Lagn ma Love - 4 - last part in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

Featured Books
Categories
Share

લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

કહાની અબ તક: જુહી એ નેહાની બેસ્ટ ફ્રેન્ડ છે અને એના લગ્નમાં આવી છે, લકી નેહાની મામાનો છોકરો છે એ પણ નેહાના લગ્નમાં આવ્યો છે. બંને લગ્નમાં બહુ જ કામ કરે છે, ઈવન કામ કરતા કરતા જ બંને મળે છે.. લગ્ન ના અવાજથી થોડા દૂર જમીને બંને જાય છે તો વાતો પણ કરે છે. બંને ધીમે ધીમે નજીક આવે છે, દિવ્યા લકીની ફ્રેન્ડ છે અને એને ગુસ્સો આવે છે કે કોને લકી ને આમ વાસણ ઘસાવ્યા હતાં, પણ જુહી સાથે વાતો કરવા મળે એટલે જ એ વાસણ ઘસવા બેઠો હતો. બંને છેલ્લે બધા કામ પૂરાં કરી ને બેસે છે તો ઘણી વાતો કરે છે. જુહી એ બહુ કામ કર્યું છે એમ કહી ને લકી એના હાથને દબાવવા જાય છે તો જુહી એના હાથને લઈ લેતા કહે છે કે એને તો પહેલા દિવ્યા મેડમ ની પરમિશન લેવી પડશે ને! લકી થોડો નારાજ થઈ જાય છે અને એને કહે છે કે એ એને ટચ નહિ કરે.

હવે આગળ: "સોરી યાર!" સાવ રડમસ રીતે જુહીએ કહ્યું તો લકી એ તુરંત જ "ઇટ્સ ઓલ રાઇટ!" કહી દીધું.

"હું રડું?!" જાણે કે જુહી પરમિશન જ લઇ રહી હતી!

"ના, ક્યારેય નહી!" લકી એ કહ્યું.

"કેવું છે, હાથે હવે?" જુહીએ લકી નાં હાથને એનાં હાથોમાં લીધો અને બસ એણે કિસ જ કરવા જઈ રહી હતી કે લકી એ હાથ લઈ લીધો!

"મને હાથ દબાવવા દીધેલા, મેડમ?!" લકી એ ધારદાર નજર કરતા પૂછ્યું.

"હા હવે, દિવ્યાનો હક તું મને થોડી આપીશ!" કહેતાં જ જુહી રડવા લાગી!

"અરે પાગલ! એવું કઈ જ નહિ!" લકી એ કહ્યું.

"થેંકસ ફોર ધેટ કિસ!" જુહીએ નજીક જઈને લકી ના કાનમાં કહ્યું તો એણે એક કંપારી આવી ગઈ. બંને લોકો પોતપોતાની જગ્યાએ ઊંઘી ગયાં.

🔵🔵🔵🔵🔵

"લકી?! કઈ હતો તું યાર! ચાલ બારાત આવી ગઈ છે. જમવાનું આપવા લાગ!" જુહી એ દિવસે તો અન્ય દિવસો કરતાં વધારે જ વ્યસ્ત હતી!

દર થોડી થોડી વારમાં લોકોને જ્યુસ અને પાણી આપવાનું કામ પણ આ બંને લોકો અન્ય લોકો સાથે મળીને કરી રહ્યા હતા.

થોડીવાર માં તો બંને છોકરાં છોકરી માંડવે હતા. બધા જ લોકો એમની પર ફૂલ નાંખી રહ્યાં હતાં.

"મારે તને કઈક કહેવું છે." ત્યારે જ એ ભીડમાં જ એક બાજુ જુહી અને લકી હતા તો જુહીએ લકી ને હળવેકથી કહેલું.

"હા, બોલને તો!" લકી એ પણ કહી દીધું.

"લકી, હાશ મળી ગયો મને તું! ચાલ ને..." દિવ્યા આગળ કઈ બોલે એ પહેલાં જ લકી એ કહી દીધું - "આ જો, પ્રેરણા મને કહેતી હતી કે તું તો એણે ટાઈમ જ નહિ આપતી એમ! જા કોલ કર!" લકી એ કહ્યું તો એ ફરી પહેલાંની જેમ એક બાજુ જઈને કોલ પર વાત કરવા લાગી!

"શું કહેવું હતું, બોલ ને!" લકી એ કહ્યું.

"લગ્ન ત્યારે જ શક્ય છે, જ્યારે પ્યાર હોય; અને મને એવું લાગે છે કે તું જ મારો પ્યાર છું! આઈ લવ યુ, લકી! આઈ લવ યુ!" જુહી એ કહ્યું.

"આઈ લવ યુ, ટુ!" લકી એ પણ કહ્યું. એ માંડવા નીચે આજે બે જોડી બહુ જ ખુશ હતી.

"લકી, એક વાતનો જવાબ આપ તો; આ પ્રેરણા કોણ છે? અને જ્યારે પણ તું એનું નામ લે છે દિવ્યા તને ભૂલીને એની સાથે વાતો કરવા લાગે છે?!" જુહીએ પૂછ્યું.

પહેલાં તો લકી ને બહુ જ હસવાનું આવી ગયું!

"પ્રેરણા નહિ, એ તો પ્રતીક છે! દિવ્યા નો બીએફ!" લકી એ કહ્યું તો જુહીને જાણે કે ઝટકો જ લાગ્યો!

"શું મતલબ?! તો તેં મને અત્યાર સુધી કહ્યું કેમ નહિ?!" જુહીએ પૂછ્યું.

"અરે, કહી દેત તો તું મને તારા દિલની આ વાત ક્યારેય કહી જ ના શકી હોત!" લકી એ કહ્યું.

(સમાપ્ત)