બીજી સવારે આઠેક વાગ્યે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં નાસ્તો કરતા હતા.
“હેડ આવ્યા?”
“હા સવારે ચાર વાગ્યે આવી ગયા હતા. હું એમને જ મળીને આવી રહી છું.”
“શું વાત થઈ?”
“હેડ ઈચ્છે છે કે પહેલા તારું ઇન્ટેરોગેશન થઇ જાય.”
“કેમ તમને મારા પર શક છે?” શ્યામને નવાઈ લાગી કે એ લોકો એના પર જ શકની નજર કરી રહ્યા હતા.
“આઈ થીંક વી ટ્રસ્ટ યુ.”
“યુ થીંક મીન્સ? યુ મસ્ટ બી સ્યોર.”
“તું તૈયાર હોય તો હમણાં જ ઇન્ટેરોગેશન રૂમ જઈએ બસ તને અમુક સવાલ કરવામાં આવશે.”
“એમાં કેટલો સમય લાગશે.?”
“લગભગ સાંજ સુધી. જો તારા દરેક જવાબ પર હેડને વિશ્વાસ થશે તો.”
“ચલો આ તમાસો પણ જોઈ લઈએ.” શ્યામના અવાજમાં રોષ હતો. ચાર્મિ પણ ઇચ્છતી નહોતી કે એની ઉલટ તપાસ થાય પણ હેડના ફેસલા સામે એ લાચાર હતી.
બ્રેકફાસ્ટ પતાવી એ ઉભા થયા. ચાર્મિ એને ઇન્ટેરોગેશન રૂમ તરફ દોરી ગઈ. ઇન્ટેરોગેશન રૂમમાં એક મોટું રાઉન્ડ ટેબલ હતું. એક ચામડાથી મઢેલી વ્હીલચેરમાં બેસવા ચાર્મિએ એને કહ્યું. એની ડાબી બાજુએ ચાર્મિ એ સતત એના ચહેરાને જોઈ શકે એ રીતે બેઠી હતી. થોડીવારમાં કેન્ટીનમાં જોયેલો પેલો ઠીંગણો માણસ અને એક ચાર્મિની ઉમરની યુવતી રૂમમાં દાખલ થયા. એ યુવતી નાજુક બાંધાની અને લોકોના ધ્યાનમાં તરત આવે એવા ભૂરા વાળ ધરાવતી હતી. તેની ત્વચા ફિક્કી. કદાચ એની સ્કીન ઠંડીમાં વધુ સેન્સીટીવ રહેતી હશે એમ શ્યામને લાગ્યું. એની ભૂરી વિચારવંત આંખો અને રહસ્યમ ચહેરો જોઇને એ સમજી ગયો કે એના બોડી લેન્ગવેજનો સ્ટડી કરવા માટે બોલાવવામાં આવી હશે. એ શ્યામની જમણી તરફ ચાર્મિની બિલકુલ સામે બેઠી. પેલો ઠીંગણો માણસ બરાબર એની સામે બેઠો.
“શ્યામ, તેરે સામને બેઠે હે મિસ્ટર અરુણ પાટીલ. વહ લેડી દિવ્યા મિશ્રા. દોનો ઇન્ટેરોગેશન સ્પેશીયાલીસ્ટ હે...” ચાર્મિ બંનેની ઓળખ આપી.
“નાઈસ ટુ મિટ યુ..” એણે બંનેની સામે જોતા કહ્યું.
એમણે કોઈ જવાબ આપ્યો નહિ. એને સમજાઈ ગયું એ લોકો ચાર્મિ જેમ એની સાથે નિખાલસતાથી નહિ વર્તે.
“આપકા દિમાગ શાંત હે...? આપકો કોઈ તકલીફ હો રહી હે...?” પેલા ઠીંગણાએ પૂછ્યું.
“મુજે ડોક્ટર કી જરૂરત નહિ હે. મેરા દિમાગ શાંત હે પર...” એણે કહ્યું.
“ગુજરાતસે હે..?” અરુણ પાટીલે પૂછ્યું.
શ્યામે ચાર્મિ સામે જોયું.
