Pyarni Hawa, Dilni Wafa - 6 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારની હવા, દિલની વફા - 6

Featured Books
Categories
Share

પ્યારની હવા, દિલની વફા - 6

પ્યારની હવા, દિલની વફા - 6


કહાની અબ તક: નિશા મારી સાથે મસ્તી કરે છે, મજાકમાં હું એને પ્રીતિના નામથી ચીડવું છું તો એ મને એને કોલ કરીને આપી દે છે. બધા જ એના શબ્દો સાંભળી જાય છે કે એને મને કઈક ખાસ કહેવું છે. હું નિશાને માફ કરું છું, વધુમાં, હું એને પ્રીતિ બચાવી પણ લઉં છું કે જો પ્રીતિ ને ખબર પડે કે મેં કોલ કર્યો જ નહોતો તો બંનેનો બહુ મોટો ઝઘડો થાય! હું એને મારી સાથે નેહા ને પિક કરવા લઈ આવું છું અને હોટલમાં એ મને પ્રપોઝ કરે છે. દૂર થવાની વાત પર રડે પણ છે અને હું એને સમજાવું છું. આખરે અમારે નેહાને લેવા માટે જવું જ પડે છે.

હવે આગળ: "ઓકે.." એ અમારી વચ્ચે બેઠી, એવામાં નિશાને તો એવું લાગી ગયું જાણે કે અમારી બંનેની વચ્ચે કોઈ મોટી દીવાલ જ ના ચણી લેવામાં આવી હોય, અને બંનેને કહી દેવામાં આવ્યું હોય કે ક્યારેય એકબીજા સાથે રહેવું નહિ! એનો ચહેરો રીતસર પડી ગયો, એને આમ મારા માટે જોઈ હું પણ ઉદાસ થઈ ગયો.

અમે ઘરે આવી ગયા. જમવા સાથે નહોતા બેઠા, ત્યારે પણ નિશા ઉદાસ થઈ ગઈ, હું તો એનાથી નારાજ થવા માગતો હતો કે હું તને ખુશ જોવા માગું છું અને તું તો દરેક વાતમાં દુઃખી જ થઈ જાય છે, મેં એને ઈશારામાં જ હસવા કહ્યું, એને એક બનાવટી હસી આપી અને ફરી ઉદાસ થઈ ગઈ.

મારી બહને એ મને એ તરફ બોલાવ્યો તો હું ગયો. મારી બાજુમાં રહેલી પ્રીતિનો ચહેરો પડી ગયો. મારાથી ના રહેવાયું તો મેં એને પણ મારી તરફ બોલાવી લીધી, પરિણામે મારે નિશાની ધારદાર નજરનો સામનો કરવો પડ્યો.

એને એક નજર મારી તરફ અને પછી પ્રીતિ તરફ કરીને સાફ સાફ કહ્યું જ હતું કે તો તને પણ એનાથી પ્યાર થઈ જ ગયો, કોઈ જ વાંધો નહિ!

મારી આ નાનકડી વાત પર તો એ વધારે નારાજ થઈ! એને જમવાની થાળીમાં બહુ જ ઓછું ખાવા લીધું, જાણે કે મારા કરેલ કામ બદલ પોતાના થકી મને જ એ સજા આપવા માગતી હતી.

મેં પણ એવું જ કર્યું, બધાના સવાલમાં અમે નાસ્તો કર્યાનું કહ્યું.

"પાણી.." મેં કીધું તો એટલી બધી ભીડમાં પણ જાણે કે પ્રીતિ તો મને જ નોટિસ કરતી હતી, એને તુરંત જ પાણીનો ગ્લાસ મારા મોં પર ધરી ને મને પાણી પીવડાવવા લાગી.

હું જમુ એ પહેલાં જ નિશા મને ઈશારામાં ના કહેવા લાગી, પણ મેં તો પહેલો જ કોળિયો ખાધો કે ખબર પડી કે એમાં બહુ જ મરચું હતું! નિશા બહુ જ ગીલ્ટી ફીલ કરી રહી હતી.

મેં ખાવા ત્યાં જ છોડી દીધું અને ભાઈ સાથે બીજા સગાઓને લેવા ચાલ્યો ગયો, રૂમમાં સૌ આ ઘટનાને લઈને હસતા હતા, એમને તો સારી મસ્તી કરવા માટે અને હસવા માટે ઘટના મળી ગઈ હતી, પણ બે વ્યક્તિઓ આ ઘટના થી બહુ જ દુઃખી થઈ ગઈ હતી!

એક ખુદ નિશા અને બીજી પ્રીતિ.

🔵🔵🔵🔵🔵

"યાર, મે બહુ રોકી ગીતાને પણ એ માની જ ના સોરી, એની સજા મને કેમ આપે છે?! જલ્દી આવી જા ને અહીં! કાલે તો શાયદ સાથે હોઈએ પણ નહિ, રદિશું તો પણ આવા દિવસો પાછા નહિ આવે," એને મને કોલ પર કહ્યું હતું, અમારે ઘર છોડ્યા ને માંડ બે કલાક પણ નહોતા થયા અને એને મને કોલ કરી દીધો હતો.

મેં પણ એને મેસેજમાં વાત કરવા કહ્યું. પણ એને તો મને પ્રત્યક્ષ જોવો હતો, સામે રહીને એને મારી સાથે વાતો કરવી હતી, આખી રાત જાગ્યાં હતા, તો પણ હજી પણ એને મારો સાથ જોઇતો હતો, એવું જ તો હોય છે કે જે વસ્તુ આપણને બહુ જ ગમે આપને એને વધારે જોઈતું હોય છે ને..

🔵🔵🔵🔵🔵

અમે લોકો ઘરે આવ્યા તો બધા જ બપોરે ઊંઘી ગયા હતા, હા, મેં નિશાનો ફોન જોયો તો એ પરમ દિવસનો અમારો પિક જોઈ રહી હશે એવું લાગતું હતું, પિક જોતા જ એને ઊંઘ આવી ગઈ હશે એવું લાગી રહ્યું હતું, એની બાજુમાં જઈને હું પણ ઊંઘી ગયો, પણ નિશા ઊંઘી નહોતી, એને મારી પર હાથ મૂક્યો, હું ચમક્યો, પણ આ તોફાની છોકરીનું તોફાન હજી પણ બાકી જ હતું. એને મારા માથાને પંપોરવું શુરૂ કર્યું.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 7(અંતિમ ભાગ - કલાઈમેકસ)માં જોશો: "ચા પી લે સાથે, પછી અમે જઈએ છીએ.." એના શબ્દોમાં લાગણીની ભીનાશ હતી, એના હાવભાવ પરથી લાગી રહ્યું હતું જાણે કે એને મને ગળે લગાવીને બાય કહેવું હતું, પણ બધાં જ ત્યાં હતા!

જેમ જેમ દૂર જવાનો સમય નજીક આવતો હતો, એને દુઃખની અનુભૂતિ પણ એમ જ વધારે ને વધારે થવા લાગતી હતી, એને જ શું, હું પણ તો શોક અને નિરાશાથી ઘેરાઈ જ ગયો હતો ને! સમજાવતો હતો કે ફરી મળીશું, કોલ તો કરવાના જ છીએ ને પણ વારંવાર એની સાથે ગાળેલ દરેક પળ આંખો સામે આવતા હતા.

બધાં એ ચાઈ પી લીધી તો નિશા પણ એના કપડાં બેગમાં મૂકવા લાગી, હા જવું તો પડશે જ ને!