3 Idiots - 3 in Gujarati Fiction Stories by Minii Dave books and stories PDF | 3 Idiots - 3

Featured Books
Categories
Share

3 Idiots - 3

પૂર્વિડી મૈત્રી જોર જોર થી ઉધરસ ખાઈ છે!! દર્શી એ સાચે એને એ બોટલ માંથી પાણી પાયું ??! (સંસ્કતૃ ના લેક્ચર માં એક બેન્ચ માંથી બીજી બેન્ચ માં ચિઠ્ઠી પસાર થઈ , ઉપર લખ્યું હતું ..ખોલ્યા વગર છેલ્લી બેન્ચ એ પહોંચાડી આપવા વિનંતી ,લી . નીતિ)

પૂર્વી: હા બોટલ આપતાં તો મે એને જોઈ હતી ,મોજ આવી ગઈ લાગે છે કે પાડા એ પાણી પિય લીધું 😂😅...
(છેલ્લી બેંચ પરથી ચિઠ્ઠી પાસ થઈ.., ખોલવાનો પ્રતિબંધ હતો તો પણ રસ્તા માં અમુક ચાપલા લોકો પણ આવે છે આમન્યા તોડવામાં માનતા હોય પણ પછી છેલ્લે ચિઠ્ઠી મારી સુધી પહોંચી જ જતી .)

અરે પણ એને કંઇક થઈ જશે તો , આપડે બધા ફસાઈ જશું , અને જિંકલી તો રડવા લાગશે તમને લોકોને મે ના પાડી હતી , દશલી સમજે જ નહિ ..હવે ભોગવો ...મે ચિઠ્ઠી માં લખી આપ્યું અને પૂર્વી સુધી પહોંચાડી દીધી .

અને પૂર્વી એ જવાબમાં લખીને આપ્યું કે .. અરે ચીલ યાર !! મૈત્રી નાટક કરે છે અને એટલી જલદી ફસાઈ એ દર્શિકા નહિ 😎. આજે તો મૈત્રી ની બધી હેકડી નીકળી જશે ગટર નું પાણી પીય ને 😅..

આ ચિઠ્ઠીઓ પસાર કરવામાં વાતો થવા લાગી હતી... અને જેવી મારી પાસે આ ચિઠ્ઠી પહોંચી મને હસવું આવી ગયું !!

મેડમે મને કહ્યું , કેમ હસે છે??!! હું અહીંયા કઈ જોક કહું છું ??
( મેડમ ની આ વાત સાંભળીને વધુ હસવું આવતું હતું જે માંડ માંડ કન્ટ્રોલ કરીને હું બોલી ) સોરી મેડમ.

પણ આટલી આસનીથી જવા દે એ કવિતબેન શાહ , માસ્ટર ઓફ આર્ટસ ઈન સંસ્કૃત નહિ !!
એણે મને કહ્યું કે છેલ્લે ક્યાં શ્લોક માં મે શું સમજાવ્યું એ બોલ ...
જે મને જરા પણ અંદાજ ન હતો.

પછી મેડમ ખૂબ જ ખિજાયા, ઊભી રાખી 5 મિનિટ, પછી એમને શું સૂઝ્યું ખબર નહિ મને અચાનક કહે કે અત્યાર સુધી માં જેટલું ચાલ્યું એમાંથી કોઈ પણ એક શ્લોક બોલ તો બેસવા દવ.

હવે હું એટલી હોશિયાર તો ન્હોતી જ કે મને સિલેબસ યાદ હોય ...
અને જીંકલી બાજુમાંથી સલવાર ખેંચે ને કંઇક બોલતી હતી ગાયત્રી, ગાયત્રી અને મને ગુસ્સો આવતો હતો કે આ શું ગાયત્રી ની કરે છે એક તો હું ઊભી જે ગાયત્રી ની વાતો કરે. ..પછી એની વાત સમજાઈ કે એમ કહે છે કે ગાયત્રી મંત્ર બોલી દે 😅....

