પંકજ - અરે નહીં જીગરભાઈ, પણ શાયદ અહીં આવીને એક પલ માટે અહીંની સ્થિતિ જોતા એવુ લાગે કે શું આપણે કાબિલ છીએ આના માટે ?
જીગરે હસતા કહ્યું - આ સવાલ તો આપણે બંને જ્યારે પહેલી વખત ગાંધીનગર જવા માટે નીકળ્યા હતાં ત્યારે તારા ને મારા બંને ના મન માં હતોને ! પણ આજે આપણે બંને સફળ જ છીએ ને!
પંકજે ઉદાસ અવાજે કહ્યું - હા તારી વાત તો સાચી જ કે તું સફળ થઈ ગયો છે. પણ મારે હજી થવાનું બાકી છેને!
જીગર - અહીંયા પોંહચી ગયો છે તો હવે સફળતાના દ્વાર ક્યાં દૂર છે ?
જીગર એક શ્વાસે બોલ્યો - પંકજ, આ એક વાત ક્યારેય ન ભૂલતો કે અહીંયા આપણે કંઈક બનવા માટે જ આવ્યા છીએ અને તેના માટે આપણા મા-બાપ પરસેવો પાડીને આપણ ને મદદ કરે છે. તેની આ મેહનત વ્યર્થ ન જવી જોઈએ.
ત્યાં જ આકાશ કોફી લઈને આવ્યો. અને બંને ને કોફી આપીને આકાશ પંકજ ની બાજુમાં ઉભો રહી ગયો.
જીગર અને પંકજ ની નજર છત ની નીચે શેરી માં હતી. જીગરે તેના ખીસા માંથી વોલેટ કાઢીને બાર હાજર રૂપિયા પંકજ ના હાથમાં આપતા કહ્યું. - પંકજ, તું ધ્યેય આઈ.એ.એસ માંથી મુખ્ય પરીક્ષાની કોચિંગ લઈ લેજે તારા માટે સારું રહેશે.
પંકજ ના પાડવા લાગ્યો શાયદ તેની બેબસી જીગર સમજી ગયો.
જીગરે કહ્યું - પંકજ, મને ગાંધીનગરથી દિલ્લી મોકલવામાં એક બેન એ મને દસ હજારની મદદ કરી હતી. અને તેનો ઉપકાર હું ભૂલી શકું તેમ નથી પણ શાયદ ભગવાન પણ આમ જ એકબીજાને એકબીજાની જિંદગીમાં આવા લોકોને મોકલતો હોય છે. શાયદ હું પણ એમનો એક જ છું તું સંકોચ કર્યા વગર કોચિંગ શરૂ કરી દે અને હોસ્ટેલ ના નંબર આપતા કહ્યું મારી ગમે ત્યારે મદદ ની જરૂર પડે ત્યારે મને ફોન કરી લેજે.
પંકજે જીગરનો આભાર વ્યક્ત કર્યો. આ ગંભીર વાતો આકાશ જોઈ રહ્યો હતો.
પંકજ - જીગરભાઈ ઓપ્શનલ માં તો એક ઇતિહાસ રાખ્યો છે અને બીજો તમે કહી દો?
જીગર - હિન્દી સાહિત્ય સારું છે. અને તેમાંથી ઘણા બધા ને સિલેક્શન મળ્યું છે તે ઠીક રહેશે.
પંકજે હા કહ્યું.
આમ બંને કોફી પીને થોડી ચર્ચા કર્યા બાદ જીગર અને આકાશ બંને તેની હોટેલ માં ગયા. પછી વર્ષા તરફથી જાણવા મળ્યું કે બીજા દિવસે સાંજે ચાર વાગ્યે તેના પિતા જીગરને મળવા માટે આવી રહ્યા છે.
બીજા દિવસે જીગર અને આકાશ તેમજ પંકજ ત્રણેય દિલ્લી દર્શને ગયા. આકાશે પહેલી વખત લાલ કિલ્લાને અંદર થી જોયો.
