Guhilot dynasty and Maharana Pratap in Indian history - 26 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 26

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 26

મહારાણા સંગ્રામસિંહ

         મેવાડના મહારાણા રાયમાલને ત્યાં ઇ. સ ૧૪૭૭માં સાંગાજીનો જન્મ થયો. તેઓ મહારાણાના ત્રીજા નંબરના  પુત્ર હતા. તેઓ વીર હતા. કુશાગ્ર બુદ્ધિ હતી. જબરા મહત્વાકાંક્ષી હતા તેમના પરાક્રમો વડે તેઓ સમસ્ત મેવાડમાં લોકપ્રિય હતા. યુવરાજપદની સ્પર્ધામાં તેમણે ઝુકાવ્યું. નિર્ણય તેમની વિરુદ્ધમાં આવ્યો. મહારાણાએ  ગુસ્સે થઈ તેમની બેઅદબી બદલ દેશનિકાલ કર્યા.

         મહારાણા કુંભાના લગ્ન હાલાવાડના રાજધર ઝાલાની કુંવરી રતનકુંવર જોડે થયાં હતા. કોક કારણસર મહારાણા કુંભાજીએ ઝાલા રાણીનો ત્યાગ કર્યો હતો. ઉપેક્ષિતા સ્ત્રીની કરુણાનો તેમને જાત અનુભવ હતો. કુંવર સાંગાજી માટે તેમને લાગણી હતી. તેઓ ભક્તિભાવથી જીવન જીવતા હતા, રૈદાસ તેમના ગુરુ હતા. કૃષ્ણની સુંદર મૂર્તિ તેમણે ગુરુને આપી હતી.

         સાંગાજી માટે તેમણે ગોંધ્ધારના રાજા રાયમલજી સોલંકી ની પુત્રી  કનવરબા સાથે વિવાહની ગોઠવણ કરી. ઝાલાકુળ માટે અને રાજમાતા  રતનકુંવરબા માટે સોલંકી રાજવીને ભારે આદર હતો. સાંગાજીના  વિવાહ સરળતાથી કનવરબાઈ સાથે ગોઠવાઈ ગયા. ઈ. સ ૧૪૯૪માં ભારે ધામધૂમથી આ વિવાહ સપન્ન થયા.

         ઈ. સ ૧૪૯૬ માં કનવરકુંવારીએ ઍક બાળકને જન્મ આપ્યો. તેનું નામ ભોજરાજ પાડવામાં આવ્યું. નિર્વાસિત સાંગાજી ભાગ્યના બળીયા નીકળ્યા. ઉધ્ધત જયમલ નું એક ધિગાંણામાં મૃત્યુ થયું. યુવરાજ પૃથ્વીરાજને એના બનેવીએ વિષ આપી મારી નાખ્યો.

         મહારાણા રાયમલ જીવનની ઉતરાવસ્થામાં મહાવ્યથા પામ્યા. તેમણે સાંગાજીને મેવાડ બોલાવી લીધા. દુ;ખી મહારાણાએ  અંતિમ શ્વાસ લીધા.

         મેવાડની પરંપરાએ ગાદી અને સાંગાજી વચ્ચે વિધ્ન નાખ્યું. પરતું  મેવાડના સરદારોએ પરંપરાને બાજુ પર મૂકી સાંગાજી ને મહારાણા તરીકે સ્વીકાર્યા. ઈ ,સ ૧૪૯૯ માં.

                 હવે તેઓ ‘મહારાણા સંગ્રામસિંહ’ તરીકે ઓળખાયા.

   ગાદીનશીન થતાં જ વહીવટની શિથિલતા કડક હાથે દાબી દીધી. તેઓ મેવાડનું ગૌરવ વધારવા ઈચ્છતા હતા. શાસકનું આચરણ સારું હોવું જોઈએ તેમ માનતા હતા. નિર્વાસિત કાળ દરમિયાન તેમણે પર્યટન દ્વારા ઘણા અનુભવો મેળવ્યા હતા.

 મહાવીર ચંડના સમયમાં મંડોવર મેવાડ સઘર્ષ થયા. પછી જે સઘર્ષ ચાલુ રહયો તેમાં બને પક્ષે ભારે ખુવારી થતી હતી. રાવ રાયમલની હત્યા પોતાના શીલની રક્ષારથે  વારાંગના સુવર્ણલતાને  હાથે થઈ. રાણા મોકલજી નો માર્ગ નિષ્કંટક થઈ ગયો.

      જોધાજી ચિતોડગઢના સીમાડેથી પોતાના સિપાહીઓના દળને લઈને રવાના થઈ ગયા. પરાજય અને વિનાશનો ડંખ જોધાજી ને કઠતો હતો. એમણે પ્રતિશોધની ઝંખના ચાલુ રાખી. પ્રતિશોધની આગમાં મેવાડને રંજાડવા માંડયું. મેવાડની સેના અને જોધાજીની ટોળકીઓ વચ્ચે હમેશા સંતાકુકડી રમાતી. પ્રજા એમાં જેમ ઘંટીના બે પદ વચ્ચે અનાજ પિસાય તેમ પિસાતી હતી. બને પક્ષે પુષ્કળ ખુવારી થતી હતી. વર્ષો સુધી આ જંગ ચાલુ રહ્યો.

         આખરે રાણા રાયમલે કેટલીક ઉદાર શરતોએ સમાધાન કરતાં પોતાના લધુબંધુ અને સેનાપતિ ઉદયસિંહને જોધાજીની  મુલાકાતે મોકલ્યો.” જોધાજી , આપ વીર છો, સમજુ છો ભૂતકાળમાં મેવાડીઓ અને રાઠોડો વચ્ચે જે કડવાશ ઉત્પન્ન થઈ એ તો સ્વાંર્થ માટે હતી, હવે તમે અને મહારાણા રાયમલજી  જેવા  ઉદારમનના પુરુષો સમાધાન કરી લો એવું હું ઈચ્છું છું . રાઠોડો અને મેવાડીઓ અંદરોઅંદર લડીને શક્તિ શા માટે ક્ષીણ કરે?”

      “ સેનાપતિ, તમારી વાતનું હાર્દ હું સમજું છું પરંતુ  મેવાડ પૂર્વગ્રહ રાખતું હોય તો અમારે અમારા અસ્તિત્વ માટે જંગ જારી રાખવો જ પડે ને?

         “ જોધાજી સમય મોટું ઓસડ છે. ગમે તેવા ભયંકર જખ્મો સમય રુઝાવી દે છે, ગઈ કાલના લોહી તરસ્યા દુશ્મનો આજે જિગરી દોસ્ત બની શકે છે. આજે આપ ધારો છો એવી કડવાશ આપણી વચ્ચે છે જ નહીં, આપ સમાધાન માટે સૂચવો તે શરતો મેવાડ ને માન્ય છે. “

                 અને બે સજજન પુરુષોની મંત્રણાની ફલશ્રુતિ  સમાધાનમાં પરિણમી પછી જોધાજીએ મારવાડમાં જોધપુરની સ્થાપના કરી. રાઠોડો સાથે સમાધાન થયા પછી એને મિત્રતામાં પલોટવા જોધપુરના રાજા ગાગાજી એ પોતાની પુત્રી ધનબાઈ નું લગ્ન મેવાડનરેશ સંગ્રામસિંહ સાથે કર્યું.

         મહારાણા સંગ્રામસિંહ વિચક્ષણ રાજપુરુષ હતા. બુંદીના રાવ નર્મદસિંહનો પુત્ર સૂરજમલ મહારાણાની સેવામાં હતો. એની બહેન કર્માવતી સુંદર, સુશીલ અને વીરાંગના હતી.

 બુંદીના રાજા રાવ નર્મદસિંહે પોતાની આ પુત્રીનું લગ્ન મહારાણા સંગ્રામસિંહ જોડે કર્યું.       

            આમ , સાંગાજી એ જોધપુર, બુંદી અને ગુજરાતના રાજવી પરિવારોમાં મિત્રતાની ધરી ઊભી કરી. રાજપુતાનાના બીજા એક મહત્વના રાજ્ય અંબર જોડે પણ સંગ્રામસિંહે લગ્ન સંબંધ ગોઠવ્યા.

         મેવાડને  માળવા અને ગુજરાત સાથે હંમેશા લડાઈઓ થતી. તે વખતે ગુજરાતનો સુલતાન મુઝફરશાહ  બીજો હતો અને માળવાનો સુલતાન મુંહમદશાહ બીજો હતો. તે મહત્વકાંક્ષી અને વીર હતો. મહારાણા સંગ્રામસિંહે કૂલ ૨૮  લગ્નો કર્યા હતા. આથી તેમના ૧૧ સંતાનો હતા. ચાર પુત્રીઓ અને સાત કુવરો.

         કનવરબાનો પુત્ર  ભોજરાજ, કર્માવતીના બે પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ, રાઠોડ રાણી ધનબાઈનો પુત્ર રતનસિંહ , આ ચાર નામો હતા.  કુંવર ભોજરાજ જે યુવરાજ પણ હતા અને ભાવિ મેવાડપતિ હતા તેમના માટે સુયોગ્ય કન્યા માટે મહારાણા સંગ્રામસિંહે ખોજ આદરી.