“ચાર્મિને હમેં આપ કે બારે મે કુછ નહિ બતાયા હે. હમને પૂછા ભી નહિ હે. એસા કરના ઇન્ટેરોગેશન થીયરી કે ખિલાફ હે. ચાર્મિ યહા કોઈ ઓફિસર કી હેસિયત સે નહિ બેઠી હે. સમજ લો કી જહાં જરૂરત પડેગી વહા ક્રોસ વેરીફીકેશન કે લિયે ચાર્મિ સે સવાલ કિયે જાયેંગે.” શ્યામે ચાર્મિ સામે જોઇને શું કહેવા માગતો હતો એ સમજી ગયો હોય એમ પાટીલ બોલ્યો ત્યારે શ્યામે બોલવું પડ્યું.
“કયા મેં ચાર્મિ સે કુછ બાત કર શકતા હું...?”
“આઈ એમ સોરી. એઝ પર આર્મી રૂલ્સ, મેં આપકો કિસીસે બાત કરને કી અનુમતિ નહિ દે શકતા. આપકે લોયર સે ભી નહિ. આપ અન્ડર મીલીટરી ઇન્ટેરોગેશનમે હે....” પાટીલ કડક શબ્દોમાં બોલ્યો ત્યારે શ્યામે નોધ્યું કે એ આર્મીના માણસો હતા એ વાત પોતે ભૂલી ગયો છે.
“મે ગુજરાતસે હું. પર આપકો કેસે પતા ચલા? એમ આઈ અન્ડર એરેસ્ટ અલ્સો..?”
“વોટ ડીફરન્સ ડઝ ઈટ મેઈક જેન્ટલમેન..? અગર તુમ ઇસ કેસ મેં નિર્દોષ હો તો ભી તુમ યહા સે બાહર જા નહિ સકતે. વે લોગ તુમે ફિર સે કિડનેપ કર લેંગે યા માર ડાલેંગે. અગર તુમ દોષિત હો તો હમ તુમે જાને નહિ દેંગે. દોનો સિચ્યુએશન મેં તુમ અન્ડર એરેસ્ટ હો...” દિવ્યા મિશ્રા ગુસ્સાથી બોલી.
“સોરી, મેં બસ પૂછ રહા થા. મુજે જલ્દ સે જલ્દ ઘર જાના હે. બસ ઇસી લિયે પૂછ રહા થા. મેં નિર્દોષ હું હમ દોનો અચ્છી તરહ સે જાનતે હે....” શ્યામે ચાર્મિ તરફ જોઇને કહ્યું પણ એ ચુપ રહી.
“ઇન્ટેરોગેશન મીન્સ હમ આપસે સબ કુછ જાનના ચાહતે હે. હમારા એક એજન્ટકા દિન-દહાડે કિડનેપ હોતા હે ઔર યહાં પઠાનકોટ મેં ઉસપે ફાયરીંગ હોતી હે. ઇસ વારદાતો કો હમ હલ્કે સે નહિ લે સકતે....” પેલી ભૂરી આંખોને જીભ ફૂટી નીકળી હોય એમ એ બોલતી હતી. એને નવાઈ થઇ. એ વર્ષોથી બોલી જ નહિ હોય એવું એના ચહેરા પરથી લાગતું હતું.
“હોમ મીનીસ્ટર કી લેપટોપ સે દો ફાઈલ ચોરી હુઈ હે. હોમમીનીસ્ટરને મુજે બતાયા હે કી અગર ઉસમેં સે એક ફાઈલ કિસીકે હાથ લગ ગઈ તો કઈ બડે બડે નેતાઓ કો સ્યુંસાઈડ કરકે મરના પડેગા...” એક પ્રભાવશાળી અવાજ એને દરવાજા તરફથી સંભળાયો.
સફેદ દાઢી મુછવાળા એક સરદારજી એમના અવાજની જેમ પ્રભાવશાળી ચહેરા સાથે ટેબલ તરફ આવ્યા. ચાર્મિ અને પેલા બે ઓફિસર આગન્તુકના માનમાં ઉભા થયા અને બોલ્યા, “ગુડ મોર્નિંગ સર.” શ્યામ પણ ઉભો થયો પણ કશું બોલ્યો નહિ.
“બેઠો, બેઠો સબ લોગ....” કહીને એ ઉભા રહ્યા.
બધા ફરી પોતપોતાની ચેર પર ગોઠવાયા. શ્યામ સમજી ગયો કે એ ચાર્મિના હેડ હશે.
“બેટે, તું જો જાનતા હે વહ બતા દે. યહ કેસ સોલ્વ કરના બહુત જરૂરી હે....” ચીફે અફસરો તરફ જોયું, “આપ શુરુ કરો. મેં ચેમ્બર સે દેખ રહા હું. જહાં જહાં જરૂરત પડેગી વહા મેં ડીસ્ટર્બ કરતા રહુંગા.”
ચીફ અફસરો કઈ જવાબ આપે એની રાહ જોયા વિના જ રૂમમાંથી નીકળી ગયા.
“તુમ ભી જાનના ચાહતે હો ના કી તુમ્હે કિસને કિડનેપ કિયા ઔર કયું કિયા..?” ચાર્મિએ એને બળ પૂરું પાડવા પૂછ્યું.
“હા. જાનના ચાહતા હું કી મુજે કિડનેપ કિસને કિયા ઔર કયું કિયા. મેરે સે હો સકેગા ઇતના આપકો હેલ્પ કરુંગા.”
“થેન્ક્સ...” વાતનો દોર ફરી ઠીંગણાએ પોતાના હાથમાં લીધો, “અબ મેં સબ કુછ ઓન રેકોર્ડ લે રહા હું. સોચ સમજ કે જવાબ દેના.”
“ઠીક હે.”
“તેરા નામ?” એ ઠીંગણાએ ટેબલની વચ્ચે રહેલા સ્વીચબોર્ડમાં સ્વીચ ઓન કરી અને બોલ્યો.
શ્યામે ટેબલ પર નજર કરી ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે ટેબલમાં દરેક ચેરની સમક્ષ એક સ્પીકર જેવી જાળી લાગેલી હતી. એ વોઈસ ઇન પુટ માટેના ડિવાઈસ હશે.
“શ્યામ.” શ્યામે પોતાનું નામ કહ્યું, “મેં એક ચોખવટ - આઈ મીન ક્લેરીફીકેશન કરના ચાહતા હું મેરી માતૃભાષા ગુજરાતી હે. મુજે કઈ ગુજરાતી શબ્દો કા હિન્દી પતા નહી હોતા હે યા ફિર બોલતે સમય યાદ નહિ આતા હે. વહા મેં ઈંગ્લીશ કા પ્રયોગ કરુંગા.. અગર કહી મેરે સેન્ટેન્સ કા કોઈ મિનીંગ ન નિકલે યા કોઈ અલગ મિનીંગ નિકલ જાયે તો વહા મુજે ફિરસે પૂછના, મેં ઈંગ્લીશ મેં જવાબ દુંગા.”
“ઈન્ટરપ્રીટર કી જરૂરત લગતી હો તો હમ ઉસકા બંદોબસ્ત કર સકતે હે..? હમ ઇન્ટેરોગેશન કલ શુરુ કરેંગે.” પાટીલ તરત બોલ્યો.
“મુજે હિન્દીમેં જ્યાદા પ્રોબ્લેમ નહિ હે... કોઈ વર્ડ યા સેન્ટેન્સમે કભી કબાર હી તકલીફ હોતી હે. ઈન્ટરપ્રીટર કી જરૂરત નહિ હે..” શ્યામે મક્કમતાથી કહ્યું.
“તુમ ગુજરાતમે કહા સે હો..?”
“ફ્રોમ બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ વિચ શેર્ઝ બોર્ડર વિથ રાજસ્થાન એન્ડ પાકિસ્તાન.”
“તુમ વહા ક્યા કરતે થે..?”
“બચ્ચોકો પઢાતા થા. પ્રાયવેટ કોચિંગ કરવાતા થા..”
“તુને આધાર બનવાયા હુઆ હે..?” પેલી ભૂરી આંખોવાળી મીંદડી બોલી.
“હા, પર મેરા વોલેટ કિડનેપર કે પાસ હે. મેરે આધારસે મેરા જો મોબાઈલ નંબર એડ હે વહ નંબર મેં આપકો બતા સકતા હું. મેરા મોબાઈલ ઔર સીમ ભી ઉનકે પાસ હે...” શ્યામે વારા ફરતી બંને તરફ નજર ફેરવી કહ્યું.
“મોબાઈલ નંબર બતાઈયે..” ઠીંગણો બોલ્યો. એનું ઠીંગણું અને મજબુત શરીર શ્યામને બુલડોગની યાદ આપતું હતું.
શ્યામે એને નંબર કહ્યો. એણે એક કાગળ પર નંબર લખ્યો. બેલ વગાડી એટલે એક સામાન્ય દેખાતો ઓફિસર અંદર આવ્યો. પાટીલે કાગળ પેલાના હાથમાં આપીને કહ્યું, “રીન્કી મેમ...”
પેલો ચાલ્યો ગયો.
“આપ ચંડીગઢ કયું આયે થે.?” પાટીલે પૂછ્યું.
“લંબી કહાની હે.”
“હમ સુનને કો તૈયાર હે. કોઈ ભી ચીજ છૂટની નહિ ચાહિયે. તુમે બિલકુલ અનઈમ્પોરટન્ટ લગતી હો એસી બાત ભી બતા દેના.” દિવ્યા મિશ્રાએ ચેર પર પાછળ ટેકો લેતા કહ્યું. જાણે કે એ લાંબી કહાની સાંભળવા તૈયાર થઇ રહી હતી.
“આપ ઇત્તેફાક મેં માનતે હે?” શ્યામે બે ચાર સેકંડ ચુપ રહી પૂછ્યું અને બેયના જવાબ સાંભળવા પાટીલ અને દિવ્યાને તાકી રહ્યો.
પાટીલ કઈક બોલવા જતો હતો પણ દિવ્યાએ મોકો લઇ લીધો, “હમ હર કેસ કો ઈન્ડીવીડ્યુઅલ હેન્ડલ કરતે હે.”
શ્યામે ટેબલ પર ઉંધા વાળેલ એક ગ્લાસને હાથમાં લઇ જગમાંથી એમાં પાણી રેડ્યું અને એણે પાણી પીધું. બે ચાર લાંબા પરંતુ અનિયમિત શ્વાસ લઈને એણે એ સ્વપ્નથી વાત ચાલુ કરી. એના વિદ્યાર્થી જયેશ અને પિતાજીએ એને બોલાવ્યો હતો એ વાત એણે કરી ત્યાં સુધી એના માટે એ લોકોએ શું પૂર્વધારણા બાંધી હશે એ એ સમજી ન શક્યો.
એણે પાટીલ અને દિવ્યા સામે ફરી વારાફરતી જોયું પણ એમના ચહેરા વાંચવામાં એ નિષ્ફળ ગયો.
“આપ બોર હો રહે હોંગે...”
“પૂરા દિન ટ્યુશન પઢાના લાઈફ કો બોરિંગ કર દેતા હોગા?” દિવ્યાએ એના સવાલને ફેરવીને એના તરફ જ ફેક્યો.
પાટીલે બેલ વગાડી એટલે ઝડપભેર દરવાજો ખોલી યુનિફોર્મમાં સજ્જ પ્યુન આવ્યો.
પાટીલે પ્યુનને ચા-કોફી લાવવા કહ્યું. જે કદાચ એના તરફથી શ્યામને ઈશારો હતો કે જો એ વાત કરીને કંટાળી ગયો હોય તો પણ એણે ચા-કોફી પીને આગળ વાણી પ્રવાહ ચાલુ રાખવાનો હતો.
પરંતુ શ્યામને ચા-કોફી આવે ત્યાં સુધી ચુપ રહેવાનું યોગ્ય લાગ્યું નહિ એટલે એણે ફરી ચાલુ કર્યું.
જયારે અર્ચના અને એ કેવી રીતે પ્રેમમાં પડ્યા અને અર્ચનાને જોબ મળી એ વાત એણે પૂરી કરી ત્યારે દિવ્યા મિશ્રાને રસ પડતો હોય એમ લાગ્યું. કદાચ એ સ્ત્રીસહજ રસ હશે કે એક ઇન્ટ્રોગેટર તરીકે એ શ્યામને સમજાયું નહિ. જોકે શ્યામને આ આખીયે ઘટનાઓ ક્યાં સમજાઈ જ હતી!
“કોનસી મેટ્રીમોનીઅલ સાઈટ પે તુમ્હે અર્ચના મિલી થી?”
“મેરી મી ડોટ કોમ.”
મિશ્રાએ તરત જ ટેબલ પરનો ફોન લગાવ્યો અને રીમ્પીને સૂચનાઓ આપી.
“રીમ્પી, મેરીમી.કોમ સારા ડેટા. સ્ટાર્ટીંગ સે અગર પોસીબલ ના હો તો 2010 સે.”
