Chingari - 18 in Gujarati Love Stories by Ajay Kamaliya books and stories PDF | ચિનગારી - 18

Featured Books
Categories
Share

ચિનગારી - 18

આલીશાન બંગલામાં સમીર મુલાયમ બેડ પર આરામ કરી કર્યો હતો, સુધીરએ તેના માંથા પર હાથ ફેરવ્યો ને તે જાગી ગયો, તેને જોયું તો સુધીર તેની બાજુમાં બેઠો હતો ને તેનો ચહેરો ઉદાસ હતો, તેની આંખમાં પાણી આવી ગયું, તે થોડો જુક્યો ને બંને એક બીજાને વળગી પડ્યા.

"શું જરૂર હતી બહાર જવાની? મે કહ્યુ હતુ ને હું જોઈ લઈશ પણ તું છે કે સમજતો નથી!" સુધીરએ થોડા પ્રેમથી ગુસ્સા તેને તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો! સાથે કહ્યું ને

થોડી વાર આમ જ રહ્યા પછી સમીર બોલ્યો, "લાસ્ટ વિક એ તો અંકલએ કહ્યું હતું કે હવે મને આવા અટેક નહિ આવે, અને સાચું હમણાંથી આવતા પણ નથી ને આજે અચાનક આવી ગયો, સમીરએ કહ્યું ને તેને પોતાની વાત હળવાશમાં લીધી ને સુધીરએ ગુસ્સામાં ઘેરતા કહ્યું,

"હું બધું જોઈ લઈશ, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરિવાર ખોઈ ચૂક્યો છું, તને ખોવા નથી માંગતો, સમજી ગયો?" સુધીરએ કડક અવાજે કહ્યું ને સમીર તેની સામે જોઇને ગુસ્સા સાથે બોલ્યો, "તારો પરિવાર? હું કોણ છું તો? એ મારો પરિવાર નહતો? બોલ? તું કઈ રીતે ભૂલી ગયો? કેટલા ખુશ હતા આપણે તું હું મમ્મી પપ્પા દી, દાદા અને દાદી પણ પણ....પેલાના કારણે બધું વિખરાઈ ગયું ને તેનું એક માત્ર કારણ વિવાન અને આરવ છે, એ બંને રસ્તામાં નડી ગયા હવે એ બંને તો જશે અહીંયાથી સીધા ઉપર! સમીરએ કહ્યું ને સામે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો ને તેના હાથમાં લોહી નીકળવા લાગ્યું!"

"એ બંને ને નુકસાન પહોંચાડવું જરૂરી છે?" સુધીરએ કઈક વિચારીને કહ્યું.

"એ બંને જ સામે આવે છે બાકી આપણે તો આપણું કામ જ કરતા હતા, રહી વાત નુકસાનની તો એ બંને પોતે જ સામેથી આવે તો શું કરવાનું? હું સીધી રીતે મારા દુશ્મન પર વાર કરીને નીકળી જાત પણ એને ખબર પડી ગઈ કે આપણે પાછળ છીએ ને હવે તો તેને આ બંને ને પણ પોતાના સાથે લઈ લીધા,....પણ..સમીરને અટકાવીને સુધીર ફરીથી બોલ્યો ને સમીર ચિડાયો, "તને ખબર છે ને એ બંને કોણ છે? આરવ ને વિવાન ઓછા નથી, તેને ખબર પડશે ને તો પણ એ સાથ તો એનો જ આપશે, તેને એ રીતે બંને ને ગોળી પીવડાવી છે કે આપણે સાચું તેના સામે બોલીશું છતાં એ નહિ માને,... તો મેહરબાની કરીને હવે આજ ઉપાય છે, આ બંને ને મારવા ...મને પણ નહિ ગમે પણ એ વચ્ચે આવ્યો છે તો સજા તો મળશે જ! મક્કમ અવાજે સમીર બોલ્યો ને બે ઘડી સુધીર તેને જોઈ રહ્યો ને તે ત્યાંથી નીકળી ગયો. તેને જતા જોઈને સમીરએ કોઈ ભાવ નાં આપ્યા અને તેની ડાયરી લઈને તેમાં રાખેલો પત્ર વાંચવા લાગ્યો, "મે કોઇ ગુનો નથી કર્યો બેટા, કોઈ પાપ નથી કર્યું, પણ હવે લોકો મને જીવવા નહિ દે, હું તો અહીંયા થી દુર ચાલ્યો જઈશ પણ તમે બંને? તમે બંને ને રહેવું પડશે અહીંયા, તમારા પપ્પા પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તેને ખોટો સાબિત કરવા અહીંયા રહેવું પડશે, તમારા પપ્પાએ કોઈ ચોરી નથી કરી, હું નિર્દોષ છું પણ તમારા સામે કઈ રીતે આવીશ? મારી ઈજ્જત જ મારું માન સન્માન જે છે એ હતું પણ હવે એ નથી, તો હું કઈ રીતે જીવીશ? એટલે હું જાઉં છું, તમને બધાને મૂકીને, મારી જવાબદારી છે કે હું બધું સાચવું પણ અહીંયા હું પોતાને પણ સાચવી નથી શકતો,.... આટલું વાંચ્યા પછી કઈક લખ્યું હતું પણ તે ચેકી દીધું ને કઈ સરખું વંચાય તેમ નહતું, એટલે સમીર એ તે કાગળ પાછો મૂકી દીધો ને તેની ભીની થઈ ગઈ આંખો સાફ કરીને બેસી ગયો, મીની ત્યાં આવી....તે સુધીરને શોધવા લાગી પણ તે તેને ક્યાંય નાં મળ્યો એટલે તે સમીર પાસે આવી, તેને ખબર હતી કે સમીર તેના પર કારણ વગર ગુસ્સો કરશે પણ અત્યારે તેની માટે સુધીર નું મળવું વધારે મહત્વનું હતું.

