Chingari - 20 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 20

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ચિનગારી - 20

વહેલી સવારે આરવ નેહાને લેવા આવી ગયો, નેહા પણ તૈયાર હતી, આરવે પહેલા જ મેસેજ કરીને કહી દીધું હતું કે હું આવી જઈશ તું તૈયાર રહજે, આરવ આવી ગયો ને નેહાએ બારી થી જ આરવની કાર જોઈ લીધી તે ફટાફટ સીડીઓ ઉતરીને આરવ પાસે પહોંચી ગઈ, જાણે આરવ ક્યાંય દૂર જવાનો હોય તેમ તેના ચહેરા પર ભાવ હતા, આરવએ જોયું તો નેહા ઉદાસ હતી કાલ કરતાં પણ વધારે, આરવ કારમાંથી બહાર આવ્યો ને નેહા પાસે ગયો બે ઘડી નેહા આરવને જોઈ રહી ને તરત વળગી પડી, આરવ માટે તો આ સુખદ અનુભવ હતો સાથે આશ્ચર્ય પણ થયો, તેને નેહાને એમ જ રહેવા દીધી, તે એજ સ્થિરમાં ઊભો રહ્યો થોડીવાર પછી નેહાએ તેની પડક ઢીલી કરી ને નીચું મોં કરીને ઊભી રહી, આરવ તેને જોઈ રહ્યો પણ વધારે સમય વેડફ્યા વગર આરવે દરવાજો ખોલ્યો ને બેસવા ઈશારો કર્યો,

નેહા બેસી ગઈ પણ તે આરવ સામે નજર નહતી મેળવી શકતી, તેનો સંકોચ ને શરમ બંને આવવા લાગી, તે તેના નખ ચાવવા લાગી થોડી વાર આમ જ ચાલ્યું ને હવે આરવ કંટાળ્યો, તે ક્યારનો નેહા સામે ટગર ટગર જોય રહ્યો હતો પણ નેહા છે કે એક વાર પણ તેના સામે નજર નાં કરી, આરવે કાર રોકી ને તેને નેહા સામે જોયું, અચાનક કાર રોકવાથી નેહાએ આરવ સામે પ્રશ્નાર્થ નજરે જોયું, આરવની આંખો ને મળતા જ નેહાએ નજર ફેરવી, આરવે તેનો હાથ પકડ્યો ને તેના સામે જોવા લાગ્યો,

"નેહા" કેટલાય પ્રેમથી આરવે નેહાનું નામ લીધું ને નેહા માટે આરવનો સ્પર્શ પૂરો શરીરમાં રોમ રોમમાં વસી ગયો.

શું થયું છે? આરવે ફરીથી પૂછ્યું ને નેહા રડવા જેવી થઈ ગઈ, કંઈ પણ વિચાર્યા વગર આરવ નેહાને ભેટી પડ્યો ને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો, શ...શ..શાંત નેહા! આરવએ કહ્યું ને નેહાએ રડતા રડતા નાના બાળકના જેમ બોલવા લાગી, "તે કાલે કેમ સરખો જવાબ નાં આપ્યો, તને ખબર છે કાલે રાતે મે મમ્મી સાથે વાત કરી ને તેમને મારી ઉદાસી પારખી લીધી, તેમને કહ્યું કે બે દિવસ અહીંયા આવી જા, કઈ પણ સવાલ કર્યા વગર, સાથે મિસ્ટીને પણ લઈ જવાની છે તેમની બહુ ઈચ્છા છે તેને મળવાની, મિસ્ટી ઘણી વાર મમ્મી ને પપ્પા સાથે વાત કરે ને એટલે, હવે મારે થોડા દિવસ તારા થી દુર જવું પડશે અને...મને તો ઘરની બહુ જ યાદ આવે છે પણ હવે....હવે..હીબકા લેતા નેહા બોલી ને આરવે તેને બોલતા રોકી ને પાણી આપ્યું.