અને પછી મા ગાયત્રી ની અસીમ કૃપા થી .. કવિતા બેન શાહે મને બેસવાની પરવાનગી આપી 😅.
ઉપરથી જીંકલી ખિજાઈ એ તો અલગ જ....

ધમુ હોસ્ટેલ માં જ રહેતી હતી, અને હું રુમ રાખીને એટલે એને મારા કાંડ ની કઈ ખબર જ નહોતી...
રજા પડી એટલે બહાર નીકળીને તરત. . ધમું મારો હાથ પકડીને મને સાઈડ માં લઇ ગઈ અને પૂછવા લાગી કે બેન ...આ બધું શું ચાલે છે ??!!

મારા અવાજમાં ભળી ગયેલો આત્મવિશ્વાસ કદાચ પૂર્વી નાં કારણે જ હતો...મે કહ્યું...આપડા ક્લાસમાં સૌથી મોટા ભાઈ કોણ છે ???
ધમું એ ઉમેર્યું ..યાર તમે મૈત્રી ને ભાયડો શું કામ કહો છો??? એ બિચારી તો. ...
શું એ બિચારી કોઈ ને બોલવા નહિ દેતી , બધા જોડે જગડ્યા કરે ...અને ચાલે છે કઈ રીતે એ જોયું તે કોઈ દિવસ ??! મોટા લાંઘા ફાડીને ચાલવાનું અને વાકી વળે અને આગળ પાછળ જુલતી ... એલી એને એમ જ લાગે કે એ સલમાન ખાન છે .તો પણ મને એ વાત થી કઈ જ પ્રોબ્લેમ ન હતો ... એ ભાઈ ની જેમ રે કે બેન ની જેમ ...પણ એને જીંકલ અને દર્ષિકા જોડે જઘડો શું કામ કર્યો તો?? કારણ વગર !!!
ધમૂ તું મારી ફ્રેન્ડ છે કે એની યાર ...એની સાઈડ લે છે?!

અરે નીતુ હું તો ખાલી પૂછું છું, હું એ પાડા ની સાઈડ શું કામ લવ આખો ક્લાસ એનાથી કંટાળ્યો છે ...પણ તમે લોકો એ કર્યું શું એ તો કે !!!! ધમુ એ મને પૂછ્યું !!

હાં તો ડાર્લિંગ ધમુ , તું સાંભળ : .......અમારી સોસાયટી થી સ્કૂલ પહોંચવા માટે વચ્ચે એક નાળું પાર કરવું પડે, જેને કંસારા નું નાળું કહે છે !!! અને એ અમારા ગ્રુપ નો અડ્ડો છે . આજકાલ ત્યાં કામ ચાલે છે થોડું, એટલે અમે ડાય વર્જન કરીને થોડું વધુ ચાલીને આવવું પડે , જેમાં હું, સોનાલી , જિંકલ , પૂર્વી , દશિકા અને ક્રિની એટલા જોડે હોઈએ.

