True Love - 5 in Gujarati Love Stories by HARSH DODIYA books and stories PDF | True Love - 5

Featured Books
Categories
Share

True Love - 5

માતા પિતા....

અત્યારે દરેક બાળક એની કાઈ વ્યક્તિગત વાત એના માતા પિતા ને નથી કહી શકતો. ( જેમ કોઈ પ્રેમની વાત હોય) શું કામ? એનું કારણ શું? જવાબ એકદમ સરળ છે - ભય (ડર). સંતાનને પોતાના માતા પિતા નો ડર છે. હવે પ્રશ્ન એ થાય કે પોતાના માતા પિતાથી જ ડર શું કામ? જવાબ છે - અધિકાર. દરેક માતા પિતા એવુ મને છે કે એના સંતાન પર એનો અધિકાર છે. હવે કોઈ કહેશે એ તો હોય જ આપણા માતા પિતા છે. હા સાચી વાત પણ કોઈપણ માતા પિતાએ પોતાના સંતાન પર ક્યારેય અધિકાર ન કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પર અધિકાર માત્ર ભગવાનનો છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએ....
એક છોકરો અને છોકરી એક બીજા જોડે ખૂબ પ્રેમ કરતા હતા. છોકરીના લગ્ન બીજા કોઈ જોડે નક્કી થયા. પણ આ પ્રેમની વાત એના માતા પિતા ને ના કહી શક્યા. એ બંને એ એના મિત્ર જોડે આ વિષય પર વાત કરી. ત્યારે એના મિત્રએ તેની બુદ્ધિની ચતુર્થતાથી જેની જોડે લગ્ન નક્કી થયા હતા એના બદલે છોકરી જે છોકરા ને પ્રેમ કરતી હતી એની જોડે લગ્ન કરાવી દીધા. (આવું તો ન બને પણ આના પરથી જે સમજવા જેવું છે એ સમજજો) હવે આ વાત છોકરી ના માતા પિતા ને ખબર પડી. પછી છોકરીના પિતા એ છોકરીના પ્રાણ લેવા પર આવી ગયા. ત્યારે એ છોકરીનો મિત્ર (જેણીએ લગ્ન કરાવ્યા) એના (છોકરીના) માતા પિતા ને કહે છે - તમે શું કરવા જઈ રહ્યા છો? છોકરીના પિતા કહે છે કે મારો માર્ગ છોડી દે હું આજે આના પ્રાણ લઈ લઈશ.
મિત્ર (છોકરીનો મિત્ર) : તમને શું કામ લાગે છે કે તમારી પાસે આ અધિકાર છે.
પિતા (છોકરીના પિતા) : અધિકાર! હું એનો પિતા છું.
મિત્ર : 'પિતા છે કે ભાગવાન'. પિતાનો અધિકાર છે સંતાનને જન્મ આપવો પણ એના શ્વાસ ક્યાં સુધી ચાલશે એ નક્કી કરવું ભગવાનનો અધિકાર છે.
પિતા : આણીએ મારું માન ભંગ કર્યું છે. (છોકરીએ)
મિત્ર : જેને પોતાના સંતાનના સાચા પ્રેમથી વધુ ખોટા માનની પડી હોય એ ક્યારેય પિતા ન હોય શકે.
એ મિત્ર આગળ ખૂબ સરસ વાત કરે છે કે - તમે કોઈ નિ:સંતાન (જેને સંતાન ન હોય) ને જઈને પૂછો કે એ દિવસ રાત ભગવાન પાસે શું માગે છે? ધન, માન, દોલત કે પછી સંતાન. જો માતા પિતા સંતાનને જન્મ આપે છે તો સંતાન પણ માતા પિતા ને એક નવો જન્મ આપે છે. તો પછી માતા પિતા ને કઈ વાતનો અહંકાર. તમારા સંતાનના જન્મ પહેલાં તમે કોઈના ભાઈ, કોઈના પુત્ર, તો કોઈના પતિ હતા. પણ સંતાનનો જન્મ થયા પછી તમને એક નવી ઓળખ મળી કે આ ભાઈ આના પિતા છે. પિતાની એક નવી ઓળખ મળી. તો શું આ એ પિતા માટે નવો જન્મ ન થયો? છોકરાઓની નાની નાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માતા પિતા એનું જીવન ત્યજી નાખે છે. એના માટે સ્વપ્ન જોય છે, એનું ભવિષ્ય સારું થાય એટલા માટે ખૂબ પ્રયત્ન કરે છે. આ બધી વાતો માં એ સ્વયંને સંતાનના માતા પિતા નય પણ ભાગ્યવિધાતા માની લેય છે. શું કામ દરેક માતા પિતા એના સંતાનનો જીવન સાથી પસંદ કરવો એ ખુદનો અધિકાર માની લેય છે, જ્યારે એ જીવન તમારે નય પણ તમારા સંતાને જીવવાનું છે. શું કામ માતા પિતા ને લાગે છે કે સંતાન માટે અમારી પસંદગી જ સારી રહેશે. શું કામ સંતાનની પસંદગીને જોય, જાણ્યા વગર નકારી દેય છે. શા માટે? કારણ છે અભિમાન. માતા પિતા વિચારે છે કે આપણે જ આ સંતાનને જન્મ આપ્યો છે, આપણે જ એના જીવન માં બધું આમંત્રિત કરી આપ્યું તો એના ભાગ્ય નો નિર્ણય લેવો એ પણ આપણો જ અધિકાર છે.
એ મિત્ર કહે છે કે જો તમે પિતા હોય તો એને એના જીવનનું સુખ આપો એને એનો પ્રેમ અપાવી દયો. અને જો તમે ભગવાન હોય તો એના પ્રાણ લઈ લ્યો. આ રહી તમારી છોકરી લઈ લ્યો એના પ્રાણ, જેણે તમને નવો જન્મ આપ્યો છે લઈ લો એના પ્રાણ. આ વાત સાંભળીને છોકરીના પિતાની આંખમાં આસુ આવી ગયા. પસ્તાવો કરે છે કે આ હું શું કરવા જઈ રહ્યો હતો? એને સમજાય ગયું કે મારી પુત્રીનું સુખ સેમાં છે.
બધા માતા પિતા ને વિનંતી છે કે તમે તમારા સંતાનને ખુલા આકાશમાં ઉડવા દયો એને બાંધી ન રાખો. તમે બાળકને માત્ર સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપો. બાકી બધું એને પર છોડી દયો. અને સાચો પ્રેમ કરવો એ કાઈ ખરાબ વાત ન કહેવાય. તમે સંતાનને પ્રેમ કરો, મોહ નય. જો તમારું સંતાન કોઈ ને પ્રેમ કરે છે તો એના વિશે જાણો, એને પરખો, એને થોડો સમય આપો.

🙏 ....રાધે....રાધે.... 🙏