અમોઘા
●●●●○○○○●●●●○○○●●●●
મમ્મીએ હા પાડી ત્યારથી તાલાવેલી જાણવાની વધી ગયેલી,છાત્રાલયમાં રહેતી સખીઓ રજાનાં દિવસે મમ્મી- પપ્પાને સંદેશો લખવા કમ્પ્યુટર રૂમમાં જાય એટલી ખબર.
ટપાલી વિના અને સરનામા વિના સંદેશો પહોંચી જાય તે ખબર.
જેવું કમ્પ્યુટર આવડી જાય એવું શિખીને મારી સગી માને સંદેશો મોકલું એવું વિચારી રાખેલું.સંદેશો પણ વિચારી રાખેલો" વહાલી મા મે તને ક્યારેય જોય નથી તોય તું મને ખૂબ વહાલી,હેં! મા તને ક્યારેય ઈચ્છા નથી થતી મને મળવાની?"સોરી તારી દેવકી જેવી કોઈ મજબુરી હશે નહીં !તું મારી જરાપણ ચિંતા ન કરતી બંને મા મને બહું હેત કરે,આ તો બધાને ભાઈ બહેન મમ્મી પપ્પા દાદા ,કાકા,ફોઈ,મામા કેટલાં લોકો હોય પરિવારમાં,અમારા પરિવારમાં અમે ત્રણ જ. મનેય મોટો પરિવાર ગમે તું અહીં આવી જા તો કેવી મજા આવે!"હું તારી રાહ જોઈશ.
આવા તો કેટલાય સંદેશા મનોમન લખાયાં,ઘણીવાર માનો ચહેરો દોરવાની મથામણ કરી ને દર વખતે સાકરમા જેવો જ દોરાતો,ત્યારે મનોમન અફસોસ થતો કે જ્યારે બેઉઁ માને ખબર પડશે તો કેટલું દુઃખ થશે.
કમ્પ્યુટર આવ્યું શીખાયું અને સમજ પણ આવી કે સામેવાળાનું ઈ.મેલ જોઈએ ,અહીં તો નામનીય જાણકારી નથી.એની અકળામણ ઘરમાં છતી થઈ જતી
પણ ઉંમરની અસર સમજી અવગણાઈ જતી.ઉઁડે ઉડે અશ્ર્વિનીબહેનને કંઈક નવાં ફેરફારની શંકા જતી તો આ વખતે તો સાકરમાનેય થોડો ડર લાગતો.અમોઘાનાં મનનો તાગ મેળવવા એ ઘણીવાર કોશિશ કરતાં.
દર વરસે અમોઘા મળી તે દિવસ એની વર્ષગાંઠ તરીકે ઉજવાતો,સત્યનારાયણની પુજા અને સાંજે છાત્રાલયની
બાળાઓ સાથે નાનકડી ઉજવણી.આ વખતે જન્મદિન પર હું સચ્ચાઈ માંગી લઈશ એવું એ કિશોર મનમાં આશ્ર્વાસન હતું.
એ આતુરતાથી જન્મદિનની રાહ જોવા લાગી.
એવામાં એક દિવસ વતનની પોસ્ટ ઓફિસમાંથી ,અશ્ર્વિનીબહેન પર ફોન આવ્યો.વતન છોડ્યું ત્યારે ઘણાં મહત્વનાં કાગળો મળી જાય તેનાં માટે ત્યાં નામ સરનામું ને જવાનું ઓછું કર્યાં પછી હમણાંથી નંબર આપી રાખેલો.ત્યાનાં જુનાં ટપાલી નવિનભાઈએ
જણાવ્યું કે તમારા નામનાં ઘણાં કાગળ આવ્યાં છે,અને એમણે અહીંનાં સરનામે મોકલી આપવા ભલામણ કરી.
સાકરમા ચુપચાપ બંનેની હિલચાલ જોયા કરતાં,એમને બહું પડપુછ કરવાની આદત નહીં.એમનાં મને તો આગમચેતીનું એંધાણ આપી દીધેલું.જમાનો જોયેલાં સાકરમા માનતાં કે માંડ્યું મિથ્યા ન થાય એટલે ઉચાટ નહોતો.
