આજે આંશિકા જોબ પરથી થોડી વહેલી ફ્રી થઈ ગઈ હતી . તો બસ મન થયું કે આજે તો ફેવરિટ પ્લેસ પર જઈ જ આવું . એટલે પહોંચી ગય પાર્ક માં....શાંતિ થી એક બેન્ચ પર બેસીને રસ્તા પર અવર જવર કરતાં લોકોને જોઈ રહી હતી. વાતાવરણ ની પારદર્શિતા તેમજ ચાલી રહેલી ખુશનુમાં હવા ,આંશિકાનાં મન ને શાંત કરી રહી હતી. તે એકદમ મસ્ત રીતે વાતાવરણ નો લાભ માણી રહી હતી ..અચાનક પાછળ થી અવાજ આવ્યો , અંશુ!! પાછળ ફરીને જોયું તો એક અસ્પષ્ટ યાદો સાથેનું સ્પષ્ટ વ્યક્તિત્વ ,
તું અંશુ જ ને?? અરે કેટલી ગળી ગઈ છો યાર જમવાનું રાખ થોડુંક....અને પછી હસવા લાગ્યો...અને એના બોલવાની આદત પરથી એ એકદમ ઓળખાઈ ગયો !! અરે આ તો મારો પી. જી. નો ક્લાસમેટ , ફકીર...અરે શું નામ હતું આનું!!! અદિત!!...
અંશીકા એ કઈ બોલવાના બદલે ખાલી સ્માઈલ આપી...અને આદિ હંમેશ ની જેમ જ... हाये यह मुस्कान💘💘...लगता है कहीं दर्द दफ़न है तभी तो इतनी खूबसूरत है , मुस्कान आपकी । સરસ લ્યો પાછું શરૂ થઈ ગયું એમને તમારું..તું સહેજ પણ નઈ બદલાયો આદિ 🤣..તારી ફ્લર્ટ કરવાની આદત એમ ને એમ જ રઈ...તું નઈ સુધરે😇...અંશીકા એ કહ્યું .
બસ પછી બન્ને જૂના મિત્રો કોલેજ ની યાદોમાં સરી પડ્યાં. આદિ એ કહ્યું તું અહીંયા શું કરે છે. તું તો કદાચ આઉટ ઓફ ટાઉન ની હતી ને, ...હા પણ પછી ટ્યુશન ક્લાસિસ શરૂ છે અને પાર્ટ ટાઈમ જોબ કરી લવ છું . એટલે પછી રેહવુ પડ્યું તમારા શહેરમાં મિસ્ટર.અંશીકા બોલી . હા મેડમ આ શહેર મારું છે જ એટલું ખૂબસૂરત કોઈ ને પણ મન નાં થાય એને છોડી ને જવાનું .... આદી એ ઉમેર્યું.
નાં જરાય નહીં માનવતા નાં નામે વિશ્વાસઘાત જ આપે છે તારું શહેર...થોડાક ગળગળા અવાજે અંશુ એ કહ્યું.
નહિ તમારા આ શહેર પ્રત્યે નાં ખરાબ અનુભવો બોલે છે તમે નહિ આદી એ જવાબ આપ્યો , અને જોડે જોડે એમ પણ કહ્યું , કોલેજ માં ચૂપ ચૂપ અને એકલી રેહતી અંશી હવે બોલવા લાગી હો....અરે મેડમ જે શહેર માં અદીત પટેલ રહેતો હોઈ એ શહેર ખૂબસૂરત નો હોઈ એવું બને જ નહીં...અને બન્ને હસવા લાગ્યા 🤣. થોડી વાર વાતો કરીને બન્ને મિત્રો છૂટા પડ્યાં...