         મેડતાના રાવ દુદાજી જેઓ ધર્મ અને સંગ્રામના સરખા મહારથી હતા, તેમની છત્રછાયામાં રાવ રતનસિંહની એક માત્ર પુત્રી મીરાંબાઈ ઉછરતી હતી તેના ગુણો, શીલ અને બુદ્ધિ જોઈ માંગું મોકલ્યું. મેવાડના પાટવીકુંવરનું માંગું આવેલું જોઈ દાદા દુદાજી ખુશ થઈ ગયા. પોતાના બને પુત્રો મહારાણાના ગાઢ મિત્રો તો હતા જ , વીરમદેવ અને રતનસિંહ ની મિત્રતા આ લગ્નથી વધુ ગાઢી બનશે આ ખ્યાલે આ લગ્ન ગોઠવાયું.

  “દાદા , હું તો કૃષ્ણને વરી ચૂકી છું. મારે આ લગ્ન નથી કરવા .” મીરાંએ  ભક્તિના આવેશમાં કહયું.

         સોળ વર્ષની પૌત્રી માત્ર ભક્તિના આવેશમાં જ બોલે છે. માની દાદાએ એને સંસારનો વ્યવહાર સમજાવ્યો.

         “ બેટા, સંસારની રીત નિરાળી છે. અહી લૌકિક લગ્ન તો કરવા જ પડે છે. વળી આપણે તો રાજપરીવારના “ આમ હરીની લાડલી મીરાં અને ભોજરાજના લગ્ન નક્કી થયા.

         ઈ. સ ૧૫૧૫ માં દુદાજી અવસાન પામ્યા. તેના બીજા જ વર્ષે ઈ . સ.૧૫૧૬ માં મીરાં ના લગ્ન લેવાઈ ગયા.

         પોતાનો મોટો પુત્ર ભોજરાજ , જે મેવાડનો ભાવિ મહારાણો હતો. એની સાથે મીરાં જેવી રૂપસુંદરીને પરણાવી મેવાડની ભાવિ મહારાણી તરીકે સ્વીકારી. રાઠોડ અને સિસોદિયાં પરિવારનું રાજકીય જોડાણ પણ રાજપૂતાનાની રાજકીય  પરિસ્થિતિમાં મહત્વનું પરિબળ  બનશે એ ધારણા પણ એની પાછળ હતી જ. મહારાણા સંગ્રામસિંહે માળવાને અને ગુજરાતને પરાજિત કર્યું, ફરી એકવાર યુદ્ધ છેડાયું. યુદ્ધના મેદાનમાં મહારાણા અપૂર્વ વીરતા થી લડતા હતા.

         તેમની સામે મળવાનો સુલતાન મહમૂદશાહ બીજો પોતાની લાંબી ધારદાર શમશેર લઈને આવી પહોંચ્યો. બંનેનું યુદ્ધ થયું. એક ક્ષણે તો લાગ્યું કે મહારાણા ગયા. પરંતુ ત્યાં તો ચિતાની ઝડપે કૂદીને મહારાણા એ મહમૂદશાહ ની શમશેર આંચકી લીધી. માળવા નરેશ કેદ પકડાયા.

         વિજેતા સંગ્રામસિંહે માળવાના સુલતાનને ચિતોડગઢમાં લાવી તુરંગમાં પૂરી દીધા.

         “ સુલતાન મહમૂદશાહ આપણા કેદી છે. એમ માનશો નહીં. એ આપણાં અતિથિ છે. એમની હિફાજતમાં કોઈ કમી ન રહેવી જોઈએ.” મહારાણાનો આદેશ હતો.                    

રાજદરબારમાં સ્વયં મહારાણાએ હાડા સુરજમલને સુલતાનની તલવાર ભેટ આપી.

” હું અને મારા વંશજો આ શંમશેરની આન જાળવવા લોહીના અંતિમ બુંદ સુધી લડીશું.” સુરજમલે પ્રણ કર્યું.

 સ્વયં મહારાણાએ તુરંગમાં સુલતાન સાથે બેસવા જતા. તેમની ચર્ચા ચાલતી. ધીરે ધીરે દુશ્મની દોસ્તીમાં પલટાઈ ગઈ.

         ત્રણ વર્ષ વીતી ગયા. અચાનક એક દિવસે મહારાણા એ તુરંગમાં જ કહયું ,”દોસ્ત, આજથી તમે સ્વતંત્ર છો. તમારી ઈચ્છા હોય ત્યાં જઈ શકો છો.”

           “ રાણાજી તમારો એહસાન હું ભૂલીશ નહિ. લડાઈઓ તો થતી રહેશે પરતું જરૂર પડે તો આ મિત્રને યાદ કરજો. કર્જ ચૂકવવા આવી પહોંચીશ.”

         સુલતાન મહમૂદશાહ માળવા તરફ રવાના થયા. ચિત્તોડગઢમાં મીરાંબાઈના આગમનથી રાણીવાસમાં ખટપટો રાઠોડી રાણી ધનબાઈને વધી પડી. મીરાંબાઈના માનપાનથી એને પોતાનો તેજોદ્વેષ થતો લાગ્યો. વૃદ્ધ રાજમાતા રતનકુંવરબા એ  એને આશીર્વાદ આપી વધાવી લીધી. મીરાંને એમનો પ્રેમ જોઈને લાગ્યું કે, આ રાજમાતા મારા માટે વટવૃક્ષની છાયા છે.      

         ગુજરાતનાં સુલતાન મુઝફરશાહ બીજા એ મેવાડને હરાવવા માળવાના સુલતાનને સંયુક્ત સેના તૈયાર કરવા દબાણ કર્યું. માળવા અને મેવાડની સરહદે ફરી જંગ શરૂ થયો.

         સુલતાનોના સંયુક્ત આક્રમણને ખાળવા માટે મહારાણા એ જંગી સેના તૈયાર કરી. તેમની સાથે બુંદીના  રાજકુમાર સુરજમલ હતા. કુકરીના રાવ રતનસિંહ હતા. મેડતાના રાવ વીરમદેવ હતા. જોધપુરના રાજા  ગાંગાજી પણ હતા.

         મહારાણા એક નિર્ણાયક યુદ્ધ ખેલીને આ પ્રશ્નનો ફેસલો લાવવા માંગતા હતા. ચિતોડગઢમાં  રાણીવાસમાં  વિવિધ રાજ્યોની કન્યાઓ હોવાથી દરેક જણ પોતાનું વર્ચસ્વ વધારવાના પ્રયત્નો કરતાં હતા.

          મેડતાના રાવ દુદાજી અને જોધપુરના રાજા ગાંગાજી વચ્ચે દુશ્મનાવટ હતી.

         ઈ. સ ૧૫૧૭ માં ૨૫મી નવેંબરે બાદશાહ સિકંદર લોદીના અવસાન પછી તેઓનો મોટો પુત્ર ઈબ્રાહીમ લોદી ગાદીનશીન થયો. તે આપખુદ સ્વભાવનો હતો. બધી જ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરવાનું તેનું ધ્યેય હતું. મેવાડનું રાજ્ય હિન્દુ ધર્મનું રક્ષક રાજ્ય હતું. સલ્તનતયુગના શાસકો ગળથૂથી માંથી જ જુલ્મ આચરવાનું શીખ્યા હતા. આ શાસકો એ સત્ય વિસરી ગયા હતા કે, આપણે ભાલાની અણી થી બધું કરી શકીએ પરંતુ એના પર બેસી શકાય તો નહીં જ. સલ્તનતયુગ ના બધાં જ શાસકો એમ કહેતા કે ,” ખુદાનો સંદેશો છે કે, મૂર્તિપૂજકોનો વિનાશ કરો.”

         ઈ . સ ૧૧૯૫ માં કુતુબુદીન ઐબકે કુવ્વત–ઉલ્ –ઈસ્લામ નામની મસ્જીદ બનાવી. તેનું નિર્માણ એક હિંદુ મંદિરના ચબૂતરા પર થયું હતું. અને ઓછામાં ઓછા ૨૭ હિંદુમંદિરો નો વિનાશ કરી તેના કાટમાળમાંથી તે બનાવાઈ હતી. તુર્કી શાસનના અમલ દરમિયાન જે દમન તથા અત્યાચારો થયા તેમાં લાખો હિંદુઓને મારી નાંખવામાં આવ્યા હતા. ઈતિહાસ ગવાહી પૂરે છે કે, કોઈ પણ યુગમાં માનવ જીવનનો આવો નિર્દયતાપૂર્વકનો નાશ ક્યારેય થયો નથી. મેવાડના મહારાણાઓ જ નિરાશ પ્રજાની આશાનું કિરણ બનતા.

         આથી ઈબ્રાહિમ લોદીએ માળવા પર ગાદીએ આવ્યા પછી અલ્પ સમયમાં જ આક્રમણ શરૂ કરી દીધું. બુંદી પાસે, બાકરોલ આગળ યુદ્ધ થયું. આ યુદ્ધમાં ઈબ્રાહીમ લોદીનો પરાજય થયો.

         ઈ. સ ૧૫૧માં ફરીવાર ઈબ્રાહીમ લોદીએ આક્રમણ કર્યું. આ યુદ્ધમાં પણ મહારાણાનો વિજય થયો. પરંતુ આ યુદ્ધમાં મહારાણા નો એક હાથ કપાયો અને યુવરાજ ભોજરાજ બૂરી રીતે ઘવાયા.

