ૐ નમઃ શિવાયઃ
PART-30
અત્યાર સુધી આપડે જોયું કે દિયા અને નકુલ વાત કરીને આવે છે ત્યારે અક્ષત તેમન જોઈને ત્યાં થી નીકળી જાય છે...
દિયા પણ અક્ષત ની પાછળ પાછળ જાય છે અને અક્ષત ની કાર માં બેસી જાય છે...
ત્યારે તેની પાછળ નકુલ આવે છે અને તે દિયા ને બોલાવે છે...
"જા તને બોલાવે છે..."
અક્ષત બોલે છે...
"તું જતો નઈ મારે વાત કરવી છે..."
દિયા બોલી ને કાર ની નીચે ઉતરે છે...
"હા બોલ નકુલ..."
દિયા નકુલ પાસે જઈ ને બોલે છે...
ત્યારે જ અક્ષત ત્યાં થી નીકળી જાય છે બસ દિયા તેને જોયા કરે છે...
"કાર કે બાઈક છે...?"
દિયા બોલે છે અને નકુલ તેની સામે બાઈક પડી હોય છે ઈસરો કે છે અને દિયા એના હાથ માંથી ચાવી લઇ ને નીકળી જાય છે તે નકુલ ના બોલવાની રાહ પણ નથી જોતી...
દિયા પણ જલ્દી થી અક્ષત ની પાછળ નીકળી જાય છે અક્ષત ને નથી ખબર હોતી કે દિયા તેની પાછળ જ છે...
અક્ષત તેની કાર તેના ઘરે આવી ને ઉભી રાખે છે અને દિયા પણ ત્યાં જ આવી ને બાઈક રોકે છે...
અક્ષત સીધો ઘર માં જાય છે અને દિયા પણ પાછળ પાછળ જાય છે...
"અક્ષત...અક્ષત..."
દિયા બોલે છે પણ અક્ષત સીધો એના રૂમ તરફ જાય છે પણ શિવ, અહાના અને મિતાલી જે હોલ માં બેઠા હતા એ જયારે જોવે છે કે દિયા ના બોલાવ્યા પછી પણ અક્ષત ઉભો નથી રેતો...
"અક્ષત શું થયું..."
શિવ અક્ષત ની સામે આવી ને તેને રોકી ને બોલે છે...
"આજે મને જવાબ મળી ગયો..."
અક્ષત બોલે છે અને ત્યારે દિયા પણ તેની પાસે આવી જાય છે...
"સેનો જવાબ..."
શિવ તેમની સામે જોઈ ને બોલે છે...
દિયા અક્ષત ની નજીક આવે છે ...
"તને મારો જવાબ જ જોતો જતો ને..."
દિયા અક્ષત સામે જોવે છે પણ અક્ષત કાય જવાબ નથી આપતો અને તેની રૂમ માં જતો રે છે અને દિયા પણ તેની પાછળ જાય છે...
દિયા પણ તેના રૂમ માં જઈને દરવાજો બંધ કરે છે...
"તને જવાબ જ જોઈએ છે તો જવાબ તો સાંભળ મારો..."
દિયા બોલે છે...
"હું સમજી ગયો તારો જવાબ હવે તારે કેવાની જરૂર નથી..."
અક્ષત બોલે છે...
"નકુલ બસ મારા થી પેલા ની માફી માંગવા આવ્યો હતો અને એને ફરી સાથે થવાનું કીધું..."
દિયા બોલ છે...
"તો તે શું કીધું..."
અક્ષત બોલે છે...
"એને ના પાડી ને આવી છું..."
દિયા બોલે છે...
"મેં તને એના ગળે મળતા જોયું છે..."
અક્ષત બોલે છે...
"એ બસ છેલ્લી વાર મને ગળે મળવા માંગતો હતો અને એ હંમેશા માટે હવે usa જાય છે..."
દિયા બોલે છે અને બારે જવા લાગે છે...
"હવે સમજી જજે મારો જવાબ..."
દિયા આટલું બોલી ને રૂમ ની બારે જતી રે છે...
અક્ષત ત્યાં જ બેડ ઉપર બેસી જાય છે અને દિયા ને બાર જતા જોઈ અહાના, શિવ અને મિતાલી રૂમ માં આવી જાય છે...
"શું થયું અક્ષત અને તું આટલો ગુસ્સા માં કેમ છે...?"
શિવ બોલે છે...
અક્ષત તેની બધી નકુલ ની બધી વાત તેને કહે છે...
"તારે દિયા ની વાત તો સાંભળવી હતી પેલા..."
શિવ બોલે છે અને અક્ષત બસ એમજ બેઠો હોય છે...
"અરે હવે એ બધી વાત મૂક અને તું જ દિયા ને મનાવી લે એ બઉ ગુસ્સા વાળી છે, એ ઘરે જ જતી રેસે..."
અહાન બૉલૅ છે...
"હા અહાનાકે છે, એ સાચું છે એ જા પેલા એને મનાવ..."
મિતાલી બોલે છે અને અક્ષત સીધો ત્યાં થી દિયા ના ઘરે જાય છે...
