True Love - 10 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | True Love - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

True Love - 10

1) જીવ જન્મ લેય એની હારે જ જાગી ઉઠે છે કાઇક યાદો, મનની વાતો. મનની વાતો ખૂબ બળશાળી હોય પણ વિચિત્ર અનુભૂતિ કરાવે. હંમેશા આપણી સાથે રહે, આપણી હારે જે જે ઘટનાક્રમ થાય છે એ ક્યાંય ને ક્યાંય, કોઇને કોઇ સ્થાને "યાદ" સ્વરૂપે રહી જાય છે. પણ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ કે આ યાદો આપણી છે તો એમાં આપણે શું રાખવું અને શું ન રાખવું એ આપણા પર નિર્ભર છે. આ જીવનમાં શું સાચવવું જોઈએ - સુખ, આનંદ ના ક્ષણ, એ ક્ષણ જ્યાં આપણા પર કોઈએ ઉપકાર કર્યો, એ ક્ષણ જ્યાં કોઈએ સારી મિત્રતા નિભાવી, એ ક્ષણ જ્યાં કોઇને આપણે સુખ આપ્યું છે. પણ આપણે શું યાદ રાખીએ છીએ - આપણા દુઃખ, પીડા, એ ક્ષણ જ્યાં આપણી હારે કોઈએ ખોટું કર્યું, એ ક્ષણ જ્યાં કોઈએ આપણું અપમાન કર્યું. અને આ બધી યાદો આપણને પ્રતિકાર લેવા માટે પ્રેરિત કરે. એટલા માટે આપણે શું ભૂલવું છે અને શું યાદ રાખવું છે એ આપણા પર નિર્ભર કરે છે.
" જીવન માં બધું ભૂલી જાજો પણ એક વાત યાદ રાખજો કે ભૂલવા વાળી વાતો યાદ છે એટલેજ વિવાદ છે."
એજ રીતે આપણા મનમાં positive અને negativa વિચારો નુ પણ હોય છે. આપણે કેવું વિચારવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. ખરાબ વિચારો અને સારા વિચારો એ આપણા મનમાંથી જ આવતા હોય. ખરાબ વિચાર એ બીજા કોઈના મનમાંથી ઊડીને આપણા મનમાં ન આવે અને જો એ રીતે આવતા હોય તો એવી સંગત છોડી દેવી જોઈએ.
મનને વિકારોથી મુક્ત કરી દયો. પ્રેમ આપોઆપ(એની જાતે જ) જાગી ઊઠશે.

🙏....રાધે....રાધે.... 🙏

2) અત્યાર સુધી તમે ઘણી બધી પહેલિયા (કોયડા) સોલ કરી હશે. ચાલો આજે હું એક કોયડો પૂછું - "આ સંસારમાં એવું સુ છે જે આપણો બધાથી મોટો મિત્ર પણ છે અને બધાથી મોટો શત્રુ પણ છે."

સમજદાર હસે એ આગળ વાંચતા પહેલાજ જવાબ આપી દેશે. (સ્વયંને) તેનો જવાબ છે "સમય".

શા માટે સમય આપણો બધાથી મોટો મિત્ર અને શા માટે એજ આપણો શત્રુ? તેનો જવાબ છે "સમયનું સન્માન". જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે એ એના જીવનમાં બધા લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. બધા એની કળા ને ઓળખી શકે છે, એને મહત્વ આપે છે. અને જે વ્યક્તિ સમયનું મહત્વ ન ઓળખી શકે, જે સમયને ભૂલી જાય છે, આ સંસાર એને જ ભુલાવી નાખે છે. એટલા માટે સમયનું સન્માન કરો એને વ્યર્થ ના જવા દયો. કારણ... સારો સમય સંસાર તમારી વાસ્તવિકતા બતાવે છે અને ખરાબ સમય તમને બતાવશે કે આ સંસારની વાસ્તવિકતા શું છે.

🙏....રાધે....રાધે.... 🙏

3) મિત્રતાનો મતલબ શું? આ પ્રેમનો મતલબ શું? હવે આવું પૂછવા વાળને શું કહેવું. કારણ કે આ તો એવો પ્રશ્ન થયો કે અનર્થ નો અર્થ શું થાય? જ્યારે કોઈ અનર્થ થઈ જ ગયું તો પછી એનો અર્થ શું હોય? કાઈ પણ નય. એજ પ્રમાણે એ મિત્રતા શું જેમાં તમારો કોઈ મતલબ હોય. એ પ્રેમ શું જેમાં તમારો કોઈ સ્વાર્થ હોય. આ બન્ને ભાવ એવા છે જેમાં તમારે કાઈ જોઈતું ન હોય. બસ દેવાનું હોય છે. તમારો સમય, તમારી ભાવનાઓ, તમારું સુખ. કંઇક માગવા માટે કરશો તો એ મિત્રતા કેવી, કાઈ પામવા માટે કરશો એ પ્રેમ કેવો. આમ પણ જોયું જાય તો જે પ્રેમ કરે છે એને કાઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. જેની પાસે અઢી અક્ષર વાળો આ પ્રેમ શબ્દ હોય એની પાસે આ સંસારનો બધાથી મોટો કોષ (ભંડોળ) છે. તો આ કોષને વધારો. પ્રેમ કરો કાઇપણ પામવાની ઇચ્છાથી નય,કોઈ પણ જાતનો સ્વાર્થ રાખીને નય. ની:સ્વાર્થ પ્રેમ કરતા રહો.

🙏....રાધે....રાધે.... 🙏