હવે શું? આરવએ પાણીની બોટલ બાજુમાં મૂકતા કહ્યું ને નેહાએ નજર ફેરવી, તેને પોતાના માથે હાથ મૂક્યો ને પોતાને જ બોલવા લાગી, "સાવ નાના બાળકો જેવું વર્તન કરું છુ હુ, પણ હવે? હવે શું? શીટ મે તો બધું આરવને કહી દીધું! સાવ પાગલ છું હું, પણ હવે શું કરું?" નેહા વિચારી રહી ને આરવને હતું આવ્યું, તેને હસતા જોઈ ને નેહાએ મોટી આંખો કરી ને આરવ ગ્રૂપ એ પોતાની આંગળી હોઠ પર રાખીને ચૂપ થઈ ગયો એમ ઈશારો કર્યો!

પણ હવે? તેને હાથના ઇશારાથી કહ્યું ને નેહાએ પણ જવાબ આપતા કહ્યું, "હવે? હવે કઈ નહિ...હું ને મિસ્ટી બે ત્રણ દિવસ આરામ પર" નેહાએ કહ્યું ને આરવે માત્ર બે આંગળી કરીને બે દિવસ કહ્યું. તેને જોઈને નેહાનાં ચહેરા પર સ્મિત આવી ગયું.

આંખો રડી રડી ને લાલ ને વિખાયેલા વાળ, સમીરની હાલત ખરાબ હતી તે પોતાના રૂમમાં મોટા બેડ પર પગ ફેલાવીને સુતો હતો ત્યાંજ તેના ફોનમાં મેસેજ ની રીંગ વાગી ને તેને આંખ ચોળતા ફોન હાથમાં લીધો ને મેસેજ વાંચ્યો, "આજે સાંજે મિટિંગ છે વિવાન સાથે બેસ્ટ ઓફ લક ભાઈ! એ તને નથી ઓળખતો કે તું મારો ભાઈ છે ને મીની તારી આસિસ્ટન્ટ બનીને આવશે ડાયરેક્ટ ઓફીસ એ હું તેને મૂકી જઈશ, તારે તેનું ધ્યાન રાખવાનું છે સમજ્યો?" સુધીરનો મેસેજ વાંચીને તેને મીનીનો ચહેરો યાદ આવ્યો ને તેને ડરપોક લોકો બિલકુલ પસંદ નહતા અને મીની તો પહેલા થી જ એવી, એ નાદાન બાળક જેવી અમુક વાર લાગતી તેને જોઈને સમીરને અમુક વાર ચીડ ચડે ખબર નથી મીનીમાં શું જોઈ લીધું સુધીરે! થોડા અણગમા સાથે સમીર તૈયાર થવા લાગ્યો ને તેને પોતાને અરીસામાં જોયો ને સ્મિત આપ્યું.

સમીર પોતાની રીતે ઓફીસ પહોચી ગયો તે મીની ની રાહ જોઈ રહ્યો ને બંને ને આજે સાથે સીઇઓની સાથે જવાનું હતું.

સુધીર કાર લઈને મીની ની રાહ જોઈ રહ્યો હતો ને ત્યાં સિમ્પલ લાઇટ બ્લૂ ડ્રેસમાં મીની તેના સામે આવી, તેને જોઈને સુધીર ખુશ થઈ ગયો ને તેને ભેટી પડ્યો, ચાલ હવે, મીનીએ હસીને હા કહ્યું ને તેના ચહેરા પર ડર નહતો પણ અંદરથી તે ડરતી હતી, તે જે કામ કરવા જાય છે તેનો રસ્તો સહેલો નહતો પણ સુધીર જ્યારે તેના સાથે હોય તો તે ગમે તેવો રસ્તો પાર કરી લેતી એ પણ કોઈ જાતના ડર વગર!

