Lathiya's account of childhood in Gujarati Children Stories by RACHNA JAIN books and stories PDF | લથડિયા ખાતું બાળપણ

Featured Books
Categories
Share

લથડિયા ખાતું બાળપણ

કેમ છો મિત્રો આજે હું તમને એવા અમૂલ્ય બાળપણની વાત કરવા જઈ રહી છું જેનાથી આપણે ઘણી દૂર આવી ગયા છીએ. તે પણ આપણે જાણે અજાણે ગુમાવી ચૂક્યા છીએ. કહેવાય છે કે કોઈ વસ્તુ જ્યારે આપણી પાસે હોય ત્યારે તેની કિંમત થતી નથી. જ્યારે એ વસ્તુ કોઈ લઈ લે, છીનવી લે કે પછી હાથમાંથી નીકળી જાય ત્યારે તેની કિંમત સમજાય છે. આ લેખ પરથી હું તમને તમારા બાળપણની યાદો તાજા કરાવવા જઈ રહી છું. મિત્રો તમે કેવા હતા બાળપણમાં એ તમને ખબર જ હશે. તોફાની, જિદ્દી, રોતડુ, ભણેસી, રમતિયાળ. ખરો સમય બાળપણમાં છ વર્ષપૂરા કર્યા નહીં કે શાળાએ મૂકવાની વાત ચાલતી હોય. ક્યાંય પણ ડોનેશન કે ઓળખાણની જરૂર નહીં પડતી. ચારે ભાઈ બહેનો, એક જેવી બાળપણપેટી કે થેલી લટકાવીને સ્કૂલે જવાબ નીકળી પડીએ. વરસાદમાં તો એ પેટીઓ પાણીમાં તરતી મુકી દઈએ. પુસ્તકો તો જૂની કે અન્ય મિત્રોની લઈને ભણીને બાળપણ વિતાવ્યું અને શાળાની ફીસ તો માત્ર 25 રૂપિયા અને એમાં પણ કન્યાઓની ફી માફ હતી. માથામાં બે રીબીનો બાંધેલી હોય. અને હા મિત્રો નાસ્તામાં કોઈ વેરાઈટી ના મળે રોજ એક જ નાસ્તો હોય અથાણું અને રોટલી.
મિત્રો તો અમારા રોજ બદલાય કોઈ પાકો મિત્ર નહીં ક્યારેક કીટ્ટા કરીએ અને ક્યારેક બીચા.શાળામાં અમારા શિક્ષકોની જબરી ધાક હતી. હોમવર્ક ના કર્યું હોય તો વર્ગની બાર ઉભા રાખે, અંગૂઠો પકડાવે, શાળાનું મેદાન દોડાવે વગેરે. શાળાથી છૂટીને થેલો ફેંકીને રમવા ઉપડી પડીએ. ક્યારેક ગિલ્લી દંડા, લખોટી, સાતતાળી, ભમરડો , ટાયર ,આંધળી ખિસકોલી ,દોડપકડ,રમતા. જ્યારે આજકાલ તો કોમ્પ્યુટર કે મોબાઈલ સિવાય કોઈ રમત જ નથી દેખાતી. સાંજ પડતા જ જ અમારા મનોરંજનનું સૌથી મોટું સાધન હતું અને એમાં પણ રવિવાર રજા તો દૂરદર્શનને સમર્પિત હોય. રંગોલી, ચિત્રહાર શક્તિમાન જેવા કાર્યક્રમો અમે ઉંધા વડીને જોઈએ. સાંજની ફિલ્મ શુક્રવાર અને શનિવારે રાત્રે શરૂ થતી ફિલ્મો જોવાનો આનંદ જ કંઈક અલગ હતો. ગીતો આવે તો વોલ્યુમ વધારી દઈએ. રામાયણ જોવા માટે આખું ઘર ભરાઈ જતું. સૌથી પહેલા 📺 અમારા ઘરે આવ્યું. પછી તો સોસાયટીમાં આઠ - દસ ઘરોમાં ટીવી આવી ગયું . કોઈ નો જન્મદિવસ હોય તો અધૂરામાં પૂરું V.C.R મંગાવીએ. આખી રાત ફિલ્મો જોઈએ. ધાર્મિક પ્રસંગ હોય કે ઘરમાં કથા પૂજા રાખી હોય તો કમ્પલસરી બધાએ હાજરી આપવાની જ. બાળપણ એટલે મારા મન પ્રમાણે રમવું, ખાવું અને ફર્યા કરવું. ક્યાં ગયું મારું એ બાળપણ ? જ્યારે હું પણ અણસમજુ હતી. હવે માત્ર મારી પાસે એ યાદો જ રહી ગઈ છે. બાળપણનો સમય જ્યારે આપણે મોટા થઈએ ત્યારે સમજાય છે. ત્યારે આપણી પાસેથી એ સમય જતો રહે છે. માટે આપણે બાળપણને ખૂબ જ આનંદથી જીવવું જોઈએ. શિક્ષણવિદ્ ગિજુભાઈ બધેકાએ એક સુંદર વાકય કહ્યું છે કે “બાળકએ પરમાત્માએ માનવજાત પર લખેલો પ્રેમપત્ર છે.”
આજના યુગના બાળકોનું બાળપણ માત્ર મોબાઈલ ,ટીવી ,ઇન્ટરનેટ ,ટેબલેટમાં જ પસાર થઈ રહ્યો છે. તેમના પર ભણવાનો એટલું બધું ભાર આવી ગયો છે કે તેઓ રમવા જઈ શકતા જ નથી. સવારથી સ્કૂલ હોય, છૂટીને આવીને હોમવર્ક હોય, પછી ટ્યુશન એ જતા હોય. આવીને જમીને થાકીને રાત્રે ઊંઘી જાય. થોડો સમય મળતા જ માત્ર ટીવી, લેપટોપ, મોબાઈલ, ટેબલેટ, માં રમતો રમતા હોય. પરિણામે આંખોના નંબર વધી જાય છે. નાની ઉંમરે ચશ્મા આવી જાય છે. ઘણીવાર તો તેમના પર ભણવાનું એટલો બધો ભાર આવી જાય છે જેના લીધે કશું વિચારી શકતા નથી પરિણામે ડિપ્રેશનમાં આવી જાય છે માનસિક સંતુલન ખોઈ બેસે છે. આજના વાલીઓને નમ્ર વિનંતી છે કે તે તેમના બાળકની તુલના અન્ય બાળકો સાથે ના કરે. હરીફાઈ કે હોડ લગાવવાની કોશિશ ના કરે. બીજા છોકરાઓના માર્કસ ,આવડત, હુન્નર , યોગ્યતા વગેરે પોતાના બાળકોમાં લાવાની કોશિશ ના કરે છે.તેને જે કાર્યમાં રસ હોય તે કાર્ય કરવા માટે પોત્સાહિત કરો.તેમની યોગ્યતા,આવડત , ક્ષમતા જાણો. બાળકને તમારા પ્રેમ ,હુંફ, લાગણી અને સારા સંસ્કારોનું સિંચન કરાવવાની જરૂર છે .જેથી કરીને તેમનું બાળપણ ખોરવાઈ ન જાય.
લિ. ડૉ.રચના વી જૈન.
એશિયા ઈંગ્લીશ સ્કુલ