         ઝોળીમાં નાંખી યુવરાજ ભોજરાજને ચિતોડગઢ લાવવામાં આવ્યા. મીરાંબાઈ અને ભોજરાજે એકબીજાના મનને ઓળખ્યા હતા. પોતાના વ્રતની મર્યાદા જાળવીને મીરાંબાઈએ ભોજરાજની ચાકરી કરવા માંડી.   

         લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં બન્ને વચ્ચે તીવ્ર મતભેદો હતા. પરંતુ ધીરે ધીરે મીરાંના મનને સમજતા ભોજરાજે ચિતોડગઢમાં જ ભગવાન કૃષ્ણનું મંદિર મીરાં માટે બંધાવ્યું.

         આ મંદિરનું ઉદઘાટન સ્વંય મહારાણા સંગ્રામસિંહે કર્યું. મેવાડના રાજ પરિવારમાં મીરાંની આબરૂ આથી વધી ગઈ. મીરાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત હતી. સંત હતી. પરંતુ તેને મેવાડની પ્રતિષ્ઠા માટે અદભુત મમત્વ પણ હતું,  

મારવાડના ,જોધપૂરના યુવરાજ માલદેવની કુટિલનીતિ આગળ વધવા લાગી. એણે જોયું કે , ભોજરાજ હવે શય્યામુક્ત થવાના નથી. મહારાણા પોતાની બહેન કરતાં હાડા કુંવરી કર્માવતીની વધુ નજીક છે. કર્માવતીના બાળકો વિક્રમાદિત્ય અને ઉદયની વધુ કાળજી રાખે છે. ભોજરાજ પછી હવે પોતાંનો ભાણોજ રતનસિંહ  જ ગાદીનો વારસ બનવાનો છે. પરંતુ મહારાણાને રાઠોડો પ્રત્યે આંતરિક અણગમો છે. 

એણે એક ષડયંત્ર રચ્યું. રાઠોડ સરદારોનું સંગઠન રચી કુંવર રતનસિંહ ને મહારાણા બનાવવા અને સાંગાજી ને પદભ્રષ્ટ કરવા.

કમનસીબે આ ષડ્યંત્રની ગંધ મીરબાઈને આવી ગઈ. એણે ઝાલી રાણી રાજમાતા રતનકુંવરબા જોડે ચર્ચા કરી એક વિશ્વાસુ દૂત મારફત યુદ્ધના મેદાનમાં મહારાણા સંગ્રામસિંહને આ વાત પહોંચાડી.

મહારાણા વિમાસણમાં પડ્યા. એમણે માળવાના સુલતાન મહંમદશાહ પર સંધિનો પ્રસ્તાવ મોકલ્યો.

હારના એંધાણ પારખી ચૂકેલી આ વ્યક્તિને અચરજ થયું. એણે ગુજરાતનાં સુલતાન પર દબાણ કરી સંધિ કરાવી દીધી.

 આ સંધિના બદલામાં બાન તરીકે મહારાણાને પોતાના પાંચ વર્ષના પુત્ર વિક્રમાદિત્યને  ગુજરાતનાં સુલતાનને સોંપવો પડ્યો. માલદેવ દીવા સ્વપ્નમાં રાચતો હતો. અચાનક પોતાના વિશ્વાસુ સાથીઓ સાથે મહારાણાએ  ગઢમાં  પ્રવેશ કર્યો. સૌ સ્તબ્ધ બની ગયા. ચાલાક માલદેવ જોધપુર ભાગી ગયો.

બીજે દિવસે રાજસભા ભરાઈ. મહારાણાએ ઉગ્ર અવાજે કહ્યું. મેવાડના સરદારો હું યુદ્ધ મોરચે દુશ્મનોની ટક્કર લઈ રહ્યો હોય ત્યારે ચિતોડમાં મને સ્થાનભ્રષ્ટ કરવાનું કાવતરું ચાલતું હોય એ અસહ્ય છે. જો મેવાડને મારી જરૂર ન હોય તો હું સ્વેચ્છાએ હટી જઈશ. પરંતુ હવે જો મને હટાવશો તો ફરી કદી મેવાડને હું મારી સેવા નહીં આપી શકું.

રાજસભામાં સંન્નટો છવાઈ ગયો.

 ષડ્યંત્રકારીઓને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું. ષડયંત્ર ના અંકુર ફૂટે ન ફૂટે ત્યાં તો એ બહાર પડી ગયું. એમણે પોતાની જાત બચાવવા મૌન ધારણ કરી લીધું. મેવાડના સરદારો અને મહાજને મહારાણાંને પોતાની વફાદારી જાહેર કરી. મહારાણાનું સ્થાન પહેલાં કરતાં  વિશેષ મજબૂત બન્યું.

પરંતુ ત્યાં તો એક ભયંકર આંચકો આપે તેવો બનાવ બની ગયો. ઘાયલ યુવરાજ ઈ. સ્ ૧૫૨૧માં મૃત્યુ પામ્યા. લગ્નજીવનના પાંચમે વર્ષે મીરાંબાઈ વિધવા બન્યા. મહારાણાનું હૈયું કંપી ઊઠયું.  

માળવાના સુલતાનની દરમિયાનગીરીથી ગુજરાતનાં સુલતાન મુજફરશાહ બીજાએ બાનમાં રાખેલ કુંવર વિક્રમાદિત્યને સુરક્ષિતપણે  ચિતોડગઢ પહોંચાડયો.

ત્યાં તો દિલ્લી તરફથી આક્રમણ આવી પહોંચ્યું,

હતાશા ખંખેરીને મહારાણા યુદ્ધ માટે તૈયાર થયા. આ વેળા માળવાના સુલતાનને મહારાણાએ સહાય માટે કહેણ મોકલ્યું. યુદ્ધ થયું યુદ્ધમાં પણ મેવાડનો વિજય થયો. પરંતુ વિજય નું શ્રેય મહારાણા કરતાં માળવા નરેશને ફાળે વધુ જતું હતું. સૌ કબૂલ કરતાં હતા કે ,સુલતાન મહમદશાહે જ મેવાડ ને વિજય અપાવ્યો છે.      મહારાણા અને મહમદશાહ ભેટયા. અંહિ જ ઈન્સાનિયત નો વિજય હતો.

 દિલ્લીનો શાસક ઈબ્રાહીમ લોદી ઘમંડી અને અહંકારી હતો. તેમણે પોતાના જ અફઘાન સરદારો ને અપમાનિત કરી, તેમનો પ્રેમ ગુમાવી દીધો. તેઓ આ બાદશાહથી એટલી હદે ત્રાસી ગયા હતા કે, મનોમન ઈચ્છવા લાગ્યા કે, આ જુલમી શાસન જાય તો સારું.

પંજાબના સૂબેદાર દોલતખાં લોદી સાથે બાદશાહ ને અણબનાવ થયો. આ કારણે એના એકના એક યુવાન પુત્ર દિલાવરખાં લોદીની નિર્દયતાપૂર્વક હત્યા કરાવી. પ્રતિશોધની આગમાં જલીને દોલતખાં એ કાબુલનાં તે વખતના બાદશાહ બાબરને હિંદ પર ચઢી આવવા આમંત્રણ મોકલ્યું. સાથે સાથે ગુપ્તચરોએ બાબર ને એ પણ ખબર આપ્યા કે, જો આપણે હિંદ પર આક્રમણ કરીશું તો મેવાડનો રાણો અને માળવા નો સુલતાન ચૂપ રહેશે. તેઓ ઈબ્રાહીમ લોદીના  પતનની ઝંખના સેવે છે.

બાબરે આ તકનો લાભ લઈ લીધો. એની બાર હજાર ની ચુનંદા સિપાહીઓ ની સેના રવાના થઈ ગઈ.        ઈબ્રાહીમ લોદી પોતાની વિશાળ સેના પર મુસ્તાક હતા. ગજસેના માટે ગર્વ હતો. પરંતુ સિપાહીઓમાં જુસ્સાનો અભાવ હતો.

 કાબુલનાં બાદશાહ પાસે તોપો હતી. કુશળ તોપચી હતા. જુસ્સો હતો. જોમ હતું.

મેવાડના રાણા એ મોટું સંગઠન કરવા માંડયું હતું. ઈબ્રાહીમ લોદી બાબર સાથે ટકરાય અને નબળો પડે. બાબર પોતાના વડવાઓની માફક હિંદનું ધન લૂટી ને ચાલ્યો જશે. પછી ઉત્તરભારતના રાજવીઓના સંઘનું સંયુક્ત સૈન્ય ઈબ્રાહીમ લોદી ને સહેલાઈથી નેસ્તનાબુદ કરી શકે.

એક વેળા ચિત્તોડગઢમાં વીરતાની કસોટી રૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. આ સ્પર્ધામાં એક સોહામણો યુવક સૌનું ધ્યાન ખેંચવા લાગ્યો, સ્વયં મહારાણા ને એ યુવકના ચેહરા પરની સુરખી પરિચિત હોય તેવી લાગતી હતી.

 પારિતોષિક વિતરણ વેળા પારિતોષિક આપતા મહારાણા એ પૂછ્યું,

“ યુવક, તારું નામ ? તું કયા કૂળને શોભાવે છે ?

“ યુવકે નિર્ભીક આવજે કહ્યું,” મારુ નામ વનવીર છે. હું ગુહિલોત કૂળ નો છું.

“ યુવક તારા પિતાનું નામ ?

“ મારા પિતા મેવાડના યુવરાજ પૃથ્વીરાજ હતા.

