lagnini pele paar - 5 in Gujarati Love Stories by Minii Dave books and stories PDF | લાગણી ને પેલે પાર - (ભાગ -૫)

Featured Books
  • जंगल - भाग 12

                                   ( 12)                       ...

  • इश्क दा मारा - 26

    MLA साहब की बाते सुन कर गीतिका के घर वालों को बहुत ही गुस्सा...

  • दरिंदा - भाग - 13

    अल्पा अपने भाई मौलिक को बुलाने का सुनकर डर रही थी। तब विनोद...

  • आखेट महल - 8

    आठ घण्टा भर बीतते-बीतते फिर गौरांबर की जेब में पच्चीस रुपये...

  • द्वारावती - 75

    75                                    “मैं मेरी पुस्तकें अभी...

Categories
Share

લાગણી ને પેલે પાર - (ભાગ -૫)

2 વર્ષ પેહલા...

જતો રહ્યો?? મને મુકીને જતો રહ્યો?! હા અંશુ તને મૂકી ને જતો રહ્યો he don't love you ..come on get up and accept the reality. તું સ્ટ્રોંગ છે તું, આવું નાં કરી શકે અંશુ, એમ કહીને એને ઊભી કરી રહેલી ઈશું અને દેવિકા જાણે ખૂબ જ મુશ્કેલી થી પોતાના આંસુઓ રોકી રહ્યા હતા, કારણ કે એ બન્ને એ આંશિકા અને શિવનાં સપનાં એની સાથે સાથે જ જોયા હતાં. એ બંને નાં માઈન્ડ માં પરફેક્ટ કપલ અને સાચો પ્રેમ એટલે શિવાંશિકા જ. એ લોકો ને ખુબ નવાઈ લાગી, કે શિવ આવું કેમ કરી શકે. ?! અને આંશિકા ને આઘાત લાગ્યો ખૂબ જ આ વાત નો ... એ મારી સાથે આવું કેમ કરી શકે યાર!! he loves me a lot.... No Anshu..he loved u a lot ...now he didn't...એ તું બસ કર તને બવ ખબર બધી, એ મને પ્રેમ કરે જ છે અને આખી જિંદગી કરશે અને આ તો એને કૈક થઇ ગયું છે એટલે એવું કરે છે, બાકી એણે મને પ્રોમિસ કર્યું હતું કે એ મને છોડી ને કોઇ દિવસ નહિ જાઈ. અને એ મને છોડી ને નઇ જ જાઈ , હીબકા ભરતી ભરતી આંશિકા બોલતી ગઈ. સાંજ થશે ને એટલે એ મને કોલ કરીને મનવી લેશે ઈશુ, ત્ત્તતતનને...😭😭.. નો ખબર પડે, તું તો સિંગલ છો એટલે તને અનુભવ નો હોય ઈશુ😅.. તું જોજે શિવ મને છોડી ને નઇ જ જાઈ અને અમારા મેરેજ પણ હશે ટૂંક સમય માં જ તું નવા ચણીયાચોલી બનાવી લે 😎.... લે હું શિવ ને કોલ કરું હમણાં 2 મિનિટ માં સીધો કરી દવ,અને એ નંબર ટાઈપ કરીને કોલ લગાવે છે.... ઝટા ઘટા હ સંભ્રમત...the number you dial is currently busy ... કોઈનો કામનો કોલ હશે બાકી મારો ફોન શિવ ઉપાડે જ ઈશુ, .... અચ્છા ફરીથી ટ્રાય કરતો , ઈશુ ને સાબિતી આપવા આંશિકા એ 50 ટ્રાય કરી. અંશુ એણે તને બ્લોક કરેલી છે, તારા ફોન કોલ અને મેસેજ એ ઈગનોર કરે છે. બસ કર યાર!!!
તું કોઈ પણ વસ્તુ ને પરાણે નો રાખી શકે, અંશુ, એક દિવસ એ જતો જ રેશે તું ગમે એટલો ફોર્સ કરીશ તો પણ... એ કંટાળી ગયો છે, તારાથી એને મન ભરાઈ ગયું તારાથી.... ઓહ wow...મન ભરાઈ ગયું?? હું એક ઇમોશન થી ભરેલ નોર્મલ વ્યક્તિ છું યાર!! રમકડું નથી યાર કે મન ભરાઈ ગયું!

