True Love - 6 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | True Love - 6

Featured Books
Categories
Share

True Love - 6

1) કોઈ પણ પુષ્પને આપણે સુંદર કહીએ છીએ. શા માટે? કારણ કે આપણે એ પુષ્પને જોયું છે. આવી જ રીતે જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે લોકો કોઈનું મુખ સ્મરણ કરે, આવી આંખો, એવી smile, ઘાટા અને લાંબા વાળ. પણ શું આજ પ્રેમ નું અસ્તિત્વ છે? નહિ. આ એ શરીરનું અસ્તિત્વ છે જેને આપણી આંખોએ જોયું અને એનો સ્વીકાર કર્યો. પણ પ્રેમ ભિન્ન છે. "પ્રેમ એ વાયુ જેવો છે જે આપણને દેખાતો નથી પણ એજ આપણને જીવન આપે છે."
સંસારમાં કોઈ, સ્ત્રીને કુરૂપ કઈ શકે છે કારણ કે એ એમને એના તનની આંખોથી જોય છે. પરંતુ કોઈ પણ સંતાન એજ માતાને સંસારમાં બધાથી સુંદર ગણે છે. કારણ કે એ ભાવથી જોડાયેલા છે. તનની આંખોથી જોશો તો કોઈ ને પણ ઓળખી નય શકો.
એટલા માટે પ્રેમ સમજવો હોય તો મનની આંખો ખોલો તનની નય.

🙏 .... રાધે.... રાધે.... 🙏

2) આપણે બધા માટલાને જોઈએ છીએ, એ માટલું જેમાં પાણી રાખવામાં આવે, જેમાં પાણી શુદ્ધ અને શીતળ રહે છે. પણ વિચારો એ માટલાની માટી ઠીક ન હોય, એને કુંભાર દ્વારા સરખી રીતે ઘાટ ન આપ્યો હોય, આકાર આપીને એને અગ્નિ પર પકાવ્યું ન હોય, તો શું થાય? તે સરખી રીતે તૈયાર ન થાય અને માટી વેરવિખેર થઈ જાય.

આવું જ મનની હારે પણ થાય છે. કારણ કે જો પ્રેમ જળ છે તો એની મટકી છે મન. મન રૂપી પાત્ર માં જો વિશ્વાસની માટી ન હોય, સમય રૂપી એને આકાર ન આપ્યો હોય અને પરીક્ષાની અગ્નિ માં એને પકવ્યો ન હોય તો પ્રેમ મનમાં ન રહે. જો પ્રેમ પ્રાપ્ત કરવો છે તો હૃદય પર કામ કરવું પડે.

જેવી રીતે પાણીથી ભરેલા માટલામાં વધુ પાણી ન સમાય શકે એવી રીતે વિકારોથી ભરેલા મનમાં પ્રેમ ન સમાય શકે. તો પ્રેમ સમજવા માટે પેલાં મન ખાલી કરો

🙏.... રાધે....રાધે.... 🙏

3) પ્રેમ ભગવાને આપેલી આપણને એક અનમોલ ભેટ છે. બધાથી સુંદર કૃતિ છે. પણ બધી જ કૃતિ સંભાળવી પડે છે. એક કોઈ પણ મૂર્તિ ધ્યાનમાં લો. જ્યારે કોઈ શિલ્પકાર મૂર્તિ બનાવે છે ત્યારે એ કેટલી સુંદર રીતે એને ઘાટ આપે અને એ મૂર્તિ પણ તેટલીજ સુંદર હોય. હવે એ મૂર્તિ કોઈ ખરીદે. અને જે વ્યક્તિ એ મૂર્તિ ખરીદી છે એ વ્યક્તિ મૂર્તિની સરખી રીતે સંભાળ ન કરે ,સરખી રીતે સાંભળવાનું જે કર્તવ્ય હોય તે કર્તવ્ય પૂર્ણ ન કરે ત્યારે શું થાય? ત્યારે એ મૂર્તિ અસુંદર દેખાવા લાગે.

એજ પ્રમાણે માત્ર કઈ દેવાથી પ્રેમ.... પ્રેમ ન બની જાય . એના માટે પ્રેમના કર્તવ્ય પૂર્ણ કરવા પડે.જેમ કે દેશની રક્ષા, પરિવારની સુરક્ષા, સંતાનને સંસ્કાર, જીવન સાથીનો આભાર, પ્રેમીનું માન સન્માન. આ કર્તવ્ય જ્યાં સુધી નિભાવશો નહિ ત્યાં સુધી પ્રેમથી દૂર થતાં રહેશો. "પ્રેમ" નું અમૃત જોઈતું હોય તો કર્તવ્યની અંજલિ બનાવવી પડે.

🙏 .... રાધે....રાધે.... 🙏

એક દિવસ મને મારા મિત્રએ પૂછ્યું કે પ્રેમની સરખામણી કોની હારે કરી શકાય? મે એને કહ્યું કે weight instrument ( વજન માપવાનું સાધન ) પર એક બાજુ પૃથી અને એક બાજુ પ્રેમ રાખી દે તો પ્રેમનો ભાર પૃથ્વી ન ઉપાડી શકે. કેવાનો મતલબ કે પ્રેમની સરખામણી કોઈ સાથે ન થઈ શકે.

માણસ સ્વયં ને શુદ્ધ કરવા માટે ગંગાજળ ની સોગંદ ખાય છે પણ ગંગા સ્વયં ને પવિત્ર બતાવવા કોની સોગંદ ખાય? કોઈની પણ નહીં. કારણ કે ગંગા છે જ એટલી પવિત્ર, બધાથી પવિત્ર. એની જેમ જ પવિત્ર છે પ્રેમ. એનું પ્રમાણ કોઈ કઈ રીતે આપી શકે, એની સરખામણી કોઇ કેવી રીતે કરી શકે?

🙏 ....રાધે.... રાધે.... 🙏