સાથ નિભાના સાથિયા-૨. રીનાબેન ગોપીને કહે છે, ”લાગે છે તેઓ બજાર તરફ ગયા જલ્દી ચાલ આપણે ઘરે જઈએ.”
“હા માસી કહેવાય નહીં તે આપણને જોઈ ગયા હોય અને તે બજાર જવાનું નાટક કરતા હોય.”
“હા બરાબર તે તો મને ખ્યાલ ન આવ્યું.”
એ બાજુ લીલાબેનને સાચે તેમને જોયા ન હતા. તેઓ આખા બજારમાં બન્નેને શોધવા જાય છે પણ તેઓ દેખાણા નહીં. તે થાક્યા પાક્યા પાછા ઘરે આવે છે.ત્યાં સુધી ગોપી અને રીનાબેન એમના ઘરે પહોંચી જાય છે.
લાલાબેન મનોમન વિચારે છે આજે મને ગોપીએ બહુ હેરના કરી દીધી છે રાતના ઘરે આવા દે હું બરાબર એની ખબર લઈશ.
ત્યાં રીનાબેન ગોપીને કહે છે “થોડીવાર બેસ પછી કામ કરજે લીલાબેન આપણી પાછળ આવ્યા હતા એટલે બહુ ભાગાદૌડ થઇ ગઈ.”
“હા માસી તમે એ પણ કહો તમને મારી એટલી ચિંતા કેમ છે?”
“હું તને નાનપણથી ઓળખું છું. તારા મમ્મી અને હું ઘણી વાર સાથે વાતો કરતા હતા અને સાંજનો નાસ્તો સાથે જ કરતા. ક્યારેક તેઓ અહીંયા આવતા કયારેક હું તમારા ઘરે આવતી પણ એ તારા કાકીને ગમતું ન હતું પણ તારા મમ્મી કોઈની ફિકર ન કરતા. એ તો લીલાબેનના જેઠાણી હતા એટલે તયારે એમનું તારી મુમ્મી સામે કાંઈ ચાલતું જ નહીં. તારા મમ્મી બહુ જ સારા હતા અચાનક ચાલ્યા ગયા એટલે મને બહુ દુઃખ થયું.”
“આ બધું તમે પહેલા કેમ ન કીધું માસી. હું નાનપણમાં બહુ એકલી થઇ ગઈ હતી. મારું કહેવાવારું કોઈ ન હતું. હું મારા મમ્મીના પ્રેમથી વંચિત થઇ ગઈ હતી મને લાગ્યું મને કાકી પાસેથી એવો પ્રેમ મળશે પણ હું ખોટી સાબિત થઇ કાકી તો માત્ર મને ત્રાસ આપવા લાગ્યા. મને લાગ્યું કાકા તો આવું કાંઈ નહીં કરે પણ તે કાકી કહે એમ જ કરતા અને મારી વાત ન સાંભળતા.”
“એ મને બધી ખબર છે પણ તારા કાકી બહુ વિચિત્ર છે એટલે મેં ત્યાં આવાનું બંધ કરી દીધું.”
“માસી હવે જે પણ થાય તમે મારી સાથે જ રહેજો અને મને અહિયાંથી નીકળવામાં મદદ કરજો.”
“હા જરૂર પહેલા તું ચિત્રકાર બનવાની અભિલાષા પૂરી કરજે પછી મારો છોકરો તેજલ તને પસંદ આવે તો તું મારી વહુ બની જજે.”
“ઓહો માસી તમારો દિકરો છે? મેં એને ક્યારે નથી જોયો. એને પણ ચિત્રકળા જોવાનું ખુભ ગમે.”
“હા તું ક્યાંથી જોય. તારા મમ્મી ગુજરી ગયા પછી હું તારા ઘરે કયારે આવી જ નથી. આજે વર્ષો પછી મને થયું તારા મમ્મી કહેતા હતા નાનપણથી તને ચિત્રકળાનું ખૂબ શોખ હતું તો હું તને માતાજીની મૂર્તિ બનાવાનું મોકો આપું એટલે તારી અભિલાષા પૂરી થાય અને આમાં તું ધીરે ધીરે આગળ વધે.”
“ઓહ તમે મારા ખાતર એટલું બધું કર્યું. એવું તો પોતના પણ નથી કરતા. હવે તમે મને મળવાનું છોડતા નહીં. મને તમારી સાથે વાતો કરવાનું ગમ્યું.”
“સારું છે હવેથી રોજ તું અહીંયા જ જમીશ માત્ર રાતના ઘરે જઈને સુઈ જવાનું.”
“ના માસી તમને તકલીફ ન અપાય.”
“મને કોઈ તકલીફ નહીં થાય મને પણ તારી સાથે જમવાનું ગમશે.”
“રાતના આપણે બધા સાથે જમીશું. તું મારા દિકરા સાથે વાતો કરી લેજે અને જોજે તમારા વિચારો મળે છે કે નહીં? કોઈ ઉતાવળ નથી અને જબરદસ્તી પણ નથી. પહેલા તું પગભર નહીં થાય ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ.”
“માસી તમે કેટલા સારા છો. તમે મને પહેલા કેમ ન મળ્યા? મને તમને જોઈને મારા મમ્મીની યાદ આવી ગઈ. મને એમનું થોડું થોડું યાદ છે.”
“હા તારી વાત સાચી છે પણ તારા કાકીને મારી સાથે ગમતું ન હતું એટલે હું ઘરે ન આવતી.”
