Hindu Dharmnu Hard - 23 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 23

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 23

(23)

૧૦૩. પ્રાર્થનાની મારી રીત

(‘અહિંસા અને આંતરરાષ્ટ્રીય મામલો’માંથી)

એક મિશનરી જેઓ ગાંધીજીને સેગાંવમાં મળ્યા હતા, તેમણે પૂછ્યું

સ. : આપની પ્રાર્થનાની રીત શી છે ?

જવાબમાં ગાંધીજીએ કહ્યું : અમે સવારે ૪-૨૦ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે સમૂહ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રમાણે વર્ષોથી ચાલતું આવ્યું છે. અમે ગીતાના શ્લોકો અને બીજા માન્ય ધર્મગ્રંથોના પાઠ કરીએ છીએ, તેમ જ સંતોનાં ભજનો સંગીત સાથે કે સંગીત વગર ગાઈએ છીએ. વ્યક્તિગત પ્રાર્થનાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તે અખંડરૂપે અને અભાન અવસ્થામાં પણ ચાલુ રહે છે. સાક્ષીરૂપે પરમાત્મા હાજરાહજૂર છે તેવો અનુભવ મને હર પળે થઈ રહ્યો છે. તેની નજર કંઈ પણ જોવાનું ચૂકતી નથી. અને હું તેની સાથે એકતાલ થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ક્રિસ્તી મિત્રો જે રીતે કરે છે એ રીત હું ગાંધીજી : છે કરતો નથી. એનું કારણ એ નથી કે મને એમાં કંઈ દોષ લાગે છે, પણ એટલા માટે કે મારા મોંમાંથી શબ્દો જ નીકળતા નથી. મને લાગે છે કે એ ટેવની બાબત છે.

મિશનરી : આપની પ્રાર્થનામાં યાચનાને કશું સ્થાન છે ખરું ?

ગાંધીજી : છે પણ ખરું અને નથી પણ. ઈશ્વર આપણી જરૂરિયાતો જાણે છે અને માગ્યા પહેલાં જ પૂરી પાડે છે. ઈશ્વરને મારી યાચનાની જરૂર નથી પણ મારા જેવા એકદમ અપૂર્ણ માણસને એક બાળકને તેના પિતાના રક્ષણની જરૂર પટે છે તેમ, ઈશ્વરના રક્ષણની અવશ્ય જરૂર પટે છે. અને છતાં હું જાણું છું કે હું ગમે તે કરું તેથી તેની યોજનામાં ફેર પડવાનો નથી. તમે ચાહો તો મને દૈવવાદી કહી શકો છો.

મિશનરી : શું આપને આપની પ્રાર્થનાનો કોઈ જવાબ મળે છે ?

ગાંધીજી : એ બાબતમાં હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. ઈશ્વરે

મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી. ક્ષિતિજમાં જ્યારે ઘોર અંધકાર જણાતો હતો - જેલોની મારી અગ્નિપરીક્ષાઓમાં, જ્યાં

મારે માટે બધું સુતર નહોતું - ત્યારે મેં તેને મારી નજીકમાં નજીક ભાળ્યો છે.

મારા જીવનમાં એક ક્ષણ પણ હું એવી યાદ નથી કરી શકતો કે જ્યારે ઈશ્વરે

મને તજી દીધો છે, એવી મને લાગણી થઈ હોય.

૧૦૪. આશ્રમજીવનમાં પ્રાર્થનાને સ્થાન

૨૬-૪-૩૨

જો સત્યનો આગ્રહ આશ્રમના

મૂળમાં જ છે તો પ્રાર્થના તે મૂળનો મુખ્ય

નિર્વાહ છે. આશ્રમ સ્થપાયું ત્યારથી જ

રોજ પ્રાર્થનાથી આશ્રમની પ્રવૃત્તિનો

આરંભ થયો છે ને પ્રાર્થનાથી ઉથાપન

થયું છે. મારી જાણ પ્રમાણે એક દિવસ

પણ પ્રાર્થના

વિના ખાલી નથી ગયો. એવા પ્રસંગોની મને ખબર છે કે પ્રાર્થનાસ્થાનમાં વરસાદ કે એવા કારણથી એક જ જવાબદાર માણસે હાજરી ભરી છે. મૂળથી જ નિયમ તો એવો જ રહ્યો છે કે, જે માંદા ન હોય અથવા માંદગી જેવું જ બીજું સબળ કારણ જેને ન હોય એવાં સમજશક્તિએ પહોંચેલ બધાંએ

પ્રાર્થનામાં હાજરી ભરવી. સાંજની પ્રાર્થના વખતે તો આ નિયમનું ઠીક ઠીક પાલન થયું ગણાય. પણ સવારમી પ્રાર્થના વિશે એમ ન કહી શકાય.

સવારની પ્રાર્થનાનો કલાક આરંભકાળમાં અનિશ્ચિત હતો. તેને વિશે બહુ પ્રયોગો કર્યા. અનુક્રમે ચાર, પાં., છ, સાત વાગ્‌.ાની પ્રાર્થના રાખવામાં આવી હતી. પણ મારા વખતોવખતના આગ્રહને લીધે છેવટે ૪-૧૦ કે ૪-૨૦ના સમય નિશ્ચિત થયો છે. એટલે કે જાગવાનો ઘંટ ચાર વાગ્યે થાય ને ત્યાર પછી જાતણપાણી કરી સહુ ૪-૨૦ લગીમાં આવી જાય.

૨૭-

૪- ૪-૩૨

૬-૩૨

મેં માન્યું છે કે હિંદુસ્તાન જેવા

સમશીતોષ્ણ પ્રદેશમાં મનુષ્ય જેમ વહેલો

ઉઠે તેમ સારું. કરોડો માણસોને વહેલા

ઊઠવાની ફરજ પડે છે. ખેડૂત મોડો ઊઠે

તો તેની ખેતી ખરાબ થાય. ઢોરની

સારવાર વહેલી સવારે થાય છે. ગાય

વહેલી સવારે

દોહવાય છે. આવી સ્થિતિ જે દેશમાં વર્તે છે ત્યાં સત્યાર્થી, મુમુક્ષુ, સેવક કે સંન્યાસી સવારના બેત્રણ વાગ્યે ઊઠે તો તે વિશેષ કરે છે એમ ન કહેવાય.

ન ઊઠે તો આશ્ચર્ય ગણાય.

બધા દેશોમાં ધાર્મિક માણસો,

પ્રભુભક્તો અને ગરીબ ખેડૂતો વહેલા જ

ઊઠે છે, ને ભક્તો પ્રભુના ધ્યાનમાં લીન

થાય છે, ખેડૂતો પોતાની ખેતીને લગતા

કામમાં પરોવાઈ પોતાની અને જગતની

સેવા કરે છે. મારે મન બંને ભક્ત છે.

પહેલા

જ્ઞાનપૂર્વક ભક્ત છે, ખેડૂત અજાણપણે પોતાના ઉદ્યમથી પ્રભુને ભજે છે, કેમ

કે તેની ઉપર જગત નિર્ભર છે. તે જો ઉદ્યમ કરવાને બદલે ધ્યાનમાં બેસે તો ધર્મભ્રષ્ટ થાય ને પોતાના નાશમાં જગતનો નાશ પણ સાથે કરે.