અક્ષત દિયા ના ઘરે જઈને જોવે તો દરવાજો ખુલ્લો જ હોય છે તે સીધો અંદર જાય છે અને ત્યાં જોવે છે તો દિયા પેકીંગ કરતી હોય છે...
"અહાના અને મિતાલી સાચું જ કેતા તા..."
અક્ષત મન માં બોલે છે અને હશે છે...
"દિયું...દિયું..."
અક્ષત બોલે છે પ દિયા જાણે તેને જોઈ ને પણ અજાણ્યો કરે છે અને તેના કબાટ માંથી કપડાં નીકળવા લાગે છે...
"સોરી મને માફ કરી દે મેં તારી વાત સાભળ્યા વગર જ મન માં થારી લીધી વાત..."
અક્ષત બોલે ને પોતાના કામ પકડી ને ધુંટણો પર બેસી જાય છે...
દિયા તેને આ રીતે બેસેલો જોઈ તેની પાસે આવે છે...
"એક વાર વાત તો સાંભળવી હતી મારી..."
દિયા બોલે છે અને એના આંખ માંથી આંશુ આવી જાય છે...
"હવે તો મારો જવાબ કઈ દે મને..."
અક્ષત બોલી ને દિયા ના આંખુ લુસે છે...
"હજુ ના સમજ્યો તું મારો જવાબ..."
દિયા બોલે છે...
"હું તારા થી સાંભળવા માંગુ છું..."
અક્ષત બોલે છે...
દિયા તેના હોઠ અક્ષત ના હોઠ પર મૂકી દે છે...
"હવે મળી ગયો ને મારો જવાબ..."
દિયા બોલે છે અને પછી અક્ષત તેને તેના ગળે લગાવી લે છે...
થોડી વાર પછી અક્ષત અને દિયા પાછા અક્ષત ના ઘર આવે છે જ્યાં બધા તેમની રાહ જોતા હોય છે...
"મારી તો બન્ને ફ્રેન્ડ જ મારી ભાભી બની ગઈ..."
મિતાલી અક્ષત અને દિયા ને સાથે આવતા જોઈ ખુશી થી બોલે છે...
"તું તો મારી જેઠાણી બની ગઈ..."
અહાના પણ ખુશી થી બોલે છે અને દિયા, મિતાલી અને અહાના ખુશી થી ગળે લાગી જાય છે...
"અરે અમે બન્ને રઈ ગયા..."
અક્ષત બોલે છે અને શિવ ને પણ બોલાવી લે છે અને બધા ગ્રુપ માં ગળે મળેછે...
બધા ખુશી થી બેઠા હોય છે...
અક્ષત અને દિયા આદિ ને રમાડતા હોય છે શિવ અને અહોના આશિ ને રમાડતા હોય છે...
"કોઈ ની નજર ના લાગે મારા પરિવાર ને..."
મિતાલી ને હોલ માં આવતા બધા ને જોઈને મન માં બોલે છે અને ખુશી થી તે બધા સાથે આવી ને બેસી જાય છે...
ત્યાં જ રોહિત નો ફોન આવે છે અને અક્ષત એના સાથે વાત કરે છે અને પાછો આવે છે...
"રોહિત ની સગાઈ તૂટી ગઈ..."
અક્ષત હોલ માં આવીને બોલે છે...
અક્ષત અને દિયા ગણી મુશ્કેલીઓ અને ગણા સમય પછી છેલ્લે મળી જ ગયા પણ યાદ રાખજો કે આ સ્ટોરી નો અંત છે, પણ અક્ષત અને દિયા ના જીવન ની નવી શરૂવાત સાથે...
શિવ અને અહાણા પણ મળી ગયા અને સાથે સાથે મિતાલી ના જીવન ની મુશ્કેલી નો અંત આવ્યો એના જીવન માં આશી અને આદિ આવી ગયા અને મિતાલી નીતિન ની યાદો સાથે પોતાના નવા જીવન ની શરૂવાત કરી...
હું તમારા બધા નો આભાર માનું છું કે તમે અહીંયા સુધી મારી સાથે જોડાયા અને મારી સ્ટોરી ને આટલો પ્રેમ આપ્યો. હું ખુશ છું કે જેમ અક્ષત અને દિયા મારા જીવન માં ખાસ છે એ રીતે તમારા જીવન માં પણ બન્યા હશે અને આ સ્ટોરી પ્રેમ થઇ ગયો ને અહીંયા સુધી પહોંચાડવા માટે ફરી તમારો આભાર...
જો તમે આ ના જેવી જ લવ સ્ટોરી વાંચવા માંગતા હોઉં તો મારી સાથે જોડાવો મારી નવી સ્ટોરી માં The story of love...
"The Story Of love part-1", ને પ્રતિલિપિ પર વાંચો :,
https://pratilipi.page.link/5gY8BQs5quPpS2zy9
હું આજે જાઉં છું પણ જલ્દી આવીશ નવી સ્ટોરી સાથે...
પ્રેમ થઇ ગયો....