આજે બપોરે અમે ચાલીને આવતા હતાં , તો મને પગમાં બોટલ આવી અને હું પડી ગઈ. તો રોડ પર પડેલી એ બોટલ પર મે ગુસ્સો ઉતાર્યો અને જોરથી એક ઠેબુ માર્યું એ બોટલ ને ....પછી પૂર્વી ને ફિઝિક્સ ની ટેસ્ટ યાદ આવી ગઈ તો એક લાત એણે પણ મારી બોટલ ને , દર્શી અને ક્રીની એ પણ એ જ રીપિટ કર્યું. ત્યાં વચ્ચે કંસારા નું નાળું આવ્યું , ખબર નહિ અમને શું સૂઝ્યું .. અમે એ બોટલ માં કંસારા નું પાણી ભર્યું ....અને ફરીથી બોટલ ને પગ થી આગળ ધકેલવાનું શરૂ રાખ્યું .
સ્કૂલ આવી ગઈ હતી, દર્ષી એ બોટલ એના હાથ માં રાખી એનો ઈરાદો એવો હતો કે રજા પડે ત્યારે પણ બોટલ થી રમતાં રમતાં ઘરે જશું એટલે એણે બોટલ હાથ માં જ રાખી અને બોટલ નું પાણી થોડું લીલાશ પડતું હતું કોઈને ગડબડ નાં લાગે એ માટે અમે વોશરૂમ નાં નળ માંથી બોટલમાં થોડું પાણી એડ કર્યું .
અને પછી ક્લાસમાં બેઠા , મૈત્રી એ દર્શિ પાસે 3 વાર પાણી માગ્યું , દશી એ નાં પાડી ,પછી ચોથી વાર માં મૈત્રી એ દર્શિ પર ખિજાઈને પાણી માગ્યું તો પેલી એ આપ્યું. ..🤣🤣 અને મૈત્રી એ હોંશે હોંશે ગટરનું પાણી પીય પણ લીધું.
બસ અમે બધાં એના એક્સપ્રેશન જોઈને જ હસતાં હતાં આખા લેક્ચર માં...
જોજે ધમુ કાલે પાક્કું મૈત્રી સ્કૂલ એ નહિ આવે અને જો આવશે ને તો સીધી જ ચાલશે 🤣🤣🤣🤣.

અને પછી સાચે વળતે દિવસે મૈત્રી સ્કૂલ ન્હોતી આવી અને કારણ એવું આપ્યું કે બહાર જવાનું છે !!! ...પણ એ પછીથી એની હરકતો થોડી સુધરી ગઈ હતી. એ પછી અમારો નિયમ થઈ ગયો હતો ...રોજ નાળા પર એક નવો ટાર્ગેટ શોધવાનો અને સંસ્કૃતના લેક્ચર માં ચીટ ચેટ્ટિંગ....ક્યારેક ટેસ્ટ ની વાત તો ક્યારેક કાર્ટૂન સેરિયલ નાં ચિત્રો દોરીને પાસ કરવા તો ક્યારેક મેડમ ને હેરાન કરવાની પ્લાનિંગ શરૂ જ રેહતું .. લાઈવ ચેટિંગ માં ... એ માટે હું પૂર્વી અને અમારી બન્ને વચ્ચે 2 બેંચનું અંતર હતું ..તો એ બન્ને બેન્ચ નાં પ્રતિનિધિઓ નો દિલ થી આભાર માનું છું 😇😇😇 નિધિ , જાગુ, મીનલ, કિંજલ , ચંદ્રા અને યોગિતા .....જેઓ અમારી ચીટ ચેટ ને પ્રોત્સાહન આપવાનું તથા મીઠું મરચું ઉમેરવાનું પણ કામ કરતાં જેથી દરેક ન્યૂઝ ચટપટી લાગતી .... બવ મસ્ત હતી યાર એ સ્કૂલ લાઈફ....

આ કિસ્સો 2015 નો છે , જ્યારે નીતિ, પૂર્વી અને દર્શિકા મિત્રો, પડોશી અને નાસ્તા પાર્ટનર બની ગયાં હતાં. નીતિનું 1 ગ્રુપ બની ગયું હતું જેણે એની લાઈફ માં ખુશીઓ ભરી દીધી હતી. કરમાયેલી રહેતી નીતિ હવે થોડી ખીલવા લાગી હતી પૂર્વી અને દર્શીકા એના જીવન ના કરમાયેલા છોડ માટે ખાતર તરીકે નું કામ કરી રહ્યાં હતાં કદાચ અજાણતાં જ....

वो क्लास की हस्तियां,कागज की कश्तिया ।
एक चिठ्ठी में बसती थी ढेर सारी मस्तियां ।
टेस्ट में बेशक हो जाती यारो की गलतियां ।
पर फिर भी मुस्कुराती थी सबकी कहानियां ।

તો નીતિ ની દોસ્તીના નવા કિસ્સાઓ લઈને ફરીથી મળીશું....એક નવા એપિસોડ સાથે....ત્યાં સુધી ....keep smile and stay alive 😇😇😇

- Minii Dave