Maadi hu Collector bani gayo - 31 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 31

Featured Books
Categories
Share

માડી હું કલેકટર બની ગયો - 31

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૧

જીગરે વર્ષાને ફોન માં કહ્યું - હું ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને ગેટ બહાર આવું છું.
જીગરે ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને તે ગેટ પાસે ગયો.

જીગરે જોયું કે હાથમાં ગુલદસ્તો લઈને વર્ષા જીગરની રાહ જોઈ રહી હતી. વર્ષા ની સાથે એક મહિલા ઓફિસર પણ હતી. જીગરે વર્ષા ને જોઈને ખુબ જ ખુશ થઈ ગયો.
વર્ષા એ જીગર ને ગુલદસ્તો આપતા કહ્યું - વેલકમ ટુ મસૂરી જીગર,
જીગરે હસતા કહ્યું - ધન્યવાદ!
વર્ષા એ કહ્યું કે તે કોઈ ઓફિસ કામથી અહીંયા આવી છે તેને મહિલા ઓફિસર નો પણ પરિચય કરાવ્યો.

જીગરે કહ્યું - શું આપણે સાથે લંચ સાથે કરી શકીયે ? મે ત્રણ કલાક ની રજા લીધી છે ડાયરેક્ટર સાહેબ પાસે!
વર્ષા એ માથું હલાવતા હા કહ્યું.
બંને વર્ષાની કારમાં મસૂરી ની રેવેન્જ ફિના રેસ્ટોરન્ટ પોહચ્યાં. બંને એ લંચ સ્ટાર્ટ કર્યુંજ હતું કે વર્ષા એ કહ્યું - જીગર હારા પપ્પા તને મળવા માંગે છે? પપ્પા એ કહ્યું કે એકવખત તે તારાથી વાત કરી લે!
જીગરે કહ્યું - વર્ષા, એ એજ સારી વાત છે આવતા મહિને હું દિલ્લી જવાનો છું ત્યાં જ મળી લઈએ?
વર્ષા એ કહ્યું - હું પપ્પા ને વાત કરીશ!

જીગર આજે ખુબ જ ખુશ હતો તેને લાગતું હતું કે વર્ષાના પપ્પા તેને મળીને કોઈક ખાસ વાત કરવા માંગે છે. જીગરે વર્ષા ને કહ્યું - પપ્પા ને મળીને બધું ઠીક થઈ જશે નહી વર્ષા ?
ત્યાંજ જીગર ની નજર વર્ષા ના હાથ પર પડી હથેળી ની બાજુમાં વર્ષા એ એક ટાટુ બનાવેલ હતું જેમાં લખ્યું હતું "જીવ"
જીગરે ટાટુ જોઈને અજાણતા કહ્યું - વર્ષા, જીવ એટલે ?
વર્ષા એ હસતા હસતા કહ્યું - જીવ એટલે જિંદગી!! જીગર અને વર્ષા (જીવ)...!!

ત્યાં બંને હસવા લાગ્યા. ત્યાં મહિલા ઓફિસરે આવીને વર્ષા ને ફોન આપ્યો ફોનમાં વાત કરીને વર્ષા એ જીગરને કહ્યું સોરી જીગર હવે મારે નીકળવું પડશે. તું અત્યારે તારી ટ્રેનિંગમાં ધ્યાન આપજે. વર્ષા જીગરને મુકવા માટે LBSNAA ગેટ સુધી આવી.
ત્યાં ગેટ પાસે આકાશ થયો હતો. જીગર ની નજર આકાશ પર પડતા આકાશને ઈશારો કરીને બોલાવ્યો.

આકાશ - જી સાહેબજી, હું તમને જ શોધતો હતો.
જીગર - વર્ષા, આ આકાશ છે. એકેડમી માંઅરો સહાયક મારી ઘણી બધી મદદ કરે છે!
વર્ષા એ હાથ મિલાવ્યો અને ધન્યવાદ કહ્યું.
આકાશ - સાહેબજી, આતો મારી ફરજ છે.
વર્ષા એ ઝડપથી કહ્યું - ચાલ જીગર, હું નીકળું !
જીગર ત્યાંજ ઉભો ઉભો વર્ષા ને જતા જોઈ રહ્યો હતો. જ્યાં સુધી વર્ષા ની ગાડી એ વળાંક ન લીધો ત્યાં સુધી!
સાહેબજી, જલ્દી ચાલો હવે તમારો બીજા કલાસ નો સમય થઈ રહ્યો છે. આકાશ બોલ્યો.
જીગર અને આકાશ બંને ગેટની અંદર ગયા. જીગર કલાસ માં ગયો.


એક તરફ જીગર એકેડમી માં આઈ.એ.એસ ની ટ્રેનિંગ લાઈ રહ્યો હતો. ત્યાં બીજી તરફ પંડિત, ગુપ્તા, પંકજ બધા upsc ની તૈયારી કરી રહ્યા હતા.

પંકજ હવે તેના રૂમ પર સપનાની દુનિયામાં મશગુલ હતો. હવે તેને મિશન આઈ.પી.એસ શરૂ કરવાનું હતું. પંકજે તેના બેડ ને ઉત્તર દિશામાં રાખ્યો હતો અને ખુરશી અને ટેબલ પૂર્વ ની દિશામાં રાખી હતી. પુરા વસ્તુશાસ્ત્રનો ખ્યાલ રાખ્યો હતો. દિવસભરની થકાવટ માં પંકજ ન જાણે ક્યારે સુઈ ગયો તે તેને પણ ખબર ન પડી સવારે જયારે ગુપ્તા નો ફોન આવ્યો ત્યારે આંખ ખુલી.

ગુપ્તા - હેલ્લો, સુપ્રભાત પંકજ ક્યારે આવશ બત્રા? જલ્દી આવ, બુકની ખરીદી કરવાની છેને! ગુપ્તાની એકદમ ફ્રેશ અવાજ પંકજને આવી.
પંકજ - હું હજુ ઉઠ્યો છું ગુપ્તાજી, તરત જ અડધા કલાકમાં આવું છું.તમે પણ પોહચો. પંકજે બંધ આંખે કહ્યું.

ફોન રાખતાજ પંકજ બાથરૂમ તરફ દોડ્યો ફટાફટ સ્નાન કરીને હનુમાન ચાલીસા વાંચીને તે બત્રા જવા તૈયાર થઈ ગયો. અને એક બાજુ ગુપ્તા આખી રાત સુતો જ ન હતો. આખી રાત લેપટોપ પર આંખ જમાવી હતી. ગુપ્તા એ ફ્રેશ પાણી તેના મોઢા પર મારીને બત્રા જવા નીકળ્યો.

બત્રા પોંહચીને ગુપ્તા એ પંકજ ને ફોન કર્યો. ગુપ્તા ત્યાં સુધી જૂસ પીને બત્રા ની સામે બસ સ્ટોપ પર બેસીને પંકજ નો ઇન્તજાર કરી રહ્યો હતો. પંકજ આવ્યો. બંને કિતાબો નો દુકાને ચાલ્યા ગયા. દુકાને પોંહચીને ગુપ્તા એ તેના પર્સ માંથી એક ચિઠ્ઠી કાઢી જે બુક લિસ્ટ ગુપ્તા એ તેના અનુભવ અને જાણકારીથી તૈયાર કરી હતી. આ લિસ્ટમાં મુખર્જીનગર ના કલાસ દ્વારા જણાવામાં આવેલ મોટી મોટી પુસ્તકોના નામ અંકિત હતા. ગુપ્તા હવે સિનિયર થઈ ગયો હતો. તેને સામાન્ય અધ્યયન માં મહારાથ હાસિલ કરી લીધી હતી.

ગુપ્તા - તું વિષય કયો રાખીશ કઈ વિચાર્યું છે પંકજ ? ગુપ્તા એ ગંભીરભાવ થી કહ્યું.

પંકજ - ઇતિહાસ થી બી.એ કર્યું છે એજ એજ રાખી લઈશ. અને બીજા વિષયમા તમે માર્ગદર્શન આપી દેજો.

ગુપ્તા - બીજો હિન્દી સાહિત્ય રાખી લેજે. સારા માર્ક આવી રહ્યા છે. તેમાં અને જીગરે પણ આજ રાખ્યો હતો.

ગુપ્તા એક પછી એક રંગબેરંગી બૂકો ને સાઈડ માં રાખી રહ્યો હતો. ગુપ્તા બુકની કિંમત જોયા વગર જ બુકની પસંદગી કરી રહ્યો હતો. સૌથી પહેલા તો એન.સી.ઈ.આર.ટી ની ત્રીસ બુક, તેના પછી બીજી અન્ય કિતાબો અને એક ઇન્ડિયા યર બુક ની સાથે ચાર માસિક પત્રિકા રાખી હતી. ગુપ્તા ચુપચાપ બૂકો નો ઢગલો કરી રહ્યો હતો. અને એક બાજુ દુકાનદાર કેલ્ક્યુલેટર મા હિસાબ કરી રહ્યો હતો.

પંકજે જોયું કે અત્યાર સુધીમાં બાવીસો સુધીની બૂકો થઈ ગઈ હતી. હજી ગુપ્તા નિષ્ઠૂર થઈને બૂકો ગોતી રહ્યો હતો. બૂકો ને ગોતતા ગોતતા હવે ગુપ્તા ને પરસેવો આવવા લાગતા બોલ્યો - આજ માટે આટલું કાફી છે આને પેક કરી દયો.
પંકજે એક લાંબો શ્વાસ લઈને પાંચસો ની છ નોટ દુકાનદારના હાથ માં રાખી. ૨૬૦૦/- નું બિલ બન્યું હતું.
પંકજે બુક નું કાર્ટૂન જોઈને લાગ્યું કે પંડિત ને બોલાવી લે શાયદ તે ઉપાડવામાં મદદ કરી શકશે.
ગુપ્તા એ પંડિત ને ફોન લગાવ્યો અને બત્રા બોલાવ્યો.

પંડિતે અવતા જ ગુપ્તા ની આંખો જોઈને કહ્યું - શું વાત છે ગુપ્તા આંખો લાલ લાલ છે. રાતભર જાગ્યો છેકે શું ? પંડિતે હસતા કહ્યું.

ગુપ્તા - હા થોડું સુવામાં મોડું થઈ ગયું હતું.
પંડિતે વ્યંગ કરતા કહ્યું - આખી રાત ખુબ વાંચ્યું લાગે છે?
ગુપ્તા - લ્યા પંડિત, તું આ બધું છોડ, જીગર પાસે પાર્ટી બાકી છે તેની વાત કર જીગર સાથે....!!


to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"