“ઠીક જે થયું. તમે વર્ષો પછી તો મળ્યા એ પણ બસ છે મારા માટે.”
“સરસ તું મારી પરિસ્થિતિ સમજી ગઈ નહીં તો હું આટલા વર્ષ તારાથી દૂર શુકામ રહેત? તારા મમ્મી અને મારું ખુબ જામતું હતું.”
“હા માસી સમજુ જ ને. હું મારા કાકીનું સ્વભાવ જાણું છું. આટલા વર્ષોમાં કોઈ ખાસ ઘરે આવતું ન હતું અને કાકી મને કામ વગર જવા દેતા નહીં. મને બહુ અકળામણ થતી હતી. મારી સાથે વાત કરવાવાળું પણ કોઈ ન હતું.”
“ચાલો કાકી હવે કહો હું ક્યાં બેસું?”
“તને ફાવે ત્યાં બેસ બેટા. તારું જ ઘર સમજ.”
“હા માસી મારી માટે તમારા જેવું કોઈ ન કરે. હું અહીંયા બેસું છું.”
“હા બેટા જ્યાં ગમે ત્યાં બેસ.”
“ઠીક માસી હું સ્કેચ બનાવીને બતાવું છું તમે મને જોઈને કહેજો કેવું બનાવ્યું છે. હું પહેલી વાર બનાવું છું.
“હા જરૂર. એમાં શું થયું મને ખબર છે તું કરી લઈશ. પ્રેક્ટિસ અને મહેનત કરીએ તો કાંઈ પણ અશક્ય નથી.”
“એ વાત તમે સાચી કહી પણ એના માટે કોઈનો સહકાર પણ એટલો જ જરૂરી છે.”
“હા એ તો છે જ ને. અમે બધા તારી સાથે જ છીએ.હવે તું શાંતિથી કર મને કોઈ ઉતાવર નથી.”
“હા માસી.તમે બધા મારી સાથે છો એટલે હું બહુ ખુશ છું.”
“કાંઈ જોઈએ તો કહેજે. હું મારું થોડું કામ કરીને આવું.”
“ઠીક છે માસી.”
ત્યાર બાદ ગોપી એકાગ્રતાથી ચિત્ર બનાવી રહી હતી. એ જોઈને રીનાબેનને ખુબ ગમે છે.એમને તો ગોપી નાનપણથી જ ગમતી હતી અને એની મમ્મી એના બહુ વખાણ કરતી હતી.
તે બાજુ ગોપીના કાકી તેણે ફોન લગાડે છે પણ તેનું ફોન સાયલેન્ટ હોય છે એટલે તેનું ફોન વાગે છે એ ખબર નથી પડતી.
તે મનમાં વિચારે છે. ગોપી સમજે છે શું રીનાબેનનું કામ શું મળી ગયું કે તેમાં વ્યસ્ત તો થઇ ગઈ અને બધું કામ મારા પર મૂકી ગઈ અને સવારે મારા માટે ચા પણ ન બનાવી. મને કહ્યા વગર ચાલી ગઈ અને મને કહેતી પણ નથી ક્યારે આવશે ? રીનાબેનને એના પર શું જાદુ કરી દીધું છે ખબર નથી પડતી.
“એની મમ્મીનું તો એમના સાથે બહુ જામતું હતું હવે તેનું પણ એમની સાથે બહુ જામવા લાગ્યું છે.”
એ બાજુ ગોપીનું ચિત્ર પૂરું થઇ ગયું.
“માસી મારું ચિત્ર પૂરું થઇ ગયું.”
“સરસ રસોઈ તૈયાર છે. પહેલા આપણે જમી લઈએ.”
“હા માસી મને તમારી સાથે વાતો કરવાની અને જમવાની મજા આવશે અને પછી હું તમને ચિત્ર બતાવું છું.”
“હા બેટા ચાલ જમવા.”
ત્યાર બાદ બન્ને સાથે જમ્યા.
“માસી આજે ઘણા વર્ષો પછી મને જમવની મજા આવી ગઈ.”
“સરસ તને જમવાની મજા આવી ગઈ એનાથી મને ખુશી મળી.”
“હા માસી આટલા વર્ષોથી એકલી જ જમવાની આદત હતી પણ આજે તમે સાથે જમ્યા એટલે ક્યારે જમી લીધું ખબર જ ન પડી અને મજા આવી ગઈ. અહીંયા કેટલી શાંતિ પણ છે કે હું મારું કામ ધ્યાનપૂર્વક કરી શકું છું.”
“એ તો વાત તારી સાચી. આખો દિવસ મેણાંટોણાં સાંભળીને કોઈ પણ કંટાળી જાય. તે મને કહ્યું એટલે મેં તને ઉપાય બતાવ્યો છે. એ તારા પર છે. એનાથી તને કાકી સાથે રહેવું નહીં પડે. હું તને તારા કાકીની વિરુદ્ધ નથી ચડાવતી. તને શાંતિથી જીવન જીવવું હોય તો તું ઈચ્છે તો મારી વહુ બની શકે છે.”
“હા માસી તમે જે પણ કરશો મારા સારા માટે જ કરશો. પહેલા કહો તમારા દિકરાનું નામ શું છે." "એનું નામ તેજલ છે". "હું તમારા દિકરા તેજલને મળવા માંગીશ.”
શું ગોપી તેજલને મળી શકશે ? એના માટે આગળનું ભાગ વાંચો.
ક્રમશ: