vasanrvila -A haunted House - 14 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 14

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 14

પ્રકરણ 14 


બાજુના રૂમમા થી આવેલી ચીસ સાંભળી સુકેશ  ત્યાં દોડી જાય છે. પણ રૂમમાં કોઈ હોતું નથી. તે આજુબાજુના રૂમમાં પણ જોઈ આવે છે. પણ ક્યાંય કશું કળાતું નથી. આથી તે  ડ્રોઈંગ રૂમમાં પાછો ફરે છે. તે ડ્રોઈગ રૂમમાં  બેસી ને તેના આસિસ્ટન્ટ ગોઠવેલ ફૂડમાં તેથી થોડો નાસ્તો કરવા બેસે છે. નાસ્તો પતાવી સિગરેટ પેટાવી તેના કશ લેતો બેઠો  હોય છે. ધ્રુમસેર ને તાકતો પાછો પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આરાધના સાથે તેના ધડીયા લગ્ન  લેવાયા બાદ તે સાતમા આસમાનમાં વિહરતો હતો.પોતે એમ વિચારતો હતો કે હવે થી આ ખેતરો પર મારો જ હક છે. અને પંડિત પરિવાર ની  પ્રોપર્ટી માં હું ઈચ્છું તે કરી શકું.  શ્યામે અને પંડિત પરિવારે મુકેલા ભરસ નો ફાયદો ઉઠાવી ને પંડિત પરિવાર ની શાખ ને ઢાલ બનવી ને ઔષધિ ને આડમાં  અફીણ ના છોડ નું વાવેતર કરવા લાગ્યો હતો. અને વેચાણ કરવા લાગ્યો હતો. ખેતર ના થોડા માણસો ની નવી ભરતી કરી હતી જે તેના ભરોસાપાત્ર હતા. આમ ધીમે ધીમે ખેતર ના ઉત્પાદન પર સુકેશે કબ્જો કરી લીધો હતો. શ્યામ અને રમેશ  દહેરાદુન ની ફેક્ટરી સંભાળતા હતા. ધીમે ધીમે સમય વિત્તતો હતો. અને સુકેશ નું વર્ચસ્વ વધતું જતું હતું. શ્યામ અને રમેશે હવે ફક્ત ફેક્ટરી પર જ ધ્યાન આપતા હતા.સુકેશે ખેતરો નો વહીવટ સંપૂર્ણપણે હાથ માં આવતા આર્થિક ગોટાળા પણ કરવા માંડ્યા હતા. અભાવમાં ઉછરેલા સુકેશ ની સંપત્તિ વધતી જતી હતી. આરાધના અને પંડિત પરિવાર સુકેશના કારનામાઓ થી અજાણ હતો. લગભગ બે વરસ જેટલો સમય પસાર થઇ ગયો હતો. સુકેશે કરેલા આર્થિક ગોટાળાઓ પર ચીફ એકાઉન્ટન્ટ જયેશ વૈદ્ય ની નજરમાં આવ્યા હતા. તેણે રમેશ નું ધ્યાન દોર્યું હતું. રમેશે પરિવાર સાથે વાત કરતા પહેલા સુકેશ પાસે ખુલાસો માંગવા નું યોગ્ય લાગતા તેને સુકેશ ને દહેરાદુન બોલાવી ને આ બબબતે ખુલાસો માંગ્યો હતો. રમેશે સુકેશ ની ઉલટતપાસ કરતા સુકેશે પોતે કરેલા ગોટાળા ની કબુલાત કરી અને ભવિષ્યમાં પોતે આવી ભૂલ નહિ કરે એવી ખાતરી આપતા રમેશ આ વાત અહીંયા જ પતી જાય છે . હવે થી કોઈ ભૂલ ના કરતા નહિતર મરે આરાધના તથા પરિવાર ને આ વાત ની જાણ કરવી પડશે એવા મતલબ નું કહ્યું હતું. આ વખતે હું કોઈ ને જણાવતો નથી જો ભવિષ્યમાં આવી ભૂલ થઇ તો તેનું પરિણામ સારું નહિ હોય તમને તમારા કરેલા કામ નું પૂરું વળતર આપવા માં આવે છે તો આવા ગોટાળા કેમ કર્યા? રમેશ ની વાત સાચી હતી સુકેશ નો મહિને પાંચ લાખ સુધી નો ડ્રોઈંગ  પાવર હતો. અને ખેતરમાં જે કઈ ધંધાકીય નિર્ણય લેવા પડે તેનો પાવર પણ સુકેશ ને અપાયો હતો. આમ સુકેશ ને વોર્નિંગ આપી રમેશે વાત પતાવી દીધી હતી અને પરિવારમાં પણ કોઈ ને જાણ કરી ન હતી. અને જયેશ વૈદ્ય ને પણ કોઈ ને કશું ન કહેવા જાણવાયું હતું. પણ સાથોસાથ સુકેશ ના દરેક પગલાં પર તેની નજર હતી. હવે સુકેશ સ્વતંત્ર નિર્ણય ન લઇ શકે તેવા સંજોગો  ઉભા કર્યા હતા.અઠવાડિયામાં શ્યામે બે થી ત્રણ વખત ખેતરો ની મુલાકત લેવી જ પડે તેવી ગોઠવણ કરી નાખી હતી. ધીમે ધીમે સુકેશ ને ખ્યાલ આવી ગયો કે હવે તે કઈ જ ગોટાળા કરી શકશે નહિ જો તેને લાભ લેવો હશે તો તેણે રમેશ નું કંઈક કરવું જ પડશે નહિ તો આખી જિંદગી તમેન અહેશાન હેઠળ મજબુર ની જેમ જ વ્યતીત કરવી પડશે. ધીમે ધીમે સમય જય રહ્યો હતો.આ વાત ને ત્રણ મહિના થઇ ચુક્યા હતા. એવા માંજ એક ઘટના બની હતી.શ્યામ માટે માંગુ આવ્યું હતું અને કન્યા શ્યામ ને પસન્દ પડતા બંનેના લગ્ન બે મહિના પછી ગોઠવવા તેવું નક્કી થયુ હતું.  સુકેશે હવે રમેશ એકલા નો રસ્તો ન કરતા આ બધી જ મિલકત પોતાના હાથમાં આવે તેવું ગોઠવવા નું વિચારવા લાગ્યો હતો. શ્યામે પરિવાર પાસે પ્રસ્તાવ મુક્યો કે પરિવારે બહેન યશોદા ને માફ કરી ને અપનાવી લેવી જોઈએ. આરાધના ના લગ્ન તથા તેન પોતાન લગ્ન પણ પોતપોતાની મરજી જ થયા છે. તો યશોદા એ પોતાની મરજી થી લગ્ન કર્યા  એ કઈ ખોટું નથી છોકરા ની જ્ઞાતિ અલગ હતી એ બાબત માટે વિરોધ ન કરી તેને કુટુંબમાં પછી બોલાવી લેવી જોઈએ. સદાશિવ પંડિત શ્યામ ની વાત સ્વીકારી ને યશોદા ને કોલ કરે છે. યશોદા તેમની વાત સ્વીકારી પોતાના પતિ સાથે પિયર જવા નીકળે છે પરંતુ માર્ગ અકસ્માતમાં બને નું મૃત્યુ થાય છે. સદાશિવ નું પણ આઘાતથી મૃત્યુ થાય છે. સદાશિવ પંડિત ના મૃત્યુ પછી બધો જ વહીવટ રમેશ પંડિત સાંભળી લે છે અને તે સુકેશની જવાબદારીઓ ઘટાડી કે છે જેથી તે બહુ ગોટાળા ના કરી શકે. તે ધીમે ધીમે સુકેશ ને જવાબદારીઓ માંથી એવી રીતે હટાવે છે કે તેનો ખ્યાલ માત્ર સુકેશ ને જ આવે છે કે તેને હટાવામાં આવી રહ્યો