈને તત્પર છું. પણ હું એક વચનથી બંધાયેલો છું શું કરું હું તને મળીશ તો નહીં પણ તારી જોડે વાત તો થઇ શકે ને આમ કેટલીય વાતો પોતાના મનમાં તે ઘડી કાઢે છે અને ઘણું બધું વિચારે છે કે તેનો ખ્યાલ તેને નથી રહેતો અને તેની ગાડી આગળ ની ગાડી સાથે અચાનક ટકરાઇ જાય છે પણ આ શું ? આગળ ની ગાડીમાં આ કોણ ? અરે આ તો એ જ વ્યક્તિ છે કે જે જીગીશા ને દોરી ની મોલ માંથી લઈ જઈ રહ્યો હોય છે. અરે ક્યાંક આ રામ તો નહીં હોયને અને આગળની ગાડીમાંથી રામ બહાર આવે છે .અને ત્યાં જ દિવ્યમ થોડો સ્વસ્થ થઈ કહે છે . આઈ એમ સોરી,, આઈ એમ રીયલી સોરી મારું ધ્યાન જ ન હતું. અને રામ નો અવાજ આવે છે કે જુઓ મિસ્ટર તમારી કોઈ ભૂલ નથી આગળ કંઈક વધારે જ ચક્કાજામ છે .આ પેલા સિંગર ના કારણે જ થયું હશે .એટલે ઓકે, આઈ એમ રામ. રામ દેસાઈ .અને દિવ્યમ પણ ભૂલી જાય છે કે તે કોની જોડે વાત કરી રહ્યો છે .આઈ એમ દિવ્યમ ,દિવ્યમ ચૌહાણ આ રીતે વાતચીત થાય છે.
અને બે વચ્ચેની આટલી વાત માં જ દિવ્યમ એવી વાતને વાળીલે છે કે વાતવાતમાં બંને એકબીજાના મોબાઇલ નંબરની પણ પરસ્પર આપ-લે કરી દે છે .અને બંને એક બારમાં જઈને ડ્રિન્ક લે છે .અને દિવ્યમ રામ નો વ્યવહાર જોઈ મનમાં વિચારે છે કે ના મારી જીગીશા ખુશ તો હશે .આ માણસ એને દુઃખી તો નહીં કરતો હોય કેટલો સારો છે સ્વભાવ રામ નો. મારી જીગીશા દુઃખી નહીં હોય એટલા માટે તો એટલી ખુશ હશે હે ને... વળી મનમાં જીગીષા ને મળવાની, જોવા ની તાલાવેલી... રામ અને દિવ્યમ છૂટા પડે છે...
તે જુએ છે તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે .અને મનમાં શું જાણે ઝબકારો થાય છે ને એ રામ નો નંબર ડાયલ કરે છે અને વિચારે છે કે જો રામ ફોન ઉપાડશે તો કોઈક વાતનો દોર બદલીશ એમાં તો આ બંદો માહિર છે પણ જો જીગીશા ઉપાડશે તો અને ત્યાં જ સામેથી કોલ ઉઠાવે છે જીગીશા.. આજ આખા દિવસના થાકના કારણે રામ વહેલો ઊંઘી ગયો હતો અને જીગીશા થોડું કામ બાકી હોવાથી જાગતી હતી આમ પણ જીગીશા મોડે સુધી પોતાના સહેલીઓના ગ્રુપમાં વાતો કરતી હોય છે .આજે શું બનાવ્યું હતું, આજે શોપિંગ કરવા ગયા હતા , વળી આજે તો જીગીશા ને ઉંઘ પણ નથી આવતી કારણ કે તેને પોતાના ફેવરિટ સિંગરની સાથે સાથે પોતાના પ્રિય પાત્રને પ્રત્યક્ષ નિહાળ્યો હતો . અને એ પણ કેટલા વર્ષો પછી , વર્ષો પહેલા છૂટા પડેલા પોતાના પ્રથમ પ્રેમને કેમ વિસરાય કે કે જેને 14 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હતો આજે તો ઊંઘમાં પણ સ્વપ્નમાં પણ તે દિવ્યમ.. આમને આમ સુખ દુઃખ ની મિશ્ર લાગણી અનુભવતી જીગીશા વિમાસણમાં પડી જાય છે. પણ ત્યાં અચાનક તેના ધ્યાનમાં વિક્ષેપ પડે છે અને રામ ના મોબાઇલની રિંગ રણકે છે તેથી તે રામની ઊંઘ ન ખરાબ થાય એ માટે જીગીશા કોલ રીસીવ કરે છે અને સામેથી દિવ્યમ ઘાયલ થતા થતા જ રહી જાય છે. અહીંથી જીગીશા હલો હલો કરે છે ,,પણ દિવ્યમ પોતાની જાતને સાચવી ને એમ કહે છે તું જીગા ખુશ છો ને જીગીશા ને આ શબ્દ કેટલા વર્ષો પછી સાંભળે છે એ પોતાના મોં પર એક હાથ રાખી દે છે કારણકે અશ્રુ સરી પડે છે તેને રોકવા માટે ગળે ડૂમો બાઝી જાય છે અને થોડે દૂર જાય છે કહે છે કાના તમે અહીં દિવ્યમ પણ કેટલા વર્ષો પછી આવી રીતે તેને જીગીષા ને બોલાવે છે આ સાંભળીને ઉત્સાહિત થઈ પોતાના ગ્લાસમાં રહેલા ડ્રિન્ક ને એક જ ઘુટમાં પી જાય છે તું જીગીશા મને બહુ જ યાદ આવે છે.. તું ..હું ...તને ખબર છે ...કેટલા બધા પ્રશ્નો અણધારા વણ ઉકેલ્યા કેટલાય પ્રશ્નો આ તરફ જીગીશા દિવ્યમનો અવાજ સાંભળીને કે જાણે તેના રોમ રોમ માં 14 વર્ષ પહેલાં વીખુટા પડયા નો સ્પર્શ અનુભવે છે .ઓ કાના તે મને કોલ કર્યો ?કઈ રીતે આપણે નક્કી કર્યું હતું ને કે નહીં મળીએ ત્યારે દિવયમ કહે છે કે જો જીગા આજ તું આમ અચાનક ન મળી હોત તો કદાચ હું તને શોધવાનો પ્રયત્ન ન કરત તું એવું માને છે ? કે શું કહું તને હું તને ભૂલી નથી શક્યો હું હજુ પણ તને હા અત્યારે હું એક ઉચ્ચ હોદ્દા પર જોબ કરું છું ખૂબ જ સારી રીતે સેટ થઈ ગયો છું પણ તને ખબર છે કે એક અધૂરપ છે મારા જીવનમાં તારા વગર એક ખાલીપો અનુભવું છું હું... અને કઈ રીતે કહું તને ભૂલી નથી શકતો અને તું શું માને છે ત્યાં તું પણ મને ભૂલી ગઈ છો.. આ તરફ જીગીશા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે એના બાળપણનો મિત્ર તેનો પહેલો પ્રેમ કે તેના વગર તો તેને જીવનની કલ્પના પણ નહોતી કરી ને એ 14 વર્ષ જતાં રહે છે અને વળી પાછા આમ અચાનક મળવું, દિવ્યમ કહે છે કે આ સાચું છે સ્વપ્ન છે કે શું છે જીગીશા.. આમ તે પ્રશ્નોની હારમાળા શરૂ કરી દે છે બોલને યાર શું છે તને ભૂલી નથી સકાતુ કંઈક તો બોલ તું ખુશ તો છે ને તને કોઈ તકલીફ તો નથી ને તું કહે તો હું તને મળવા આવું એમ તારો પતિ તો એકદમ સાધારણ સીધો સાદો માણસ લાગે છે એને જોતા જ એવું લાગે છે....
ક્રમશઃ