Dhup-Chhanv - 104 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 104

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 104

અપેક્ષા, ઈશાન અને મિથિલ સાથેના પોતાના વસમા ભૂતકાળ ભૂલીને.. વસમી જીવનયાત્રાની કપરામાં કપરી કસોટી પાર કરીને હજુ પણ અડીખમ ઊભેલી પોતાની માં લક્ષ્મીને ઉદાહરણરૂપે પોતાની નજર સમક્ષ રાખીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની ખેવના કરતી પોતાની માં લક્ષ્મીને કારણે ધીમંત શેઠ સાથે લગ્નગ્રંથિથી 💒 જોડાવા માટે તૈયાર થાય છે અને મક્કમતાથી પોતાની માંને કહે છે કે, "માં હું આ લગ્ન કરવા માટે તૈયાર છું." ત્યારે જમાનાની ખાધેલી તેની માં લક્ષ્મી પણ તેની સામે એક શર્ત મૂકે છે કે, "પણ પછીથી તારે ધીમંત શેઠ આગળ કદી તારા ભૂતકાળની કિતાબના પાના નહીં ખોલવાના અને તારે પણ ખુશી ખુશી જિંદગી જીવવાની અને તેમને પણ ખુશ રાખવાના."
અપેક્ષા હવે બધીજ રીતે તૈયાર છે અને પોતાની માંને કહે છે કે, "હા માં હું તૈયાર છું, ચાલ આપણે બહાર જઈશું ધીમંત શેઠ આપણી રાહ જોઈ રહ્યા છે."
"હા બેટા ચાલ"
અને માં દીકરી બંને દીવાનખંડમાં આવ્યા અને ફરીથી પાછા એ જ સફેદ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગયા.