અશ્ર્વિનીબહેન જરૂર પત્રોની રાહ જોતાં,પત્રો આવ્યાં અને ગુંચવણ વધું ઉભી થઈ,પત્રો કંઈ આ મતલબનું હતાં,"નમસ્કાર તમે મારી દોહિત્રીનું અત્યાર સુધી પાલન પોષણ કર્યું એનાં માટે આભાર.મારી દિકરી હવે આ દુનિયામાં નથી,એ જતાં જતાં માહિતી આપી ગઈ છે એની દિકરી વિશે,હું ઘણીવાર આપનાં સરનામાં પર આવી ચુક્યો છું.આપ હવે ત્યાં નથી રહેતાં એ જાણ્યું,અમે હવે અમારી દોહિત્રીને પરિવારમાં સમાવવાં ઈચ્છીએ છીએ.મારી દિકરીની એકમાત્ર નિશાની અમને પરત કરશો".
પત્રનાં અંતમાં નામ સરનામાંની વિગતો ,નામ કંઈ જાણીતું જ લાગ્યું.પત્રની ભાષામાં લાગણીતો હતી જ,સાથે એક ઉંમર પછી આવતી સ્થિતપ્રગ્નતા હતી,દિકરીનાં જવાનો સ્વિકાર હતો,અને છેલ્લે દોલતથી આવતી થોડી અસંવેદનશીલતા તો જ આટલાં વર્ષ જેણે જતન કર્યું એમની દોહિત્રીનું એની લાગણીનો જરા સરખો વિચાર નથી.
પોતાનાં જ વિચારો ખંખેર્યાં, થોડી શાંતિ થઈ કે કદાચ નાનાં નાની પાસે જશે તોય અમોઘાનું અહિત નહીં જ થાય. એમનાંથી મનોમન પ્રભુનો આભાર મનાઈ ગયો"ભગવાન પરિસ્થિતી સામાન્ય ન થાય તો કંઈ નહીં
સહ્ય બનાવવા માટે આભાર".
અશ્ર્વિનીબહેને સાકરમાને હકીકત જણાવી એ લોકોએ અમોઘાને કહેવાનું નક્કી કર્યું,પરંતું એની માનાં મૃત્યુની જાણ હમણાં ન કરવી અને એનાં નાનાજીનાં પત્ર કે માનો ભૂતકાળ પણ ન કહેવો,જેટલું જરૂરી એટલું જ જણાવવું એટલે એ ઋજુ હૃદયને ઠેંસ ન પહોંચે આમ નક્કી થયું. અને જન્મદિવસની ઉજવણી પછી ઉનાળું રજાઓમાં બધા દક્ષિણ ફરવા જાય અને છુપી રીતે અમોઘાનાં મોસાળની તપાસ કરી લેવી એવી ગોઠવણ થઈ .
અમોઘાને જાણ કરવાની કપરી જવાબદારી સાકરમા પર આવી.
એક દિવસ જ્યારે અશ્ર્વિનીબહેન કામ સબબ
બહાર હતાં ત્યારે સાકરમાએ અમોઘાને પોતાની પાસે બેસાડી વહાલથી માથે હાથ ફેરવતાં કીધું "તને ખબર છે કાનાને જ્યારે ખબર્ય પડી કે દેવકી એની સાચી મા છે""તોપ યશોદા જ એની મા હતી ને! એમ તમે જ મારી મા રહેશો"અમોઘા બોલી પડી. સાકરમા જોય રહ્યાં ,"મન વાંચવાની અજબ તાકાત છે ,આ છોરીમાં".અમોઘા ભીની આંખે બોલી "મા મને ખબર છે તમે મારી જન્મદાત્રી નથી,મારે બધું સાચું જાણવું છે,મારા વિશે,મારી મા..."આટલું બોલતાં તે અટકી ગઈ,એ સાકરમાનું મન દુભાવવા નહોતી માંગતી.
સાકરમા ઉભા થયાં અને બહું જતનથી કબાટનાં તળીયે સાચવેલો એ ટુકડો લાવ્યાં" દિકરી સાચું જાણજે અને પચાવજેય નયીતો(નહીંતો) જીવન ઝેર થાતાં વાર નય લાગે,પડછાયાં ઓળખાય પકડવા નો જવાય".
અટલાં ઘાસ સહવાસથી એ માનાં શબ્દોનો મર્મ સમજતી થઈ ગયેલી.
એ દિવસે જીવન એ નાની બાળાને મર્મ સમજાવવાં નિકળ્યું.શું નિયતી ફરી રૂખ બદલશે?
@ડો.ચાંદની અગ્રાવત