પ્યારની હવા, દિલની વફા - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)
"તો ઊંઘી ના તું.." બધાની ઊંઘ બગડે ના એવા ધીમા અવાજમાં મેં કીધું.
"તું જાગતો હોય તો હું કેવી રીતે ઊંઘી શકું.."
"ખબર જ હતી કે આવું જ કઈક કરવાની તું, તું જાગતી હતી, પણ હું આવ્યો એવું ખબર પડી તો ઊંઘવાનું નાટક કરતી હતી તું એમ ને!" મેં કહ્યું.
"તારી જોડે મસ્તી કરવામાં બહુ જ મજા આવે છે..." એ બોલી.
"ચાલ હવે કલાક ઊંઘી જા." મેં એને સમજાવ્યું.
"હા, હવે તું જોડે છું તો શાયદ ઊંઘ આવશે!"
ભલે એને એવું કહ્યું કે હું ઊંઘીશ, પણ પાગલને તો બસ હું જ દેખાતો હતો, વાતો કરવા લાગી હતી.
"બાપા સૂઈ જા થોડી વાર, બીમાર પડીશ!" મેં કહ્યું પણ એને તો મારા પ્યારનો રંગ લાગ્યો હતો, એ બસ વાતો કરવા માગતી હતી, હું જાતે જ ચૂપ થઈ ગયો. સમજી ગયો હતો કે આ મેડમ માણવાની નહીં.
"બસ બાબા, સૂઈ જા!" હું બીજી તરફ ફરી ગયો. જો હું એવું ના કરત તો શાયદ એ સૂતી પણ નહિ.
🔵🔵🔵🔵🔵
એક કલાકની ઊંઘ ક્યારે બે અઢી કલાકમાં ફેરવાઈ ગઈ, અમારા બધામાંથી કોઈને પણ એનો સહેજે ખયાલ પણ ના રહ્યો. કેમ કે થાક જ એટલો હતો તો, શરીર પણ તો આરામ માગે ને!
ઊઠ્યો તો નિશા બે કપ લઈને આવી ગઈ. ઉંઘ્યા પછી સારું લાગતું હતું, હા, પૂરતો આરામ તો ના જ કહી શકાય, પણ થોડો ઘણો આરામ તો મળ્યો જ હતો.
"ચા પી લે સાથે, પછી અમે જઈએ છીએ.." એના શબ્દોમાં લાગણીની ભીનાશ હતી, એના હાવભાવ પરથી લાગી રહ્યું હતું જાણે કે એને મને ગળે લગાવીને બાય કહેવું હતું, પણ બધાં જ ત્યાં હતા!
જેમ જેમ દૂર જવાનો સમય નજીક આવતો હતો, એને દુઃખની અનુભૂતિ પણ એમ જ વધારે ને વધારે થવા લાગતી હતી, એને જ શું, હું પણ તો શોક અને નિરાશાથી ઘેરાઈ જ ગયો હતો ને! સમજાવતો હતો કે ફરી મળીશું, કોલ તો કરવાના જ છીએ ને પણ વારંવાર એની સાથે ગાળેલ દરેક પળ આંખો સામે આવતા હતા.
બધાં એ ચાઈ પી લીધી તો નિશા પણ એના કપડાં બેગમાં મૂકવા લાગી, હા જવું તો પડશે જ ને!
જતાં પહેલાં નિશાએ મારી બહેનને ગળે લગાવી - "બહુ જ મજા આવી તમારી સાથે!" એના શબ્દો ભલે એ મારી બહેન ને કહી રહી હતી, પણ લાગણી અને શબ્દોનો ભાર બંને મારા માટે જ હતો.
એને મારી તરફ નજર કરી, મેં એને એક સ્માઈલ આપી, એ હસી પડી, જાણે કે મને તાણો મારતી હોય કે હવે નહિ સતાવું તને!
આખરે એ લોકો ગયા અને ઘર જાણે કે એકદમ બદલાય ગયું, ખુશીઓની બારિશ એકદમ રોકાઈ જ ગઈ હતી, એક પળ માટે તો મન થઇ ગયું કે કાંતો એને રોકી લઉં હું અથવા તો પોતે પણ એની સાથે ચાલ્યો જાઉં!
🔵🔵🔵🔵🔵
"મિસ યુ, પાગલ!" એક ટેક્સ્ટ મેસેજ મારા ફોનમાં આવ્યો, હા, એ મારી પાગલનો જ હતો.
"તું ચિંતા ના કર, બહુ જ જલ્દ આપણે ફરી એક થઈ જઈશું અને એ પણ હંમેશાં હંમેશાં માટે!" એને મેસેજ માં કહ્યું.
"શું મતલબ?!"
"તારો જાદુ ખાલી મારી પર જ નહિ, મારી ફેમિલી પર પણ ચાલ્યો છે.. બધા બહુ જ ઇમ્પ્રેશ છે તારાથી! હું નહિ પણ કહું તો પણ ડેડ ખુદ તારા પપ્પા સાથે વાત કરી દેશે!" એને મેસેજ કર્યો તો જાણે કે ખુશીઓની બારિશ હવે શુરૂ જ થવાની હતી, એ પણ હંમેશાં માટે!
"હું પણ બહુ જ ખુશ છું.. આઈ જસ્ટ લવ યુ!" મેં પણ એને મેસેજ કરી જ દીધો, મને આમ ફોનમાં જોઈને કદાચ પ્રીતિ પણ કોઈ ઈશારો સમજી ગઈ હતી.
(સમાપ્ત)