ધીમંત શેઠે અપેક્ષા તેમજ લક્ષ્મીને ચા લેવા માટે કહ્યું બંનેએ ચાના કપ હાથમાં પકડ્યા અને લક્ષ્મીએ ધીમંત શેઠની સામે જોયું અને તે બોલી કે, "ધીમંત કુમાર અપેક્ષા આ લગ્ન માટે તૈયાર છે."
ધીમંત શેઠના કાને પોતાના ગમતાં શબ્દો અથડાતાં જ તે રાજીના રેડ થઈ ગયા અને તેમના કરતાં વધારે લાલજી ભાઈ રાજીના રેડ થઈ ગયા અને તે તો તરત જ રસોડામાં દોડી ગયા અને એક કાચની પ્લેટમાં થોડો ગોળ કાઢીને લઈ આવ્યા અને ધીમંત શેઠની સામે તે ધર્યો અને બોલ્યા કે, "લો શેઠ સાહેબ અપેક્ષા મેડમનું મોં મીઠું કરાવો."
ધીમંત શેઠ પોતાની જગ્યાએથી ઉભા થયા અને અપેક્ષાની નજીક ગયા અને બોલ્યા કે, "બોલો મેડમ ચા પી લીધી તમે? હવે મોં મીઠું કરાવું તમારું?"
અપેક્ષાના ચહેરા ઉપર પણ પોતાના સચોટ નિર્ણય લેવા બદલની ખુશી વર્તાઈ રહી હતી તેણે હકારમાં પોતાનું માથું ધુણાવ્યું અને પોતાનો હાથ પણ ગોળ લેવા માટે લંબાવ્યો‌. ‌ તેણે અને ધીમંત શેઠે બંનેએ પોત પોતાના હાથમાં ગોળની કાંકરી લીધી અને એકબીજાના મોં માં મુકવા જતાં હતાં ત્યારે લાલજીભાઈ આ દ્રશ્ય જોઈને આનંદ વિભોર થઈને બોલ્યા કે, "લક્ષ્મી બા, લો આ શેઠ સાહેબનો મોબાઈલ, આમાં ફોટો પાડી લ્યો"
અને લક્ષ્મીએ ઉભા થઈને આ સુંદર ખુશીની પળોને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી આખાયે ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો ઘરની દિવાલો પણ જાણે ખુશ થઈ ગઈ હોય તેમ આખુંય વાતાવરણ ખુશીમય બની ગયું. અપેક્ષા લાલજીભાઈના આશિર્વાદ લેવા માટે આગળ વધી અને તેની પાછળ પાછળ ધીમંત શેઠ પણ આગળ વધ્યા બંને લાલજીભાઈના ચરણોમાં ઝુકી ગયા અને લાલજીભાઈએ પોતાના શેઠ સાહેબ અને પોતાના નવા શેઠાણીબાની જોડી અમર રહે અને તેને કોઈની નજર ન લાગે તે માટે તેમનાં ઓવારણાં લીધાં અને પેટભરીને આશિર્વાદ આપ્યા કે તેઓ હંમેશા ખુશ રહે તેમજ બે હાથ જોડીને ઉપર નજર કરીને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે, હવે મારા શેઠ સાહેબની જિંદગી સદાયે ખુશીઓથી ભરાયેલી રહે અને દુઃખના વાદળો તેમની નજીક પણ ન ફરકે... બસ બંને સદાયે હસતાં ને હસતાં જ રહે તે જ મારે તો જોઈએ છે.
ત્યારબાદ ધીમંત શેઠ અને અપેક્ષા મહારાજ શ્રીને પગે લાગ્યા તેમણે પણ પેટભરીને આશિર્વાદ આપ્યા અને પછીથી બંને જણાં લક્ષ્મી બાને પગે લાગ્યા. લક્ષ્મી બાએ બંનેને આશિર્વાદ આપ્યા અને પોતાની લાડલી અપેક્ષાને ગળે વળગાડી લીધી તેમની આંખો ભરાઈ આવી અને અપેક્ષાની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા. ધીમંત શેઠે બંનેને રડતાં અટકાવ્યા.
લક્ષ્મીએ આજે ખૂબ જ રાહતનો શ્વાસ લીધો અને અપેક્ષાને પૂછ્યું કે, "ચાલો બેટા આપણે હવે ઘરે જઈશું?"
"હા માં" અપેક્ષાએ જવાબ આપ્યો અને તે ઘરે જવા માટે નીકળવા તૈયાર થઈ. ધીમંત શેઠે તેમને અત્યારે રાતના સમયે ઘરે ન જવા અને પોતાના બંગલે જ રોકાઈ જવા માટે આગ્રહભરી વિનંતી કરી પરંતુ આમ કરવા માટે લક્ષ્મીનું મન માનતું નહોતું તેથી તેમણે ઈન્કાર કર્યો અને તે પોતાના ઘરે જવા માટે તત્પર બન્યા.
રાતના સમયે બંનેને એકલા ન જવા દેવા ઈચ્છતા ધીમંત શેઠ પણ તેમને મૂકવા જવા માટે ઉભા થયા. લક્ષ્મી બાએ ના પાડી છતાં ધીમંત શેઠના પ્રેમભર્યા આગ્રહને વશ થઇને લક્ષ્મી બા અને અપેક્ષા તેમની સાથે ગાડીમાં જવા માટે તૈયાર થયા અને તેમની બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડીમાં બધા સાથે ગોઠવાઈ ગયા.
મહારાજ શ્રી પણ પોતાના ઘરે જવા માટે રવાના થયા.
ધીમંત શેઠની ગાડીમાં પોતાના ઘર તરફ જતાં જતાં રસ્તામાં લક્ષ્મી બાએ આ શુભ સમાચાર આપવા માટે પોતાના દિકરા અક્ષતને ફોન લગાવ્યો. અપેક્ષાના નિર્ણયથી તે પણ ખૂબ ખુશ થયો અને તેણે પણ ધીમંત શેઠ સાથે વિડિયો કોલ ઉપર વાત કરી અને બંનેને શુભેચ્છા પાઠવી તેમજ બંનેની જોડી સહી સલામત રહે તે માટે પ્રભુને પ્રાર્થના કરી.
લક્ષ્મી બાનું ઘર આવી જતાં અપેક્ષા તેમજ લક્ષ્મી બા ગાડીમાંથી નીચે ઉતર્યા અને લક્ષ્મી બા જરા આગળ નીકળ્યા એટલે ધીમંત શેઠે અપેક્ષાને એક મિનિટ માટે રોકી લીધી અપેક્ષા ડ્રાઈવર સાઈડની બારી ઉપર હાથ મૂકીને ઉભી હતી ધીમંત શેઠે તેના હાથ ચૂમી લીધાં આ સૌથી પહેલું અને મીઠું ચુંબન હતું બંનેની નજર એક થઇ ધીમંત શેઠે હળવેથી અપેક્ષાને "આઈ લવ યુ, ડાર્લિંગ" કહ્યું અને તે તેમજ અપેક્ષા બંને જાણે ભાવવિભોર બની ગયા અને પ્રેમની નદીમાં તણાઈ ગયા.. "કાલે મળીએ..બાય.‌." કહીને અપેક્ષા રોમાંચભરી તોફાની અદામાં પોતાના ઘર તરફ આગળ વધી... અને ધીમંત શેઠ મંત્ર મુગ્ધ થઈને જાણે પોતાની અપેક્ષાને જતાં જોઈ રહ્યા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/6/23