આટલું સાંભળતા તો મહારાણા તેને ભેટી પડયા.

“યુવક તારી માં ક્યાં ખોવાઈ ગઈ હતી”. સદગત મહારાણાએ મને તારી માં વિષે વાત કરી હતી.

વનવીર અને તેની માને મહારાણાએ  યોગ્ય નિવાસ આપી વનવીર ને દરબારમાં સ્થાન આપ્યું.   

દિલ્હીનો યુવાન સુલતાન ઈબ્રાહીમ લોદી અનુભવહીન, હઠીલો અને દુરાગ્રહી હતો. એના અમીરો અને સરદારો સાથે ના કઠોર વર્તને એને અપ્રિય બનાવ્યો હતો. પાનીપતના મેદાનમાં ઈબ્રાહીમ લોદી એક લાખ ની સેના અને ગજદળ સાથે બાદશાહ બાબર ને રોકવા તૈયાર હતો. બાબર પાસે માત્ર બાર હજાર ઘોડેસવાર અને તોપો હતી.

૨૧ એપ્રિલ, ૧૫૨૬ ની સવારે નવ વાગે યુદ્ધ શરૂ થયું. ચાર ચાર કલાક સુધી તોપો ગરજતી રહી. હાથીઓની ગર્જનાઓ સંભળાતી રહી. સૈનિકો ટપોટપ મરવા લાગ્યા. લાશો ના ઢગલા રચાયા.

બરાબર એક વાગે, હાથી પર સવાર ઈબ્રાહીમખાં લોદીને ઉપરાઉપરી ઘા પડવાથી ગબડી પડ્યો અને બેભાન થઈ ગયો. બાબરના સૈનિકો એ એનું માથું ઉડાડી દીધું. અફઘાન સેના પોતાના બાદશાહ ના ધડ અને મસ્તક ને અલગ થઈ ગયેલા જોઈને હતપ્રભ થઈ ગઈ. યુદ્ધના મેદાનમાં પોતાના બાદશાહ ને મોત ની ચાદર ઓઢીને પડેલા જોઈને દુશ્મનનો સામનો કરવાને બદલે નાસભાગ કરવા લાગી. બાદશાહ બાબરે પોતાના તોપચી ઉસ્તાદ અલીને તથા ખાન મુસ્તુફાને રોકાઈ જવાનો આદેશ આપ્યો. આમ મોગલો વિજેતા બન્યા.     

ભારત ના ઈતિહાસમાં, યુદ્ધના મેદાનમાં મોતને વરવાનું સૌભાગ્ય જો કોઈ બાદશાહને પ્રાપ્ત થયું. હોય તો તે ઈબ્રાહીમ લોદીને. મેવાડપતિને એક સાથે બે માઠા સમાચાર મળ્યા. પાનીપતના યુદ્ધમાં ઈબ્રાહીમ ખા લોદીના મૃત્યુના અને રાણીવાસમાં રતનકુંવરબાના મૃત્યુના.

બાબરે દિલ્હીનું તખ્ત પ્રાપ્ત કર્યું. કબૂલથી બાદશાહ બાબરે પ્રયાણ કર્યું ત્યારે જ તેને હિંદના દેશી રાજ્યોની તાકાત ની જાણકારી હતી. હિંદમાં તે વખતે સાત બળવાન રાજ્યો હતા. પાંચ મુસલમાન રાજ્યો અને બે હિંદુ રાજ્યો. દિલ્હીમાં અફઘાન ઈબ્રાહીમ લોદી, ગુજરાતનો મુસ્લિમ શાસક મહંમદ મુઝફરશાહ હતો. આ શાસક કુરાનની નકલો કરવામાં જ રચ્યો પચ્યો રહેતો હતો. ત્રીજું દક્ષિણમાં બહમની રાજ્ય હતું. જેના સુલતાન પાસે ગણનાપાત્ર બળ ન હતું. ચોથો શાસક માળવાનો સુલતાન મહમદશાહ હતો. જે ખિલજીવંશનો હતો.

પાંચમો શાસક બંગાળનો નસરતશાહ, જે સૈયદવંશીય હતો. દક્ષિણમાં વિજયનગરનું હિંદુ રાજ્ય હતું. રાજપૂતાનામાં , મેવાડમાં મહારાણા સંગ્રામસિંહ હતા, એ પોતાની વીરતા અને શસ્ત્રબળ માટે વિખ્યાત હતા. આટલી બધી હિંદની શક્તિ વેરવિખેર હતી. ધર્મ, જાતિ અને અંગત વેરની આગમાં સળગતી હતી.

 જહાંપનાહ, આગ્રામાં અઢળક ધનનો ખજાનો છે. એ મેળવવો જ જોઈએ .” જાણ ભેદુ બોલ્યો. તત્ક્ષણ બાદશાહ બાબરે પોતાના સૌથી મોટા પુત્ર શાહજાદા હુમાયુને આગ્રા તરફ સેના લઈને રવાના કર્યો. હિન્દુસ્તાનનું બીજા નંબર નું શહેર આગ્રા મોગલોએ જીતી લીધું. પુષ્કળ ધન, સોના ચાંદીના વાસણો, કીંમતી વસ્ત્રો અને કોહિનૂર હીરો હુમાયુએ મેળવ્યા.

 બાબરે આ ધન જોઈ અંદાઝ આપ્યો. આખી દુનિયાને ત્રણ દિવસ જમાડી શકાય એટલો વિપુલ આ ખજાનો છે,”

જોશમાં આવી બાદશાહે આદેશ આપ્યો,” હમને હિંદોસ્તાં મે જીત હાસિલ કી હૈ. કાબૂલ કે હર આદમી, હર ઓરત બચ્ચે કો એક એક શાહરુખ ઈનામ મેં દિયા જાય

મુગલસેના ને લૂંટમાં એટલું બધુ દ્રવ્ય મળ્યું કે, તેનો સાધારણ સિપાહી ધનવાન ગણાવા લાગ્યો.

 હવે બાબરે પણ પોતાને મિર્જા ને બદલે ’પાદશાહ’ ના નામથી ઓળખાવવાનું ચાલુ કર્યું.

         ઝહીરૂદીન મુહંમદ બાબર ગાજી પાદશાહ

         મહારાણા સંગ્રામસિંહ, જેના શરીરમાં યુધ્ધો ના થયેલા ૮૦ ઘા હતા. જેની એક આંખ, એક કાન , એક હાથ, એક પગ લડાઈમાં ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. જે સો સંગ્રામનો યોધ્ધો હતો. એ રાજપૂત સંઘનો વડો હતો. સઁઘની એકતા ,સંગ્રામસિંહની વીરતા સાંભળી બાબરના સૈનિકો માં ભય ફેલાઈ ગયો હતો. શાહી જ્યોતિષીઓએ અપશુકન અને પરાજયની વાણી ઉચ્ચારી.

         આથી મોગલ સેનાનાયકો સૈનિકો અને બાદશાહ બાબર સાથે આવેલા પરિવારજનો એ કાબૂલ પાછા ફરવાની વાત કરી પરંતુ બાબરે એ માગણી સ્વીકારી નહિ. એ પાછો ફરવા આવ્યો ન હતો.

         એ સારી પેઠે જાણતો હતો કે, રાણા સંગ્રામસિંહ હવે ચૂપ બેસી નહીં રહે. હવે જે મુકાબલો થશે એ ખરેખર ભીષણ હશે. ત્યાં જ પોતાની ખરી કસોટી થવાની છે. એનો પણ એને અંદાજ હતો.

         કોણ હતો આ બાદશાહ બાબર. એનો પોતાના જમાના નો વિશ્વ ઈતિહાસ નો ધ્રુવતારક, ચમકતો સિતારો ?

        

-----------------------૨------------------------

         તુર્કસ્થાનમાં આવેલા સમરકંદની બાજુ માં ફરઘાના પ્રાંત છે. ત્યાંના શાસક ઉમર શેખ મિર્જા ને ત્યાં ૧૪ ફેબ્રુઆરી ૧૪૮૩ માં બાબર નો જન્મ થયો, જૂન,૧૪૯૪ માં જ્યારે તે અગિયાર વર્ષ અને ચાર માસ નો હતો ત્યારે તેના પિતા નો કબૂતર ઉડાડતા અકસ્માતે દેહાંત થયો. રમજાન મહિનો ચાલતો હતો. નાની ઉમરે બાબર ફરઘાના નો શાસક બન્યો.

         પૂરો એક દાયકો, બાબરે ભયંકર રાજખટપટો  સામે ઝઝૂમી ને વિતાવ્યો. પિતરાઈઓ સાથેના જંગમાં તેને બે વાર સમરકંદ ગુમાવ્યું ને બે વાર જીતી લીધું. જેને તે પોતાના માનતો હતો તેમણે જ દગો દીધો. મિત્રો જ દુશ્મન બન્યા. સબંધીઓ સામે થયા. જેનું નામ સંઘર્ષ કરતો જ રહ્યો.