આકાશ - સાહેબજી, પેલા મિસ્ટર ઝા અહિયાં જ બેસતા હશેને ?
જીગર હસવા લાગ્યો - અરે નહીં, તે નાણા મંત્રાલય માં બેશે છે.
આકાશ - અચ્છા!
આમ જ બોપર નો સમય થયો ત્રણેય એ સાથે લંચ કર્યું. જીગર હવે તેની હોટલ માં આરામ કરી જ રહ્યો હતો કે ત્રણ વાગ્યે આકાશ ની બૂમો સંભળાવવા લાગી.
આકાશ - સાહેબજી ઉઠો..જલ્દી ઉઠો....!
જીગરે જોયું તો આકાશ જીગરના ફોન માંથી કોઈ સાથે વાત કરી રહ્યો હતો.
જીગરે આંખો મચોળતા મચોળતા કહ્યું - શું થયું ?
આકાશ - અરે સાહેબજી, તમારે આજે મેડમના પિતાજીને મળવા જવાનું છે જલ્દી તૈયાર થઈ જાઓ.
જીગર ચોંકી ગયો કેમકે તેને તો આકાશને આ વાતની જાણ નહોતી કરી.
જીગર - તને કોણે કહ્યું ?
આકાશ - સાહેબજી તમારા ફોન માં ક્યારથી કોઈના ફોન આવી રહ્યા હતાં. પછી મેં ઉપાડ્યો તો પેલા તમારી સાથે દેહરાદૂનવાળા મેડમ હતાને એનો ફોન હતો કે આજે તેના પિતાજી તમને મળવા ચાર વાગ્યે આવી રહ્યા છે.
જીગર - અચ્છા તેને કહ્યું કઈ કે ક્યાં જવાનું છે આપણે ?
આકાશ - સાહેબજી, કોઈ ઓબરોય હોટલ કીધી છે.
જીગરે આશ્ચર્યથી પૂછ્યું - શું ઓબેરોય ?
આકાશ - હા મને પાક્કું યાદ છે એજ કીધું પણ કેમ શું થયું સાહેબજી,
જીગર - તું આવ ત્યારે સમજી જઈશ.
આકાશ - સાહેબજી, તમે જલ્દી તૈયાર થઈ જાઓ હવે!
થોડો સમય બાદ જીગર તૈયાર થયો. જીગર અને આકાશ બંને હવે કેબમાં દિલ્લી ની એ ઓબેરોય હોટેલ માં જવા નીકળ્યા.
કેબ હવે ઓબેરોય હોટેલ ના દરવાજે ઉભી રહી જીગર અને આકાશ કેબમાંથી નીચે ઉતાર્યા. આકાશે હોટલને જોઈને ચોંકી ગયો. તેને તેનું માથું હોટલ ઊંચું કરતા તે હોટલ માં કેટલા માળ ની છે તે ગણવા લાગ્યો. જીગરે આકાશને જોઈને કહ્યું.
જીગર - શાયદ સતર માળ છે.
કહીને જીગર ચાલવા લાગ્યો.
આકાશ - નહીં સાહેબજી, સોળ જ છે.
આકાશ પાછો ફરીને માળ ગણવા લાગ્યો.
જીગર - ચાલ આકાશ, મોડુ થાય છે.
બંને અંદર પ્રવેશ્યા. હોટલ માં મોટા મોટા જુમર, અદભુત, ભવ્ય નજારો જોઈને આકાશ ખુબ જ ખુશ થઈ ગયો.
જીગરે રિસેપ્શન એરિયામાં જઈને કોફી ઝોન નું એડ્રેસ પૂછ્યું.
બંને કોફી નું એ ૧૨ નંબર ના ટેબલ પર એક વ્યક્તિ ને જોઈને જીગર સમજી ગયો કે આ જ વર્ષાના પિતા હોઈ શકે.
જીગરે ત્યાં જઈને પોતાનો પરિચય આપ્યો. અને નમસ્તે કરીને આકાશનો પણ પરિચય કરાવ્યો.
જીગર - સર, તમને અહીંયા આવવામાં કોઈ તકલીફ તો નથી પડીને ?
પિતાજી - નહીં, હાલ મારે અહીંયા એક સબંધીને મળવા આવવાનું હતું એટલે કોઈ જ તકલીફ નથી પડી.
હવે થોડી ચુપી છવાઈ ગઈ જીગરે મેનું જોઈને હવે કહ્યું - સર તમે શું લેશો ?
પિતાજી - બેટા, તું જે મગાવી લે એ ચાલશે જ!
જીગર - અચ્છા, વેઇટર ને બોલાવીને કહ્યું ત્રણ કોફી મંગાવી.
જીગર હવે કોફી પીતા પીતા વર્ષાના પિતાને જોઈ રહ્યો હતો. જીગરને તેના પિતા યાદ આવવા લાગ્યા. કોફીની એક ચુસ્કી મારીને વર્ષાના પિતા એ વાત ની શરૂઆત કરી.
પિતાજી - હા બેટા, તો ટ્રેનિંગ કેવી ચાલે છે તારી?
જીગર - ખુબ જ સારી સર!
જીગર વર્ષાના પિતા ને જોઈને સમજી ગયો કે તે ઘણું કેહવા માંગે છે પણ શાયદ કંઈ કહી નથી શકતા. તેને લાગ્યું આકાશ છે એટલે નહીં કહી શકતા હોય.
જીગર - સર, આકાશ મારા નાના ભાઈ જેવો જ છે!
પિતાજી - મેં વર્ષાને ઘણી ઉમ્મીદ થી ભણાવી ગણાવીને એક અધિકારી બનાવી છે.
જીગર - હા સર, આપણા જીવનમાં માતા પિતા નો રોલ ઘણો હોય છે. હું પણ એક સામાન્ય પરિવાર માંથી આવું છું.
પિતાજી - હા બેટા, હું વર્ષાને ખુશ જોવા માંગુ છું. એમ કહીને તેના પિતા અટકી ગયા.
જીગર - જીગરે હિમ્મત કરીને કહી જ દીધું સર, તમે ચિંતા ન કરો, હું વર્ષા નો ખ્યાલ રાખીશ.
આકાશ ચોંકી ગયો. તે જીગર ની સામે જોવા લાગ્યો.
વર્ષાના પિતાજી એ હવે જીગરની આંખો માં જોઈ રહ્યા હતાં. જીગર ને લાગ્યું કે હવે કંઈક બખેડો થવાનો છે!
પિતાજી - અચ્છા, તારા વિશે વર્ષા એ મને બધી જ વાત કરી છે, પણ એક દીકરીનો બાપ છુંને મને મન માં શંકા હતી જે આજે તને જોઈને બધી જ શંકા દૂર થઈ ગઈ!
જીગર ને નવાઈ લાગી. થોડો સમય વાતો આમ જ ચાલતી રહી.
હવે વર્ષાના પિતાએ વિદાય લેતા ઉભા થયા અને બોલ્યા - અચ્છા બેટા, ક્યારેક ઘરે આવજે
જીગરે હા કહ્યું.
પિતાજી વેઇટર પાસે બિલ માંગતા હતાં ત્યાં જીગરે વેઇટરને ના માં ઈશારો કરતા હવે વેઇટર જીગર અને આકાશ જે ટેબલ પર બેઠા હતાં ત્યાં આવીને આકાશના હાથમાં બિલ આપ્યું.
આકાશ - સાહેબજી, આ માણસ કોઈક બીજાનું બિલ આપણને આપી રહ્યો છે.
જીગર - બિલ હાથમાં લેતા, અરે નહીં દોસ્ત આપણું જ છે
આકાશ - પણ સાહેબજી, આપણે તો ખાલી કોફી જ પીધી હતી બિલમાં તો એકવીસો રૂપિયા લખ્યા છે!
જીગરે હસતા હસતા કહ્યું. - મેં તને નીકળતા પહેલાં કીધું હતુંને કે તું ત્યાં આવીને સમજી જઈશ!
આકાશ ખડખડાટ હસવા લાગ્યો.
to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"