નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએક વાર નવી ફિલ્મની વાત સાથે તમારી સમક્ષ પ્રસ્તુત છું જેનું નામ satyprem ki katha છે,
ફિલ્મની શરૂઆત જ એક ડ્રિમ સાથે થાય છે જેને સત્યપ્રેમ એટલે કે કાર્તિક આર્યન જોઈ રહ્યો હોય છે ફિલ્મ પણ એક અનોખી કહાની આપણી સમક્ષ એવી રીતે મૂકે છે કે આપણે કહાનીમા બહુ રસ ધરાવતા થઇ જઈએ એ માટે જકડી રાખવામાં પણ આ ફિલ્મ ખુબ જ રીતે સફળ બનતી જોવા મળે છે...
ફિલ્મમાં રાજપાલ યાદવનો પણ હંમેશાની જેમ એક કોમેડી રોલ છે જેઓ પણ ફીલમમાં બખુબી નજરે પડે છે એમની એક્ટિંગથી ફિલ્મને વધુ સુંદર બનાવવા....
ફિલ્મની કહાની આપણા ગુજરાત સાથે કનેક્ટેડ જોવા મળે છે અમદાવાદ અને અમદાવાદના જોવા લાયક સ્થળો પણ આપણને આબેહૂબ નજરે પડતા જોવા મળે છે આ પણ ડિરેક્ટરએ ખુબ જ સુંદર રીતે રજુઆત કરી છે...
ફિલ્મમાં દરેક પાત્ર હિન્દી જેટલું જ ગુજરાતી બોલે છે એટલે ખાસ કરીને ગુજરાતીઓ માટે તો મજો પડે એવી ફિલ્મ છે ડાઈલોગ પણ ગુજરાતીમાં ખુબ જ સરસ રીતે લખાયેલા અને રજુ થયેલા છે...
ખાસ કરીને કાર્તિક આર્યન અને કિયારા જયારે પણ ગુજરાતીમાં બોલે છે ત્યારે આપણને જરાય મિસ્ટેક જોવા નથી મળતી ખુબ જ મીઠી રીતે બંને ગુજરાતી બોલે છે અને આપણને ફિલ્મ જોવાની મજા પણ ખુબ જ આવે છે...
ફિલ્મ પહલાં હાલ્ફ માં આપણને સરળ રીતે અને કોમેડીના જોરદાર તડકાં સાથે બાંધતી હોય એવુ લાગે છે અને જયારે ધીરે- ધીરે કહાની આગળ વધતી જાય છે તેમ - તેમ આપણી ઉત્સુખતા પણ ઘણી જ વધતી જાય છે ખરેખર ફિલ્મના ડિરેક્ટરની જેટલી તારીફ કરો એટલી ઓછી છે ક્યાય આપણને બિરિંગ થવા દે એવી વાત ફિલ્મમાં જોવા નથી મળતી,
ખાસ કરીને કાર્તિક આર્યન જયારે નવરાત્રીમાં કિયારાને પહાલીવાર મળે છે ત્યારે અને તેમની જોડી પણ ખુબ જ સરસ અને સરળ રીતે ફિલ્મને બાંધી રાખવામાં ખુબ જ સફળ બની રહે છે આ ફિલ્મ દરેક જોનારને ખુબ જ અલગ અનુભવ કરાવે એવી છે...
ફિલ્મનો જયારે માધ્યન્તર આવે છે ત્યારે એક નવો ટ્વિસ્ટ આપણને ફિલ્મમાં જોવા મળે છે અને ફિલ્મ આગળ શું થશે તે માટે બાંધી રાખવામાં ખુબ જ સચોટ રીતે સફળ બનતી જોવા મળે છે...
ફિલ્મમાં કાર્તિક આર્યન એની કોલેજના બોર્ડ ઉપર પથ્થર મારે છે એ સીન ટ્રેલરમાં પણ તમે કદાચ જોયો હશે અને પછી તે ફરીથી કિયારા સાથે કોલેજમાં જાય છે ડિગરી પુરી કરવાનું ફોર્મ ભરવા એ પણ ખુબ જ સરસ રીતે રજુઆત કરી છે...
ફિલ્મમાં જોવા મળતા સોન્ગ્સ તો ગજબની ફીલ કરાવે છે, ખાસ કરીને મને તો નસીબ સે આ song ખુબ જ પસંદ આવ્યું અને આનું bgm પણ બેકગ્રાઉન્ડમાં વાગ્યાં કરતુ જોવા મળે છે આ ફિલ્મની બેકબોન કહી શકાય...
ફિલ્મ તેના climax સુધી આવતા- આવતા સમાજમાં એક એવા મુદ્દાને આપણી સમક્ષ રજુ કરે છે જેને જોઈને ખરાખર આપણે સ્તબ્ધ રહી જઈએ એવો મુદ્દો છે ખાસ કરીને એના પાછળનું રીઝન પણ ફીલમાં ખુબ જ ઈમોશનલ રીતે રજુ કરવામાં આવ્યું છે જે ફિલ્મ જોનારને એકવાર વિચારવા ઉપર મજબુર કરી નાંખે એવુ છે..
કાર્તિક આર્યન જયારે ફિલ્મમાં એક માણસને થપ્પડ મારે છે અને ચપ્પલ કાઢીને મારતો જોવા મળે છે ત્યારે એમ થાય કે હજી વધારે માર એવો આભાસ મનોમન થતો જોવા મળે છે.
ફિલ્મ સમાજના એક એવા પાસાને આપણી સમક્ષ મૂકે છે જેને આપણે જાણતા છતાંય ઘણીવાર અજાણ બનતા હોઈએ છીએ...
ફિલ્મના સાબિત કરે છે કે પ્રેમ દિલથી થવો જોઈએ એજ સાચો પ્રેમ શરીરતો નાશવંત છે.....
તમને કેવો લાગ્યો મારો સત્યપ્રેમ ki કથાનો આ રીવ્યુ જરૂર જણાવજો 😇
ફરી મળીશું જોડાયેલા રહો
વિશેષની દુનિયા સાથે....
✍️vansh prajapati AKA visheah 💗