         ઈ.સ્ ૧૫૦૪ માં તેણે હિંદુકુશ પર્વત ઓળંગયો. કાબુલ જીતીને ત્યાંનો બાદશાહ બન્યો. સમરકંદની મમતા છૂટતી ન હતી. આમ તો કાબુલ આગળ સમરકંદ કોઈ જ ગણતરી માં ન હતું, છતાં સાત વર્ષ પછી બાબરે સમરકંદ પર ચઢાઈ કરી અને વિજય મેળવ્યો. બીજા વર્ષે દુશ્મનો એ ફરી પાછું પડાવી લીધું. હવે બાબરે સમરકંદ ની દિશાએથી મોઢું ફેરવી લીધું. એણે ભારત ની ખ્યાતિ સાંભળી હતી. પોતાના પૂર્વજો એ અઢળક દોલત આ દેશ માંથી લૂંટી ને મેળવી હતી. એને યકીન હતું કે ,હજુ પણ ભારતમાં  પુષ્કળ ધન છે. ભારત તો એના માટે ‘સોનરી પંખી’ હતું.

         એણે સિંધુ નદી ઓળંગી પંજાબ પર ચાર વાર સફળ આક્રમણ કર્યું. પંજાબના સૂબા  દોલતખાન લોદી અને સુલતાન ઈબ્રાહીમ ખાન લોદી ના કાકા અલમખાને સ્વયં ભારત પર ચઢી આવવા આમંત્રણ આપ્યું.

         ભારતની દિલ્હી સલતનતને લૂણો લાગ્યો હતો. આ સામ્રાજ્ય પતનના આરે આવી ઊભું હતું. સિંહાસન પર બેસવા માટેના યોગ્ય નિયમો નો અભાવ હતો. આંતર-જાતિયવિવાહથી જનાંનખાનામાં ખટપટો વધી હતી. શાસનમાં ધાર્મિક સહિષ્ણુતા નો અભાવ હતો. ઉત્તરાધિકારી નિર્બળ આવવા માંડયા.

         પ્રજા હિંદુ હતી તેથી મુસ્લિમ બાદશાહો ઈચ્છતા કે, બિલાડાને જોઈને ઉંદરો ભયગ્રસ્ત થઈ અંજાઈ જાય તેમ પોતાને જોઈ હિંદુઓ ભયગ્રસ્ત બને.

         સિકંદર લોદીએ સંત કબીર અને તેમના જેવા સંતોને સતાવ્યા. આ બાદશાહોના શોષણને જોઈ ઉકળી ઉઠેલા અમીર ખુસરોએ કહેલુ કે, બાદશાહના રાજમુકુટના દરેક મોતી રાજ્યના ખડૂતોના રકતબિંદુઓથી બનેલા હતા.

       બાદશાહ બાબર ઉત્તમ શાસક હતો. લુંટારો ન હતો.  એ જ્યારે પર્વતો ઓળંગી રહ્યો હતો ત્યારે બર્ફીલા પ્રદેશમાં સૈન્ય સાથે આફતમાં સપડાઈ ગયો. પોતાના સાથીઓ સાથે તે આગળ વધી રહ્યો હતો. એક ઠેકાણે ગુફા દેખાઈ. સૈનિકોએ કહ્યું

          “ જહાંપનાહ , આપ તશરીફ લાઈએ આરામ કીજિયે.”  બાદશાહે પહેલાં પોતાના સૈનિકોને ગુફામાં આરામ કરવા મોકલી દીધા.

         “ મૈ અપને સિપાહી કો જી જાનસે ચાહતા હૂ ,જીનકો આરામ કી જરૂરત હૈ ઉસે હી મિલના ચાહીએ. આવા બાદશાહ માટે સૈનિકો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર રહેતા. બાદશાહ બાબર સંસ્કારી હતો. ઈ. સ ૧૫૨૫ ની એક ઘટનાથી એની પ્રતીતિ થાય છે.

         બાદશાહ કાબૂલથી ભારત આવવા નીકળી ચૂક્યો હતો. નદી પાર કરવાની હતી , નદીમાં પુષ્કળ પાણી હતું, તે સૈન્ય સૈનિકોને બાદશાહ અમીર મિત્રો સાથે સાહિત્યની ચર્ચા એ ચઢ્યા. એ વેળા મુહમદ ગાલિબ ના શેરને વારંવાર સંભળાવવા માં આવ્યો.: બાદશાહ રંગતમાં આવી ગયા. તેમણે આદેશ આપ્યો , અહી હાજર રહેલા બધા જ મહેમાનો એવો એક એક શેર સંભળાવે જેની કાફિયા અને વજન ગાલિબના શેર બરાબર હોય.”

         સૌએ શેર સંભળાવ્યા. બાદશાહે પણ એક શેર સંભળાવ્યો. સૌ સ્તબ્ધ બની ગયા. બાદશાહ નો શેર ખરેખર ભયાનક અશ્લીલ હતો.

         બાદશાહ જ્યારે પણ વિચાર કરતા ,નવી કલ્પના સૂઝતી ત્યારે એને તે વિચાર સારો હોય કે ખોટો , શેરના ઢાંચામાં લખી નાખતા.

          બાદશાહે નાવમાં કહેલો શેર , તુર્કી ભાષામાં સંભળાવ્યો હતો. પાછળથી તે લખી નાખ્યો. પછી થી એના પર વિચાર મંથન કરવા લાગ્યા તો પોતાના શેરના અશ્લીલ ખ્યાલોથી પસ્તાવા લાગ્યા. જે વાણીમાં ઉચ્ચ રચનાઓનું સર્જન થયું છે તે વાણીમાં આવો ગંદો શેર લખવોએ ખોટી વાત છે.

         બાદશાહે પસ્તાવો વ્યક્ત કર્યો કે. હવે ફરી આવા ગંદા શેર લખું જ નહીં.

          બે દિવસ પછી પરચો મળી ગયો. પેશાવર માં પડાવ હતો. બાદશાહને બુખાર ચઢી ગયો. ખાંસી સતત ઉપડી અને જ્યારે ખાંસી ઊપડતી ત્યારે થુંક ના ગળફા માં લોહી પડવા લાગ્યું.

         “ હે ખુદા, તુર્કી ભાષાનો ગલત પ્રયોગ કરવાની મને સજા મળી ચૂકી છે. મને તારા બંદા ને માફ કર.”     થોડા દિવસમાં જ બાદશાહ સજા થઈ ગયા. જીવનની છેલ્લી પળ સુધી બાબર પોતાના નિર્ણયને વળગી રહ્યો. બાબર બાદશાહને શિકારનો જબરો શોખ હતો. રોજાના દિવસો ચાલતા હતા. તે સવાર સાંજ હશીશ એટલે કે માઝૂમ  ખાતા હતા.

         હિંદમાં, જંગલોમાં વસતા હાથી અને ગેંડા વિષે બાદશાહ ને કુતુહલ હતું. એક સમયે, બાદશાહના માણસો એ જંગલમાં હાથીઓ અને ગેંડા હોવાની વાત કરી. આ વખતે બાબર પેશાવર થી કુચ કરીને સિયાહઆબ નદી પાર કરીને બીજે કાંઠે પડાવ નાંખીને આરામ કરતો હતો.

           શિકાર માટે સૌ તૈયાર થઈ ગયા.  જંગલમાં ઘેરો નાખવામાં આવ્યો. બાદશાહની સાથે શાહજાદો હુમાયું પણ હતો. બીજા સાથીઓને પણ ગેંડાનું કુતૂહલ હતું. આ લોકોએ પહેલાં કદી ગેંડો જોયો જ ન હતો. ચુનંદા માણસોએ પુષ્કળ શોર મચાવ્યો ત્યારે એક ગેંડો નજરે ચડ્યો. બાદશાહે ઘોડા પર બેસીને તેનો પીછો કર્યો. બે માઈલ સુધી પીછો કર્યો. કેટલાએ તીર માર્યા, ગેંડાને તે વાગ્યા ખરા પરંતુ રોકાયો નહિ. અંતે બાદશાહે કસીને એક તીર માર્યું જેથી કરારી ચોટ ખાઈને ગેંડો ધરાશાયી બની ગયો. બીજા એક ગેંડાને બાદશાહના માણસોએ ખતમ કર્યો.

        એક દિવસ  બાબરને વિચાર આવ્યો. જો હાથી અને ગેંડાની ટક્કર જામે તો પરિણામ શું આવે ? હાથી અને ગેંડાને રજૂ કરવામાં આવ્યા. હાથીએ ગેંડા પર આક્રમણ કર્યું કે તરત જ ગેંડો ભાગી ગયો.

         ઘણી કોશિશ કરી કે, હાથી જોડે ગેંડો લડે પરંતુ એ ટક્કર જામી નહિ. 

         છેવટે, પાણીપતનું યુદ્ધ થયું. હુમાયું એ આગ્રા જીતી લીધું, પંજાબ, દિલ્લી અને આગ્રાના પ્રદેશ પર બાદશાહ બાબરનું શાસન ચાલતું હતું.

         ઈબ્રાહીમ લોદી પાણીપત ના યુધ્ધમાં મર્યો ગયો. એનો પુત્ર મહંમદ લોદી પ્રાણ બચાવીને રાજપૂતાના  તરફ ભાગી નીકળ્યો હતો. કમનસીબે ઈબ્રાહીમ લોદીની માં પકડાઈ ગઈ. એને બાદશાહ બાબરે આગ્રામાં નજરકેદ રાખી હતી. બેગમનો વૈભવ યથાવત હતો પરંતુ નજરકેદમાં. પિંજરામાં પકવાન મળે તેથી શું ? એની પાસે મહંમદ લોદીનો પુત્ર અને એનો પૌત્ર એવો બાળ શાહજાદો પણ હતો. એક જમાનાની સલ્તનતની મલ્લિકાને પોતાની આ દશા અસહ્ય લાગતી હતી. ઈંન્તકામનો આતશ દિલમાં જલાવ્યે રાખતી.