"સમીર" શાંત અને ધીમા અવાજે મીની બોલી ને સમીર બે ઘડી તેને જોઈ રહ્યો ને પછી શાંતિથી બોલ્યો, "સુધીર થોડી વારમાં આવી જશે, ચિંતા ના કરીશ, તેને કઈક કામ હશે એટલે જ તને કહ્યા વગર ગયો છે, મને કીધું હતું કે મીની આવે તો કહી દેજે ચિંતા ના કરે મારી," થોડા જવાબની આશા વગર પણ મોટા જવાબ આપીને સમીરએ મીની નાં હોશ ઉડાઈ દીધા, મીની તો કઈ બોલ્યા વગર ચાલી ગઈ ને વિચારવા લાગી કે આજે આ તપેલો સૂરજ શાંત કેમ છે?”

મીની ઘરથી બહાર આવીને તેને સામે જ સુધીર મળ્યો, "સવારે તો ઘાયલ કરી જ દીધા અમને હવે ક્યાં જાવ છો?" સુધીર કહ્યું ને તેની આંખોમાં આંખ પોરવીને મીની એ કહ્યું, "જેને ઘાયલ કર્યો હતો તેને જ શોધતી હતી, પણ સામે જ શિકાર મળી ગયો" મીનીએ કહ્યું ને તે હસી તેને જોઈને સુધીર પણ હસ્યો ને થોડી વાર માટે બધા બધું ભૂલી ગયા તે બંને કેટલા પ્રેમાળ છે, બંને વચ્ચે નો મિઠો પ્રેમ સમીર ઉપરથી બારીમાંથી જોઈ રહ્યો તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

વિવાન અને મિસ્ટી કેબિનમાં આવીને બેસ્યા, વિવાનને કોલ આવતા તે બહાર ગયો ને ફોન પર વાત કરતા ઈશારાથી કહ્યું કે આવું છું, સામે મિસ્ટીએ પણ હામાં માથું ધુણાવ્યું.

થોડી વાર પછી વિવાનએ બહારથી મિસ્ટી તરફ જોયું ને તેને તેની કેબિનમાં જે ફોન હતો તે નંબર પર કોલ કર્યો, મિસ્ટીએ પહેલા તો જોયું પણ આમ કોલ ઉપાડવો કે નહિ તે વિચારવા લાગી, પણ પછી પાછી રીંગ વાગી, તેને ઉપાડ્યો ને વિવાન તેને જોઈ રહ્યો અને કઈ બોલ્યો નહિ, તેને કોલ મૂકી દીધો ત્યાંજ ફરીથી રીંગ વાગી ને તેને કોલ ઉપાડ્યો પણ પાછો કઈ જ અવાજ ના આવ્યો, "હેલ્લો? કઈ અવાજ ના આવતા ફરીથી કટ કરીને, તે ફોન પાસે જ ઊભી રહી ત્યાંજ ફરીથી રીંગ વાગી ને હવે મિસ્ટી બરાબર ગુસ્સે ભરાઈ, "કોણ છે? કોનું કામ છે? સાંભળ્યું નહી? પોતાના ગુસ્સાને શાંત કરતી મિસ્ટી બોલી પણ તેનો અવાજ મોટો થઈ ગયો, જેને જોઇને વિવાનથી હસાઈ ગયું ને ફોન મુકીને કેબિનમાં આવ્યો, "ઓય આટલી ગુસ્સે કેમ છે?" અજાણ બનતા વિવાનએ પૂછ્યું ને તીરછી નજર મિસ્ટી સામે જોયું.

"મારે ઘરે જવું છે" મિસ્ટીએ કહ્યું ને તેનો ચહેરો ઉતરી ગયો, તેને જોઈને વિવાન ઢીલો પડી ગયો, તે તેના પાસે ગયો ને ને બોલ્યો, "હું કઈક લઈને આવું? જમવું છે? તારી દવાનો પણ સમય થઈ ગયો છે આપણે જમીને જઈએ?" વિવાનએ પ્રેમથી કહ્યું ને મિસ્ટી તેના સામે જોઈ રહી, તે ઢીલી થઇ ગઇ ને વિવાનએ તેને સાઇડ હગ કર્યું પણ મિસ્ટી એમજ ઊભી રહી, વિવાનએ તેનો હાથ પકડ્યો ને બહાર લઈ જઈને ડિનર કરવા લઈ ગયો.

“કોણ જાણે કેમ આજે મારું મન અચાનક ઉદાસ થઈ ગયું, નાં ચાહવા છતાં ભૂતકાળની યાદો આવ્યા કરે છે, મિસ્ટીએ વિચાર્યુંને તેને એક નિઃસાસો નખાઇ ગયો ને સીટ પર માથું ટેકવીને આંખો બંધ કરી દીધી.”

ક્રમશઃ