છે. ઘરના બીજા કોઈ સભ્યો નેતો ગંધ સુધા નથી આવતી કે સુકેશ ને હટાવવામાં આવી રહ્યો છે. સુકેશ પોતાને અન્યાય થઇ રહ્યો હોવાનું અનુભવે છે અને પોતે હવે શ્યામના લગ્ન  પહેલા જ પોતે આ પરિવાર ને ઠેકાણે પાડીને  તેની સંપત્તિ કઇરીતે હસ્તગત કરવી તેના પ્લાન વિચારવો પડશે. રમેશે સુકેશ ને પોતાની પાસે દહેરાદુન બોલાવી લીધો હોય છે અને શ્યામ ને પિથોરાગઢ પાછો મોકલી આપે છે. સદાશિવ ના મૃત્યુ ને કારણે શ્યામ લગ્ન છ મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યા હોય છે. જેથી સુકેશ ને પંડિત પરિવાર નો ખતમ કરી નાખવા માટે ની યોજના બનાવવા નો પૂરતો સમય મળ્યો હોય છે. એ પંડિત પરિવાર ને એવી રીતે ખતમ કરવા માંગે છે કે જેથી કોઈ ને તેના પર શંકા ન આવે અને તેને પંડિત પરિવાર ની બધી સંપત્તિ મળી રહે. આવે વખતે તેને પોતાના જોડિયા ભાઈ ની યાદ આવે છે કે જેને તેના માતાપિતા ના મૃત્યુ સમયે તેનાદૂર ના કાકા-કાકી એ દત્તક લઇ પોતાની સાથે આફ્રિકા લઇ ગયા હતા. જે ચ્હેરે મહોરે સુકેશ ની કાર્બન કોપી હતો જો તેને અહીંયા બોલાવી લે તો પોતાનું કામ આસાન થઇ શકે છે. સુકેશ પોતાના ભાઈને આજથી દાસ વરસ પહેલા રુબરું મળ્યો હતો. તે પછી ફક્ત માત્ર ફોન થી સંપર્કમાં હતો. અને પોતાને કોઈ ભાઈ છે એવી વાત પણ પિથોરાગઢમાં કોઈ જાણતું ન હતું આથી તેને પોતાના ભાઈને  દહેરાદુન બોલાવી ને તેનો ઉપયોગ કરવા નું નક્કી કરી ને એક ખુબજ ખતરનાક યોજના ઘડી કાઢી હતી. તેનો અમલ તે આજથી બરાબર ત્રણ  મહિના પછી કરવા માંગતો હતો. તેથી તેણે  રમેશ ની નજરમાં સારો બની રહેવા નું નક્કી કર્યું અને રમેશ કે તેમ જ વર્તાવ માંડ્યું હતું. રમેશ ને પણ સુકેશ સુધરી ગયો હોય તેવું લાગતું હતું. તેથી તેન સુકેશ પર ધ્યાન આપવા નું ઓછું કર્યું હતું. આમ સુકેશે ધીરે ધીરે રમેશ નો વિશ્વાસ પાછો પ્રાપ્ત કર્યો હતો.ધીમે ધીમે બે મહિના જેટલો સમય વીતી ગયો હતો રમેશે હવે સુકેશ ની હિલચાલ પર ધ્યાન આપવાનું નહિવત કરી દીધું હતું.અચાનક થી સિગરેટનો તણખો હાથપર લગતા સુકેશ ની વિચારધારા અટકી. તને ઉભા થઇ ને બહાર જોયું તો રાત્રી નો અંધકાર વધતો જતો હતો. થોડું પાણી પી ને તેણે સોફા પર લંબાવ્યું  થોડી જ વાર માં તે સુઈ ગયો. 

 


સુકેશે પંડિત પરિવાર ની પ્રોપર્ટી પર કઈ રીતે  કબ્જો કર્યો હોય છે તે જાણવા માટે વાંચતા રહો  વસંતવિલા -  એ હોન્ટેડ હાઉસ