પણ ખેડૂતને આપણે ભક્ત ગણીએ કે ન ગણીએ. જ્યાં ખેડૂતોને,

મજૂરોને અને બીજા ગરીબોને ઈચ્છા-અનિચ્છાએ પણ વહેલી સવારે ઊઠવું રહ્યું છે, ત્યાં જેણે સેવાને ધર્મ માન્યો છે, જે સત્યનારાયણનો પૂજારી છે, તે કેમ

સૂઈ રહે ? વળી આશ્રમમાં તો ભક્તિ અને સેવાર્થે ઉદ્યોગનો મેળ સાધવાનો

પ્રયત્ન છે. એટલે ગમે તેટલી અગવડો લાગે તોયે આશ્રમમાં સહુ શક્તિશાળીએ વહેલા ઊઠવું જ જોઈએ એમ હંમાશાં મેં દીવા જેવું સ્પષ્ટ જોયું છે ને ૪ કલાકનો વખત મેં વહેલો નથી માન્યો, પણ મોડામાં મોડો ઊઠવાનો ૫-૬-૩૨

સમય માન્યો છે.

પ્રાર્થના ક્યાં કરવી, કોઈ મંદિર

બનાવીને કે બહાર આકાશ નીચે, ત્યાં

પણ ઓટો બાંધીને કે રેતી ધૂળ ઉપર જ,

મૂર્તિ સ્થપાય કે નહીં, વગેરે પ્રશ્નોનો

નિર્ણય કરવાપણું હતું જ. અંતે

આકાશની નીચે, ધૂળ કે રેતી ઉપર

બેસીને, મૂર્તિ વિના

પ્રાર્થના કરવાનો નિશ્ચય થયો. આશ્રમનો આદર્શ ગરીબાઈ ધારણ કરવાનો છે, ભૂખે મરતા કરોડોની સેવા કરવાનો છે. આશ્રમમાં કંગાળને સારુ સ્થાન છે.

નિયમ પાળવા તૈયાર હોય તે બધાં દાખલ થઈ શકે છે એમ કહી શકાય.

એવા આશ્રમમાં પ્રાર્થનામંદિર ઈંટચૂનાના મકાનમાં ન હોય. તેને સારુ

આકાશનું છપ્પર અને દિશાઓરૂપી થાંભલા ને દીવાલો પૂરતં હોવાં જોઈએ.

ઓટો કરવાનો વિચાર હતો પણ તે રદ થયો. સંખ્યાની હદ બંધાય નહીં.

અટલે ઓટાની હદ કોણ બાંધે ? બહુ મોટો ઓટો બાંધવાનું ખરચ ઘણું થાય.

અનુભવે જોવામાં આવ્યું કે, મકાન કે ઓટો ન બનાવવાનો વિચાર બરોબર હતો. આશ્રમ બહારના પણ પ્રાર્થનામાં આવી શકે છે. તેથી કેટલીક વાર સંખ્યા એટલી થઈ જાય છે કે ગમે તેવડો ઓચો બાંધ્યો હોત તે કોઈ વાર ટૂંકો પડત.

વળી આશ્રમની પ્રાર્થનાનું અનુકરણ દિવસે દિવસે વધતું જતું હોવાથી પણ આકાશ-મંદિર જ યોગ્ય નીવડ્યું છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં સવારસાંજ પ્રાર્થના હોય જ. તેમાં મુખ્યત્વે સાંજના એટલી ભીડ હોય કે ખુલ્લા

મેદાનમાં જ થઈ શકે. અને જો મને મંદિરમાં જ પ્રાર્થના કરવાની ટેવ પડી હોત તો કદાચ મુસાફરીમાં સાર્વજનિક પ્રાર્થના કરવાનો વિચાર સરખોયે ન આવત.

વળી આશ્રમમાં બધા ધર્મોને એકસરખું માન છે. બધા ધર્મીઓને દાખલ થવાની છૂટ છે. તેમાં મૂર્તિપૂજક હોય, મૂર્તિપૂજાને ન માનનારા પણ હોય. કોઈને આઘાત ન પહોંચે એવા હેતુથી આશ્રમની સામાજિક પ્રાર્થનામાં મૂર્તિ નથી રાખવામાં આવતી. જે પોતાની કોટડીમાં રાખવા માગે તેને બંધી નથી.