ઈશુ મે દરેક વાતમાં એને સપોર્ટ કર્યો છે, જે જોઈતું તું એ બધું જ આપ્યું છે, એને સ્પેશિયલ ફિલ કરાવવા માટેની લાખ કોશિશો મે કરેલી છે અને એ બધાથી પણ ઉપર મે એને સાચો પ્રેમ કર્યો છે યાર..મન ભરાઈ ગયું , કંટાળી ગયો 😭😭😭😭.... એ સપનાં નું શું જે એણે બતાવ્યાં હતાં. એ પ્રોમિસ નું શું જે એણે મને આપ્યાં હતાં. મારામાં શું ખામી રાઈ ગય યાર શું ખોટ રહી ગઈ કે એને પ્રેમ જ નહિ રહ્યો. રડતી રડતી આંશિકા દોડવા લાગી. બાજુમાં જ એક તળાવ હતું ..ત્યાં સુધી દોડી ને ગઈ અને એમાં કૂદી ગય. દેવિકા અને ઈશુ બન્ને હાંફળા ફાંફળા થઈ ગયા આજુ બાજુ માંથી કોઈ ને બોલાવીને કહ્યું કે. મારી ફ્રેન્ડ નો પગ લપસી ગયો ... અને તે અંદર પડી ગઈ છે , પ્લીઝ હેલ્પ... એક યુવાને એને બહાર કાઢી અને પછી ઈશુ એ એને જોરદાર તમાચો માર્યો. શું માંડ્યું છે તે ??? શિવ જતો રહ્યો, નથી જતો રહ્યો.... what's wrong with you anshu ...જતો રહ્યો છે તારો શિવ,અને હવે કોઈ દિવસ પાછો નહિ આવે accept the reality...યાર શું છે આ બધું પ્રેમ જ બધું નથી હોતું... તું ફેમિલી નું તો વિચાર કર આમ કૂદી ગઈ ..તને કૈક થઇ ગયું હોત તો તારા પપ્પા નું શું થાત. બસ યાર હવે ખુદને હેરાન કરવાનું રેહવા દે એમ કહીને ઈશુ અને દેવું બન્ને રડવા લાગ્યા. અને આંશિકા પણ ....જાણે સર્વસ્વ લુટાઈ ગયું હોય એમ લમણે હાથ ધરી ને બેસી હતી. બસ આખો દિવસ રડીને પછી ઘરે ગઈ... અને જમ્યા વગર જ સુઈ ગઈ.


એક એક મિનિટ બવ મુશ્કેલી થી પસાર થતી હતી. ફોનમાં વોટસ એપ નું લાસ્ટ સીન ચેક કરવું કે કોલ કરવો વ્યર્થ જ હતો, કારણ કે શિવ એ એનો બધો જ કોન્ટેક્ટ તોડી નાખ્યો હતો. બન્ને એક
જ શહેર માં રહેતા હતાં, એક વાર અચાનક શિવ આંશિકાની સામે આવી ગયો ..અને મોઢું ફેરવી ને જતો રહ્યો પણ એ ખુશ ન હતો ...મારું જે તૂટ્યું તે તૂટ્યું પણ થોડા આંસુ તને પણ આવ્યા હશે ને , ભૂખી ભૂખી સુઈ જતી' તિ હું ..તો બે કોળિયા તે પણ ઓછા ખાધા હશે ને , મારું દિલ તોડીને ગુસ્સો તો તે પણ ઘણા પર કાઢ્યો હશે ને, પણ શું ફર્ક પડે છે , તું નથી મારી લાઈફ મા હવે અને ક્યારેય અવનો પણ નથી ...🙂🙂🙂🙂...આટલું મનમાં બોલીને પછી એ ચાલવા લાગી ..શિવ બહાર ઊભો હતો. અને અંશુ થી રેહવાયુ નહિ ... તે શિવ પાસે ગઈ અને કહ્યું ઇટ ઇસ ઓકે શિવ, તને મારા કરતાં સારી છોકરી મળી જશે , મને તારાથી દૂર કરીને તું ખુશ છે તો તારી ખુશીમાં હું પણ ખુશ છું ..એમ પણ તું ખુશ તો હું ખુશ 🤩😍...એમ કરીને ચાલવા લાગી એકવાર પણ પાછળ ફરીને ન જોયું...એટલું બોલવા માટે બહુ હિંમત ભેગી કરી હતી.. પણ હવે જો પાછળ ફરેત તો એના આંસુને રોકી ના શકેત .. મનમાં સતત બોલતી રહી , તું ખુશ તો હું ખુશ ..તું ખુશ તો હું ખુશ ...એન્ડ ઇટ મેક્સ હર સ્ટ્રોંગ.....


પ્રેમ એટલે પામવું જ એવું નહિ ..એની ખુશી માટે એને જવા દેવો એ પણ પ્રેમ જ છે ,હું એને આજીવન પ્રેમ કરતી રહીશ , મારા છેલ્લાં શ્વાસ સુધી .. હું મારા બધા પ્રોમિસ નીભાવિશ... એણે ભલે ને તોડ્યા..કોઈ મજબૂરીના લીધે જ તોડ્યા હશે ને ... ચાલ્યાં કરે જીવન છે. 15 દિવસ સુધી 1 ટાઇમ જમવાનું ..રાત્રે 3-6 સૂવાનું અને આખો દિવસ વ્યસ્ત રેહવા કૈક નું કૈક કામ અથવા તબિયત ખરાબ છે એમ કહીને બ્લેંકેટ ની અંદર સતત રડવાનું ...આંશિકા જાણે રોજ મરી રહી હતી. નસ કાપવી, સ્લીપિંગ પિલ્સ પીય લેવી ..બધું જ ટ્રાય કરી લીધું પરંતુ એક ભી કોશિશ એને આ દર્દ માંથી બચાવી શકી નહિ. રોજ અરીસા સામે ઊભા રહી ને એક જ સવાલ મારા માં શું ખામી છે? કેમ શિવ મને છોડીને જતો રહ્યો? હું બહુ ખરાબ છું😣..મને બધા જ નફરત કરે છે 😣..i should die... જાણે ખુદ નું કાસળ કાઢતી હોય એમ દિવસે ને દિવસે depressed થતી રહી.

