ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર બનવાનો શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ગુમસુમ જ રહે છે.
એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.
“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”
ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું રીનાબેન મારા કાકા કાકીને કહે તો કાંઈ થાય.
“તને ડરવાની કોઈ જરૂર નથી તને મન હોય તો કહી દે.”
કાકી બોલે છે “ખબરદાર મને પૂછ્યા વગર કાંઈ પણ કરીશ તો તારી ખેર નથી.”
“ત્યાં હિંમત કરીને ગોપી બોલી દે છે કાકી આ માતાજીનું કહ્યું છે એટલે હું ના ન પાડી શકું તમારાથી થાય એ કરી લેજો મને ખબર છે માતાજી મારી મદદ જરૂર કરશે.”
કાકી એની આ વાત સાંભળીને દંગ રહી જાય છે અને કહે છે, “તારી એટલી હિંમત તું મારી સામે બોલે છે.”
કાકી એને તમાચો મારવા જાય છે ત્યાં રીનાબેન એને બચાવી લે છે અને કહે છે “તમને શરમ નથી આવતી ગોપી સાથે આવું કરો છો. હું ઈચ્છું તો હમણાં પોલીસને બોલાવું પણ મારા આવા સંસ્કાર નથી ગુપચુપ ગોપીને માતાજીની ચિત્રકારી કરવા દઉં નહીં તો મારે કાંઈ કરવું પડશે અને તમને જેલ ભેગા કરવા પડશે. મારા પતિની બધે ઓળખાણ છે હું હમણાં ફોન કરીશ તો આવી જશે અને તમે જે ગોપીને કહ્યું એ મેં મારા ફોનમાં લઈ લીધું છે, હું તમને વર્ષોથી ઓળખું છું.
કાકી ક્યારે હાર નથી માનતા પણ એમને લાગ્યું સાચે પોલીસને બોલાવશે એટલે તે ગોપીને ખોટા મને પરવાનગી આપી દે છે.
ગોપી તો બહુ ખુશ થઈ જાય છે અને રીનાબેનનો “આભાર” માને છે.
“એમાં શું થયું એ તો મારી ફરજ છે. આજથી તું તારા કામનું શ્રી ગણેશ કરજે અને તું મારા ઘરે જ માતાજીની મૂર્તિની ચિત્રકારી કરીશ. અહીંયા તારા કાકી તને શાંતિથી કામ કરવા નહીં દે.”
રીનાબેન એને જરા આંખ મારીને કહે છે “હવે તારા કાકી આવું કાંઈ કરે તો કહેજે અને મને પણ જરા પણ આવાજ આવશે કે કાકી તને હેરાન કરે છે તો હું તરત પોલીસને બોલાવી લઈશ.”
ગોપી પણ રીનાબેની વાત સાથે સહેમત થાય છે અને કહે છે, “હા માસી તમારી વાત સાચી છે અને કાંઈ પણ કામ કરવું હોય તો મહેનત સાથે એકાગ્રતા પણ ખુબ જરૂરી છે. હું તમારા ઘરે જ કરીશ.”
“સરસ બેટા તો કાલથી સવારથી અહીંયા જ આવી જજે તને કાંઈ જોઈએ તો મંગાવી દઉં બીજું બધું હું કરી લઈશ.”
“ના માસી હું કાલે લઈ આવીશ અને પછી કામ શરુ કરીશ.”
“ઠીક છે આપણે સાથે લઈ આવશું. એ તો બરાબર રહેશે ?”
“હા માસી તમે કહો છો તો એ બરાબર રહશે મને લાગશે કોઈ તો છે મારી સાથે.”
“એવું ન બોલ બેટા. હું તારી સાથે જ છું. તારી મમ્મી સાથે મારા સારા સંબંધ હતા તને ક્યારે પણ મારી મદદની જરૂર હોય તો કહેજે.”
“ઓહ એ મને ખબર ન હતી અને કાકીએ પણ મને ન કીધું.”
“હવે હું જાઉં આપણે બધી વાત કાલે કળીશુ. તું તૈયાર રહેજે હું સવારે આવી જઈશ.”
“ઠીક છે માસી.”
જેવા રીનાબેન ગયા તે કાકીને કાંઈ પણ બોલ્યા વગર ગોપી એના રૂમમાં ચાલી જાય છે.
તે બાજુ ગોપીના કાકી વિચારે છે. હું કાંઈ પણ કહું આટલા વર્ષો તો સાંભળી લેતી હતી અચાનક એનામાં એટલી હિંમત ક્યાંથી આવી કે મારી સામે બોલવા લાગી. હમણાં તો એને રીનાબેનું આ ચિત્રકળાનું કામ કરી લેવા દો. હું એની સાથે એવું કરીશ કે આગળ એને આવું કોઈ કામ મળવા નહીં દઉં.