પ્રાર્થનામાં શું થાય છે ?

સવારની પ્રાર્થનામાં છપાયા છે તે શ્લોકો,

કોઈ ભજન, રામધૂન, અને ઘણે ભાગે

કંઈક વાચન. પહેલેથી જ આમ ન હતું.

શ્લોકોની પસંદગી કાકાસાહેબ

કાલેલકરની છે. કાકાસાહેબ આશ્રમના

આરંભથી જ જોડાયેલા છે.

કાકાસાહેબનો પરિચય મગનલાલે શાંતિનિકેતનમાં કર્યો. હું વિલાયતમાં હતો ત્યારે મગનલાલે બાળકો સાથે શાંતિનિકેતનનો આશ્રય લીધો હતો. દીનબંધું ૭-૫-૩૨

ઍન્ડ્રુઝ ને સ્વ. પિય્રસન તે વખતે શાંતિનિકેતનમાં હતા. ઍન્ડ્રુઝ જ્યાં કહે ત્યાં ઊતરવાની મેં મગનલાલને સલાહ આપી હતી. એન્ડ્રુઝે શાંતિનિકેતન પસંદ

કર્યું. કાકાસાહેબ આ વેળા શાતંનિકેતનમાં હતા. ત્યાં ભણાવવાનું કામ કરતા હતા. મગનલાલ અને કાકાસાહેબ વચ્ચે નિકટ સંબંધ બંધાયો. મગનલાલને સંસ્કૃતના શિક્ષકની ખોટ લાગ્યા કરતી હતી. તે કાકાસાહેબે પૂરી પાડી. આમાં

ચિંતામણી શાસ્ત્રી જે ત્યાં રહેતા હતા તે ભળ્યા. કાકાસાહેબે પ્રાર્થનાના શ્લોકો શીખવ્યા. શાંતિનિકેતનમાં જે શ્લોકો સહુ શીખ્યા હતા તે આજે ચાલે છે તેના કરતાં વધારે હતા. તેમાંથી કાકાસાહેબની સાથે મસલત કરી કેટલાક શ્લોકો, સમય બચાવવા ખાતર, કાઢ્યા. બાકી રહ્યા તે આજે ચાલે છે. એમ

પ્રાતઃકાળમાં ગવાતા શ્લોકો આશ્રમના આરંભકાળથી આજ લગી યાલતા આવ્યા છે, અને સંભવ છે કે એક દિવસ પણ એ શ્લોકો આશ્રમમાં ન ગવાયાનો સંજોગ નહીં બન્યો હોય.

આ શ્લોકો ઉપર ઠીક ઠીક વાર હુમલા થયા છે, - કોઈ વેળા વખત બચાવવાના હેતુથી, કોઈ વેળા સત્યના પૂજારીથી ન ગવાય તેવા કેટલાક

શ્લોકો લાગે છે એ માન્યતાથી, કોઈક વાર એ શ્લોકો હિંદુ સિવાય બીજા ન ગાઈ શકે એવી માન્યતાથી. હિંદુ સમાજમાં જ ગવાતા આ શ્લોકો છે એટલું તો નિર્વિવાદિત છે. પણ અન્ય ધર્મીને ગાવામાં અથવા એ ગવાતા હોય ત્યારે હાજરી ભરવામાં આઘાત પહોંચે એવું એમાં કાંઈ છે એમ મને નથી લાગ્યું.

મુસલમાન-ખ્રિસ્તિ મિત્રો જેમણે એ શ્લોકો સાંભલ્યા છે તેમણે પણ વિરોધ

નથી કર્યો. જેનામાં અન્ય ધર્મ પ્રત્યે માન છે તેને આઘાત ન પહોંચવો જોઈએ.

અને અહીં એવાઓનો જ ઉલ્લેખ હોઈ શકે. એ શ્લોકોમાં કોઈની નિંદા કે અવગણના જેવું કંઈ છે જ નહીં. આશ્રમમાં હિંદુધર્મીની બહુ મોટી સંખ્યા હોઈ

પસંદગી તો હિંદુ ધર્મના શ્લોકોની હોઈ શકે. બીજાનું કંઈ ન જ ગવાય કે વંચાય એવો નિયમ નથી, એટલું જ નહીં પણ પ્રાર્થનામાં પ્રસંગ આવ્યે ઈમામસાહેબ કુરાનની આયાતો પઢતા. મુસલમાની ભજનો કે ગઝલો તો વારંવાર ગવાય છે; તેમ જ ખ્રિસ્તી ભજનો વિશે છે.

પણ બહુ આગ્રહપૂર્વક વિરોધ થયો તે સત્યની દૃષ્ટિએ. ‘સરસ્વતી, ગણેશ ઈત્યાદિની આરાધના સત્યને હણનારી છે. કમલાસને બેઠેલી, વીણાદિ

હાથમાં ધારણ કરનારી સરસ્વતી નામે કોઈ દેવીની હસ્તી જ નથી. મોટા પેટવાળો ને સૂંઢવાળો ગણપતિ નામે કોઈ દેવ જ નથી. આવા કાલ્પનિક દેવોની પ્રાર્થના કરવામાં અને બાળકોને તે શીખવવામાં સત્યનો ઘાત થાય છે’

એવી દલીલ બહુ નમ્રતાથી, પણ તેટલી જ દૃઢતાથી એક આશ્રમવાસીએ કરી.

તેને બીજા આશ્રમવાસીઓનો ટેકો પણ હતા. આ બાબત મારો અભિપ્રાય મેં આમ આપ્યો :

“જો કે હું પોતાને સત્યનો પૂજારી માનું છું છતાં મને એ શ્લોકો ગાવામાં કે બાળકોને શીખવવામાં મુદ્દલ આઘાત નથી પહોંચતો. જો ઉપરની દલીલથી કેટલાક શ્લોકો રદ કરીએ તો તેના ગર્ભમાં હિંદુ ધર્મની આખી રચના ઉપર હુમલો થાય છે. હિંદુ ધર્મમાં હુમલાને યોગ્ય જે હોય તે ગમે તેટલું

પ્રાચીન હોય તેથી હુમલો ન કરાય એવું હું નથી કહેતો. પણ હિંદુ ધર્મનું એ અંગ નબળું કે હુમલો કરવા લાયક હું માનતો નથી. એથી ઊલટું, મારી માન્યતા એવી છે કે, હિંદુ ધર્મમાં એ અંગ રહ્યું છે તે કદાચ તેની વિશેષતા છે. હું પોતે સરસ્વતી દેવી કે ગણેશ જેવી નોખી વ્યક્તિને માનતો નથી. એ બધાં વર્ણનો એક જ ઈશ્વરનું સ્તવન છે. તેના અસંખ્ય ગુણોને ભક્તકવિઓએ મૂર્તિમંત કર્યા છે, તેમાં કાંઈ ખોટું નથી થયું. એવા શ્લોકોમાં પોતાને કે કોઈને છેતરવાપણું નથી. દેહધારી જ્યારે ઈશ્વરનું સ્તવન કરવા બેસે છે ત્યારે એને પોતાને ઠીક લાગે તેવો કલ્પે છે. તેની કલ્પનાનો ઈશ્વર તેને સારુ તો છે જ.

નિરાકાર નિર્ગુણ ઈશ્વરની પ્રાર્થના ઉચ્ચારતાં જ તેનામાં ગુણનું આરોપણ થાય છે. ગુણ પણ આકાર જ છે. મૂળે ઈસ્વર વર્ણનાતીત છે, વાચાતીત છે. પણ પામર મનુષ્યને આધાર માત્ર પોતાની કલ્પનાનો છે. તેથી તે તરે છે, તેથી તે મરે પણ ખરો. ઈશ્વરને વિશે જે વિશેષણ શુદ્ધ હેતુથી, માનીને ગાઓ તે તમારે સારુ ખરાં છે, ને મૂળમાં ખોટાં તો છે જ, કેમ કે તેને સારુ એકે વિશેષણ પૂરતું નથી. હું પોતે બુદ્ધિથી આ વાત જાણતો છતાં ઈશ્વરના ગુણ વર્ણવ્યા વિના, તેનું ચિંતવન કર્યા વિના રહી શકતો નથી. મારી બુદ્ધિ કહે છે તેની અસર હૃદય ઉપર નથી. મારા નબળા હૃદયનો ગુણવાળા ઈશ્વરનો આશ્રય જોઈએ છે એમ કબૂલ કરવા હું તૈયાર છું. જે શ્લોકો હું પંદર વર્ષ થયાં ગાતો આવ્યો છું તે મને શાંતિ આપે છે, મને તે મારી દૃષ્ટિએ સાચા લાગે છે. તેમાં હું સૌંદર્ય. કાવ્ય ને શાંતિ જોઉં છું. સરસ્વતી, ગણેશ ઈત્યાદિને સારુ વિદ્વાનો અનેક કથાઓ કહે છે. એ બધું સારરહિત નથી. એનું રહસ્ય

હું જાણતો નથી. તેમાં હું ઊંટો ઊતર્યો નથી. મારી શાંતિને અર્થ ઊંડે ઊતરવાની મને જરૂર નથી જણાઈ. એટલે મારું અજ્ઞાન કદાચ મને બચાવી

લેતું હોય એમ બને. સત્યની શોધ કરતાં આ વસ્તુના ઊંડાણમાં જવાની આવશ્યકતા મને નથી લાગી. મારા ઈશ્વરને હું જાણું છું. તેને પહોંચ્યો નથી પણ હું એ દિશામાં પ્રયાણ કરી રહ્યો છું એટલું બસ છે”

આવી દલીલ સાથીઓને સંતોષ આપે જ એમ મારાથી આગ્રહ ન રખાય. ક્યાં લગી કોને તેથી સંતોષ થયો એ હું જાણતો નથી. તે બાબત એક વાર સમિતિ નિમાઈ હતી. પેટ ભરીને ચર્ચા થયા બાદ એ નિર્ણય આવ્યો કે, જે પસંદગી કરીશું તેમાં કંઈક ને કંઈક દોષ કોઈને તો લાગશે જ. એટલે જે છે તે રહેવા દેવું.

શ્લોકોની સાથે ભજન તો ચાલતાં જ. પ્રાર્થનાનો આરંભ દક્ષિણ આફ્રિકામાં ભજનથી જ થયેલો. શ્લોક હિંદુસ્તાનમાં આવ્યા પછી દાખલ થયા.

ભજનો ગાવા ગવડાવવામાં મગનલાલ જ મુખ્યપણે હતા. આથી અમને બંનેનો અસંતોષ હતો. જે કરવું તે સારી રીતે એટલે સાચી રીતે કરવાનો લોભ હતો, તેથી કોઈ સંગીતશાસ્ત્રી મળે તો તેની પાસેથી બધા શિક્ષણ લે ને ભજન રસપૂર્વક ગવાય. ભજનમાં એક સૂર ન નીકળે તો તેમાં તન્મય થવમાં અશક્યતા નહીં તો મુશ્કેલી તો હતી જ. પણ શાસ્ત્રી એવા જોઈએ કે જે આશ્રમના નિયમોનું પાલન કરે. આવા સંગીતશાસ્ત્રી મળવા મુશ્કેલ છે એમ લાગ્યું. મગનલાલે શોધ કરતાં સ્વ. સંગીતાચાર્ય વિષ્ણુ દિગંબર શાસ્ત્રીએ પહેલા શિષ્ય નારાયણ ખરેને હેતુપૂર્વક સોંપ્યા, આશ્રમની દૃષ્ટિએ ખરે શાસ્ત્રીએ પૂર્ણ સંતોષ આપ્યો ને તે હવે આશ્રમના પૂર્ણ સભ્ય થઈને રહે છે.

તેમણે ભજનોમાં રસ રેડ્યો ને જે આજે હજારો રસપૂર્વક વાંચે છે તે મુખ્યત્વે તેમની કૃતિ છે. ભજનની સાથે જ તેમણે રામધૂન દાખલ કરી.

હજુ પ્રાર્થનાનું ચોથું અંગ બાકી છે એ ગીતાપાઠ. વખતોવખત ગીતા તો વંચાયા જ કરતી. ગીતાને આચારવિચારને સારુ, વર્ષો થયાં, આશ્રમવાસી પ્રમાણગ્રંથ માને છે. અમુક આચાર કે વિચાર શુદ્ધ છે કે નહીં તે જોવા માટે, જોડણી કે અર્થ જાણવા ઈચ્છનાર વિદ્યાર્થીને જેમ જોડણીકોશ કે અર્થકોશ હોય છે તેમ, આશ્રમને ગીતા છે. આ ગીતાના અર્થ પ્રત્યેક આશ્રમવાસી જાણે તો સારું, તે સહુને કંઠ થાય તો તેથીયે સારું, ને તેમ ન થઈ શકે તોયે મૂળને શુદ્ધ ઉચ્ચારણથી વાંચી શકે તો ઠીક. - આવી જાતના વિચારોને લઈને રોજ ગીતાપાઠ કરવાનું શરૂ કર્યું. પ્રથમ થોડા શ્લોક થતા, વળી કંઠ થઈ જાય ત્યાં

લગી તેના તે શ્લોક રોજ ચલાવાતા. એમાંથી પારાયણ પેદા થયું ને હવે ગીતાના અધ્યાય એવી રીતે ગોઠવાયા કે તે ચૌદ દિવસમાં પૂરી વંચાઈ જાય.

એટલે કયે દિવસે કયા શ્લોકો વંચાય છે તે દરેક આશ્રમવાસી જાણી શકે છે.

એકાંતરાને શુક્રવારે પહેલો અધ્યાય શરૂ થાય છે. આ લખાઈ રહ્યું છે તે પછીનો શુક્રવાર (૧૦મી જૂન, ૧૯૩૨) પહેલા અધ્યાયનો છે. અઢાર અધ્યાય

ચૌદ દિવસમાં પૂરા કરવા સારુ ૭ + ૮, ૧૨ + ૧૩, ૧૪ + ૧૫, ૧૬

+ ૧૭ એક જ દહાડે ગવાય છે.

સાંજની પ્રાર્થનામાં ભજન અને રામધૂન ઉપરાંત ગીતા અધ્યાય

બીજાના છેલ્લા ૧૯ શ્લોકો ગવાય છે એમ કહી ગયો. એ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ કહ્યાં છે. સત્યાગ્રહીનાં એ હોવાં જોઈએ. સ્થિતપ્રજ્ઞ જે સાધે છે તે સત્યાગ્રહીને સાધવું છે. એનું નિરંતર સ્મરણ રહે તે ખાતર આ

શ્લોકો ગવાય છે.

રોજ એક જ પ્રાર્થનાની યોગ્યતા વિશે શંકા ઉઠાવવામાં આવી છે :

‘રોજ આવી રીતે પ્રાર્થના કરવાથી યંત્રવત્‌ થઈ જાય છે; તેથી એની અસર જતી રહે છે.’ પ્રાર્થના યંત્રવત્‌ થઈ જાય છે એ સાચું છે. આપણે પોતે યંત્ર છીએ. જો ઈશ્વરને આપણે યંત્રી માનીએ તો આપણે યંત્રવત્‌ ચાલવું જ જોઈએ. સૂર્યાદિ પોતાનાં કામ યંત્રવત્‌ ન કરે તો જગત એક ક્ષણ વાર પણ ન ચાલે. પણ યંત્રવત્‌ એટલે જડવત્‌ નહીં. આપણે ચેતન છીએ. ચેતન

ચેતનને શોભે તેમ યંત્રવત્‌ થઈ આચરે, વિચરે. પ્રાર્થના એક જ કે વિવિધ, એવા બે પ્રશ્ન નથી. વિવિધ રાખતાં છતાં તેની અસર ન પડે એ સંભવે.

હિંદુની તે જ ગાયત્રી, ઈસ્લામનો તે જ કલમો, ખ્રિસ્તીની તે જ પ્રાર્થના તે તે ધર્મના લાખો માણસો સૈકાંઓથી રોજ પઢતા આવ્યા છે, તેથી તેનો

ચમત્કાર ઓછો નથી થયો પણ વધ્યો છે. જો તેની પાછળ મનુષ્યની ભાવના રહેશે તો તેનો ચમત્કાર હજુ વધશે. એ જ ગાયત્રી, એ જ કલમો, એ જ ઈશુની પ્રાર્થના નાસ્તિક પઢી જાય, પોપટ પઢે, તેની કંઈ જ અસર ન હોય.

પણ એ જ્યારે આસ્તિકને મુખેથી રોજ નીકળે છે ત્યારે તેની ભવ્ય શક્તિ રોજ વધતી જાય છે. આપણો મુક્ય ખોરાક રોજ એ ને એ જ હોય છે. ઘઉં કાનારા બીજી ત્રીજી વસ્તુ ભલે લે, બદલ્યા કરે; પણ ઘઉંનો રોટલો તો રોજ લેશે.

તેથી પોતાનું શરીર બાંધશે, તેથી કંટાળશે નહીં. કંટાળે ત્યારે તે શરીરનો અંત નજીક હોય. એમ જ પ્રાર્થનાનું છે. મુખ્ય તો એક જ હોય. જો આત્માને તેની ભૂખ હોય તો તે એક જ પ્રાર્થનાથી કંટાળશે નહીં પણ તેનો આત્મા પુષ્ટ થશે. પ્રાર્થના નહીં થઈ હોય તે દિવસ તેને તેની ભૂખ રહેશે. તે ઉપવાસીના કરતાં વધારે ઢીલો લાગશે. શરારને સારુ કોઈ દિવસ ઉપવાસ આવશ્યક હોય

છે. આત્માને પ્રાર્થનાની બદહજમી કદી સાંભળી નથી.

મૂળ વાત આ છે : આપણે ઘણા આત્માની ભૂખ વિના પ્રાર્થના કરીએ છીએ. આત્મા છે એમ માનવાની ‘ફૅશન’ છે, એવો રિવાજ છે, એટલે ‘છે એમ માનીએ’. આવી માઠી દશા ઘણાની હોય છે. ‘આત્મા છે’ એમ કેટલાકને સારુ એમની બુદ્ધિએ નિશ્ચય કર્યો હોય છે. એવાંને હૃદયગત નથી હોતો, તેથી

પ્રાર્થનાની હાજત નથી હોતી. સમાજમાં રહી સમાજ કરે તેમ કરીએ, આમ

ધારીને ઘણા પ્રાર્થનામાં ભળે છે. આવાને વિવિધતાની જરૂર જણાય છે. પણ ખરી રીતે તેઓ પ્રાર્થના ભળ્યા જ નથી. તેઓ સંગીત સાંભળવા આવ્યા છે, તેઓ કુતૂહલથી આવ્યા છે, તેઓ પ્રવચન સાંભળવા આવ્યા છે. તેઓ ઈશ્વરની સાથે ઐક્ય સાધવા નથી આવ્યા.