આંશિકા ઘરે પહોંચી , અને રોજની જેમ જ રસોઈ અને સાંજ નું કામ બસ રોજ એકસરખું ચાલતું એના જીવન નું ચક્ર જેને ચક્રવાત બનતા વાર જ ના લાગતી . . ધીમે ધીમે આંશિકા એ ગમ માંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી હતી
પરંતુ લાગણીઓ બેકાબૂ થઈ રહી હતી, અને હવે જિંદગી પણ. ..આજ દિવસ સુધી મે એની રાહ જોઈ અને એના લગ્ન નાં આમંત્રણ માં પણ મને એની સાથે મુલાકાત ની તક જ બતાઈ રહી હતી . કે કોઈ પણ સંજોગે એને એકવાર મળીને કારણ તો જાણી લવ કે એણે મને શું કામ એકલી મૂકી દીધી . .....બસ વાસ્તવિકતા નો ડર , જે સ્વીકારવા હું સમર્થ ન હતી એનાથી ભાગવું હવે શક્ય ન હતું , એ સમય આવી ગયો હતો જેને જોવા કરતાં આંધળું બની જવું મને વધુ સારું લાગે....
આંશિકા એ હૈયું ખોલીને શિવ સામે રાખી દીધેલું જ્યારે શિવ એ પોતાની જિંદગી અંશીકાને સોંપી દીધી હતી , પરંતુ સમય જતાં બધું જ ધૂંધળું થવા લાગ્યું ...મીઠી યાદો યાદ બની ગઈ અને કડવાહટ સચ્ચાઈ.....પણ કરમાયેલો છોડ હવે ધીમે ધીમે ફરીથી ખીલી રહ્યો હતો .
વળતે દિવસે સવારે આંશિકા જોબ પર પહોંચી , કામ સાથે એને લગાવ થવા લાગ્યો હતો. અને એમ પણ એ કોઈ કામ કરે તો પૂરા મનથી જ કરતી . એના કામમાં એની છબી દેખાઈ આવતી. કેમિકલ ફેક્ટરીમાં તે પ્રોજેક્ટ આસિસ્ટન્ટ હતી તેનું રોજનું કામ તેની નીચેના આસિસ્ટન્ટ ને ગાઈડ કરવાનું ,કોઈ પ્રોડક્ટ ની pH, specific gravity, viscosity, loss on drying, loss on ignition, solid content surface area વગેરે જેવી બાબતો માટે આસિસ્ટન્ટ ને ગાઈડ કરવાનું અને તેનું મુખ્ય કામ ક્વોલિટી અને કવોન્ટીટી કંટ્રોલ કરવાનું તેમજ અમુક ડોક્યુમેન્ટેશન વર્ક અને સ્પેસિફીકેશન વર્ક ....જે તે એકદમ પરફેક્ટ રીતે શીખી ગઈ હતી.
shine chemicals માં એ ધીરે ધીરે shine કરવા લાગી હતી, આ કંપનીની મુખ્ય પ્રોડક્ટ phosphating chemicals, anti tarnishing,electro polishing and various surface - treatment materials છે. કંપની માં જોબ કરવી એ ખરેખર મુશ્કેલ કામ હોઈ એમાં પણ જ્યારે આંશિકા જેવી સંચળ અને મનથી ભાંગી પડેલી વ્યક્તિ હોઈ , પરંતુ એનું સત્ય એને જીવન ની સાચી દિશામાં લાવી રહ્યું હતું અને લાગણીઓ ને બાજુમાં રાખીને શાંતિ થી જીવન જીવી લેવાનો સમય હવે આવી રહ્યો હોઈ એવું એને લાગી રહ્યું હતું.
ઈશી નો કોલ આવ્યો , મેડમ યાદ તો છે ને આજે આપડે નીશા ની બર્થડે પાર્ટી માં જવાનું છે , કેટલી વાર છે હવે તને, હું તો રેડી થઈ ને બેઠી છું.
ઓહ મને યાદ જ ન હતું ઈશુ, અને મારે હજી ઘણું કામ પેન્ડિંગ છે, યાર જઈ આવને હવે તું પ્લીઝ....આંશિકા એ કહ્યું , પરંતુ એટલું સરળતા થી માની જાઈ એ ઈશુ નહિ . અને પછી બ્લેકમેઇલિંગ શરૂ 😅😅..આખરે આંશિકા ને માનવું જ પડ્યું . ... નિશા એની એમ. એસ. સી. ની કલાસમેટ હતી.
હમણાં થોડા ટાઈમ થી આંશિકા આ બધું અવોઇડ કરતી હતી,કારણ કે આવી વાતો એને ખુશી આપી શકવા સમર્થ ન હતી. પણ આજે એને પણ મન થયું કે पुरानी जिंदगी फिर से जी ली जाए, फिर से थोड़ा मुस्कुरा लिया जाए, यू तो बेफिक्र थे ही हम , चलो आज फिर से बिफिक्री में जिया जाए। બસ પછી પહોચી ગયા નીશું ની પાર્ટી મા ,.. મ્યૂઝિક અને કોલાહલ વચ્ચે બધા મિત્રોની મુલાકાત અને જૂની યાદો તાજી થતી હતી. રેશમા, પ્રિયંકા , રોહિત , ઇશી ,ધિરાલી અને હું, અમારું રીયુનિયન થયું હોઈ એવું લાગતું તું , અમે ઝાલા સર, કરિશ્મા મેમ ની વાતો કરી રહ્યા હતા,....અને તારા લીધે મને શર્મા સરે ક્લાસની બહાર કાઢ્યો ' તો અંશુ... ઓહ ફકીર...રોહિત, ઈશુ અને પ્રિયંકા એક સાથે બોલી ઉઠ્યા. હેલ્લો આફ્ટર મેની ટાઈમ...કઈ દુનિયા માં??! ઈશુ એ પૂછ્યું ...અને પેલો કઈ જવાબ આપે એ પેલા જ... સોશીયલ ગેધરીંગ માં અને તું ?!! ઈટ ઈઝ રિયલી સરપ્રાઈજીંગ ભાઈ!😅.. બસ બસ એલા મને તો બોલવા દે😅..આદી એ કહ્યું.. બસ નોકરી ની શોધમાં હતાં, બેરોજગાર માણસો😝..અને રોહિત્યા સોશીયલ ગેધરીંગ માં હું જતો નથી પણ તું આવાનો હોઈ તો મારે આવવું જ પડે ને ભાઈ! કેમ છો , પ્રિયા મેડમ , મહાદેવ ઈશિતાજી😅.... એ મસ્તીમાં 2 વર્ષ ની કોલેજ લાઇફ 2 કલાક માં ફરી જીવી લીધી .દોસ્તોની વાત જ અલગ હોઈ છે યાર , પળમાં હસાવી દે અને પળમાં રડાવી દે , બધા ટેન્શન ભુલાવી દે અને મસ્ત રીતે જીવતા શીખવી દે. અને આદી તો હતો જ ક્લાસનો ફિલોસોફર ...અને ક્યારેક શાયરી પણ લખી લેતો.
जिंदगी को जीने के लिए जिंदा होना जरूरी है આદી એ કહ્યું , અને એનો જવાબ આપતા રોહિત બોલ્યો ...जिंदा रहने के लिए जिंदगी होनी जरूरी है । ઓહ ભાઈ તમે હજી વાંઢા જ છો એમને🤣, ઈશિ એ ઉમેર્યું😅...વાંઢો નથી , આતો જતી રહી તારી ભાભી😅....લે કેમ જતી રહી??! ...પ્રિયંકા એ પૂછ્યું,...બસ હું એને કહું એ પેલા બીજા કોઈકે પ્રપોઝ કરી દીધું , ઓહ પછી..ઈશુ બોલી ..
પછી શું કાગડો દહિથરું લઈ ગયો 😣...રોહિતે નિસાસો નાખ્યો . અને બધા હસી પડ્યાં. 😅...હશે ભાઈ બીજા ભાભી ગોતી લેશું આદી બોલ્યો. એકદમ મસ્ત શાયરાના અંદાજમાં આદી બોલ્યો .
देखकर दर्द किसी और का,
जो आह दिल से
निकाल जाती है ,
बस इतनी सी बात तो
आदमी को इंसान बनाती है ।
- गुलजार
આદિની શાયરી નો જવાબ આપતી હોય એમ આંશિકા એ કહ્યું ..
आखिर कह ही डाला उसने एक दिन
इस कदर टूटे हो बिखर क्यू नही जाते..?
कब तक जिओगे दर्द भरी जिंदगी
एक दिन खामोशी से मर क्यों नहीं जाते ।
- गुलजार
આંશિકા એ બોલેલી લાઈનને એકદમ સમજી ગયો હોઈ એ રીતે આદી એ શાયરી કરી ..
तुम्हारे लफ्जो में खासा वजन लगता है ,
तुम में दो शख्स रहते है क्या ??? ..
અરે ગુલઝાર ભકતો , આ મુશવરો નથી , નીશુ ની પાર્ટી છે 🤣😅 અહીંયા આવી જાવ પાછા,..બન્નેની વાત વચ્ચે જ અટકાવી દીધી ઈશુ એ...
એન્ડ ઇટ્સ ટાઈમ ટુ કેક કટિંગ.... કમ હીયર ઓલ ફ્રેન્ડ્સ...
બધા સમાચાર પુછી રહ્યા હતાં એકબીજાના , કોઈક કેમિકલ ઇન્ડસ્ટ્રી માં જોબ કરી રહ્યું હતું, તો કોઈ ટિચિંગ આસિસ્ટન્ટ કે પછી પોતાના અલગ ટ્યુશન ક્લાસિસ ..બધા કૈકને કૈક ધંધે લાગી ગયા હતા.
હું અને અંશુ તો 2 દિવસ પેલા જ મળ્યા હતાં , કાં અંશુ ,..આદી એ કહ્યું ...
હાં..આંશિકા એ ટૂંકમાં જવાબ આપ્યો.
આદિ થી પુછ્યા વગર રેહવાયું નહિ , કેમ એટલી અટવાયેલી લાગે છો આંશિકા???
બસ ખબર નથી પડતી કે કઈ પણ કારણ વગર શિવ મને મૂકીને કેમ જતો રહ્યો...આંશિકા મન માં બોલી અને થોડી વાર પછી સાવધ થઈ ને, અરે નાં થોડો હેડેક છે, એટલે મઝ્ઝા નથી આવતી 😅..
ઈશુ ચાલને આપડે નીકળીએ હવે. ઈશુ સામે જોઇને આંશિકા બોલી .
અરે ઘણાં ટાઈમ પછી બધા મળ્યા છીએ ,ઘડીક ખમી જા...એવો ઈશુ એ જવાબ આપ્યો ..અને આંશિકા પાસે બીજો ઉપાય પણ ન હતો. થોડી વાર રહીને બધા ઘરે જવા માટે રવાના થયાં અને એકબીજા નાં કોન્ટેક્ટ માં રહીશું એમ કહીને છૂટા પડ્યા.
હાં, મેડમ આજ તો તમે કઈ શાયરી બોલી🔥🔥 , શું યાર અંશુ સાવ રડ્યાં જ કરવાનું , સ્પષ્ટ ખબર પડે તારા ચેહરા પર આવતી ફેક સ્માઈલ જોઈ ને, હવે એ વ્યક્તિને પ્રેમ કરવાનું બંધ કર અને આગળ વધી જા....ઈશુ એ આંશિકાને સમજાવ્યું .
નાં ઈશું આજે હું એને મિસ ન્હોતી કરતી , બસ શાંતિથી વિચારતી હતી કે એણે આવું શું કામ કર્યું ?. કૈક ફેમિલી ઇશ્યૂ, કે પછી મારામાં કંઇ કમી હશે ...કે પછી બીજું કૈક....પરંતુ ધીમે ધીમે મને મારા બધા જ સવાલો નાં જવાબ મળી રહ્યા છે. એના મેરેજ માં તો હું જઈશ જ. મને આપેલા પ્રોમિસ એ કોઈ બીજા સાથે જીવી રહ્યો છે. એ વ્યક્તિ જેણે એમ કહ્યું હતું કે તારા વગર હું જીવી નહિ શકું , એ આજે મને મૂકીને કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા જાઈ રહ્યો છે ત્યારે હું એને એહસાસ કરાવવા જરૂર જઈશ કે હા હું પણ ખુશ જ છું તારા વિના.....આંશિકા રડતી આખે બોલી ગય.
જવા દે અંશી એને, તારે કોઈ એના મેરેજ માં જવાનું નથી થતું ,બસ તું એને ભૂલી જા અને ખુશ રે ,and one day someone love you the way you love shiv and he will fixes all Broken parts of you ..... જે થવાનું હતું એ થઈ ગયું હવે એની પાછળ તારી લાઇફ ખરાબ નાં કર. નથી જાણવું કારણ આપડે .ફરીથી દુઃખી કરીને જતો રેશે , માંડ માંડ ઊભી થઈ છે તું હવે હું એ ખાઈ માં તને ફરીથી કૂદવા નહિ દવ.ઈશુ એ એકદમ ગુસ્સામાં કહ્યું .
હાં મેડમ કઈ નહિ જવું બસ,હવે સૂઈ જા તું...આંશિકા બોલી, અને પેલો આદી શું બોલતો તો .??!,.. એ ક્યાં જોબ કરે છે??
ઓહ એ , દિવ્યજ્યોત 11th માં કેમિસ્ટ્રી ટીચર છે . પણ તું એનું શું કામ પુછે છે?? ઈશુ એ કહ્યું.
આંશિકા બોલી અરે કઈ નહિ ,બસ કોણ કોણ ક્યાં પહોંચ્યું એમ 😅..અને દિવ્યજ્યોત સ્કુલ તો શાઈન ઇન્ડસ્ટ્રી થી 2 કિમી દૂર જ છે, મે તો કોઈ દિવસ નહિ જોયેલો એને....
ઈશુ બોલી , હશે હવે તારું ધ્યાન નહિ હોઈ ,સૂઈ જા હવે , ઓવર થીંકિંગ બંધ કરીને.
આંખો બંધ થઈ અને વિચારો શરૂ , મેરેજ નું પ્લાનિંગ , એવું લાગી રહ્યું હતું કે બધું રિવર્સ માં ચાલી રહ્યું હોઇ, હાથમાંથી હાથ છૂટી ગયો , જોડે માંડેલા ડગલાં પાછા ચાલી રહ્યાં. સ્થળો છૂટી રહ્યા હતાં અને મારા હાથની બદલે શિવનાં હાથમાં બીજો કોઈ હાથ જેમાં શિવના નામની ચૂડી હશે . શિવ કી દુલ્હન કરીને બનાવેલું મારું બ્લાઉઝ પહેર્યા વગર નું જ રહી જશે. હશે કોઈ દુનિયાની લકીએસ્ટ ગર્લ જે મારા શિવની દુલ્હન બનશે. એને જોવા માટે હું જઈશ જ...પણ હું કેમ જોઈ શકીશ શિવને બીજા કોઈનો બનતાં..ઈશુ ઠીક કહે છે, મારે ન જવું જોઈએ , નાં પણ જવું જોઈએ ..આંશિકા વિચાર કરતી કરતી મન માં બોલ રહી હતી . .
कोई शिकवा नहीं तुझसे , खुद से ही रूठी हूं ,
वैसे तो ठीक हूं सिर्फ अंदर से टूटी हूं ।
એક ઉપર એક વિચારોએ એને ઉલજાવી દીધી હતી ,અને ફરીથી અસહ્ય માથાનો દુખાવો....બસ ફરીથી એનું એ જ ટેબ લઈને સૂઈ ગઈ. waiting for better tomorrow....😇😇😇
पनाह मिलती थी रूह को जिसका हाथ छू कर
वो हाथ किसी और का हो गया ,
सुकून मिलता था दिल को जिसके नाम से ही ,
वो प्यार किसी और का हो गया ।
-mini દવે
માફ કરજો મિત્રો , પરીક્ષા અને સામાજિક પ્રસંગો માં વ્યસ્તતા નાં લીધે આ પાર્ટ લખવામાં થોડું મોડું થયું, ...પણ લાંબા સમય પછી તમારાં સમક્ષ આ રચના રાખું છું, તમારા પ્રતિભાવો. અને સૂચનો ની રાહ રહેશે.
- minii