         બાદશાહ ને હિન્દુસ્તાની રસોઈનું આકર્ષણ હતું. તેણે એ વિષે કાબુલ અને પેશાવરમાં પુષ્કળ વખાણ સાંભળ્યા હતા.પાણીપતના  યુધ્ધમાં  વિજય મળતાં જ એણે ઈબ્રાહીંમ લોદીના બાવર્ચીખાનાના તમામ રસોઈયાઓને બોલાવ્યા. એમની સાથે વાત કરી અને ૫૦-૬૦ રસોઈયા માંથી માત્ર ચાર રસોઈયાઓને પસંદ કર્યા બાકીના બધાને રજા આપી દીધી.

         “ હમને હિન્દુસ્તાની રસોઈ કે બારે મેં બહુત કુછ સૂના હૈ , બઢીયા બાતેં સુની હૈ  લેકિન અબ તક કોઈ ચીજ ન તો દેખી હૈ , ન તો ખાઈ હૈ , કયા તુમ કાબિલ રસોઈ બનાકર અપની બાવર્ચીપન કા પરિચય દે સક્તે હો  ?”

         ચારે રસોઈયા કાબિલ હતા, પરંતુ અહમદની રસોઈ તો લાજવાબ બનતી. એણે હિંમત કરી કહ્યું.        “ જહાંપનાહ , હમારી રસોઈ ખાકર આપ અવશ્ય યહ કહેંગે કિ  , જિતની તારીફ સુની થી વાકઈ યહ ખાના ઉસસે ભી બઢીયા  હૈ, “

         અહમદે ગોશ્ત બનાવ્યું. બાદશાહ ખાઈને ખુશ થઈ ગયા. ‘અબ સે અહમદ હમારે લિયે તુમ્હીં ગોશ્ત બનાયા કરના.”

         બે માસ વીતી ગયા.

         અહમદ ઈટાવાનો રહેવાસી હતો. પોતાની રસોઈકળાથી એણે ઈબ્રાહીમ લોદીને પણ ફીદા કર્યો હતો. એ એનો વિશ્વાસુ માણસ બની ગયો હતો.

       શબનમ અહમદની પ્રેમિકા હતી. એણે અહમદની વાત કરતાં ઈબ્રાહીમ લોદીની માં ને કહ્યું  “ અહમદ તો બાદશાહ કા બડા બાવર્ચી  બન ગયા. બાદશાહ ઉસકે બનાએ ગોશ્ત પર ફીદા રહતે હૈ, “

         આ સાંભળતા જ ઈન્તકામની બેબુનિયાદ આગને દિશા સાંપડી.

         “ શબનમ, કભી અહમદ કો મેરે પાસ બુલા લાના.”

         “ અમ્મા, આપ કી ખ્વાઈશ મૈ પૂરી કરૂંગી. વહ મેરી બાત કભી નહીં ટાલેગા.”

         શબનમના ગાલે ટપલી મારતા મલિકા બોલી, “તું જો ઉસકી પ્રેમિકા ઠહરી.” શબનમ શર્મનો પડદો નાખી ભાગી ગઈ.

         એક દિવસે જનાના પડદામાં અહમદ મલિકાને મળ્યો. 

         “ અહમદ, અગર તું મુઝે સાથ દે તો મૈ ફિર સે હિંદોસ્તાં કો આઝાદ કરવા સકતી હું, મેરે પોતે કે નામ પર અબ ભી લાખોં લોગ કુરબાનિયાં દેંગે.”

         “ મૈ નાચીઝ બાવર્ચી ક્યા કર સકતા હું ?” અહમદ દ્વિધામાં પડ્યો.

         “ અહમદ, તુમ્હે કૈસે ભી હો , બાદશાહ બાબર કો જહર દેકર માર ડાલના હૈ, “

         “ યહ કામ મુઝ સે નહિ હો સકતા. બાદશાહ સ્વયં બડા ચાલાક હૈ , વહ નહીં મરેગા, હમારી ગરદન કટ જાયગી,”

         “અહમદ, તકદીર તેરે સામને ખડી હૈ , અગર તું કામયાબ  રહો તો હમ તુઝે ચાર તહસીલ દે દેંગે.”

         મલીકાની લાલચ ભરી વાત અને શબનમનું હાસ્ય અહમદને લલચાવી ગયું.              

     “અગર આપ ચાહતી હૈ તો મૈ યહ કામ ભી કરુંગા,”   અહમદ આવ્યો હતો એવો સાવધાની થી ચાલ્યો ગયો.

         એણે બીજા એક સાથી ને લાલચ આપી ફોડ્યો. અહમદે વિચાર્યું કે,સમગ્ર ખોરાક મા ઝેર ભેળવી દેવું અશક્ય છે. બાબરની પોતાના માણસોને ખાસ સૂચના હતી કે, હિન્દુસ્તાની રસોઈયાઓએ બનાવેલી રસોઈ પ્રથમ પોતે ખાય અને પછી જ બાદશાહને આપે.

         શુક્રવારનો  દિવસ હતો. ઈ. સ ૧૫૨૬ ને ડિસેંબરની  ૨૧મી તારીખ હતી. શુક્રવારેએ બપોરની નમાજ પૂરી થઈ એટલે બાદશાહ ભોજન માટે આવ્યો.

         આ બાજુ, અહમદ અને તેના સાથીએ બાદશાહ જે તશ્તરીમાં ભોજન કરતો તેમાં જ ઝેર નાંખ્યું પરંતુ ગભરામણ ને કારણે ધણું ઓછું ઝેર નંખાયું. બાદશાહ ને ખરગોશનું ગોશ્ત ખૂબ ભાવતું. ગરમા ગરમ ખરગોશ નું ગોશ્ત અને ગાજર, બાદશાહે પુષ્કળ ખાધું. તે વખતે તો સ્વાદમાં કંઈ ફેર ન જણાયો. થોડા સમય પછી સાધારણ ઉબકાં જેવુ થયું તે બાદશાહે રોકી લીધાં.

         પરંતુ થોડી ક્ષણો બાદ બાદશાહે ઊલટી ની ફરિયાદ કરી . બાદશાહ તરત જ ગુસલખાનામાં પહોંચ્યો.. ત્યાં તેમને પુષ્કળ ઊલટી થઈ. આવું તો બાદશાહ ના જીવનમાં ક્યારેય બન્યું ન હતું. ખાધા પહેલાં કે પછી દારુ ઢીંચ્યો હોય છતાં ઊલટી તો કદી થઈ ન હતી.

         અચાનક બાદશાહને વિચાર આવ્યો. ખોરાકમા ઝેર તો ભેળવ્યું નથી ને ?

         તરત જ આદેશ કર્યો, બાવર્ચી ખાનાની તમામ વ્યક્તિઓને કેદ કરી લો. તશ્કરીમાં બચેલું માંસ કૂતરાને ખવડાવવામાં આવે અને એ કૂતરાની ગતિવિધિ પર નજર રાખવામાં આવે.”

         કુતરાને માંસ ખવડાવવામાં આવ્યું. બીજે દિવસે સવારે તે માંદો પડી ગયો. બપોર સુધી હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. સાંજે ત્યાંથી ઉઠીને ચાલ્યો ગયો.

         બાદશાહ બચી ગયા પરંતુ તેમના ભયંકર ગુસ્સાથી કોઈ બચવાનું ન હતું.

         સોમવારે દરબાર ભરાયો. બાદશાહે આદેશ આપ્યો. જેમણે ઝેર તશ્તરીમાં નાખ્યું છે તેમની જીવતા ચામડી ઉતરડી લો. ખોરાક ચાખનારાઓના શરીરના ટુકડે ટુકડા કરી નાખો. બાકીના તમામ રસોઈઆઓના શરીરને હાથીના પગો તળે ચગદી નાખો. આ કાવતરામાં જેટલા ફસાયા હોય તેમને ગોળીએ ઉડાડી દો.

         કડકપણે હુકમનો અમલ થયો. ઈબ્રાહીમ લોદીની માં ને કઈ સજા?

         “ આપને હમે ઝહર દેકર મરવા ડાલને કી સાજિશ કી. મૈ તુમ્હેં મૌત તો નહિ દેતા. તુમ્હારી સબ સુવિધા છીન લેતા હું. અબ આમ કેદી કી તરહ જિંદગી ગુજારો. હાં તુમ મેરે ખિલાફ જિસ હથિયાર કા ઈસ્તમાલ             કરના ચાહતી થી ઉસસે ભી તુમ્હેં જુદા હોના પડેગા, તુમ્હારે ખાનદાન કા યહ ચિરાગ અબ કાબૂલ મે કામરાન કે પાસ જાયેગા.”

         ગમમાં સપડાયેલી મલ્લિકાએ નદીમાં પડી આપઘાત કર્યો.  

         બાબરને પુસ્તકો પ્રત્યે પ્રેમ હતો. આ વાત મિલવતના દુર્ગની છે.

         બાદશાહ બાબરે કિલ્લાને ઘેરો ઘાલ્યો. તેણે આ કિલ્લાની બરાબર સામે , એક ઊંચી ટેકરી પર પોતાનું આસન, સાથીઓ સાથે જમાવ્યું હતું. બાદશાહની ઈચછા હતી કે , કિલ્લામાંથી ભાગીને બીજા લોકો ભલે જતા રહે, કેવળ ગાજીખાં જ ન જવો જોઈએ.