બંને રસ્તામાં ચૂપ જ રહ્યા, કોઈ કઈ બોલ્યું નહિ, વિશ્વા ઈન્ફો વાંચીને મીની એક ઊંડો શ્વાસ લીધો ને સુધીર સામે જોયું,સુધીર એ કાર રોકીને મીની માટે એ કારનો દરવાજો ખોલ્યો ને તેને એક સુંદર સ્મિત આપીને ભેટી પડ્યો ને તેના માથા પર હાથ ફેરવ્યો, તેનો પ્રેમ જોઈને જ જાણે મીની ની ગભરાહટ દૂર થઈ ગઈ, તે આગળ વધવા લાગી, તે પાછળ વળીને બાય કહ્યું ને આગળ ચાલવા લાગી. તે સીધી સમીરને મળવા તેની ઓફિસમાં પહોચી ગઈ, તેને સમિરનો કર પહેલાથી હતો પણ તે તેમાં કઈ કરી શકે તેમ નહતી. તેને આંખો બંધ કરીને ભગવાનને યાદ કર્યા ને આગળ ચાલી.

સમીર સર તમારી આજે મિટિંગ છે ચાર વાગે the information technology નાં સીઇઓ સાથે! મીનીએ કહ્યું ને તેનો અવાજ સાવ ધીમો હતો, જાણે તેને ડર લાગી રહ્યો હોય તેમ તે મોઢું નીચું કરીને ઊભી હતી, સમીરએ આજુ બાજુ જોયું ને કોઈ દેખાતું નથી એ જોઈને તે મીની પાસે આવ્યો ને તેને જોતા કહ્યું, "અહીંયા જે ડરે છે તેનું કઈ કામ નથી, આટલું કહીને સમીરનાં ચહેરા પર સ્મિત ને આંખોમાં ગુસ્સો એવા ભાવ સાથે મીની સામે જોયું, તેને જોઈને મીની એ આખો બંધ કરીને ખોલી ને સ્મિત આપીને નીકળી ગઈ", તેને જતા જોઈને સમીર ફરીથી તેનું કામ કરવા લાગ્યો!

"શું વિચારીને મીની ને અહીંયા કામે રાખી હશે સુધીરએ?" સમીરને અચાનક વિચાર આવ્યો ને તેને વધારે કઈ વિચાર્યું નહિ, આજ નો દિવસ એવો રહ્યો જાણે એ કઈ કરવા જ માંગતો નાં હોય!

વિવાન પણ સમય સર મિસ્ટીને લેવા આવી ગયો, તે બંને ઓફીસ પહોચી આજે વિવાન ઉતાવળે હતો, તેનું કામ જોઈને મિસ્ટી આખી બનીને તેને જોવા લાગી, વિવાન તેના સામે સ્મિત કર્યું ને તેને પોતાની કેબિનમાં બેસવા કહ્યું ને બે કૉફી ઓડર કરી!

"તું બેસ હું ફટાફટ મિટિંગ રૂમમાં જઈને આવું ને બધું જોઈ લઉં, આજે ચાર વાગે એક ખાસ મિટિંગ છે, તેની તૈયારી થઈ ગઈ છે કે નહિ તે જોઈ લઉં", આટલું કહીને ફટાફટ વિવાન બહાર નીકળી ગયો, તેને જોઈને કોઈ પણ કહી દે કે તે પોતાના કામ પ્રત્યે કેટલો વફાદાર છે, તેને જરા પણ ઊંચું નીચું પસંદ નથી, તેનું કામ એટલે પરફેક્ટ!

મિસ્ટી કેબિનમાં બેસીને તેનું નિરીક્ષણ કરવા લાગી, પોતાના રૂમ કરતા ઘણી મોટી તો આ ખાલી કેબિન હતી, વિવાન સીઇઓ છે એટલે આટલી મોટી કેબિન તેને આપવામાં આવી હશે, તેવું મિસ્ટી વિચારી રહી, સામે એક મોટું વ્હાઇટ બોર્ડ જેના પર નામ ને બધું લખ્યું હતું તેની આગળ એક મોટું કાચનું ટેબલ ને મોટી કમ્પ્યુટર સ્ક્રીન, તે ટેબલ પાસે મોટી આરમદાયક ચેર! "બેસી જા!" વિવાનનો અવાજ આવ્યો ને પાછળ વળીને

મિસ્ટીએ જોયું,

"હા તનેં જ કીધું બેસી જા, લે આ કૉફી, તું થોડી વાર બેસ હું પછી તને બધું સમજાવું", આટલું કહીને વિવાનએ તેને પોતાની ચેર પર બેસાડી ને તેના સામે ચેર લઈને જ બેસી ગયો. કૉફી તો ખતમ થઈ ગઈ પણ વિવાન હજી પણ તેને પીતો હોય તેમ પિતા પિતા મિસ્ટી સામે નજર કરીને બેસી રહ્યો, મિસ્ટી તેની નજરથી બચવા ઊભી થઈ તો વિવાનએ તેને ફરીથી બેસાડી ને લેપટોપ લઈને તેની સાથે જ તેની નજીક જઈને બેસી ગયો.

"આ જો, વિશ્વા ઇનફો ની ફાઈલ, આમના વિશે કહું તો તેમની પાસે બધું જ છે, સારું એવું નોલેજ ને સ્ટાફ પણ બસ ખોટ છે તો કંપની, કેમ કે તેમની કંપની એટલી મોટી નથી પણ નામ ઘણું મોટું છે, માર્કેટની કિંમત કરતા સાવ ઓછી કિંમતમાં તે ધંધો કરે છે, છતાં તેમના પાસે ખોટ નથી એટલે નુકસાન । નથી થયું, થોડામાં ખુશ રહી જાણે છે, અને ઘણી જગ્યા એ પોતાની આવડત ના કારણે ઓછી કિંમતમાં કામ પણ કરે છે, હમણાં જ એક પોલીસ અધિકારીનાં ઘરે કેમેરાનું કામ કર્યું છે, અને જાણવા મળ્યું છે કે તે આગળ સિક્યોરિટી નું વર્ક હાથમાં લેવાના છે જે આપણા માટે સારી વાત છે, હું આ સિક્યોરિટીનાં કારણે જે દેશને મદદ મળી રહે તે માટે કરવા માંગુ છું, અને એટલે જ કોઈક જગ્યા એ સિક્યોરિટી ની ખાસ જરૂર છે ને કેમ? તે જોવાનું! બસ તારે એક ડેટા રેડી કરવાનો છે હું તને બધી માહિતી આપી દઈશ તે રીતે તને ફાવશે? ફાવશે ને? નાં ફાવે તો હું તો છું જ સાથે! વિવાનએ કહ્યું ને મિસ્ટીએ તેને સરસ સ્મિત આપ્યું.

વિવાનએ તેને સમજાવીને ડેટા રેડી કરી દીધો, તેને પ્રેસેન્ટ કરવાનો વિચાર પણ બંને એ કરી દીધો.

"હેલ્લો સર? મારી કોઈ જરૂર છે? આજે તમે બંને અચાનક રજા કેમ આપી દીધી?", રીના એ કહ્યું

"રજા આપી છે તો આરામ કર, અને આજે મિસ્ટી છે અને થોડું તારું કામ એ સાચવી લેશે, કાલથી સમયસર આવી જજે", વિવાન એ કહ્યું ને ફોન કટ કરી દીધો,

રીનાં વિવાનની પર્સનલ સેક્રેટરી જે બધું કામ જોવે, આજે મિટિંગ છે ને તેને કેમ રજા આપવામાં આવી તેને ખબર પડી ગઈ ને તે મનોમન ખુશ કે હવે તેને વધારે લોડ નહિ પડે.


ક્રમશઃ