એકદિવસ બાથરૂમ માં રડતી રડતી બેહોશ થઈ ગઈ. હોસ્પિટલમાં દાખલ કરી...severe headache ના લીધે તે બેહોશ થઇ ગઇ હતી. એનું સીટી સ્કેન અને MRI કર્યું.
મગજ માં બે વેઇન માં ઇન્ફ્લામેશન આવી ગયું હતું. ડોક્ટર એ સ્ટ્રેસ થી દુર રહેવા કહ્યું. પરંતુ એ એના આંસુ રોકી જ નતી શકતી...માથાનો દુખાવો એને રોજનો જ થઈ ગયો હતો. રડી રડી ને વોમિટ થઈ જતી. ક્યારેક લોહીની ઊલટીઓ થતી .... તો ક્યારેક ચાલતા ચલતા બેભાન થઇ જતી. શિવના ગયા પછી જાણે એના પ્રાણ જ જતાં રહ્યાં હતાં. એક એક પલ પરાણે જતો હોય એવું લાગતું હતું , આજે મરી ગઈ કે કાલે મરીશ. આંખ નીચે કાળાં કુડાળાં થઈ ગયા હતા. છેલ્લાં 2 મહિનામાં એનો વજન 8 કીલો ઘટી ગયો હતો. દેખાવે નિર્બળ અને બીમાર લાગવા માંડી હતી. તો પણ બધા સામે હસી લેતી હતી. ઘરમાં પણ કોઈને ખબર ન હતી કે એ કેટલા ટુકડામાં વિખરાઈ ગય હતી.બધા સામે એના ચેહરા પર એવી સ્માઈલ હોય કે જાણે એનું જીવન એકદમ શાંતિ પૂર્ણ છે .


अकेली खोई खोई सी वो , अल्हड़ लड़की, इश्कमे जागी सोई सी वो दीवानी, कानों में जुमखे और आंखों में रोशनी, एक अंजाने से दिल लगाई, पागल सा प्यार कर गई दीवानी सी लड़की, ना दुनिया की समझ ना सही गलत का फरक, इश्क के रंग से रंग दिया अपने दिल का फलक ,ना समजदारी ना खुदगर्जी बड़ी नादान थी वो, तूफान में कश्ती रखे बड़ी मासूम थी वो, चांद से मुहोब्बत करके जमीन से वफाए मांगती वो मस्त मीरा सी लड़की। दिल को हठेली पर परोसकर देने वाली भोली सी लड़की , जैसे कुछ भारी सा गुजरा था उसके नरम दिल पर , अब जरा नाप तोल के जीती है अपने दम पर, हकीकत दरवाजे पर दस्तक दे रही थी, अब आसुभी बहाए कैसे, सारे बिखरे टुकड़े जोड़ के फिर मुस्कुराएंगी वो सुन्दर सी लड़की, सपने अपने खुद सजाएगी वो जिद्दी सी लड़की। ધીરે ધીરે આંશિકા બધામાંથી બહાર નીકળી રહી હતી પરંતુ, કૈક નું કૈક તો એને રોકી રહ્યું હતું. તબિયત માં થોડો સુધાર આવી રહ્યો હતો અને ધીરે ધીરે તે સ્વીકારી રહી હતી કે શિવ એની લાઈફ માં હવે ક્યારેય પાછો નહિ આવે. ચાલતી પડતી, સહેમતી અને ખુદને સાંભળતી આંશિકા હવે ધીમે ધીમે જીવી રહી હતી, પણ જાણે રાહ તો મોત ની જ હતી.

વ્યસ્ત રહેવા એણે જોબ માટે એપ્લાય કર્યું અને સિલેક્ટ પણ થઈ ગઈ.. બસ રોજ ની એ બીજી લાઈફ માં જાણે આંશિકા ખોવાઈ જ ગઈ અને જિંદગી જીવવાનું જાણે એ ભૂલી જ ગઈ. એના ચેહરા પર ની મુસ્કાન જાણે ગાયબ જ થઈ ગઈ. પણ જીવતી હતી એ ...શિવને એ ભૂલવા નતી માગતી પણ યાદ કરવા પણ નતી માગતી બસ એટલે એ ખુદને જ ભૂલી ગય.🙂

यह केसी बेचैनी है तेरी यादों में की
नींद तो आती है मगर सोया नहीं जाता,
इस कदर वाकिफ हूं तेरे ना लौटने की सच्चाई से,
की आंसू तो आते हैं मगर रोया नहीं जाता ।
- Minii દવે