         જ્યારે ગાજીખાંના સિપાહીઓએ કિલ્લાના દરવાજા પાસે બુમરાણ મચાવી તો બાદશાહે ત્યાં ઘણા તીર છોડ્યાં. બાદશાહનું એક તીર હુમાયું ના સંબંધી, જે પશુપાલન અધિકારી હતા તેમને વાગ્યું. અને તે ઢગલો થઈને ગબડ્યા. આ આખી રાત બાદશાહ ટેકરી પર રહ્યા.

         ત્રીજી જાન્યુઆરી , ૧૫૨૬ના દિવસે બાબરે કિલ્લામાં પ્રવેશ કર્યો. ત્યાં બીજી વસ્તુઓની સાથે ગાજીખાનું પુસ્તકાલય પણ મળ્યું. બાબર ખુશ થયો. બીજી બધી વસ્તુઓ છોડી તે પુસ્તકાલયમાં બેઠો. હસ્તલિખિત ગ્રંથો બેનમૂન પુસ્તકો  તો મળ્યા નહિ તેથી તે નિરાશ પણ થયો.

         બાદશાહ બાબર દુશ્મનો પર ધાક બેસાડવા માગતો હતો. ઈ.સ.ના ૧૫૨૬ના સોમવાર તા.૨૬ ફેબ્રુઆરીની આ ઘટના છે.  

“ હુમાયું , તુમ હિસાર ફિરોજા પર ધાબા બોલ દો. હમીદખા કો નશ્યત દો. ખુદા તુમહે. કમયાબી બક્ષે. હુમાયું એ હિસાર ફિરોજા પર આક્રમણ કર્યું. ત્યાં, ના સુબા હમીદખાંનો વધ કર્યો. એના ૨૦૦ માણસો મારી નાખ્યા.  હુમાયુ  કપાયેલા મસ્તકો, ૧૦૦ કેદીઓ અને હાથીઓ સાથે પિતા સમક્ષ હાજર થયો.

બાબરે જાણીતા તોપચી ઉસ્તાદકુલીખાંને  અને બીજા બંદૂકધારીઓને હુકમ આપ્યો.

બધાં કેદીઓને એક પંક્તિમાં ઉભા કરી દો અને ગોળીઓથી ઉડાવી દો.  હુકમનું પાલન થયું. શાહજાદા હુમાયુના પહેલાં સાહસને આ રીતે હિંમત મળી. દુશ્મનો પર ધાક બેસી ગઈ.

તે વખતે હિસાર ફિરોજા જિલ્લાની આવક એક કરોડ ચાંદીના સિક્કા હતી તે જિલ્લો હુમાયુને સોંપી દીધો. અને એક કરોડ સિકકા ઈનામ આપ્યું.

આવો હતો બાદશાહ બાબર.

મહારાણા સંગ્રામસિંહે કદી પરાજયનું મુખ જોયું ન હતું.

ભાગીને મહંમદ લોદી ચિત્તોડગઢમાં મહારાણાને શરણે આવ્યો. પોતાની દાદીના કમોત અને પુત્રના કાબૂલ રવાના થવાના સમાચારે તેના ગુસ્સામાં વધારો કર્યો હતો.        

મહંમદખાન, ચિત્તોડ આપનું સ્વાગત કરે છે. હિંદના બધાં જ શાસકો એક થઈને પરદેશી આક્રમણખોર બાબર સાથે જંગ છેડીશું. જો કે આપની એકતા ઘણી મોડી છે પરંતુ નિષ્ઠા હશે તો વિજય આપણો જ થશે. “ મહારાણા બોલ્યા.

----------------૩-----------------

આ સમયે  જ માળવામાં અને ગુજરાતમાં સુલતાન મૃત્યુ પામવાથી એના પુત્રો ગાદીએ આવ્યા. આ બંને પ્રદેશો પાસેથી મિત્રતાની આશા રાખી શકાય એમ ન હતું. ગુજરાતનો નવો સુલતાન બહાદુરશાહ તો મેવાડનો કટ્ટર દુશ્મન હતો. એણે તો પોતાના પિતાની હારનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી હતી.

મહારાણા સંગ્રામસિંહે યુદ્ધની તૈયારી કરવા માંડી. ભાટચારણો ગાવા લાગ્યા.

સાંગા કી તીખી તલવારેં,

ઉન પ્રતિધ્વનિયોં મેં ગૂંજ રહી.                                                                                                  

 મહારાણાને જિંદગીમાં એકવાર કરવું પડેલું સમાધાન કઠતું હતું. ઈ.સ.૧૫૨૦માં રાજસભાએ તો તેમને  ફરીથી મહારાણાપદની બહાલી આપી હતી. પરંતુ સામે પક્ષે ધનબાઈ એ પણ રતનસિંહ ને જ ભોજરાજ પછી યુવરાજપદ આપવા અને ભવિષ્યમાં મહારાણા બનાવવાની બાંહેધરી માંગી હતી. મહારાણાએ શર્ત સ્વીકારી અને બુંદીના જ સુરજમાલને પ્રધાનમંત્રી બનાવ્યા. કર્માવતી ને રણથંભોરનો કિલ્લો આપ્યો, વિદ્રોહમાં સપડાયેલા રાઠોડોને ક્ષમા આપવી પડી. રતનસિંહ નો વિવાહ સુરજમલ હાડા ની દીકરી સૂજા સાથે કરાવી વેરને શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

          આમ છતાં મહારાણા ની શુભનિષ્ઠાનો સૌ કોઈ આદર કરતાં હતા.

“ આ દેશમાં સમ્રાટ ચંદ્રગુપ્ત, સમ્રાટ હર્ષવર્ધન, સમ્રાટ અશોક કે સમ્રાટ પૃથ્વીરાજના સમયમાં જે રાજકીય એકતા હતી તેનો સદંતર અભાવ જોવા મળે છે. નાનામોટા અનેક રાજ્યો , પોતપોતાની મહત્વાકાંક્ષા પોષવા એકબીજા ની અદેખાઈથી, એકબીજાને  નષ્ટ કરવા. આભિજાત્ય વર્ગના ખોટા ખ્યાલમાં રાચીને બીજાને ખતમ કરવામાં મંડી પડયા છે. ધનનંદના વખતમાં બહારથી મગધ સામ્રાજ્ય તોતીગ વટવૃક્ષ જેવુ લાગતું હતું. પરંતુ અંદરથી બોદું થઈ ગયું હતું. આજે ભારત ની આવી જ સ્થિતિ છે. કોઈ તાકતવાન વિદેશી આક્રમક માટે સુવર્ણતક જેવી છે. બાબર બાદશાહ પંજાબ, દિલ્લી અને આગ્રાથી સંતોષ નહિ માને. સમગ્ર હિંદ માતૃભૂમિ –પરદેશીઓના હાથમાં ન ફસાય તે માટે આપણે કઈક કરવું જોઈએ. આપણે રાજવીઓનો મહાસંઘ રચી તાકાત ભેગી કરવી જોઈએ, જેથી સમય પડે આક્રમણખોરને સખ્ત નશ્યત આપી શકીએ.”

અને આમ રચાયો રાજવીઓનો મહાસંઘ. એમાં જોધપુર, બિકાનેર મેવાડ, ગ્વાલિયર. આમેર, આબેર ,મેડતા વગેરે રાજ્યો હતા. મેવાતના રાજા હસનખાં સૂરી અને ઈબ્રાહીમ લોદીનો પુત્ર મહમદ લોદી પણ આમાં શામીલ હતો. ચંડેરીના રાય મેદિનીરાય અને મીરાંના પિતા વીરવર રતનસિંહ પણ હતા. તોમરના રાજવી શિલાદિત્ય અને રાયસીનના રાજવી પણ હતા. આંબેરના કછવાહા રાજા  પૃથ્વીરાજ પણ હતા.તેઓ મહારાણા ના બનેવી હતા. આ મહાસંઘમાં યુધ્ધના મુખ્ય સેનાપતિ તરીકે મહારાણા સંગ્રામસિંહ ને પસંદ કર્યા. અને ઉપસેનાપતિ તરીકે ચંડેરીના મેદિનીરાય ની વરણી કરી.           

         મહારાણા સંગ્રામસિંહ પર દેવનારાયણ  ભગવાનની કૃપા હતી. તેઓ ગળામાં સદાયે એક તાવીજ બાંધી રાખતા. મહારાણાએ ચિતોડ ગઢની બહાર નીકળતા જ પ્રતિજ્ઞા લીધી કે , મોગલોને હિંદની બહાર તગેડી મુકીશ ત્યારે જ હું ચિતોડ ગઢમાં પગ મૂકીશ.”

         બંને પક્ષે પુષ્કળ તૈયારીઓ થઈ હતી. બને પક્ષ માટે પોતાના અસ્તિત્વનો સવાલ હતો. બાદશાહ બાબરે પોતાની સેનાને મનાવી લીધી.” લૂટમાં જે કાંઈ મળશે તે તમારું, ફક્ત મને સાથ આપો. હવે પાછા ફરો તો પણ હિંદની બહાર નીકળતા પહેલાં ખતમ થઈ જશો.”