મેટ્રીમોનીઅલ સાઈટ પર લોકો બાયોડેટા મુકતા હોય છે. છતાં એ આ સાઈટનો જ બધો બાયોડેટા કઢાવી રહી હતી.
“અર્ચના કી જોબ કહાથી?”
અર્ચનાને સચિવાલયમાં નોકરી મળી એ વાત શ્યામે કહી એ સાથે જ હેડનો અવાજ સંભળાયો.
“અર્ચના કે બારે મેં તુમે કભી કોઈ શક હુઆ?”
“નહિ. મુજે કભી કોઈ શક નહિ હુઆ. વો મેરા કિડનેપ કરવાયેગી એસા તો કભી નહિ. શક હુઆ હોતા તો મેં ઉસસે રીસ્તા આગે કયું બઢાતા?”
“મેં એસા નહિ પૂછ રહા હું. તુમ યાદ કરો. અર્ચનાકે બીહેવીયર મેં કોઈ સડન ચેન્જ આયા હો યા ફિર કોઈ એસી બાત જો તુમ્હે સમજ ના આઈ હો?” આખાય રૂમમાં સરદારજીનો અવાજ ગુંજીને સ્પીકરનો અવાજ શાંત થઇ ગયો.
“મુજે એક બાત સમજ મે નહિ આઈથી.”
“ક્યા?” દિવ્યાએ પૂછ્યું.
“શુરૂ મેં જબ મેં અર્ચનાસે ગુગલપે ચેટ કરતા થા તબ વહ અચ્છી ઈંગ્લીશકા ઇસ્તમાલ કરતીથી પર વહ સોરીકા સ્પેલિંગ ગલત લિખતીથી પર બાદ મે વહ ઈંગ્લીશકા ઇતના ઇસ્તમાલ નહિ કરતી થી ઔર સોરીકી સ્પેલિંગ સહી લિખને લાગીથી. મુજે શક હુઆ થા કી ચેટ કરતે વક્ત ઉસકી કોઈ સહેલી પાસ હોગી ઔર વહ ટાઈપ કરતી હોગી.”
દિવ્યાએ પોતાની ડાયરીમાં કંઇક લખ્યું. એ સમજી ગયો કે એણીએ સોરી વાળી મેટરને હાઈલાઈટમાં લીધી હતી. થોડીક વાર માટે બધાએ બ્રેક લીધો.
*
“સિંઘલ, અર્ચના... સચિવાલય મેં જોબ કરતી હે. હેન્ડીકેપ. પૂરા ડેટા નિકાલના.”
“કરતી થી...” શ્યામે થી ઉપર ભાર આપીને કહ્યું.
“કરતી થી...” દિવ્યાએ પણ ફોન ઉપર સિંઘલને દોહરાવ્યું.
શ્યામનો ઇન્ટરવ્યુ સારો ગયો અને એને જોબ મળી એ વાત પૂરી કરી ત્યાં સુધીમાં સાડા અગિયાર વાગી ગયા હતા.
“આપ બોર તો નહિ હો રહે હે ના?” ચાર્મિએ પૂછ્યું.
“ચાય કોફી કે લિયે બોલું?” પાટીલ બોલ્યો.
“નહિ, મેં બોર નહિ હુઆ હું. તીન ચાર મહિનો કે બાદ મુજે કિસીસે બાત કરને કો મિલી હે. ઉલટા રીલેક્સ હુઆ હું.”
“તો આગે બોલતે રહો ઔર રીલેક્સ હોતે રહો.” દિવ્યા મિશ્રા હસી પણ શકે છે એવી શ્યામને ખબર પડી કેમકે એ હસીને બોલી હતી.
“અપ્રેલ 1, 2015 સે મેં જોબ કરને લગા. સોમ સે શનિ જોબ. સમય થા સુબહ 9.30 સે શામ 7.૦૦. એક હફ્તા મેને સીટી બસસે અપડાઉન કિયા થા.”
“ફિર?” હાથમાંની પેન સતત ગોળ ગોળ ફેરવતા દિવ્યા એ પૂછ્યું.
“ફિર મેને એક સેકન્ડ હેન્ડ બાઈક ખરીદ લી. અબ સમય બચતાથા ઈસલીયે મેં સુબહ ઔર શામ ટ્યુશન ભી કરતા થા. મકાન માલકિન ભલી થી. ઉસને છ સાત બચ્ચે કા ટ્યુશન લગવાયા થા. સન્ડે શામકો મેં બાઈક લેકે સુખના ચલા જાતા ઔર થોડી દેર બાદ અર્ચના ભી વહા આ જાતી. હમ વહા બાતે કરતે ઔર અર્ચના પેહલે ચલી જાતી ફિર મેં મેં ભી ઘર જતા..”
“એસા કયું?” અર્ચના પહેલા જાતી અને શ્યામ પછી એ વાત પાટીલને ખટકી હોય એમ તરત પૂછ્યું.
“ક્યુકી હમ એક મહોલ્લે મેં રહેતે તો સાથ આને જાને સે સબ કો પતા ચલ સકતા થા.”
“આગે?”
“કભી કભી હમ સાઈ મંદિર જાતે થે. એક દિન સાઈ મંદિરમે મેરી મકાન માલકીન આંટીને હમેં સાથ મે દેખ લિયા. ઉસકે બાદ સારી ગલીમે પતા ચલ ગયા.”
“ફિર?”
“અગસ્ત 2015 અર્ચના કો સેક્ટર-11 મેં ક્વાટર મિલ ગયા. અબ હમેં કોઈ ટેન્શન નહિ રહી. ખુડા ગાંવ થા. ગાવ કે લોગ પડોશીયો મેં દિલચસ્પી લેતે હે પર સેક્ટરો મેં કિસીકો કિસી ઓર કી લાઈફ મેં દિલચસ્પી નહિ હોતી હે.”
“હમમ. આગે?”
“અબ મેં મેરે કમરે સે જયાદા અર્ચના કે ક્વાટર પર રેહતા થા. જોબ સે અર્ચના કે ક્વાટર પર હી ચલા જાતા.”
“અર્ચના કે ઘરવાલો કો પતા નહિ થા?”
“અર્ચના કી ઓફીસકે એક બંદે કે જરીયે મેં અર્ચના કે ડેડ સે મીલા થા ઔર ઉનસે મેને બાતકી થી પર ઉન્હોને કોઈ રિસ્પોન્સ નહિ દિયા થા. ન હા બોલા ન ના બોલા. અર્ચના કે ડેડી કે અલાવા સબકો હમારે રિસ્તે કે બારે મેં માલુમ થા.”
“હા, ઉનકો કોઈ એતરાજ ભી નહિ થા. ઉસકા ભાઈ મુજસે બાત નહિ કરતા થા પર કોઈ વિરોધ ભી નહી કરતા થા. અર્ચના ઉસકે ડેડીસે બહોત ડરતી થી ઈસલીયે ઉસકે પાપા આતે તબ હમારે બીચ કા કનેક્શન કટ હો જતા થા.”
“આગે?” એ બધી વાતોમાં કઈ રહસ્ય નથી એવું લાગતા દિવ્યા અને પાટીલ વાત ઝડપથી આગળ વધારતા હતા. ચાર્મિ ચુપચાપ સાંભળતી હતી અને શ્યામના હાવભાવ જોઈ લેતી હતી.
“દીપાવલી તક એસે હી ચલતા રહા. દીપાવલી કે બાદ હમને મેરેજ સાઈન કરકે નોટરી કરવાદી. અબ હમ ચાહતેથે કી યે નોટરી કિયા હુઆ કોન્ટ્રાકટ છે મહિના પુરાના હો જાયે ફિર હમ ખુલ્લા સાથ મે રેહના શુરુ કર દેંગે.”
“ઠીક હે શ્યામજી એક દસ મિનીટ બ્રેક લેતે હે.” પાટીલે પહેલી જ વાર વિવેક અને વિનંતીના ભાવે કહ્યું પણ શ્યમથી એની એ ચાલાકી છાની ન રહી કે આ મને ધીરે ધીરે સવાલો કરીને કઈક મેળવવા માંગે છે પણ શ્યામ નિર્દોષ હતો એટલે એને એ વાતથી કોઈ પરેસાની નહોતી.
“ઠીક હે.”
શ્યામ જાણતો હતો કે પાટીલ ચાલાક માણસ હતો. એ હેડની ઓફિસમાં જઈ કોઈ ખાનગી વાત કરવા માંગતો હતો. પાટીલ ગયો એટલે દિવ્યા કઈક લખવામાં વ્યસ્ત થઇ. શ્યામ અને ચાર્મિ પણ કેન્ટીન પર ગયા.
ક્રમશ: