Chhello Prem - 1 in Gujarati Love Stories by Manojbhai books and stories PDF | છેલ્લો પ્રેમ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

છેલ્લો પ્રેમ - 1

છેલ્લો પ્રેમ આ શબ્દ સાંભળી ને દરેક ના દિમાગ માં પહેલો પ્રેમ કોણ ?જેવા પ્રશ્ન ઊભા થાય છે....તમે વધુ મુજવણ માં ના આવો માટે કહી દવ કે તમે મારી પહેલી બુક મારો પ્રેમ વાચી હશે તો ખબર પડી જશે કે તે મારો પહેલો પ્રેમ હતો અને ના વાંચી હોય તો એક વાર સમય કાઢી જરૂર વાંચજો..
- મનોજભાઈ સોલંકી
{પ્રેમ ની શોધ માં}

હવે તમને મારો છેલ્લો પ્રેમ વિશે બતાવું તે પહેલાં તમને કહી દવ કે પ્રેમ એકજ વાર થાય તો આ છેલ્લો પ્યાર ક્યાં થી આવ્યો તો હું બચપણ થી જ પ્રેમ ની શોધ માં હતો પણ મને ક્યાંય સાચો પ્રેમ કરવા વાળું ન મળ્યું પ્રેમ ની શોધ કરતા કરતા મારી જીદગી માં ઘણી છોકરી યો આવી અને કેટલી યે જતી રહી પણ મને જે પ્રેમ જોયતો હતો યે ના મળ્યો મને એક પવિત્ર પ્રેમ ની શોધ હતી વાસના મુક્ત પ્રેમ આ જીવન માં હજી મળ્યો નથી મે જોઈને , જોયા વગર,ચેહરો બતાવી,કે ચેહરો છૂપાવી ,નામ છૂપાવી,અને પોતાની અસલિયત છૂપાવી, કા તો બધું જાહેર કરી ....પોતાની અસલિયત બતાવી ને પણ પ્રેમ કરી જોયો અને પ્રેમ મેળવવાની કોશિશ કરી પણ એવું કોઈ પાત્ર હજી મળ્યું નથી જે મને સમજી શકે ...... ઘણા પાત્ર મારી જીંદગી માં આવ્યા અને કયા કારણ થી અલગ થયા યે બધું પ્રેમ ની પરિભાષા માં તમને અને લોકો ને સમજાવવા બુક બનાવી છે.. કોઈ આકર્ષણ,કોઈ ભય ,તો કોઈ ક્રોધ ,તો કોઈ મોહ,તો કોઈ અહંકાર, તો કોઈ ઇર્ષા માં આ બધા અવગુણો ના કારણે મને ગણી છોકરી ઓ યે મને છોડીયો તો ગણા પાત્ર ને મે ખુદ છોડી મૂકીયા છે.....
પ્રેમ ની શોધ માં ફરતાં ફરતાં મે રાશિ,જ્યોતિષ,અંક શાસ્ત્ર,સપન શાસ્ત્ર,કુંડળી,અને પ્રેમ ની પરિભાષા આ બધું હું જાણતો થય ગયો ..કોઈ પાત્ર કેમ અલગ થાય છે ,શું કારણ છે,અને તેમનો પ્યાર કેવો છે ,અને પ્રેમી ની શું ભૂલ થાય છે,આ બધું જાણવા લાગ્યો ...હા મારો પહેલો પ્રેમ ક્યાં કારણે મારે તેને છોડવો પડ્યો એ પણ મારો પ્રેમ નામે બુક માં થોડા દિવસ માં જાણવા મળી જશે....
આ બધું જ્ઞાન સાથે એક વાત પાક્કી ખબર પડી ગઈ કે પ્રેમ નો સાચો અર્થ સમર્પણ છે..પણ મહત્વ ની વાત એ કે શું સમર્પણ કરવાનુ.?નામ ,પદ,પાવર,કે,આજીવન,કે,આદેહ,....આ બધું ના સમજાયું માટે એક છેલ્લી વાર મે કોઈ પ્રેમ કરવા પાત્ર ની શોધ કરી.....
હવે મને એવા પાત્ર ની શોધ હતી જે પ્રેમ ને નફરત કરતી હોય ,જેને પ્રેમ પર વિશ્વાસ ન હોય ,કેમ કે પ્રેમ કરવા પહેલા કોઈ ને પ્રેમ સમજાવવો પડે..કેમ કે મારું માનવું એવું હતું કે...." કોઈએ કદી પ્રેમ કર્યો નથી અને કદી પ્રેમ માં દર્દ નથી જોયું એવા પાત્ર જલ્દી પ્રેમ માં પડી જાય છે.અને આવા પાત્ર આકર્ષણ ને પ્રેમ સમજી બેસે છે"..એટલે મને આવા પાત્ર ની જરૂર ન હતી ..
હવે કોઈ 2 પ્રેમી કોઈ કારણ અલગ થાય છે.. એવા પ્રેમી ને પણ પ્રેમ કરવો મને યોગ્ય લાગ્યો નહી કેમકે " પોતાના પાત્ર ને છોડી મૂકી તેઓ જલ્દી કોઈ બીજું પાત્ર ની શોધ માં હોય છે તેઓ સામે વાળા પાત્ર ને બાળવા,અને બતાવવા ,ક્રોધ કરાવવા પ્રેમ ને સમજ્યા વગર સામે વાળા પાત્ર પર ના ગુસ્સા ના કારણે બીજે જલ્દી પ્રેમ કરી બેસે છે".. એટલે મને એવા પાત્ર ની શોધ હતી જે પ્રેમ થી દુર ભાગતી હોય અને આખરે મારી શોધ પૂરી થઈ ....મારા ગામમાં એક ડોક્ટર ની નોકરી કરવા એક છોકરી આવી અને તેને જોતા જ મને મારી બસ ની મુસાફરી યાદ આવી ..
અંદાજે 5 વર્ષ પહેલાં હું બસ માં મુશાફરી કરતો હતો ત્યારે એક ચેહરો મારી સામે આવ્યો હતો ગંભીર ચેહરો તમને થયું આ કેવો ચેહરો તો મનુષ્ય ના ચેહરા પર ગણા ભાવ જોવા મળે છે કોઈ નો
હસમુખ ચેહરો હોય જેને તમે ગમે તે સમયે જુવો દુઃખ કે સુખ માં હસતો જ લાગે તેનાથી વાત કરવાનું મન થાય...તો કોઈ નો
ઉદાસ ચેહરો ગમે તે સમયે જુવો સુખ હોય કે દુઃખ બસ ખૂબ દુઃખ માં , ટેશન,માં જ દેખાય જેનાથી વાત કરવાનુ પણ મન ના થાય અને આવા લોકો સાવ એકલા જ વધારે રહેતા હોય..તો કોઈ નો
ગંભીર ચેહરો જોતાજ તેમના થી વાત કરતા બીક લાગે,તેમની પાસે બેસતા કે ઊભા રેહતા બીક લાગે કે હમણાં કોઈક બોલશે (ઉ.દા તરીકે જોઈએ તો પોતાના પપ્પા ની સામે કોઈ ગલતી કરી ને જવું હોય ..કદાચ પપ્પા ને ખબર પડી જશે બોલશે. કા તો માર છે જેવો આભાસ થવો)તેવો ડર આપણ ને ગંભીર ચેહરા ને જોતાજ થાય છે ..આમ ગણા ચેહરા હોય છે...ચાલો બસ ની વાત કરીએ..યે ગંભીર ચેહરો મને પસંદ આવી ગયો કેમ કે તેના ચેહરા માં મારા પહેલા પ્રેમ નો ચેહરો દેખાતો હતો જાણે ગુસ્સા માં હોય કેમ કે જયારે પણ મારો પહેલો પ્રેમ ગુસ્સા માં થતો તો આવોજ ચેહરો બનાવી દેતી અને મને વાત કરતા પણ બીક લાગતી..હવે આ ગંભીર ચેહરો કોનો છે અને કોણ છે તેને જાણવાનુ મને ખૂબ ઉત્સુકતા થયી હું તેની પાસે ગયો વાત કરતા તો ડર લાગતી હતી પણ ખબર નહિ કેમ વાત કરવાનુ મન થતું હતું હું બોલી ના શક્યો તે જે સીટ પર બેઠી હતી ત્યાં જઈને ઉભો રહ્યો બસ ચાલુ જ હતી તેની નજર બારી ના બાર હતી અને મારી તેના પર હતી... લગભગ અડધો કલાક પછી તેને મારી સામે અડધા સેકન્ડ થી પણ ઓછા સમય માટે નજર કરી તૈયાર પછી એકે વાર મારી સામે ના જોયું અને હું લગભગ દોઢ કલાક સુધી તેને જોતો રહ્યો અને તે અચાનક બસ ઉભી રહી તો તે ત્યાં ઉતરી ગઈ હું તેને જોવામાં એટલો ખોવાઈ ગયો કે ક્યાં સ્ટેશન ઉતરી યે જોવાનું જ ભૂલી ગયો ...અને આ વાત ને પાંચ વર્ષ થય ગયા હતા એ કલાક સુધી જોયેલો ચેહરો મારી આંખો માં તસ્વીર બની ગઈ હતી અને પાંચ વર્ષ પછી આ ચેહરા યે મારા જ ગામ માં ડોકટર ની નોકરી કરવા આવી કુદરત પણ કેવો ખેલ રમે ખબર ન પડી તે જે જગ્યા યે નોકરી કરવા આવી ત્યાંથી 59 ડગલાં ભરી એ તો સામે મારી એક દુકાન હતી.હવે મારી નજર ની સામે છે એટલે હું ખૂબ જ ખુશ થયો આનંદ સમતો ના હતો મારા દિલ માં કેમ કે
મને છેલ્લી વાર કોઈ ને પ્રેમ કરવો હતો એ પાત્ર મને મળી ગયું જેનું નામ પણ હું જાણતો ન હતો..એટલે નામ જાણવા હું સીધો તેની પાસે ગયો પણ તે નવી નવી આવેલી એટલે બધા ની સાથે વાત કરવા માં વ્યસ્ત હતી એવા માં અમારા ગામના એક મહિલા યે પૂછી લીધું કે બેન તમારું નામ છું છે...ત્યારે તે બોલી મારું નામ આંશુ....અને નામ સાભળતાં જ હું સીધો મારી દુકાને આવી ગયો અને રસ્તામાં આવતા આવતા ધીમા અવાજ થી એટલી યે વાર આંશુ...આંશુ...નામ નો જાપ કર્યો પણ ખબર જ ન પડી ક્યારે ચાલુ થયો અને ક્યારે પૂરો થયો આંશુ નામ નો જાપ.....
બસ હવે તો એક જ આશા,અને સપનું કે હવે ક્યારે અમારી પ્રેમ ભરી મુલાકાત થાય ક્યારે એને મારા થી પ્રેમ થાય..
આંશુ કોણ છે...? ક્યાં થી આવી.? અને શું યે મારા થી પ્રેમ કરશે?અને શું સાચા પ્રેમ નો અર્થ સમજ છે...આ બધું હું આવતા ભાગ માં કહીશ... રાધે રાધે
- મનોજભાઈ સોલંકી