         સૌ સમજતા હતા કે ,બાદશાહના હાથે મરવું તે કરતાં લડાઈમાં મરવું એ જ  શ્રેષ્ઠ છે. ફતેપુર સિકરી પાસે કાનવાના મેદાનમાં ૧૭ માર્ચ ૧૫૨૭ માં બાદશાહ બાબર અને મહારાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ ખેલાયું.

         રાજપૂત સેનાનો પ્રચંડ ધસારો હતો. પરાજય ની ઝાંખી જોઈને બાદશાહે શરાબ છોડી દેવાની પ્રતિજ્ઞા લીધી.

         યુદ્ધનો ખરો રંગ જામ્યો હતો ત્યાં તોમર રાજા શિલાદિત્ય પોતાની ૩૫ હજાર ની સેના સાથે વિપક્ષમાં બાદશાહ બાબરને જઈ મળ્યો.

         છતાં રણસંગ્રામ ચાલુ હતો. ત્યાં તો રાણા સાંગા બૂરી રીતે ઘવાયા. કચવાહા નરેશ પૃથ્વીરાજ રાણા સાંગા ને લઈ ને રણમાંથી હટી ગયા. “ મને યુદ્ધ કરવા દો.” સાંગા કહેતા કહેતા બેભાન થઈ ગયા. મોડેથી સેનાએ રાણા સાંગાના ઘાયલ થવાની વાત જાણી. હવે રાજપૂત સેનાનું જોમ ટૂટી ગયું. મોગલ સેનાના તોપખાનાએ અહી પોતાનો રંગ જમાવ્યો. રાજપૂતો તોપોનો સામનો કરવા ટેવાયેલા ન હતા. આથી આ યુધ્ધમાં રાજપૂત સેના હારી.  બંને પક્ષે ભારે ખુવારી થઈ.

         ચંડેરીના મેદિનીરાય ચડેરી પહોંચી ગયા. ફરી મોરચો ચાલુ કરવાની તેની ખ્વાહીશ હતી. ઘાયલ મહારાણાએ ફરી સેના એકઠી કરવાની આશા છોડી ન હતી.

         મીરાંબાઈના પિતા રતનસિંહ આ યુધ્ધમાં વીરગતિ પામ્યા. બાદશાહ બાબરે ચંડેરી પર ચઢાઈ કરી. ચંડેરીના દુર્ગનું રક્ષણ કરતાં મેદીનીરાય અને એના સાથીઓ શહીદ થઈ ગયા.

         મહારાણા સંગ્રામસિંહ ચંડેરી લેવા સેના સાથે રણથંભોરથી માંડલગઢ ના માર્ગે આગળ વધતા હતા. ઈરિચ પાસે એમના ભોજનમાં વિષ આપવામાં આવ્યું. એમના મૃત્યુ સાથે બાબર સામે પ્રતિકાર કરનાર કોઈ રહ્યો નહિ. મહાસંઘનો કરુણ અંત આવ્યો. ઈ. સ ૧૫૨૮માં આમ મેવાડપતિ સાંગાજી મૃત્યુ પામ્યા અને મેવાડ ની ગાદી પર ધનબાઈના કુંવર રતનસિંહ બિરાજયા.

         મોગલ બાદશાહ બાબર હિંદની સલ્તનતને ભોગવવા ઝાઝું જીવ્યો નહિ. માત્ર ૪૭ વર્ષ અને ૧૦ મહિનાની આયુ એ ૨૬ ડીસેમ્બર ,૧૫૩૦ માં તેનું અવસાન થયું.

         બાદશાહને તેનો વડો શાહજાદો હુમાયું પ્રાણથી યે વધુ પ્રિય હતો. મહારાણા સંગ્રામસિંહે તો પોતાનો યુવરાજ ભોજરાજ હયાતીમાં જ ગુમાવીને વ્યથા પામ્યા હતા.

         પરંતુ બાબરે તો હુમાયુંની મરણતોલ બીમારી કે જે બીમારી ના કારણે હકીમો એ પણ હાથ ધોઈ નાખ્યા હતા દવા તો નાકામયાબ નીવડી, બાદશાહે દુવાનો સહારો લીધો. “ હે ખુદા , મારા પ્રિય ફરજંદ ને સાજો કરી દે બદલામાં ભલે તું મારા પ્રાણ લઈ લે .

         “ ખુદા સાચા દિલની ઈબાદત સાંભળે છે. હુમાયું સાજો થતો ગયો. અને  એક દિવસે બાબરે આ ફાની દુનિયા છોડી. બાબર પોતાની આત્મકથા બાબરનામા માટે સંસારભરમાં પ્રસિદ્ધ છે. બાદશાહ બાબરના અંગત જીવનની વિગતો પણ જાણવા જેવી છે.

          બાદશાહ બાબરની ઘણી બેગમો હતી. તેની સર્વપ્રથમ બેગમ ગુલરૂખ બેગમ હતી. કામરાન અને અશ્કરી તેના બે બેટા હતા. બીજી બેગમ આયશા બેગમ હતી ઈ ,સ ૧૪૮૮ માં તેની શાદી થઈ હતી. ફખમુનિયા નામની એક બાળકી હતી. જે એક માસની થઈ મૃત્યુ પામી.

         એક બેગમ જેનું નામ જૈનબ હતું, ઈ,સ ૧૫૦૪ માં તેની સાથે બાદશાહે નિકાહ કર્યા હતા. તેને પણ ત્રણ સંતાન હતા. ઈ. સ ૧૫૦૬માં મહિમા બેગમ સાથે લગ્ન કર્યા. આ  બેગમને પાંચ બાળકો હતા. તેમાં માત્ર હુમાયું જીવ્યો. બાકીના બાળપણમાં જ ખુદાને પ્યારા થઈ ગયા.

         ઈ . સ ૧૫૦૭ માં બાબરે માસુમા બેગમ સાથે લગ્ન કર્યા. ઈ . સ ૧૫૦૮ માં પ્રસવ સમયે તે મૃત્યુ પામી. મુબારક બેગમ ખૂબસૂરત હતી, જેના રૂપની ખ્યાતિ સાંભળી બાબર તેને નિહાળવા ફકીરના વેશે કિલ્લામાં ઘૂસી ગયો હતો. પછી લગ્ન કર્યા. જેને કોઈ સંતાન ન હતું. બાબરની એક બેગમ દિલદાર બેગમ હતી. જેને છ સંતાનો હતા. હિન્ડલ, અલ્પર નાનપણમાં મૃત્યુ પામ્યો હતો . ગુલરઝા . ગુલરંગ. ગુલચીરા ,અને ગુલબદન.    

         એ ઉપરાંત ઈરાનના શાહ તહમાસ્યે બાદશાહ બાબર ને બે અતિ ખૂબસૂરત કનીઝ  નજરાના માં આપી હતી.    

         મહારાણા સંગ્રામસિંહ અને બદશાહ બાબર બહુ પત્નીઓના કારણે ખટપટો ,ચાલબાજી અને ચિંતાનો પ્રચંડ કોષ વહોરીને જીવ્યા. પરંતુ બે મહાન પુરુષો ખરેખર પોતાના જમાનાના અદ્વિતીય યોધ્ધા, રાજવી અને જનનાયક તો હતા જ.    

રાત્રિ ગમીષયતી ભવિષ્યતિ સુપ્રભાતમ

ભાસવાનું દ્રશ્યતિ ઉદીશયતી પંકજ શ્રી :

ઈતીર્થ વિચાર યતિ કોશગને દિરેકે

હંત હંત નલીની ગજ્જ ઉજઝરમ (સંસ્કૃતમાં લખાયેલ છે,”)

         કમળની બિડાયેલી પાંખડીઓમાં ફસાયેલો ભ્રમર વિચાર કરે રાત્રી પળ ભરમાં વિતિ જશે. બહુ  જ નિકટ ભવિષ્યમાં સુંદર પ્રભાત ઉદિત થશે જીવનમાં. ભગવાન સૂર્યનારાયણનાં  કિરણો ધરતીપર પડતાં જ કમળની પાંખડીઓ પ્રફુલ્લિત થશે અને હું ઉડી જઈશ. કેદમાંથી મુક્ત થઈને વિરાટ મુક્ત ગગનમાં વિચરીશ. આવા ખ્યાલોમાં મધુકર રાચતો હતો. ત્યાં તો એક હાથી ત્યાં આવ્યો. તેનો વજનદાર પગ કમળપર પડ્યો. તે સાથે જ કમળના ચૂરે ચૂરા થઈ ગયા અને તેની અંદર ફસાયેલા ભ્રમરના પણ.

         વિજેતા બાદશાહ બાબર આગ્રામાં સ્થિર થઈ ગયા. ત્યાં તો પુત્ર હુમાયુંની ભયંકર બીમારીના સમાચાર મળ્યા , તે દિલ્લીના શિકારખાનામાં હતો.        

    હમણાં હમણાં પોતાની તાકાત માટે બાદશાહને ઘમંડ થતો હતો. હવે તેને ખુદાની સર્વોચ્ચ સત્તાનો ખ્યાલ આવ્યો. તએ બોલી ઉઠ્યા.

         “હમ જબ યહ માનતે હૈ કી , અબ મૈ સ્થિર હો ગયા હું , વહાઁ પર હી હમારી સબસે બડી ગલતી હૈ , ન જાને  શાયદ ખુદાને ઉસી સમય હમારી અસ્થિરતા કી નીવ ડાલ દી હો. આદમી કો કભી ભી ખુદા -ભગવાન સે ઉપર નહીં માનના ચાહીએ.