ત્યાં ગોપી વિચારતી હતી હમણાં થોડા દિવસ તો હું રીનાબેનના ઘરે જઈશ એટલે નિરાંત છે. મને કાકી સાથે બહુ સમય રહેવું નહીં પડે. મારે કાંઈ તો કરવું પડશે. આ ચુંગલમાંથી બહાર નીકળવા માટે મારે કાંઈક તો કરવું પડશે પણ શું કરું એજ સમજાતું નથી.
આજે પહેલીવાર હું કાકી સામે બોલી. મારામાં થોડી હિંમત રીનાબેનને લીધે આવી ગઈ. મારી સાથે કાકી જેવું પણ વર્તન કરતા હતા હું સામે બોલતી ન હતી. મને પણ નવાઈ લાગી હું કાકીની સામે કેવી રીતે બોલી ?
રીનાબેનું આ કામ પતી જાય પછી પણ ચિત્રકળામાં મને રસ લેવો જોઈ. મને નાનપણથી જ આમાં રસ છે પણ કાકીએ મને એ કરવા ન દીધું. કેટલા વર્ષો પછી મને આ મોકો મળ્યો છે. હું આગળ પણ ચાલુ રાખીશ.જે થવાનું હોય તે થાય. કાકી કાંઈ અડચણ તો ઊભી કરશે જ. ત્યારે જોઈશું શું કરવાનું ? હમણાંથી શું કામ વિચારવાનું.
હવે મને કાલથી કાકીની વાત કરતા કામમાં ધ્યાન આપવું જોઈએ.
ત્યાર બાદ તે સૂઈ જાય છે.
હવે સવાર થાય છે એટલે ગોપી ચા નાસ્તો કરીને કાકા કાકીને કહ્યા વગર તે રીનાબેન ઘરે એની બેગ લઈને જાય છે.
રીનાબેન કહે છે, “થોડીવાર તો બેસ પછી આપણે બધું લેવા જઈએ.”
“ના માસી કાકી બહાર નીકળે એ પહેલા આપણે જલ્દી બધો સામાન તમારા ઘરે લઈને આવી જઈએ નહીં તો તે ફરી તે મને ચિત્રકળા કરતા અટકાવશે.”
એ વાત તારી સાવ સાચી એમ પણ રોજ રોજ કેટલી માથાકૂટ કરાય.
“ઠીક જઈએ અને તું તારો બધો સમાન અહીંયા જ રાખજે. મને કાંઈ વાંધો નથી.”
“હા માસી એમ જ કરીશ.”
ત્યાર બાદ તેઓ બજારમાં ચિત્રકળાનો સામાન લેવા જાય છે.
“તે બાજુ ગોપીના કાકી બહુ ગુસ્સે થાય છે કે ગોપી અમને કહ્યા વગર રીનાબેનના ઘરે ચાલી ગઈ.”
તેમણે યાદ આવ્યું કે તે રીનાબેન સાથે બધું સામાન લેવા બજારમાં જવાની હતી.
“હું ફટાફટ ચા નાસ્તો કરીને જાવ અને એને સીધી કરું. આજકાલ બહુ સામે બોલે છે અને મારી વાત પણ નથી સાંભળતી. એનું કાંઈ તો કરવું પડશે.”
ગોપી અને રીનાબેન બધો સામાન લઈને ઘરે આવતા હોય છે ત્યાં રીનાબેનની નજર પર પડે છે. તે ગોપીને કહે છે,"જો તારા કાકી લીલાબેન આવી રહ્યા છે. તારી વાત સાચી હતી તારા કાકી કાંઈ તો અડચણ ઊભી કરશે.”
“માસી હવે શું કરીએ ?”
“તું ચિંતા ન કર. હું છું ને. તે તો બજારમાં જતા લાગે છે. એમને ખબર હતી ને આપણે સમાન લેવા જવાના હતા.” આપણે થોડે દૂર ઊભા રહી જઈએ. તે બજાર તરફ જાય એટલે આપણે ઘરે જઈશું.”
“હા માસી. હું મારી કાકીને સારી રીતે ઓળખું તેમને મને નાનપણથી ત્રાસ અને અડચણ આપવા સિવાય કાંઈ નથી આપ્યું પણ મારી પાસે ત્યાં રહેવા સિવાય બીજું કોઈ ચારો નથી.”
“હા મને ખબર છે. તું નાની હતી એટલે તું કાંઈ કરી ન શકે. મને તારી મમ્મીએ કીધું હતું તને ચિત્રકળાનો બહુ શોખ છે એટલે મેં આ બધું તારી માટે જ કર્યું છે અને મારા ઘરમાં તારી બનાવેલી માતજીની મૂર્તિ પણ આવશે. હવે તું મોટી થઈ ગઈ છે એટલે તું હિંમતથી એમનો સામનો કરી શકે.”
“હા પણ આટલું બધું મારી માટે શું કામ કર્યું ?”
“એ બધું હું ઘરે જઈને કહીશ.”
“ઠીક માસી.”
ક્રમશ: