Rupal ni Love Story - 2 in Gujarati Love Stories by Vijay vaghani books and stories PDF | રૂપલ ની લવ સ્ટોરી - 2

Featured Books
Categories
Share

રૂપલ ની લવ સ્ટોરી - 2

રૂપલનો જન્મદિવસ ધામ -ધૂમથી ઉજવ્યા બાદ હવે બધા તીર્થ ની સગાઇ ની તૈયારી અને શોપિંગ કરવા લાગી જાય છે.તીર્થ માટે એક સરસ મજાનો સફારી સૂટ બનાવવા આપી દીધો હતો. રૂપલ તથા તેમની ભાભી શિખા બને શોપિંગ અને ઘરેણાં ની ખરીદી કરવા નીકળી જાય છે.તીર્થ ની સગાઇ વિરમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવી હતી.પાર્ટી પ્લોટ ને સરસ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યો હતો. ગેટ બારે મોટા બેનર લગાવવામાં આવ્યા હતા જેમાં લખ્યું હતું 'અંતાણી' પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.તથા અતિથિ ના સ્વાગત માટે બે મહિલા અને બે પુરૂસો ગેટ પાસે ઉભા રાખવામાં આવ્યા હતા,જે આવનાર મહેમાનો પર ખુશ્બૂદાર અંતર છાંટતા અને બધાય ના કપડાં પર ગુલાબનું ફૂલ લગાવી આપતા હતા. પ્રવેશ થતા જ ગણપતિ ની મૂર્તિ રાખવામાં આવી હતી ,જેથી આવતા મહેમાનો સિદ્ધિ વિનાયક ના દર્શન કરતા જાય.સ્નેહલ અને તીર્થ એકબીજા ને વીંટી પહેરાવે છે.એટલે મહેમાનો તાળી પાડીને અભિવાદન કરે છે.ત્યાર બાદ આવેલ મેહમાનો કવર અથવા ભેટ આપીને શુભકામના આપતા જાય છે.સગાઈની વિધિ સંપન્ન કર્યા બાદ હવે ધનસુખભાઇ રૂપલ માટે છોકરો શોધવાની તપાસ કરે છે.તેમને તેમના વેપારી મિત્રો ને પણ કહી રાખેલું હતું કે કોઈ સારો છોકરો હોય તો જણાવજો.

ત્યાં તેમના વેપારી મિત્ર અશ્વિન પારેખ તેમની ઓફિસેમાં આવે છે.અશ્વિન પારેખ અને ધનસુભાઈ એ ઘણા પ્રોજેક્ટમાં સાથે કામ કર્યું હતું.અશ્વિન ભાઈ રૂપલ નો હાથ તેમના દીકરા અનિરુદ્ધ માટે માંગે છે.જો રૂપલ ને અનિરુદ્ધ પસંદ હોય તો મને કોઈ વાંધો નથી, તમે એક કામ કરો અનિરુદ્ધ ને લઈને કાલે ઘરે આવીજાવ.રૂપલ અને અનિરુદ્ધ ને આમનેસામને વાત કરાવી દઈ ને બંને પરિવાર રૂબરૂમાં ચર્ચા કરી લઇએ;તેવું ધનસુખભાઇ એ જણાવ્યું
ભલે ઠીક છે કાલે હું ફેમેલી સાથે આવુંછું પછી ચર્ચા કરીશુ.આટલું કહીને અશ્વિન ભાઈ ત્યાંથી નીકળી જાય છે .
ધનસુખભાઈ ઘરે આવીને બધી વાત કરે છે કે કાલે અશ્વિન ભાઈ તેમની ફેમેલી સાથે આપણી રૂપલ ને જોવા આવવાના છે.
સવાર ના ૧૦:૩૦ વાગ્યા હતા,અશ્વિન ભાઈ, ગાયત્રીબેન અને અનિરુદ્ધ ધનસુખ ભાઈ ના ઘરે આવી પહોંચ્યા હતા,રૂપલ ની મમ્મી કાવેરી બેન તેમને આવકાર આપીને ચા-નાસ્તા ની વ્યવસ્થા કરવા મહારાજ ને કહે છે.ત્યાં અશ્વિન ભાઈ પૂછે છે ધનસુખ ભાઈ ઘરે નથી ?ના ના ઘરે જ છે તૈયાર થતા હશે.ત્યાં મહારાજ ચા-નાસ્તો લઇ ને આવી પહોંચ્યા .ધનસુખ ભાઈ પણ નીચે આવી ગયા હતા.બંને જણા વાતચીત કરતા હોય છે.ત્યાં ધનસુખ ભાઈ કાવેરી બેન ને રૂપલ ને બોલાવવાનું કહે છે.કાવેરી બેન રૂપલ ને બોલાવવા તેના રૂમ માં જાય છે.રૂપલને ડાર્ક બ્લુ કોટન સાડી પહેરીને જોઈને કાવેરી બેન ના મોઢામાંથી શબ્દો સરી પડ્યા 'અતિ સુંદર '!
આજતો તેને જોઈને અનિરુદ્ધ તો મંત્રમુગ્ધ થઇ જશે ? હવે બહુ વખાણ કરવાની જરૂર નથી રૂપલએ ટોણો માર્યો.
કાવેરી બેન અને રૂપલ નીચે જાય છે.

રૂપલ નીચે આવીને અનિરુદ્ધ સામે બેસે છે. ત્યાં ધનસુખ ભાઈ કહે છે, ઉપર જઈ ને તમે વાત કરી લો,

એકબીજા વિશે જે કંઈ પ્રશ્ન હોય તે જાણી લ્યો.

રૂપલ અને અનિરુદ્ધ તેના રૂમ માં જાય છે. રૂપલ ના રૂમ માં ચારેતરફ રૂપલ ના ફોટા હતા જાણે કોઈ ફિલ્મ

એક્ટ્રેસ હોય . અનિરુદ્ધ પ્રશ્ન ની શરૂઆત કરે છે. તમને ફોટો સૂટ કરવાનો જબરો શોખ લાગે છે?

હા!, પ્રત્યુત્તર મા રૂપલે જવાબ આપ્યો. તમારી બીજી કઈ કઈ હૉબી છે.

મને ગિટાર વગાડવો અને ફોટો સૂટ ઇઝ માય પેશન!

અનિરુદ્ધ આ સાંભળીને આઇ લાઈક ઇટ! પ્રત્યુતર માં મનમાં મલકાતાં કહ્યું. રૂપલ નું આવું રૂપ જોઈને તો અનિરુદ્ધ અંજાઈ ગયો હતો. તેને કસૂજ સૂજતું ન હતું.

ક્રમશ:






.